મહીસાગર જીલ્લામાં બે દિવસ પહેલાં જોવા મળેલ વાઘ( Big Cat ) હોવા અંગે રાજ્ય સરકારે અધિકૃત પુષ્ટિ કરી છે. ગુજરાત રાજયના વન્યપ્રધાન ગણપત વસાવાએ મંગળવારે કહ્યું હતું કે મહિસાગરમાં વાઘ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર વાઘ( Big Cat ) ના વધામણાં માટે તૈયાર છે. ગુજરાતમાં સિંહો દિપડાનું અસ્તિત્વ છે પરંતુ હવે ગુજરાતમાં વાઘ( Big Cat ) પણ જોવા મળ્યો છે.
મહિસાગરના લુણાવાડા પાસેના એક ગામના રસ્તા પર એક શિક્ષકે વાઘ( Big Cat ) જોયો હોવાનો દાવો કર્યો હતો કે આ શિક્ષકે વાઘ( Big Cat ) ની તસ્વીર પણ ક્લીક કરી હતી. અને આ તસ્વિર વાયુ વેગે સોશીયલ મિડીયામાં વાયુ વેગે પ્રસરી હતી. જે બાદમાં વન વિભાગની ટીમે વાઘ( Big Cat ) ને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હવે વન વિભાગ તરફથી વાઘ( Big Cat ) ની અન્ય એક તસવીર જાહેર કરીને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે શિક્ષકે જોયેલું પ્રાણી વાઘ( Big Cat ) જ હતો. એટલે કે ગુજરાતમાં વાઘ( Big Cat ) હોવાના સમાચાર પર વન વિભાગે મહોર મારી દીધી છે.
મહીસાગર જીલ્લામાં શિક્ષકના વાઘ( Big Cat ) જોવા મળ્યાની તસ્વીર બાદ વન વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ કર્મચારીઓએ વાઘ( Big Cat ) ના સગડ મેળવવાની તજવિજ હાથ ધરવામાં આવી હતી. જોકે વન વિભાગના અલગ અલગ ટુકડીઓ દ્વારા હાથ ધરેલી મહેનત રંગ લાવી છે. જંગલ વિસ્તારના રસ્તાઓ પર નાઈટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હતા. રાત્રીના સમયે નાઈટ વિઝન કેમેરામાં વાઘ( Big Cat ) કેદ થયો હતો. બીજી તરફ સંતરામપુરના સંત વન વિસ્તાર અને બીજા 100 એમ કુલ 150 ઉપરાંત માણસોએ વાઘ( Big Cat )ને શોધવા કામે લાગ્યા હતા.
મહિલસાગરના વન અધિકારીના જણાવ્યા અનુસાર પાનમ ડેમ અને સંતરામપુરના જંગલોમાં પાંચ નાઇટ વીઝન કેમેરા મુક્યા હતા. જેમાંથી એક કેમેરામાં આ વાઘ( Big Cat ) ફરતો જોવા મળ્યો હતો. અમે બીજા પણ પુરાવા મેળવ્યા છે જેનાથી એ વાતની પુષ્ટિ થઇ છે કે આ વાઘ( Big Cat ) જ છે.
વન વિભાગે મહિસાગરની આજુબાજુના જંગલોમાં અનેક સીસીટીવી કેમેરા અને બીજી ટીમો મુકીને વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આખરે નાઈટ વિઝન કેમેરામાં વાઘ( Big Cat ) ફરી એક વાર જોવા મળતાં તેના હોવા અંગે પુષ્ટિ થઇ હતી.
જોકે આ અંગે ગુજરાત રાજયના વન્યપ્રધાન ગણપત વસાવાએ કહ્યું છે કે, “ગુજરાત સરકાર વાઘ( Big Cat ) ના વધામણાં માટે તૈયાર છે. રાજ્યમાં પહેલાથી જ સિંહ અને દીપડા છે, હવે વાઘ( Big Cat ) માટે પણ ગુજરાત સક્ષમ છે. વાઘની તપાસ માટે વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજસ્થાન અથવા મધ્ય પ્રદેશમાંથી વાઘ( Big Cat ) ગુજરાતમાં આવ્યો હોવાની સંભાવના છે.
ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા વિસ્તારમાં વાઘ( Big Cat ) જોવા મળ્યો હતો. નિષ્ણાંત જાણકારોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અંદાજે છેલ્લે વર્ષ 1965-85 વાઘ( Big Cat ) જોવા મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતની જમીન પર કયારેય વાઘે દેખા દીધી નથી. ગુજરાતમાં 50 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ( Big Cat ) વસવાટ કરતા હતા. વિજયનગરથી લઈને ડાંગ સુધી વાઘ( Big Cat ) વસવાટ કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આટલા લાંબા સમયબાદ ગુજરાતની ધરતી પર વાઘ( Big Cat ) જોવા મળ્યોએ ખરેખર એક મોટી ઘટના ગણાવી શકાય.