5 જિલ્લાના 75 એશિયાટીક સિંહો પર GPS સિસ્ટમથી રખાશે બાઝ નજર
જૂનાગઢનું ગીર સાસણ જંગલ અત્યાર સુધી વન વિભાગની ચાંપતી નજર હેઠળ સુરક્ષિત હતું. છતાં ગેર કાયદેસર લાયન શો થતા હોવાની ફરિયાદો અને વારંવાર વાયરલ વિડીઓને કારણે ગુજરાત સરકાર અને વન વિભાગ બન્ને ની ઊંઘ ઉડાડી દીધી હતી. આ ઉપરાંત છેલ્લા એક માસ માં 60 થી વધુ એશિયાટીક સિંહોના મોત થવા પાછળ કુદરતી કારણો અને બીમાર એશિયાટીક સિંહો ની દેખભાળ માટે તેમને શોધવા અને ગાઢ જંગલમાં તેમની દેખરેખ રાખવી મુશ્કેલ હતી.
આવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા ખાસ એશિયાટીક સિંહોની સુરક્ષિતતા વધારવા અને ગીર જંગલમાં વસતા 600 જેટલા એશિયાટીક સિંહો પર ચાંપતી નજર રાખવા ખાસ આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તા. 11 જૂન 2019 ના તોજ સાસણ ની મુલાકાત લીધી હતી અને એશિયાટીક સિંહો માટે ખાસ જર્મનીથી મંગાવેલ રેડીયો કોલર આઈડી એશિયાટીક સિંહો પર કેવી રીતે કામ કરશે એ જાણકારી મેળવી હતી .ત્યાર બાદ ગીરના એશિયાટીક સિંહો અને પાંચ જિલ્લા માં વસતા આશરે 75 સિંહોમાં આ રેડીઓ કોલર આઈડી ફિટ કરવામાં આવી રહ્યા છે.
રેડિયો કોલર આઈ.ડી છે શું ?
રેડિયો કોલર આઈડી એક માઇક્રોચીપ સાથેનો બેલ્ટ છે. જે એશિયાટીક સિંહોને બેભાન કરી તેના ગળા માં પહેરાવવામાં આવે છે. આ માટે સાસણ ગીર અને આસપાસ ના જંગલના દરેક સમૂહમાંથી પુખ્ત એશિયાટીક સિંહ કે સિંહણને આ બેલ્ટ ફિટ કરવામાં આવશે. જેથી આખા સમૂહની ગતિ વિધિ પર સાસણના એશાટીક સિંહ સદન ખાતે આવેલ હાઈ ટેક મોનીટરીંગ સેન્ટર દ્વારા ખાસ દેખરેખ રાખી શકાશે. આ રેડીઓ કોલર આઈડી એશિયાટીક સિંહોને પહેરાવવા પાછળ બે કારણો છે, એક તો એશિયાટીક સિંહો ની ગતિવિધિઓ પર નજર રાખી શકશે જેથી કોઈ સમૂહ ના એશિયાટીક સિંહને કોઈ બીમાંરી કે મુશ્કિલ હશે તો તરતજ સારવાર આપી શકાશે. અને બીજું એશિયાટીક સિંહો ના ગેરકાયદેસર લાયન શો કે પજવણી અને વાયરલ વિડિયો જેવા કૃત્યો પર નજર રાખી શકાસે. આ રેડીઓ કોલર આઈડી માં એક ચિપ ફિટ કરેલ છે. જેનું ડાયરેકટ કનેક્શન મોનીટરીંગ હાઈટેક સેન્ટર સાથે કરવામાં આવેલ છે. આમ એશિયાટીક સિંહોની સુરક્ષા અને સંરક્ષણ પર ખાસ ગુજરાત સરકાર દ્વારા ધ્યાન આપવામાં અવિ રહ્યું છે.
ખાસ એશિયાટીક સિંહો માટે જર્મનીથી 75 જેટલા રેડીયો કોલર આઈડી મંગાવવામાં આવ્યા છે. જેની કિંમત આશરે 300 કરોડ જેટલી છે. અને એક રેફીઓ કોલર આઈડી નું વજન 1.7 કિગ્રા છે. એશિયાટીક સિંહોને આ પહેરાવવા માટે ખાસ એક ટિમ બનાવવામાં આવી છે, જે દરેક સમુહમાંથી પુખ્ત એશિયાટીક સિંહને પસંદ કરી તેને ટ્રેન્ગ્યુલાઈઝ (બેભાન )કરી તેના ગાળામાં એક બેલ્ટ પહેરાવવામાં આવે છે. જેમાં એક ચિપ હોય જે એશિયાટીક સિંહના દરેક મુવમેન્ટ ને કેપ્ચર કરી શકે છે. તેમજ એશિયાટીક સિંહના લોકેશન, સ્થિતિ, સ્વાસ્થ્ય જેવી મહત્વની બાબતો અંગે જાણકારી મેળવી શકાય છે.
એશિયાટીક સિંહ દર્શન કરતી જીપ્સીઓ માટે જીપીએસ સિસ્ટમ:
ગીર સાસણ એક ગાઢ અને વિશાળ વિસ્તાર છે, જેની દેખરેખ રાખવી વન વિભાગ માટે હંમેશા એક ચેલેન્જ રહી છે. એમ પણ ખાસ કરીને મોબાઈલ યુગ આવવાથી ગેરકાયદેસર રીતે એશિયાટીક સિંહોને પજવણી અને પીછા કરતા વિડિઓ વાયરલ થઈ રહ્યા છે. જેમાં વન વિભાગ બદનામ થઈ રહ્યું છે, ત્યારે હવે એશિયાટીક સિંહ દર્શન દરેક રૂટ પર ફરતી એશિયાટીક સિંહ દર્શનની ખાસ જીપ્સીઓમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, જેથી ક્યારે કઈ જીપ્સી ક્યાં રૂટ પર છે. તેમજ કોઈ ગેરકાયદેસર વેન આ રૂટ પર જોવા મળશે તો તરત જ વન વિભાગ તેના પર આકરા પગલાં લઈ શકશે. જીપ્સીઓ ના જિપીએસ સિસ્ટમ નું મોનીટરીંગ સિંહ સદન ખાતે આવેલ હાઈ ટેક મોનીટરીંગ સેન્ટર ખાતે કરવામાં આવશે.જેનું ઉદ્ઘાટન પણ હાલમાં જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે.