HomeWild Life Newsમહીસાગરઃ વાઘ( Big Cat )ના હુમલાની ઘટના પ્રકાશમાં આવતા વનવિભાગ દોડતુ થયું

મહીસાગરઃ વાઘ( Big Cat )ના હુમલાની ઘટના પ્રકાશમાં આવતા વનવિભાગ દોડતુ થયું

મહિસાગરના લુણાવાડાના કોઠા ગામમાં વાઘ( Big Cat )ના હુમલાની કરવાની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. જેમાં કોઠા ગામની સીમમાં ગાયના ટોળા પર વાઘે( Big Cat ) હુમલો કર્યો હતો. ત્યારે ગામ લોકોએ વાઘ( Big Cat )ને ભગાડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વનું છે કે મહિસાગર જિલ્લાના જંગલમાં 3 દિવસ પહેલા વાઘ( Big Cat ) દેખાયાના પુરાવા મળી આવ્યા હતા. જેને લઈને વન વિભાગે અલગ અલગ પાંચ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રેપ કેમેરામાં વાઘ ( Big Cat )દેખાયો હોવાની વાતનો તંત્રએ સ્વીકાર કર્યો હતો.

એક કરતા વધુ વાઘ( Big Cat ) હોવાની શક્યતાએ સંતરામપુરના સંત જંગલમાં તપાસ શરૂ

લુણાવાડના જંગલોમાં વાઘ( Big Cat ) મળ્યાની સાબિતી મળ્યા બાદ સંતરામપુરના સંત જંગલમાં વાઘ હોવાની શક્યતા સેવાઈ રહી છે. એક કરતા વધુ વાઘ( Big Cat ) હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. તો લુણાવાડાના જંગલોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉપરાંત પંચમહાલના બોરિયાવી ગામ પાસે જંગલમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. વાઘ( Big Cat )ને શોધવા માટે સાસણગીરથી 10 નાઇટ વિઝન કેમેરા મંગાવવામાં આવ્યા છે અને તેના માટે વનકર્મીઓની ટીમ બનાવવામાં આવી છે. ત્યારે લુણાવાડાના કોઠા ગામે વાઘે( Big Cat ) હુમલો કરવાની ઘટના સામે આવતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

- Advertisment -