HomeWild Life Newsસાસણ ગીર: એશિયાટીક સિંહો(Asiatic Lion) હવે UPમાં ડણકશે

સાસણ ગીર: એશિયાટીક સિંહો(Asiatic Lion) હવે UPમાં ડણકશે

ગુજરાતમાંથી એનીમલએક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ 2 સિંહ અને 6 સિંહણને ઉત્તરપ્રદેશ લઇ જવાશે

જૂનાગઢના સક્કરબાગમાંથી ઉત્તરપ્રદેશના સૈફાઈના સફાઈ પાર્કમાં ગુજરાતના 8 સિંહો(Asiatic Lion)ને લઈ જવાશે. મળતી માહિતી મુજબ સક્કરબાગના 8 સિંહો(Asiatic Lion)ને ઉત્તરપ્રદેશના સેફાઈ પાર્કમાં મોકલવામાં આવશે.
ગોરખપુરના ઝુમાં 1 એશિયાટીક સિંહ(Asiatic Lion)અને 5 એશિયાટીક સિંહણ(Asiatic Lioness)ને રાખવામા આવશે.

હાલ પુરતા 8 સિંહો(Asiatic Lion)ને ઈટાવા સફરી પાર્કમાં રાખવામાં આવશે. કેન્દ્રિય વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહોના સ્થાંળતર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એનીમલએક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢનાં સક્કરબાગમાંથી ઉત્તરપ્રદેશનાં ઇટાવા લાયન સફારી માટે 7 સિંહો(Asiatic Lion)ને મોકલવામાં આવ્યા હતા.

સિંહો(Asiatic Lion)નાં બદલામાં ઉત્તરપ્રદેશથી ઝીબ્રા અને ગેંડા જેવા પ્રાણીઓ ઉત્તરપ્રદેશથી એક્ષ્ચેન્જ કરવામાં આવશે. અગાઉ મકાઉ, સારસ બેલડું અને ઝરખ ગુજરાત લાવવામાં આવ્યા હતા. જોકે એનીમલએક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ ગીરના સિંહો(Asiatic Lion)ના ગર્જના હવે ઉત્તરપ્રદેશમાં પણ સાંભળવા મળશે.

- Advertisment -