HomeWildlife Specialવિશ્વના છેલ્લા નર ‘નૉર્થન વ્હાઈટ રાઈનો’ની વિદાય : અલવિદા સુદાન

વિશ્વના છેલ્લા નર ‘નૉર્થન વ્હાઈટ રાઈનો’ની વિદાય : અલવિદા સુદાન

2017ના વર્ષમા સૉશિયલ ડેટીંગ માટે બનેલી એક એપ્લિકેશન ટીંડર પર એનુ પિક્ચર અપલૉડ કરવામા આવ્યુ અને કેપ્શન લખાઈ ‘મૉસ્ટ એલિજેબલ બૅચલર ઑફ ધી વર્લ્ડ’ એ કોઈ એકટર, ફુટબૉલર, સિંગર, બિઝનેસ ટાયકુન કે નેતા ન હતો.

એ તો 45 વર્ષનો ભવિષ્યમા લુપ્ત થનાર પ્રજાતી ‘નૉર્થન વ્હાઈટ રાઈનૉ’ ની આખરી કિરણ સમાન છેલ્લો નર ગેંડો હતો. કેટલાક યુવાનોએ ફંડ રેઈઝીંગ માટે ધ્યાન ખેચવા ટીંડર પર આવુ કરેલુ.

એના શિંગડાના વેપાર માટે કતલખોરોની એ.કે.47થી બચાવવા કેન્યાના ઑ.એલ.પેજેતા પાર્કમા સિક્યોરિટી ગાર્ડસની વચ્ચે એને સુરક્ષિત રખાયો હતો.એનુ નામ ‘સુદાન’ જે પોતાના વંશનો આખરી નર હતો. લાંબી બિમારીને અંતે તાજેતરમા એને કૃત્રિમ મૃત્યુ આપી એનો મોક્ષ કરાયો.

openthemagazine.com

સુદાન આ પ્રજાપતિનો છેલ્લો નર હતો જે એના વારસમા 28 વર્ષની પુત્રી નાજીન, અને પ્રપૌત્રી ફાતુને છોડી ગયો છે. જે જગતમા માણસના જીવની કિંમત નથી રહી એવામા એક પ્રાણી માટે કેમ આટલી સંવેદના?  આ સવાલ સૌ કોઈને થાય ! જવાબ સામાન્ય છે.

આપણે આ દુનિયાને સૌના માટે રહેવાલાયક બનાવવી છે અને દુનિયા કોઈની માલિકીની નથી એટલે.વાત સુદાનની એના સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ ગયા હતા. અને એની પૅઢીની માદા આ 45 વર્ષના જાયન્ટ નર સાથે પ્રજનન કરવા સક્ષમ ન હતી. આ કારણોસર એને માંદગી લાગી.

news.sky.com

એના રખેવાળોએ એને જીવની જેમ સાચવ્યો પણ જીવાડી શક્યા નહી.આફ્રીકામા વિશ્વની 5 પ્રજાતીના ગેંડામાની મુખ્ય પ્રજાપતિઓ જીવે છે. આ ગેંડાના શિંગડાઓ માટે કાતિલોની ટોળકી એને મશીનગનથી મારી નાંખે છે. બસ આજ ખતરાથી બચાવવા સુદાનને સંરક્ષણ અપાયુ હતુ. આ ગેંડાઓના શિંગડાનુ પ્રમુખ ખરીદદાર વિયેતનામ અને ચીન છે. વિયેતનામ ગેંડાના શિંગડામાથી હેલ્થ સપ્લીમેન્ટ, નશો ઉતારવાની દવા સાથે નશીલા ડ્રગ્સ બનાવે છે. આ બજારની માંગને પહોચી વળવા 5 હજાર ડૉલરથી લઈને 25000 ડૉલર ના માતબર ભાવે ગેંડાના શિંગડા અનધિકૃત રીતે વેચાય છે. રૂપીયા માટે માણસ વેચી દેવામા આવતો હોય ત્યા આવા કદાવર પ્રાણીની ચિંતા કોણ કરશે?? કદાચ આ વિષય આપણી પ્રાયોરિટી નથી.

સુદાનના જીનેટીકલ અવશેશો એને અલવિદા કહેતા પહેલા સંશોધકોએ સંગ્રહી લીધા છે. અને પ્રયાસ કરવામા આવશે કે તેની પ્રજાપતિની જીવીત માદાઓમા એને સંક્રમિત કરી એના વંશને આગળ વધારી શકાય પરંતુ હાલ આવી કૅર અને લક્ઝરી વિશ્વના અન્ય જીવીત ગેંડાઓને નહી મળે.

pictures-and-images.com

આંકડા મુજબ આફ્રીકામા 2013 બાદ શિંગડા માટે AK 47ની બુલેટે ગેંડાને મારી નાંખવાની સંખ્યા ડબલ થઈ છે. ગત વર્ષે આપણા કાઝીરંગા નેશનલ પાર્કમા પણ આવી ઘટના નોંધાઈ છે. આજે ગેંડા મારવામા આવી રહ્યા છે.

કાલ અન્ય પ્રાણીઓ મરશે! માણસ વેપાર માટે કાઈ પણ કરી શકે છે. પરંતુ જે દિવસે માણસોની આવી કત્લો થશે અને માધ્યમોમા ચમકશે પછી આપણે જાગીશુ.પ્રકૃતિ પર સૌનો હક્ક છે એ કોઈના એકની જાગીર નથી.

સુદાનની વિદાય એ મેસેજ છે કે હવે સમય આવી ગયો છે જાગવાનો. વન્યજીવોને બચાવવાનો તેને રક્ષણ આપવાનો જો આજે નહિ કરીએ તો કદાચ આવનારી પેઢી આપણને કયારે પણ માફ નહિ કરે.

Writer : Jay Mishra

- Advertisment -