HomeWild Life Newsગીર જંગલના સૌથી વધુ ઉંમરના એશિયાટિક સિંહ ધીરે દુનિયામાંથી વિદાય લીધી

ગીર જંગલના સૌથી વધુ ઉંમરના એશિયાટિક સિંહ ધીરે દુનિયામાંથી વિદાય લીધી

એશિયાટિક સિંહો માટે ગુજરાતનું ગીર જંગલ સૌથી પ્રખ્યાત છે. ગીર જંગલના સૌથી વધુ ઉંમરના એશિયાટિક સિંહે દુનિયામાંથી વિદાય લીધી છે. આ એશિયાટિક સિંહનું નામ ધીર હતું. ધીરે 22 વર્ષની લાંબી જિંદગી જીવી છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં તેનું અવસાન થયું છે. ધીર પહેલા ગીર ફોરેસ્ટમાં કોઈપણ સિંહે 20 વર્ષની વય પૂર્ણ કરી નથી. આ રેકોર્ડ 2 વર્ષ પહેલા ધીરે તોડ્યો હતો.

એશિયાટિક સિંહોની ઉંમર 15 થી 17 વર્ષની વચ્ચે હોય છે. જો કે, ગીરના જંગલમાં કેટલાક સિંહો 19-20 વર્ષની વય સુધી જીવંત રહ્યા છે. ધીરે 22 વર્ષની લાંબી જિંદગી જીવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ સક્કરબાગ ઝૂના અધિકારીએ જણાવ્યું હતું કે, ધીર છેલ્લા 17 વર્ષથી જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં રહેતો હતો. 2004 માં તેનું ગીર ફોરેસ્ટમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 5 વર્ષની ઉંમરથી જ સક્કરબાગ ઝૂ ધીરનું ઘર બની ગયું હતું.

જોકે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો. આ કારણે તેનું ચાલવાનું પણ બંધ થઈ ગયું હતું. પહેલાની સરખામણીએ તેનો ખોરોક પણ ઓછો થઈ ગયો હતો. વન વિભાગના તબીબો સતત તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ધીરે શનિવાર સવારે પોતાની આંખ ખોલી ન હતી. આ સાથે સક્કરબાદ ઝૂનું તે વાડ નિર્જન બન્યો છે, જ્યાં ધીરની ગર્જના ગુંજતી રહેતી હતી.

- Advertisment -