HomeAnimalsAsiatic Lionsસિંહે લટાર મારતા સમયે માંના મંદિરે બેસીને કર્યો વિશ્રામ

સિંહે લટાર મારતા સમયે માંના મંદિરે બેસીને કર્યો વિશ્રામ

ગુજરાતના સાસણ ગીર એશીયાટીક લાયન માટે જગ વિખ્યાત છે. ત્યારે જંગલની કુતુહલ પમાડે તેવી વન્યજીવોની તસ્વિરો અનેક સામે આવતી રહે છે. ગીરના જંગલ વિસ્તારમાં આવેલ એક કાચા મકાનમાં બનાવેલ એક મંદિરની બહાર જાણે નર સિંહ દર્શનની આતુરતાથી રાહ જોઈ બેઠો હોય એવું લાગી રહ્યું છે. ગીરના ઘોકડવાના જંગલોમાં એક મંદિરની બહાર સિંહ બેઠો હોય તેવી તસ્વિર વાઈરલ થતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે. ઘોકડવાના જંગલ વિસ્તારમાં ચિતલ કુબા નેસમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. મંદિરના દરવાજા બહાર એક સિંહ જાણે કે મંદિરના દ્વાર ખુલવાની રાહ જોતો હોય તેમ તસ્વિરમાં કેદ થયો હતો. જોકે વન્યપ્રાણીઓની આવી તસ્વિરો ભાગ્યે જ કેમેરામાં કેદ થતી હોય છે. જયારે આવી તસ્વિરો કેમેરા કેદ થાય છે. ત્યારે જોનારની ઉત્સુકતામાં વધારો થતો હોય છે. તેમાની આ એક તસ્વિર પણ હાલ લોકોમાં કુતુહલ જગાવી રહી છે.

- Advertisment -