નર્મદાના જંગલ વિસ્તારમા વન્ય પ્રાણીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે. જેમા ખાસ કરીને શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્યમા વન વિભાગ દ્વારા જંગલમા ટ્રેપ કેમેરા ગોઠવવામા આવ્યા છે. જેમા વન્ય પ્રાણીઓ ફરતા કેમેરામા માલૂમ પડે છે. જેમા દીપડા, ચોસીંગા, હરણ જેવા વન્ય પ્રાણીઓ દેખાય છે.
નર્મદાના સગાઇ રેંજમા આવેલ કોકટી જંગલમા અચાનક રીંછેં દેખા દેતા ગ્રામજનોએ પણ રીંછને જોતા લોકોમા કૂતૂહલ જોવા મળ્યુ હતુ. આ વિસ્તારમા લાંબા સમય પછી પહેલી વાર રીંછ જોવા મળ્યુ હતું.
મળતી માહિતી મુજબ ગ્રામજનોએ વન વિભાગ ને જાણ કરતા વન અધિકારીઓ, કર્મએચારીઓ કોકટીગામે દોડી આવ્યા હતા. અને જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી. વન વિભાગે રીંછને પકડયુ નથી પણ તેને સલામત જગ્યાએ લઇ જવામા આવ્યુ છે. વન અધિકારીના જણાવ્યા મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચેની ખાઇમાથી ખોરાકની શોધમા પહેલી વાર માઇગ્રેટ થઇને રીંછ કોકટી ગામમા આવી ગયુ હતુ. જે ગામ લોકાએે જોયુ હતુ વન વિભાગના કર્મચારીઓએ ફોટોગ્રાફી અને વીડીઓગ્રાફી પણ કરાવી હતી.
વન અધિકારીના જણાવ્યા અનુસાર પીપલોદ, ફૂલસર, સાગબારા, દેવમોગરા વિસ્તારમા રીંછની વસ્તી આવેલી છે. અહીનુ વાતાવરણ રીંછ માટે અનુકૂળ ગણાય છે. નર્મદામા શૂલપાણેશ્વર રીંછ અભયારણ્ય આવેલુ છે. જેમા કુલ ૨૪ જેટલા રીંછની વસ્તી છે. દર વર્ષે રીંછની સંખ્યામા ઉત્તરોત્તર વધારો થતો જાય છે.
નાયબ વન સંરક્ષક ડો. શશીકુમાર તેમજ ગોરા, સગાઇ રેંજના આરએફઓ ના જણાવ્યા અનુસાર દેડીયાપાડા ખાતે રીંછ અભયારણ્ય સંવર્ધન કાર્યશાળાનુ વન્ય પ્રાણી સપ્તાહમા ગત ઓકટોબરમા વિશેષ આયોજન હાથ ધરવામા આવ્યુ હતું. આ કાર્યશાળામા ગુજરાતના રીંછ અભયારણ્યના જાણકારો બનાસકાંઠા, રતનમહાલ, જાંબુઘોડા,વિજયનગર, નર્મદાના તજજ્ઞો કાર્યશાળામા જોડાયા હતા. જેમા નર્મદા રીંછ અભયારણ્યમા રીંછના સંરક્ષણ માટેની ચર્ચા, પ્રેઝન્ટેશન અને અવલોકનો તેમજ માર્ગદર્શન પણ અપાયુ હતુ. આ વર્કશોપમા રીંછનુ વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે સંવર્ધન કરવુ તેનુ માર્ગદર્શન અપાશે. વિવિધ તજજ્ઞોના મંતવ્યો લેવાશે. જંગલમા પરિભ્રમણ કરી રીંછનુ અવલોકન, પગલા, સાઇન માર્ક, હગાર વગેરેનુ નિરિક્ષણ કરાયુ હતુ.
