ગીરના જંગલોમાં દબાણ વધતા અને સિંહ (lion)ની સંખ્યામાં પણ વધારો થતા હવે સિંહ ગીરના જંગલો છોડીને આસપાસના જિલ્લાઓ સુધી પહોંચ્યા છે. સામાન્ય રીતે અમરેલી અને ભાવનગરમાં સિંહ જોવા મળતા હતા. સાથે ગીરના જંગલને અડીને આવેલા જુનાગઢમાં પણ સિંહોની લટાર જોવા મળી છે. જો કે છેલ્લાં ઘણા સમયથી રાજકોટ જિલ્લામાં પણ સિંહો પહોંચ્યા છે. થોડા દિવસ પહેલા ગોંડલ પાસેના ગામોમાં સિંહો જોવા મળ્યા હતા. જેમાં અનેક મારણ કર્યા હતા. જો કે તે સમયે સિંહો ગ્રામ્ય વિસ્તારો પુરતા સિમિત હતા. હવે રાજકોટ શહેરને અડીને આવેલા આજી ડેમ પાસે સિંહો પરિવાર સાથે પહોંચી ગયા છે.
બે સિંહોએ એક ગાયનું મારણ કર્યુ હતુ. જો કે અવાજ થતા સ્થાનિક લોકોએ રાતના અંધારામાં ટોર્ચનો પ્રકાશ ફેકતા બે સિંહો જોવા મળ્યા હતા. જે ગાયનું મારણ કર્યુ હતુ. આજી ડેમ રાજકોટ શહેરની નજીક છે અને આસપાસના વિસ્તારોમાં અનેક માલધાારીઓ રહે છે. વનવિભાગના અધિકારીઓનું કહેવુ છે કે આજી ડેમની આસપાસનો વિસ્તાર સિંહોના વસવાટ માટે અનુકુળ છે કારણ કે અહિયા નીલગાય અને રખડતા ઢોરનું પ્રમાણ વધારે છે અને ડેમમાં પાણીનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં છે. સિંહોના આ વિસ્તારને છોડીને ઝડપથી નહી જાય. તેવી સ્થિતિમાં સિંહો તક મળતા રાજકોટ શહેરમાં સિંહો આવી શકે છે. વન વિભાગે આજી ડેમ પાસે અધિકારીઓને મોકલીને તાત્કાલિક સિંહોને ઝડપી લેવા માટે કવાયત શરુ કરી છે.