સમજદારી વાપરો તો સામે ગીર જંગલનો રાજા હોય ને તો પણ જાન બચાવી શકાય, ભગવાને આપેલ શક્તિનો ખરા સમયે સદુપયોગ
આ ઘટના છે ગીર જંગલ ની ગિર જંગલમાં રાઉન્ડ માટે નીકળેલા ગીર સાસણના મુખ્ય અધિકારી ડૉ મોહન રામ અને તેની ટીમે એક અલભ્ય ઘટના કેમેરામાં કેદ કરી છે. એ હંમેશા કંઈક અલગ અંદાજ થી જંગલ ને જાણે છે અને માણે છે. તેમણે આ રોચક આખી ઘટના વિશે કહ્યું કે..
કમલેશ્વર ડેમના તટ પર રમતા ફરતા ત્રણ સિંહો એ અચાનક એક કાચબો જોયો જે તટ પર વિહરતો હતો. અચાનક એક સિંહ તેની તરફ ગયો અને પકડવાની કોશિશ કરી પણ કાચબા એ તેની સમજદારી બતાવી અને તરતજ મોં અને પગ શરીરમાં અંદર છુપાવી લીધા. સિંહે પણ તેને ચાલતાજોયો હતો આથી હવે તે મુંજાયો અને કાચબાને આમ તેમ ઉલ્ટાવી જોયો પણ સમજ ન પડી કે આ છે શું એટલે મૂકી ને દૂર જઇ બેસી ગયો.
આ દ્રશ્ય જોતા અન્ય બે સિંહો મનથી એક કાચબા નજીક આવ્યો અને કાચબાને ઉપાડી 12 થી 15 મિટર દૂર લઈ જઈ ઉલટપુલટ કરી જોયો કે કદાચ એ મોં બહાર કાઢે તો કારણકે જરૂરી સમયે કાચબો પોતાની જાત ને સખત બનાવી રાખે છે જાણે કે પથ્થર જ હોય.સિંહ મૂંઝાઈ ગયો અને એ પણ દૂર જઈ બેસી ગયો આખરે ત્રીજો સિંહ આવ્યો અને તેણે તો કાચબાને ઉલ્ટાવી તેના પર પગ રાખી ચેક કર્યું તો પણ કાચબાએ મોં બહાર ન કાઢ્યું 3 સિંહો એ ઘણા પ્રયત્ન કર્યા આખરે થાકી ને દૂર બેસી કાચબા તરફ કુતૂહલતા પૂર્વક જોઈ રહ્યા કાચબાએ પણ થોડીવાર બાદ મોં બહાર કાઢી જોઈ લીધું કે આસપાસ કોઈ નથી.
આખરે ધીમે ધીમે ગભરાઈ ને પાણી તરફ ચાલતો થયો. આ ક્ષણે સિંહો નું ધ્યાન બીજે હતું. પણ પાણી માં અવાજ થતા જ સિંહો ને ખ્યાલ આવ્યો કે કાચબો પાણી માં જતો રહ્યો તો એક સિંહ પાણી તરફ ગયો ને પાણી માં કાચબાની શોધ કરી પણ નિશ્ફળ રહ્યો ફરી ત્રણે સિંહ પાણી પાસે થોડીવાર કાચબા ની રાહ જોઈ રહ્યા પણ કાચબો બહાર ન આવતા નિરાશ થયાને જંગલ તરફ જતા રહ્યા.
કાચબા એ ધીરજ અને સમજદારી થી સિંહ નોશિકાર બનતા પોતાની જાત ને બચાવી. આવું રેર કેસ માં બને છે. જો જંગલ, નદી કે સમુદ્ર ક્યાંય પણ હો ખૂબ શાંતિ અને ધીરજ થી અવલોકન કરો તો આવી રેર ઘટનાઓ જોવાનો લ્હાવો અચૂક મળે છે.કુદરતી ની આ કમાલ જોવાની મજા અનેરી હોય છે.