જંગલ વિસ્તારમાંથી માનવવસ્તીમાં આવી જતા કે માનવભક્ષી બની જતા તેમજ કોઈપણ પ્રકારે મનુષ્યને હાની પહોંચાડતા દીપડા(Lepord)ઓને હાલોલના ધોબી કુવા ગામમાં આવેલ દીપડા રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવે છે. જયાં દીપડા(Lepord) આજીવન કેદની સજા ભોગવે છે.
વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં વસતા પ્રાણીઓ અને તેની આજુબાજુ વસવાટ કરતા લોકો માટે પણ નીતિનિયમો બનાવવામાં આવ્યા છે. જે મુજબ જો કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

જંગલ વિસ્તારમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જંગલ વિસ્તારમાં દીપડા(Lepord)ની વસ્તી વધારે છે. અવાર નવાર દીપડા(Lepord) દ્વારા માનવવસ્તિમાં આવી હુમલા કરવાની ઘટનાઓ અનેક વાર બનવા પામે છે. અને અમુકવાર તો દીપડો(Lepord) માનવભક્ષી પણ બની જાય છે. ત્યારે આવા દીપડા(Lepord)ને પકડીને આજીવન અથવા તો તેની રહેણી કરણીને ધ્યાને લઈને તેને ખુલ્લા જંગલ વિસ્તારની જગ્યાએ માર્યાદિત વિસ્તારમાં જ હરીફરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
દીપડો(Lepord) તાકાતવાર પ્રાણી હોવાને લીધે તેના માટે ખાસ રેસ્ક્યુ સેન્ટર બનવવામાં આવ્યું છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના ધોબીકુવા ગામમાં વનવિભાગ દ્વારા 8 દીપડા(Lepord)ને રાખી શકાય તેટલી ક્ષમતા ધરાવતું રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. હાલ આ રેસ્ક્યુ સેન્ટર ખાતે કુલ 10 દીપડા(Lepord)ને રાખવામાં આવ્યા છે. જેમાં 5 નર અને 5 માદા નો સમાવેશ થાય છે.

તાજેતરમાં જ દાહોદ જીલ્લાના ધાનપુર ખાતેથી ઝડપાયેલ એક નર અને માદા એમ બે દીપડા(Lepord)ને લાવવામાં આવ્યા છે. આ રેસ્ક્યુ સેન્ટર જંગલ વિસ્તારમાં બે પહાડોની વચ્ચે બનવવામાં આવ્યું છે જેમાં માર્યાદિત વિસ્તારમાં લોખંડની બાઉન્ડ્રી બનાવવામાં આવી છે. જેથી કરીને માનવ હુમલાઓ અટકાવી શકાય. આ રેસ્ક્યુ સેન્ટરમાં વન્ય પ્રાણીઓની પુરતી સારસંભાળ લેવામાં આવે છે. જેમાં તેમના ખોરાક તેમજ સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવામાં આવે છે. અહીં લાવવામાં આવેલા દીપડા(Lepord)ઓને ફરીથી જંગલ વિસ્તારમાં છોડવા માટે નો નિર્ણય વન વિભાગની ઉચ્ચ કક્ષાની કમિટી દ્વારા તે દીપડાની રહેણી કરણીને ધ્યાને લઈને કરવામાં આવે છે.
હિંસક દિપડા(Lepord)ઓને હાલ આ રેસ્ક્યુ સેન્ટર ખાતે વર્ષ 2010થી લઈને વર્ષ 2018 સુધીમાં રાજપીપળા, વ્યારા અને બારિયા ખાતેથી રેસ્ક્યુ કરીને અહીં લાવવામાં આવ્યા હતા. આ દિપડાઓને વન વિભાગના કર્મચારીઓ દ્વારા આજે પણ ઉત્તમ કક્ષાની સાર સંભાળ લેવામાં આવી રહી છે. પરંતુ તેમની હુમલો કરવાની વૃતિને લઈને હજુ સુધી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી. ત્યારે દીપડા(Lepord)ની આ જેલ સમાન રેસ્ક્યુ સેન્ટરમાં હાલ માનવભક્ષી બનેલા દીપડા આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
આજીવન કેદની સજા ભોગવી રહ્યા રહેલા માનવભક્ષી દિપડો(Lepord) પર એક નજર:

1) વર્ષ 2010માં વ્યારા વનવિભાગ સિંગલ ખાંચ નર્શરી નરભક્ષી માદા દિપડી(Lepord)ને લાવવામાં આવી હતી. વનવિભાગે આ માદા દિપડીનું નામ શૈલા રાખવામાં આવ્યું છે.
2) વર્ષ 2010માં બારીયા રેન્જ બારીયા વનવિભાગ દ્વારા નર દિપડા(Lepord)ને બિમાર હોવાથી લાવવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા નર દિપડાનું નામ રાજુ રાખવામાં આવ્યું છે.
3) વર્ષ 2010માં નર્મદા વનવિભાગ દ્વારા નર્મદા જીલ્લાના રાજપીપળાના પશ્રિચમ વિસ્તારમાંથી માનવભક્ષી માદા દિપડી(Lepord)ને લાવવામાં આવી હતી. વનવિભાગ માદા દિપડીનું નામ જુલી રાખવામાં આવ્યું છે.
4) વર્ષ 2013માં નર્મદા વનવિભાગ દ્વારા નર્મદા જીલ્લાના અનીજરા ખાતેથી માનવભક્ષી નર દિપડા(Lepord)ને લાવવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા નર દિવડાનું નામ રઘુ રાખવામાં આવ્યું છે.
5) વર્ષ 2014માં વ્યાર વનવિભાગ દ્વારા મેઢા ગામેથી નરભક્ષી દિપડા(Lepord)ને લાવવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા આ દિપડાનું નામ મહારાજા રાખવામાં આવ્યું છે.
6) વર્ષ 2015માં વનવિભાગ દ્વારા રાજગઢ રેન્જ દ્વારા કુવામાં પડી ગયેલ માદા દિપડી(Lepord)ને રેસ્કયું કરીને લાવવામાં આવી હતી. વનવિભાગ દ્વારા માદા દિપડીનું નામ રેખા રાખવામાં આવ્યું છે.
7) વર્ષ 2017માં બારીયા રેન્જ બારીયા વનવિભાગ દ્વારા ઉંડેરા ગામેથી નર દિપડા(Lepord)ને બિમાર હોવાથી લાવવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા નર દિપડાનું નામ બચ્ચન રાખવામાં આવ્યું છે.
8) વર્ષ 2018માં વનવિભાગ દ્વારા વેજલપુર રેન્જ સુરેલી દ્વારા કુવામાં પડી ગયેલ માદા દિપડી(Lepord)ને રેસ્કયું કરીને લાવવામાં આવી હતી. વનવિભાગ દ્વારા માદા દિપડીનું નામ જયા રાખવામાં આવ્યું છે.
9) વર્ષ 2018માં વનવિભાગ ધાનપુર રેન્જ દાહોદ દ્વારા માનવભક્ષી નર દિપડાને લાવવામાં આવ્યા હતો. વનવિભાગ દ્વારા હાલ આ નર દિપડા(Lepord)નું કોઈ નામ રાખવામાં આવ્યું નથી.
10) વર્ષ 2018માં વનવિભાગ ધાનપુર રેન્જ દાહોદ દ્વારા માનવભક્ષી માદા દિપડી(Lepord)ને લાવવામાં આવી હતી. વનવિભાગ દ્વારા હાલ આ માદા દિપડીનું કોઈ નામ રાખવામાં આવ્યું નથી.
હાલ તો આ તમામ દીપડા ને જેલ વાશ ભોગવવુંનો વારો આવ્યો છે. ત્યારે આ દીપડા(Lepord) ને ક્યારે જેલ પૂર્ણ થાય તે કહી શકાય તેમ નથી. જોકે હાલ આ તમામ દિપડા(Lepord)ઓ વનવિભાગની સારવાર અને દેખરેખ હેઠળ પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે..