વલસાડના કોસંબા ગામે દીપડાએ ભેંસના બચ્ચાને ફાડી ખાતા ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે.
વલસાડ શહેર અને તેની આસપાસ છેલ્લા ઘણા સમયથી કાંઠાનાં વિસ્તારમાં એક દીપડાનો આતંક યથાવત છે. જેના કારણે ગ્રામજનોમા ભયનો માહોલ સર્જાયો છે. કોસંબાના મોરા મોટા ગામ ખાતે વાડીમાં મોડી રાત્રીએ દીપડાએ ભેંસના બચ્ચાને ફાડી ખાતા ગ્રામ જનોમાં દહેશત ફેલાયો છે.
જંગલ વિસ્તાર નજીકના ગામોમાં દીપડાનો ભય હંમેશા ખેડૂતોને સતાવતો રહે છે. વારંવાર દીપડા ગામમાં રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં ઘુસી આવે છે. અને માણસો અને પશુઓ પર હુમલો કરી ભુખ સંતોષે છે.આ ઘટના કારણે ગામના લોકોમાં ભય છે અને લોકો રાત્રીના સમયે ઘરની બહાર નિકળવાનું પણ ટાળે છે. વલસાડના કોસંબા ગામે દીપડાએ ભેંસના બચ્ચાને ફાડી ખાતા ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે.
બે દિવસ અગાવ દીપડાએ ગામની અંદર બે બકરા ફાડી ખાધા હતા. વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાંઠા વિસ્તારમાં દીપડો જોવા મળ્યાનાં મેસેજથી ગ્રામજનો ભયમાં મુકાયા છે. ત્યારે વલસાડના કોસંબા પારધી ફળીયા પ્રગતિ સ્ટ્રીટ મોરા મોટા ગામ ખાતે વાડીમાં મોડી રાત્રીએ દીપડાએ ભેંસનાં બચ્ચાને ફાડી ખાતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ ફેલાયો છે.