HomeWild Life Newsદેશના પ્રથમ અને વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો ફોસીલપાર્ક-ડાયનોસોર મ્યુઝિયમનો પ્રારંભ

દેશના પ્રથમ અને વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો ફોસીલપાર્ક-ડાયનોસોર મ્યુઝિયમનો પ્રારંભ

તા. 8મી જૂને બાલાસિનોરના રૈયોલી ખાતે નિર્મિત મ્યુઝિયમનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉદઘાટન કરાયું,

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તા.8મી જૂનના રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આકાર લઈ રહેલા ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ ડાયનોસોર મ્યુઝિયમ(Fossil Park -Dinosaur Museum)નો પ્રારંભ થતાં ગુજરાતનો આ પાર્ક દુનિયાના ત્રીજા સૌથી મોટા વિશિષ્ઠ ડાયનોસોર ફોસીલ પાર્ક ધરાવતું ગૌરવ પ્રાપ્ત કરશે.

આ ફોસીલ પાર્ક દેશનો પ્રથમ પાર્ક પણ બનશે. આ દ્વારા પ્રવાસીઓને ડાયનોસોર(Fossil Park -Dinosaur Museum)નો ઇતિહાસ, એમની જીવન પધ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો એની અધ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ્સ અને ચાર્ટ દ્વારા જોવા મળશે.

બાલાસિનોરની નજીક રૈયોલી ગામે આશરે બાવન હેક્ટર વિસ્તારમાં 65 મીલિયન વર્ષના ગુજરાતનાં ડાયનોસોર(Fossil Park -Dinosaur Museum)ના ઈતિહાસની ગાથા કહેતું માહિતીસભર મ્યુઝિયમ અને પાર્ક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ પાર્ક ગુજરાતને સમગ્ર વિશ્વમાં પ્રવાસનના નકશામાં અગ્રેસર મૂકવામાં મદદરૂપ બની રહેશે. આ ફોસીલ પાર્ક(Fossil Park -Dinosaur Museum)વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો હશે અને ભારતનો સર્વ પ્રથમ હશે. આ રૈયોલી ગામ વિશ્વના અનેક પેલિયોન્ટોલોજિસ્ટ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

Social Media

ડાયનોસોરના અતિપ્રાચીન ઈતિહાસ અને રૈયોલી ગામના મહત્વને લઈને પ્રવાસીઓ તથા અભ્યાસુઓને જરૂરી સુવિધાઓ મળી રહે એ હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી ખાતે ઇન્ફોર્મેટીક સેન્ટર – સંગ્રહાલય અને ફોસીલ પાર્ક(Fossil Park -Dinosaur Museum)નું આયોજન કરવામાં આવ્યુ છે.

આ પાર્ક અને સંગ્રહાલયમાં વિવિધ 6 જેટલી માહિતી આપતી ગેલેરીઓ ઊભી કરાઈ છે. અલગ અલગ ડાયનોસોરના મોડેલ્સ, ટચ સ્ક્રીન, સેલ્ફ નેવીગેટર, ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા ધરતીની ઉત્પત્તિથી એનો ઈતિહાસ, વિશાળકાય ડાયનોસોરનું જીવનચક્ર અને ડાયનોસોર કેવી રીતે નાશ પામ્યા એની વિવિધ માહીતી પણ રજૂ કરાવામાં આવી છે.

વર્ષ 1983 અને ત્યારબાદ વર્ષ 2003માં જે ઈંડા અને ડાયનોસોરના વિવિધ ભાગોના હાડકા મળ્યા હતા એને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં; ડાયનાસૌરના રહેઠાણ, એની ટેવો, ખોરાક અને એના જીવનને લગતી અન્ય માહિતી વિભિન્ન સ્વરૂપે મૂકવામાં આવી છે.

આજથી 36 વર્ષ પહેલાં વિશાળકાય રાજાસોરસ નર્મન્ડેન્સિસ ડાયનોસોર, રાયોલિસોરસ ગુજરાતેન્સિસ અને ટાએટેમોસોરસના હાડકાંરૂપી અવશેષો મધ્ય ગુજરાતના આ નવાબી નગર બાલાસિનોરથી 11 કિ.મી ર રૈયોલી ગામે સંશોધન દરમિયાન મળયા હતા.

આ ડાયનોસોરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસીલ(Fossil Park -Dinosaur Museum)વસાહત છે. અગાઉ 2003 માં, અહીંથી એની ડાયનોસોરની લગભગ સાત પ્રજાતિઓને શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. જે નર્મદા નદીના વિસ્તારના સ્થળોએથી પાપ્ત થયા હતા.

આ ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના પ્રવાસનપ્રધાન જવાહર ચાવડા, આદિજાતિ અને વનપ્રધાન ગણપતસિંહ વસાવા, પ્રવાસન રાજ્યપ્રધાન વાસણ આહીર અને કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહેશે.

- Advertisment -