HomeWild Life Newsવડોદરા: ઝુ( Zoo)માં પશુ-પંખીઓને ગરમી સામે રક્ષણ માટે ખાસ વ્યવસ્થા કરાઈ

વડોદરા: ઝુ( Zoo)માં પશુ-પંખીઓને ગરમી સામે રક્ષણ માટે ખાસ વ્યવસ્થા કરાઈ

ઊનાળા ની કાળઝાળ ગરમી શરૂઆત થતાની સાથે જ માનવ જન-જીવન ત્રસ્ત થઇ ગયું છે. ત્યારે આકાશ માંથી અગ્નવર્ષા વરસી રહી છે. અસહ્ય ગરમીના કારણે માત્ર માનવો જ નહિ પરંતુ વન્યજીવો  પણ ગરમી થી ત્રાહિમામ પોકરી ઉછયા છે.

વડોદરા સેવાસદન સંચાલીત સયાજી ઝુ( Zoo) માં પ્રાણીઓને ગરમી ના લાગે તેમજ હિટવેવથી પ્રાણી ઓ તથા પંખી બીમાર ના થઇ જાય. તે માટે તંત્ર દ્રારા ખાસ તકેદારી રાખી ને હરણ,સાબર અને ચિંપાઝી ને ગ્લુકોઝ નું પાણી આપવા માં આવે છે. જ્યારે હિમાલયન રીંછ ને ફોર્ઝન કરેલા ઠંડા ફળો આપવા માં આવી રહ્યાં છે.

WSON Team
WSON Team

દેશ ની સેન્ટ્રલ ઝુ( Zoo) ઓથોરીટી ના માર્ગદર્શન હેઠળ કાર્યરત વડોદરા સેવાસદન સયાજીબાગ ના ઝુ( Zoo)માં 19 જાત ના સસ્તન પ્રાણી તેમજ 75 પ્રકાર ના દેશ વિદેશ ના પંખી ઓ રાખવા માં આવેલાછે. જો કે હાલ માં ઊનાળા ની ગરમી નો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

ઝુ( Zoo)માં  પ્રાણી ઓને ગરમી સામે રક્ષણ મડે તે માટે રોજે ત્રણ વાર દરેક પિંજરા પર પાણી નો છંટકાવ કરવા માં આવે છે. આ ઉપરાંત ઝુમાં ચિંપાઝી,વિદેશી પંખીઓ માટે પીવાના પાણી માં ગ્લુકોઝ ઊમેરવા માં આવે છે. અન્ય જીવોને  ફોર્ઝન કરેલા ફળો દિવસ માં ત્રણ વાર આપવા માં આવી રહ્યાં છે.

WSON Team

ઝુ( Zoo)માં પ્રાણી ઓને હિટવેવ ની સામે રક્ષણ મળી રહે જો કે ગરમી સામે રક્ષણ મળી શકે તે માટે ઝું ના અધીકારી ઓ દ્રાર દરેક પશું તેમજ પંખી ને ખોરાકમાં પણ ફળ તેમજ પ્રોટીન મળી રહે તેવો ખોરાક આપવા માં આવે છે. જો કે જંગલી પ્રાણી ઓ જેવા કે વાધ,સિંહ અને દિપડા ના પાંજરા પર પણ ધાસ અને ગ્રીન કાર્પેટ લગાવવા માં આવી છે. જેથી સીધો તડકો આ પ્રાણી ઓપર ના પડે અને ગરમી થી વન્યજીવો ને રાહત મળી શકે ત્યારે પ્રાણી ઓના પિંજરા ની બહાર દિવસ માં ત્રણ વાર પાણી નો છંટકાવ કરવા માં આવી રહ્યો છે.

- Advertisment -