સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સિંહોના મોત એક ગંભીર મુદ્દો છે. સિંહોનું સંરક્ષણ જરૂરી છે.
ગીરમાં 12મી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 23 એશિયાટીક સિંહોના મૃત્યુ થતાં જૂનાગઢથી લઇ ગાંધીનગર સુધીનું તંત્ર હરકતમાં આવી ગયું છે. એશિયાટીક સિંહોના મોત થવા પર ગુજરાત હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત સરકારનો ઉધડો લીધો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ અત્યંત ગંભીર બાબત છે. અને સરકારે સિંહોના મોતનું કારણ તાત્કાલિક ધોરણે જાણવું જોઈએ, એશિયાટિક પ્રજાતિનું સરક્ષણ અત્યંત જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે ગીરના જંગલમાં છેલ્લા એક મહિનામાં મોટી સંખ્યામાં થયેલા સિંહોના મોત મામલે કેન્દ્ર અને ગુજરાત સરકાર પાસે ખુલાસો માગ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ અત્યંત ગંભીર બાબત છે. અને સરકારે સિંહોના મોતનું કારણ તાત્કાલિક ધોરણે જાણવું જોઈએ, એશિયાટિક પ્રજાતિને બચાવવી અત્યંત જરૂરી છે. સુપ્રીમના સવાલનો જવાબ આપતાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ બાબતે તેને થોડો સમય જોઈશે અને તે ટૂંક સમયમાં જ જવાબ આપશે. ગુજરાત સરકારે પણ આ બબતે યોગ્ય પગલાં લેવાની સુપ્રીમને ખાતરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, તા. 12 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં સિંહના અભયારણ્યમાં કુલ 23 સિંહના મોત થઈ ચૂક્યાં છે. જેમાં તા. 12 સપ્ટેમ્બરથી તા. 19 સપ્ટેમ્બર દરમિયાન 11 સિંહના મોત ઈનફાઈટ અને ઈન્ફેક્શનને કારણે થયા હતા. જ્યારે અન્ય 12નાં મોત તા. 20થી 30 સપ્ટેમ્બર દરમિયાન તેમને સલામત સ્થળે ખસેડ્યા બાદ થયા હતા. ગીરમાં 64 ટીમો દ્વારા 600 સિંહોના સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 4 સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પરના લક્ષણો જણાતા તમામ સિંહોનું પરીક્ષણ થઇ રહ્યું છે. જુદી જુદી રેન્જ જામવાળા, જસાધાર અને આસપાસના સિંહો પર પણ નજર રાખવામાં આવી રહી છે. ગીરમાં 10 સિંહોના મોત વાયરસ અને પ્રોટોઝોલા ઈન્ફેક્શનના કારણે થયાની જાહેરાત બાદ હવે આ મામલે રાજય સરકાર ગંભિર બની છે.
જોકે હાલતો અસરગ્રસ્ત સિંહોને અલગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ૩૩ જેટલા એશિયાટીક સિંહોને જસાધાર રેસ્કયુ સેન્ટરમાં ઓબર્ઝવેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે આમાંથી ૩ જેટલા સિંહો તંદુરસ્ત છે. પરંતુ તે આ ગૃપના ના હાવાથી તેમની નઝર રાખવામાં આવી રહી છે. જોકે હાલતો એક અઠવાડીયા સુધી રસી કરણની ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઉપરાંત બીજા રેન્જના એશિયાટીક સિંહોની તપાસ કરવામાં આવી રહી છે.

જોકે આ મામલે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ અત્યંત દુઃખદ ઘટના છે. પોરબંદરમાં ગાંધીજયંતીના દિવસે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, “આ અત્યંત કમનસીબ ઘટના છે. કોઈ એક રેન્જમાં એકસાથે 20-22 સિંહના મોત ઈન્ફેક્શનને કારણે થયાં છે. અન્ય સિંહોને પણ આ પ્રકારે કોઈ ચેપ લાગ્યો છે કે, નહીં એ ચકાસવા માટે અમે દિલ્હી અને પુનાથી ડોક્ટરોની ટીમ બોલાવી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “આ સાથે જ આ રેન્જમાં જવાબદાર અધિકારીઓએ કોઈ નિષ્કાળજી કે બેદરકારી દાખવી નથી તેના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.”

જોકે એશિયાટીક સિંહોના મોતને મામલે સુપ્રીમ કોર્ટે રાજય સરકારની ઝાટકણી બાદ સરકરા જાગી છે. તાજેતરમાં અશિયાટીક સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન ગીરમાં થતા ગેરકાયદેસર થતા લાયન શો અને એવામાં એશિયાટીક સિંહોને પ્રોએટ્રી ચીકનના કારણે સિંહોમાં વાયરસ ફેલાવાની શકયતા નકારી શકાય નહિ. જોકે આ મામલે હાઈકોર્ટે ગેરકાયદેસર રીતે લાયન શો કરનારા અને એશિયાટીક સિંહોની પજવણી કરનારા આરોપીઓના કિસ્સામાં હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું.