HomeWild Life Newsસાસણ ગીર: સૌથી મોટા એશિયાટીક સિંહોનાં ટોળાને સાસણ તરફ લઈ જવાની કવાયત...

સાસણ ગીર: સૌથી મોટા એશિયાટીક સિંહોનાં ટોળાને સાસણ તરફ લઈ જવાની કવાયત શરૂ

સાસણ ગીર ખાતે આગામી તા.૨૮ ડિસેમ્બરના રોજ સાસણ આવી રહેલા ભારતના રાષ્ટ્રપતિને ગીરમાં એશિયાટીક સિંહોનું સૌથી મોટું વસવાટ કરતું ગૃપ બતાવવા માટે વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક  દિવસોથી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.જેમાં વિસાવદરના કુટીયા રાઉન્ડના પાંચ એશિયાટીક સિંહણ અને બાર બચ્ચા વાળા ગૃપને સાસણ તરફ લઈ જવાના વનવિભાગના પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે.

મળતી માહિતી મુજબ વિસાવદર રેન્જ હેઠળ નાકુટીયા રાઉન્ડમાં ગીરનું સૌથી મોટા એશિયાટીક સિંહોનો વસવાટ કરી રહ્યું છે. આ ગ્રૃપને મારણની લાલચ આપી કુટિયા વિસ્તારમાંથી સાસણ નજીક ખદેડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ ગ્રૃપ  મેંદરડા રેન્જના વિસ્તારમાં આવેલ કાશીયા રાઉન્ડના રેલવેટ્રેક નજીકના પવનચક્કી સુધી પહોંચી ગયું હતું. અને ત્યાં મારણ આરોગી  મૂળ રહેણાંક કુટીયા રાઉન્ડ તરફની વાટ પકડી હતી.

જેથી ફરીવાર સાસણના ટ્રેકરોની બેથી ત્રણ ટીમો દ્વારા કુટીયાના ગૃપ પાછળબેથી ત્રણ બોલેરો ગાડી લઈ મારણનીલાલચે હજુ પણ એશિયાટીક સિંહોના ગ્રૃુપને સાસણ તરફ લઈ જવા મથામણ ચાલુ જ છે. ત્યારે આ ગ્રૃપ સાસણ તરફ જાય છે કે કેમ તેના પર વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ મીટ માંડીને બેઠા છે.

આ ઉપરાંત સાસણનાજિપ્સી રૂટ પર વસવાટ કરતા તમામ એશિયાટીક સિંહો પર અને વનવિભાગના ટ્રેકટરો અને સ્ટાફ દ્વારા લોકેશનરાખવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિને અલગ અલગ ચારથી પાંચ લોકેશનપર એશિયાટીક સિંહ-સિંહણ અને બચ્ચાઓ બતાવવાનું વનવિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. હાલમાંરાષ્ટ્રપતિ જે રૂટ પર પસાર થવાના છે તે રોડ રસ્તાનું પણ રીપેરીંગ કામ યુધ્ધના ધોરણેચાલુ કરી દેવામાં આવ્યું છે. 

- Advertisment -