સાસણ ગીર જંગલનું નામ આવે એટલે તરત જ એશિયાટિક સિંહોની જ યાદ આવે ગાઢ જંગલ અને એ જંગલના સાવજની ડણક ભલભલાને ડરાવી દે. જો કે ગત્ત સપ્ટેમ્બર – ઓક્ટોબર મહિનામાં અમરેલીના દલખાણીયા રેન્જમાં ગુજરાતના ગૌરવ સમાન આ એશિયાટીક સિંહોની ડણક ખતરામાં હતી.
અશિયાટીક સિંહોમાં કેન્યન ડિસ્ટેમ્પર વાયરસ થી ટપાટપ સિંહો મરી રહ્યા હતા માત્ર 11 દિવસમાં 23 સિંહોના મોત થતા વન્ય પ્રેમીઓએ વન વિભાગને આડે હાથ લીધું હતું. એશિયાટીક સિંહોના મોત મામલે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટે પણ સરકારની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જે પછી વન વિભાગ અને કેન્દ્ર અને રાજ્ય સરકારે સાવચેતીપૂર્વક પગલાં લેતા અન્ય એશિયાટીક સિંહોને બચાવી લેવામાં આવ્યા હતા. જેથી હાલ તો અબ સબ સલામત છે. એવા સમાચાર થી સૌ કોઈના અધ્ધર થયેલા શ્વાશ હેઠા બેઠા છે. વન વિભાગે ગત્ત ઓકટોબર 2018 માં 34 જેટલા વાયરસથી અસરગ્રસ્ત હોવાના શંકા ના ડાયરીમાં આવેલા એશિયાટીક સિંહોને ખાસ નજર કેદ રાખવામાં આવ્યા હતા. જેઓને હવે ટૂંક સમ્યમાં છોડી દેવામાં આવશે નજર કેદ એશિયાટીક સિંહોની ત્રાડ હવે એક લાંબા સમય પછી ગીરના જંગલમાં ફરી સાંભળવા મળશે.
વાત કરીએ ગત્ત સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં થયેલા એશિયાટીક સિંહોના મોતની તો એક સાથે 23 એશિયાટીક સિંહોના મોત અને પછી એ સિલસિલો વધ્યો હતો સૌ કોઈ ચિંતિત હતા. આ વાયરસ ને ફેલાતો અટકાવવા વિદેશથી ખાસ રસી મંગાવાઈ અને દેશ વિદેશના નિષણાંત ડોક્ટરોની ટિમ પણ ગુજરાત આવી જેને સિંહોને ખાસ કેન્યન ડિસેમ્બર માટે રસીકરણ કરવાનું સૂચન આપ્યું હતું. જે પછી આખા ગીર જંગલના તમામ 600 જેટલા સિંહોની તપાસ કરવા વન વિભાગે રાત દિવસ એક કરી દીધા હતા. અને 34 જેટલા સિંહોને કેન્યન વાયરસના સંકેત જોવા મળતા તરત જ તેમને જામવાળા રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. અશિયાટીક સિંહોને ખાસ રસીકરણ કરી નજર કેદ રાખી તેમનું અવલોકન અને દેખરેખ રાખવામાં આવતું હતું. વિદેશથી ખાસ મંગાવાયેલ આ રસી દર 21 દિવસના અંતે આપવાની હતી જેથી 42 દિવસ સુધી એશિયાટીક સિંહોને નજર કેદ રાખવાના હતા. જોકે હવે આ તમામ સિંહો સુરક્ષિત છે અને ફરી ટૂંક સમયમાં જંગલમાં છોડવામાં આવશે. એમ વન વિભાગના મુખ્ય સંરક્ષક અધિકારી ડૉ, ડી. ટી વસાવડા એ જણાવ્યું હતું.
સાસણ ગીરમાં આશરે 650 થી પણ સીધું સિંહો ની સંખ્યા છે જે ગર્વ ની વાત છે. પરંતુ આ એક જ વર્ષમાં એટલે કે ગત્ત સપ્ટેમ્બર થી જાન્યુઆરી સુધીમાં આશરે 60 થી પણ વધુ સિંહોના મૃત્યુ થયા છે. જેમાં મોટાભાગના વૃદ્વ અને નાના બચ્ચા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોતાનું વર્ચસ્વ સ્થાપવા ઇન ફાઈટમાં પણ એશિયાટીક સિંહોનું મોત થયું હોવાનું એક જવાબદાર પરિબળ છે. કારણકે સિંહોની વધતી સંખ્યા સામે શિકાર અને હરવા ફરવા માટેનો વિસ્તાર સાસણ ગીરમાં એશિયાટીક સિંહ દીઠ ઓછો થતો જાય છે. આવા સંજોગોમાં ઇન ફાઈટ કુદરતી માની લેવામાં આવે છે. જો કોઈ ઠોસ પગલા ન ઉઠાવવામાં આવ્યા તો ધીમે ધીમે ઇન ફાઈટ પણ એક ગંભિર સમસ્યા બની શકે છે. જો કે હાલ તો સબ સલામત હોવાથી એશિયાટીક સિંહો ની સુરક્ષા ની ચિંતા કરતા લોકોને હાશકારો થયો છે. તો વન્ય પ્રેમી અને અધિકારીઓ માટે રાહત ના સમાચાર છે.