જૂનાગઢ સક્કરબાગ ઝુ બન્યું પ્રાણીઓ માટેનું સફળ સંવર્ધન કેન્દ્ર
જૂનાગઢ સક્કરબાગ ઝુઓલોજીકલ પાર્ક માં એશિયાટિક લાયનનું સંવર્ધન કેન્દ્ર આવેલ છે જ્યાં હાલમાં જ એક સિંહણે એકસાથે 5 સિંહના બચ્ચાને જન્મ આપ્યો છે. આ રેર એટલે કે ભાગ્યેજ બનતી ઘટના હોય છે. હાલ આ તમામ બચ્ચા સ્વસ્થ અને સલામત છે. તેમજ વન વિભાગ ની ખાસ ટિમ આ સિંહબાળો ની દેખરેખ રાખી રહી છે. આ અંગે સક્કરબાગ ઝુઓલોજીકલ પાર્કના મુખ્ય વનયજીવ અધિકારી નીરવ મકવાણા એ કહ્યું કે ખુશીની વાત છે કે સક્કરબાગ ઝુઓલોજીકલ પાર્કમાં 2021 ના આ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 24 સિંહબાળો ના જન્મ થયા છે. હાલમાં જ સિંહણ ડી9 અને એ1 એ 5 સિંહ બાળોને જન્મ આપ્યા છે. આ પહેલા પણ આ સિંહમાતા એ 3 તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે.

વિશ્વના અલગ અલગ ઝુ માં પ્રાણી વિનિનય પ્રોજેકટ હેઠળ એશિયાટિક સિંહના બદલામાં વિવિધ પ્રાણીઓના આદાનપ્રદાન થઈ રહ્યા છે જેમાં અત્યાર સુધીના કુલ 40 સિંહો આપવામાં આવેલ છે. ગીર અભ્યારણ્ય અને જંગલ વિસ્તારમાં અંદાજે 750 સિંહો ની વસ્તી છે જેમાં 250 માદા 300 નર અને અન્ય સિંહબાળ જે એક થી 3 વર્ષ સુધીના છે જેના હાલમાં જ ચોમાસામાં સિંહોના સંવનન કાળ દરમિયાન અંદાજે 200 સિંહ બાળ નવા જન્મ લે તેવા સંકેતો મળી રહ્યા છે. જે ગીર અને ગુજરાત માટે ગર્વની વાત છે.
વરુએ પણ પ્રથમ વખત જ એકસાથે 5 બચ્ચાને જન્મ આપતા પ્રાણીપ્રેમીઓ ખુશ

સક્કરબાગ ઝુઓલોજીકલ પાર્ક માત્ર સિંહ જ નહીં પણ વરુ, ઝરખ, ગીધ જેવા અલભ્ય પ્રાણીઓના સંવર્ધનની કામગીરી કરે છે જેમાં હાલમાં જ વરુ એ એકસાથે 5 બચ્ચાને જન્મ પ્રાણી પ્રેમીઓમાં ખુશી છવાઈ છે. ગિધો ને બચાવવાના અભિયાન હેઠળ પણ અહીં સારું રિસર્ચ ચાલે છે જેમાં ગિધોના સંવર્ધન માટે અથાગ પ્રયાસો થઈ રહ્યા છે.