HomeWild Life Newsઆ વાઘ અભયારણ્યમાં આગ લાગતા 100 હેક્ટરથી વધારે વન સંપત્તિ બળીને રાખ

આ વાઘ અભયારણ્યમાં આગ લાગતા 100 હેક્ટરથી વધારે વન સંપત્તિ બળીને રાખ

ઉત્તર પ્રદેશમાં આવેલા લખીમપુર ખીરી જિલ્લાના દુધવા વાઘ અભયારણ્યમાં આગ ભભૂકી ઉઠી હતી. મૈલાની અને કિશનપુરના જંગલોમાં લાગેલી આગના કારણે 100 હેક્ટરથી વધારે વન સંપત્તિ સળગીને રાખ થઈ ગઈ હતી. જો આગને કાબૂમાં લેવામાં નહીં આવે તો જંગલના અન્ય ઝાડ પણ નષ્ટ થઈ જશે.

મળતી માહિતી મુજબ દુધવા પાર્ક પ્રશાસને જંગલમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ગાડીઓને મોકલી આપી છે. આ હોનારતમાં વન્યજીવો પણ લપેટમાં આવ્યા હોવાની આશંકા છે. જો કે, હજુ સુધી કયા કારણથી આગ લાગી તે સામે નથી આવ્યું. આ ઘટનામાં જંગલની સરહદે આવેલા કટૈયા, કાંપ અને ટાંડા ગામમાં અફરાતફરી મચી ગઈ છે.

મૈલાની-ભીરા જંગલમાંથી નીકળી રહેલા લોકોએ આગની લપેટો જોઈ હતી અને વનવિભાગને તેની જાણ કરી હતી. વનવિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને અનેક સ્તરે કામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોના મતે માર્ચ મહિનામાં પડેલી ભીષણ ગરમીના કારણે આગ લાગી હોઈ શકે. આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આજુબાજુના 50 જેટલા ગામના લોકો ત્યાં પહોંચી ગયા છે. ગામના લોકોને જંગલની આગ તેમના ખેતરો સુધી ન પહોંચી જાય તેવો ડર છે.

- Advertisment -