રાજ્યમાં અસહ્ય ગરમી અને દિવસે દિવસે ગરમીનો પારો લોકોને જ હેરાન-પરેશાન કરે છે. એવું નથી, અબોલ પશુ અને પંખી પણ ગરમીથી અકળાતા હોય છે અને આ કારણે જ ગીરના જંગલ વિસ્ઠેતારમાં ર ઠેર પશુ અને પ્રાણી માટે પાણીના કુંડા મુકવામાં આવતા હોય છે.
સાસણ ગીરના જંગલમાં એશિયાટીક સિંહો( Asiatic Lion ) પણ ગરમીથી અકળાઈને ઠંડક મળે એવી જગ્યા શોધતા હોય છે. એક સાથે 14 એશિયાટીક સિંહ( Asiatic Lion )નું ટોળું પાણીના કૃત્રિમ તળાવ પાસે આવી પહોંચતા કેમેરામાં કેદ થયું હતું.

મળતી માહિતી મુજબ અમરેલીના આંબરડી માણાવવા વચ્ચેના વિસ્તારમાં એક સાથે 14 એશિયાટીક સિંહ( Asiatic Lion ) કૃત્રિમ તળાવમાં પાણી પીતા હોય એવો એક વીડિયો વાયરલ થયો છે. આ અગાઉ પણ 11 એશિયાટીક સિંહ( Asiatic Lion )નું ટોળું કેમેરામાં કેદ થયું હતું.
સાસણ ગીરનું જંગલ ઘાસવાળો વિસ્તારથી ઘેરાયેલું છે. કાળઝાળ ગરમીમાં ઉનાળામાં આ ઘાસ સુકાઈ જતાં જંગલ ખુલ્લું થઈ જતું હોય છે. એશિયાટીક સિંહો( Asiatic Lion ) જંગલમાંથી બહાર નિકળીને રહેણાંક વિસ્તારો તરફ આવતા હોય છે. વન વિભાગ દ્વારા એશિયાટીક સિંહો( Asiatic Lion )ને ઉનાળામાં તકલીફ ન પડે તેના માટે ઠેર-ઠેર કૃત્રિમ તળાવ બનાવાયા છે. અને તેમાં પાણી ભરી રાખવામાં આવે છે.

જંગલ વિસ્તારમાં એશિયાટીક સિંહ( Asiatic Lion ) પરિવાર આવા કૃત્રિમ તળાવોની પાસે જ ધામા નાખીને રહેતો હોય છે. જેથી તેને ઠંડક પણ મળી રહે અને પાણી પણ મળી રહે. જંગલ વિસ્તારમાં 14 એશિયાટીક સિંહ( Asiatic Lion )નો એક આખો પરિવાર એકસાથે જોવા મળતો હોય એવી ઘટના ગીરના જંગલમાં જવલ્લે જ જોવા મળતી હોય છે. ઉનાળામાં જ એશિયાટીક સિંહ( Asiatic Lion ) પરિવાર ટોળામાં ફરતો જોવા મળે છે.