HomeWild Life Newsથોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં બે દિવસ માટે પ્રવેશ બંધી

થોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં બે દિવસ માટે પ્રવેશ બંધી

વન વિભાગ દ્વારા અને રાજય સરકાર દ્વારા અમદાવાદ જીલ્લામાં આવેલા થોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવવાની હોવાથી પ્રવાસીઓ માટે બે દિવસ માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. વન વિભાગ દ્વારા આગામી તા. 09 અને તા.10 ફેબ્રુઆરીના રોજ થોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્ય ખાતે પક્ષીઓની ગણતરીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જોકે આ કામગીરી દરમિયાન પક્ષીઓની ગણતરીની પ્રક્રિયામાં ખલેલ ન પહોચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બે દિવસ માટે અભ્યારણ્યમાં પ્રવેશ મેળવી શકશે નહિ..પક્ષી ગણતરીમાં કોઈ મુશ્કેલી ના થાય તે માટે વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisment -