વન વિભાગ દ્વારા 15 જેટલી મહિલાઓને ખાસ આ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
ગુજરાત રાજયમાં સાસણ ગીર જંગલ એશિયાટીક લાયન માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. સાસણ ગીરના જંગલ વિસ્તારમાં એશિયાટીક સિંહોને કુદરતી વાતાવરણમાં વિહરતા જોઈ શકાય છે. આ સાસણ ગીર વિસ્તારમાં જતા હોય અને સામે સિંહ આવે અને જે રોમાચ થાય એ અનુભવ અવર્ણીય છે. અને એમાં પણ તમે પ્રવાસી તરીકે ગયા હો અને જો તમારા જીપ્સીનો ડ્રાયવર કોઈ મહિલા હોય બહાદુરીથીએ એશિયાટીક સિંહની પાસે થી જીપ્સી પસાર કરી દે તો વધુ ગર્વની લાગણી થાય કેમ ખરું ને ?
એશિયાટીક સિંહ જોવા કરતા એ મહિલાની બહાદુરીને બિરદાવવાનું મન થઇ જાય બસ એ સાહસ સાથે હવે ટૂંક સમયમાં જોવા મળશે. સાસણ ગીરમાં હવે ટૂંક સમયમાં મહિલા ડ્રાયવર જીપ્સી ચલાવતી અને પ્રવાસીઓને સિંહ દર્શન કરાવતી જોવા મળશે. હાલ તો વન વિભાગ દ્વારા 15 જેટલી મહિલાઓને ખાસ આ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
સાસણ ગીરમાં મહિલાઓની સંખ્યા દિન બ દિન વધતી જાય છે. હાલ આશરે 300 જેટલી મહિલાઓ સાસણમાં વિવિધ કામ પર ફરજ બજાવે છે. જેમાં ખાસ કરીને વન કર્મી, ટ્રેકર, રેસ્ક્યુ ઓપરેશન માટે ટ્રેન્ગ્યુલાઇઝ કરવા માટે, કેર ટ્રેકર જેવા ફિલ્ડમાં કામો મહિલાઓ ખુબ બહાદુરીથી કરતી હોય છે. એટલે જ વન વિભાગ દ્વારા મહિલાઓને વધું એક તક જીપ્શી ડ્રાયવર તરીકે આપવામાં આવા રહી છે.
આ અંગે વન વિભાગના અધિકરી ડો મોહન રામ કહે છે કે આસ પાસની ગરીબ અને આદિવાસી જાતિની મહિલાઓને રોજગાર આપવાના હેતુસર અને મહિલાઓને હવે ડ્રાયવર તરીકે ભરતી કરવામાં આવનાર છે. અને આ માટે હાલ 15 મહિલાઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ગીરના જંગલમાં હવે મહિલાઓ વધુ એક કદમ આગે પુરુષો સાથે કદમ થી કદમ મિલાવી કામ કરતી જોવા મળશે હાલ તો, આ મહિલાઓ શરૂઆતમાં દેવળીયા પાર્કમાં ટ્રેની રૂપે કામ કરશે પછી અનુભવ અને કામગીરીની ના આધારે તેમને ગીર જંગલમાં રૂટો પર મુકવામાં આવશે.
આ અંગે જયારે આદિવાસી જાતિની મહિલાઓ કે જે હંમેશા આ જંગલની આસપાસના ગામોમાં જ રહેતી હોય છે. અને ટ્રેઈની તરીકે ડ્રાયવિંગ શીખતી મહિલાઓએ કહ્યું કે અમને આ કામ કરવાની માજા ને રોમાન્ચ છે, મહિલા તરીકે ડ્રાયવર બનવા પહેલા સંકોચ થતો હતો પરંતુ પછી હિમતત આવા અને અમે હવે અમે એ કામ કરવા તૈયર છીએ, પ્રવાસીઓને એશિયાટીક સિંહ દર્શન લઇ જવાનો મોકો મળશે સાથે સાથે મહિલા હોવાછતાં અમારા પર વન વિભાગ દ્વારા જે ભરોસો મૂકી અમને આ કામ માટે લાયક ગણી તે જ ગર્વ ની વાત છે.
સાસણ ગીર હવે માત્ર એશિયાટીક સિંહ દર્શન માટે જ નહીં પરંતુ હવે મહિલાઓ થકી તેમની બહાદુરીની કથા પણ બનતું જાય છે. મહિલાઓને રેસ્ક્યુ કરતી જોવી, એશિયાટીક સિંહોની સારવાર કરતી જોવી કે પછી ગાઢ જંગલમાં નીડર બની એશિયાટીક સિંહોની સંભાળ રાખતી જોવી એ પણ એક લ્હાવો છે. હવે સાસણ ગીરની શોભામાં વધુ એક મોરપીંછું ઉમેરાઈ રહ્યું છે. ડ્રાયવર બની મહિલા સિંહ દર્શન કરવા પ્રવાસીઓને લઇ જશે ત્યારે પ્રવાસીઓનો ઉત્સાહ જરૂર બમણો થશે અને સાથે સાથે ગર્વ થી છાતી ગજગજ ફૂલી જશે.