સામાન્ય રીતે જંગલી પ્રાણીમાં દિપડો ઝાડ પર ચઢે તેવી ઘટના આપણે ઘણી વખત જોઈ હશે અને સાંભળી પણ હશે. પરંતુ સિંહ ઝાડ પર ચઢે એવું આપણા ગુજરાતમાં લગભગ નહી સાંભળ્યું હોય. જો કે સિંહ ઝાડ પર ચઢે તવું કદાચ આફ્રિકાના જંગલોમાં જોવા મળે. કારણ કે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. જેથી આફ્રિકાના  સિંહો ઠંડક મેળવવા માટે ઝાડ પર ચઢે તેવું બની શકે તેવું અવાર નવાર જોવા મળ્યું છે.

હાલ રાજયમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. મનુષ્યોની સાથે સાથે અબોલ જીવો પણ ઠંડક મેળવવા માટે આમ તેમ ભટકતા રહેતા હોય છે. ત્યારે જંગલમાં ઠંડક મેળવવા માટે જે મળે તે નો શહારો લઈને ઠંડક મેળવે છે. પરંતુ આપણા ગુજરાતના અમરેલીમાં સિંહ ઝાડ પર આરામ ફરમાવતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જંગલમાં વધતી જતી ગરમીના કારણે પશુ-પક્ષીઓ પણ ઠંડક મેળવવા માટે શોધ કરતાં હોય છે. તેવા માં અમરેલીના જંગલમાં એક સિંહ ઝાડ પર ચઢે છે અને ઝાળની ડાળી પર આરામ ફરામાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

તો આ સાથે અહિં 3 સિંહ જોવા મળ્યા. જેમાં એક ઝાડ પર ચઢે છે. તો બીજો જંગલમાં આંટાફેરા કરે છે. જ્યારે ત્રીજો સિંહ પાણીના કુંડ પાસે આરામ કરતો જોવા મળે છે. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે ગીરના સિંહો ઝાડ પર ચઢે તેવું આ પહેલી વખત સામે આવ્યું છે.