HomeWildlife Specialઆજે વિશ્વભરમાં ઉજવવામાં આવી રહ્યો છે "વિશ્વ સિંહ દિવસ", જાણો આ દિવસના...

આજે વિશ્વભરમાં ઉજવવામાં આવી રહ્યો છે “વિશ્વ સિંહ દિવસ”, જાણો આ દિવસના ઈતિહાસ અને મહત્વ વિશે

એક સમયે લુપ્ત થતી એશિયાટીક સિંહોની પ્રજાતિ આજે 600 કરતા પણ વધુ છે.

એશિયાટિક લાયન ભારત દેશની પહેચાન છે. એક સમયે નોર્થ આફ્રિકા યુરોપ અને એશિયામાં જોવા મળતા એશિયાટિક લાયન હવે માત્ર ભારતના ગુજરાતમાં આવેલા સાસણ ગીર માં જ બચ્યા છે. એક સમયે લુપ્તથવાના આરે આવેલ એશિયાટિક લાયનનું સંવર્ધન અને સુરક્ષાના પ્રયાસો સતત ચાલે છે.

WSON Team

સિંહોને વિશ્વભરમાં ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે, પરંતુ તે જંગલમાં ઘણા જોખમોનો સામનો કરી રહ્યા છે. https://wildstreakofnature.com/gu/world-lion-day-2021-asiatic-lion-of-gir-pride-of-india/આ જોખમોમાં જંગલનો વિનાસ, શિકાર, માનવીઓ સાથે સંઘર્ષ, આબોહવા પરિવર્તન અને વસવાટની ખોટનો સમાવેશ થાય છે. આ કારણોસર, સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે વ્યક્તિઓને વિશ્વભરમાં આ શાનદાર પ્રાણીઓ દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓ વિશે માહિતગાર કરવાની અને તેમના સંરક્ષણ માટેની પહેલને સમર્થન આપવાની તક પૂરી પાડે છે. આવો જાણીએ આ દિવસ સાથે જોડાયેલી મહત્વની વાતો વિશે.

વિશ્વ સિંહ દિવસનો ઈતિહાસ

WSON Team

વિશ્વ સિંહ દિવસની શરૂઆત સૌ પ્રથમ 2013 માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી, જે સિંહોને સમર્પિત વિશ્વનું સૌથી મોટું અભ્યારણ્ય છે. તે પતિ અને પત્ની ડેરેક અને બેવર્લી જોબર્ટ દ્વારા સહ-સ્થાપિત કરવામાં આવી હતી. તેમણે જંગલમાં રહેતા સિંહોના રક્ષણ માટે નેશનલ જિયોગ્રાફિક અને બિગ કેટ ઇનિશિયેટિવ બંનેને એક જ બેનર હેઠળ લાવવાની પહેલ શરૂ કરી અને ત્યારથી 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવી કેમ મહત્વપૂર્ણ છે?

WSON Team

વિશ્વ સિંહ દિવસ સિંહો અને તેમના સંરક્ષણની જરૂરિયાતોને પ્રકાશિત કરીને જંગલમાં આ પ્રાણીઓના ભાવિની ખાતરી કરવા માટે સમર્થન અને પગલાં એકત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિંહોના સંરક્ષણની તાતી જરૂરિયાત છે, તેથી આ દિવસનો ઉદ્દેશ લોકોને ઇકોસિસ્ટમમાં સિંહોના મહત્વ અને તેમના સાંસ્કૃતિક મહત્વ વિશે શિક્ષિત કરવાનો છે.

એશિયાટિક લાયન ભારતનું ગર્વ છે વિશ્વમાં માત્ર બે જ જગ્યાએ સિંહનો વસવાટ જોવા મળે છે કે આફ્રિકાના જંગલોમાં અને બીજું ભારતના ગીરના જંગલોમાં. એશિયાટિક લાયનને લુપ્ત પ્રજાતિની નોંધ રાખતી રેડ ડેટા બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે 2010થી ગીર અભ્યારણમાં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ પર ભારત સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી જરૂરી પગલા લેવાતા સિંહોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો રહ્યો છે. એક સમયે 225 જ સિંહો હતા જે આજે 2015માં 525 થયા છે. અને અને હવે આ સંખ્યા 2020 માં આ 650 ને પાર થઇ ગઈ છે જે ખરેખર ખુશીની વાત છે.

સિંહોની સંખ્યામાં ઉતરોતર થઇ રહ્યો છે વધારો- વન વિભાગ દ્વારા સંવર્ધન અને સંરક્ષણ ના કારણે મળી રહી છે સફળતા

WSON Team

ગીર સાસણ આમ તો સિંહોનું નિવાસ સ્થાન સદીઓથી રહ્યું છે પરંતુ એક સમય એવો પણ હતો કે સિંહોની સંખ્યા માત્ર 15 જેટલી જ રહી હતી .. જી હા ઈ.સ.1900 માં સિંહોની સંખ્યા માત્ર 19 જ થઇ જતા જુનાગઢના નવાબે ગીર સાસણ ને આરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરી સિંહોના શિકાર પર પ્રતિબંધ મુક્યો હતો .

આશરે 1412 કિ.મી વિસ્તાર માં ફેલાયેલા ગીર જંગલ માં ત્યાર પછી સિંહોની સંખ્યામાં સતત વધારો નોંધાતો આવ્યો છે. આઝાદ ભારતમાં વન્ય જીવોની સુરક્ષાને ધ્યાને લઇ ગીર સાસણને 1965 અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો. જે આજે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય તરીકે જાણીતો છે.

 

કહેવાય છે કે જુનાગઢના નવાબ સિંહોના શિકાર પર પ્રતિબંધ મુકનાર પ્રથમ નવાબ હતા. જેણે કોઈ વન્યજીવને સુરક્ષાને પ્રોત્સાહન આપ્યું હોય. નવાબ શિકારના ભારે શોખીન હતા આમ છતાં સિંહોની ઘટી સંખ્યા એ તેમને ચિંતિત કરી દેતા ગીરને પૂરી સુરક્ષા આપી સિંહોના રક્ષણ માટે આરક્ષિત વિસ્તાર જાહેર કર્યો હતો. જેનું અંગ્રેજો એ પણ પાલન કરવું પડ્યું હતું ત્યારબાદ આઝાદ ભારતમાં ઇ સ 1975 માં સાસણ ગીર વિસ્તારને એશિયાટિક લાયનનું એક માત્ર નિવાસસ્થાન હોવાથી આરક્ષિત જાહેર કરી નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરવામાં આવ્યો અને ખાસ ફોરેસ્ટ વિભાગની દેખરેખ નીચે આશરે 1412 કિમિ નો વિસ્તાર સોંપવામાં આવ્યો.

 


રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સાસણ ની અહંમ ભૂમિકા

WSON Team

એશીયાઇ સિંહોનો મુખ્ય આવાસ અને વસવાટ ખુલ્લો વગડો અને ઝાડી ઝાંખરા વાળો વનપ્રદેશ છે. આ સિંહો એક સમયે ઉત્તર આફ્રિકા, નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) એશિયા અને ઉત્તરીય ગ્રીસમાં પણ જોવા મળતા હતા. હાલમાં અહીંયા અંદાજે 600થી વધુ જેટલા એશિયાઇ સિંહો જ જંગલમાં બચ્યા છે, જે ફક્ત ગીરના જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે.

આમ તો જોકે ગીરનું જંગલ સારી રીતે રક્ષીત છે, છતાં ક્યારેક સિંહોના શિકારની ઘટનાઓ જાણવા મળે છે. તે ઉપરાંત પાલતુ પશુઓ પરનાં હુમલાના કારણે વીજળી શોક આપવાની ઘટનાઓ પણ બને છે. ક્યારેક અકસ્માત , જળપ્રલય, આગ, મહામારીઓ કે અન્ય કુદરતી આપદાઓ પણ તેમને નુકશાન પહોંચાડે છે. આમ છતાં ગીર ઉદ્યાન તો પણ સિંહોને માટે લાંબા સમય સુધી અસ્તીત્વ ટકાવી રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનેલું છે.

WSON Team

જંગલોનો કટાઈ ના કારણે હાલમાં ઘણી વખત સિંહો માનવ વસ્તિ સુધી પહીંચી જાય છે અને માનવભક્ષી પણ બની ગયા છે. જેથી વન વિભાગ હવે માનવભક્ષી સિંહોને પાંજરે પૂરી રહ્યું છે જો કે આ પાછળ સિંહો કરતા માનવ વધુ જવાબદાર છે કારણકે માનવ પોતાના ભૌતિક જીવન માટે આવાસો , હોટેલ અને રિસોર્ટ બનાવવા જંગલો કાપી રહ્યું છે. ખનન દ્વારા હવાનું અને ધ્વનિનું પ્રદુષણ ફેલાવી રહ્યું છે.

જે વન્યજીવોના જીવન માટે ખતરારૂપ છે. એક તરફ સિંહો અને અન્ય પ્રજાતિઓના સંવર્ધન માટે સતત પ્રયાસો હાથ ધરી રહ્યાછે. તો બીજી તરફ માનવ તેમના જીવન માં ખલેલ પહોંચાડી રહ્યા છે. સિંહોના ગેરકાયદેસર લાયન શો પણ સિંહોના જીવન માટે જોખમી સાબિત થયા છે જીવ બચાવવા જંગલનો રાજા દોડતો હોય ત્યારે લાચાર લાગે છે. આવા ગેરકાયદેસર લાયન શો અને સિંહ ને હેરાન કરતા લોકોને રોકવા કડક કાયદાના અમલની જરૂર છે જેથી ભવિષ્યમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોઈ શકાય.

જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઘટાડો

WSON Team

સમય બદલવાની સાથે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને માનવ બળે સિંહના શિકાર અને તેની પજવણીની ઘટનાઓ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે. વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને સિંહોની સુરક્ષા માટે હથિયાર સહિત આધુનિક કહી શકાય તેવાત વાયરલેસ ટેકનોલોજી સભર વાહનો, સિંહોને રેડિયો કોલર, CCTV કેમેરા અને 24 કલાક સતત જંગલના એક એક રસ્તા પર નજર રાખતા વન વિભાગના કાર્યનિષ્ઠ કર્મચારીઓને કારણે સિંહોની પજવણી સામે રોક લાગી છે.

આગામી દિવસોમાં વન વિભાગ ટેકનોલોજીના સહારે સિંહોની સુરક્ષાને લઇને વધુ કેટલાક પગલાં ઉઠાવવા જઈ રહી છે, જેને કારણે જંગલના રાજા સિંહની સુરક્ષા વધુ ચોક્કસ બની શકશે. સાસણ નજીક પણ સિંહોની સુરક્ષા અને તેની ગતિવિધિ પર 24 કલાક નજર રહી શકે તેમજ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર થતા પ્રવેશને રોકી શકાય તે માટે કંટ્રોલ યુનિટની પણ સ્થાપના કરવામાં આવી છે. જેના થકી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિઓની સંખ્યામાં પણ ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો છે.

WSON Team

ગિરના જંગલમાં એક સમયે જંગલના રાજા સિંહનું અસ્તિત્વ સંકટમાં જોવા મળતું હતું. https://wildstreakofnature.com/gu/world-lion-day-celebrating-th-king-of-jungle/વર્ષ 1910 અને 1911ના વર્ષમાં ગીર વિસ્તારમાં 2 આંકડામાં કહી શકાય તેટલા જ સિંહો જોવા મળતા હતા, તેને ધ્યાને રાખીને જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ ફરમાવીને શિકાર જેવી ગતિવિધિઓમાં શામેલ થનાર પ્રત્યેક વ્યક્તિને મરણતુલ્ય સજા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારથી સિંહોની સુરક્ષા ગીરમાં વધતી જોવા મળી અને વર્ષ 1911માં સિંહોને સુરક્ષિત કરવાના પ્રોજેક્ટની સૌપ્રથમ વખત શરૂઆત કરનાર જૂનાગઢના નવાબ હતા. આ બાદ સિંહોની સંતતિને સતત વધારવા માટે રાજ્યનો વનવિભાગ સતર્ક બન્યો અને દિવસેને દિવસે સિંહોની સુરક્ષા અને જંગલ વિસ્તારને નુકસાન જેવી ઘટનાઓ ખુબ જ ઓછી બનવા પામી છે. આજે ગીરમાં સિંહોની સંખ્યા અત્યાર સુધીની સૌથી સર્વોચ્ચ જોવા મળી રહી છે.

- Advertisment -