HomeWildlife Specialજૂનાગઢ: ગિરનાર જંગલોમાં તા.16 ઓક્ટોબરથી થશે સિંહદર્શન

જૂનાગઢ: ગિરનાર જંગલોમાં તા.16 ઓક્ટોબરથી થશે સિંહદર્શન

જૂનાગઢ ટુરિઝમને મળશે વેગ, સિંહ દર્શનથી પ્રવાસીઓ થશે ખુશખુશાલ

એશિયાટિક લાયન નું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા સાસણની જેમ જૂનાગઢના ગિરનાર જંગલમાં વસતા સિંહો પ્રવાસીઓને હવે સાસણ સુધી જવાની જરુરુ નહીં રહે તા. 16 ઓક્ટોબર થી દરરોજ 10 પરમીટ આપવામાં આવશે. જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ દર્શનની માંગ ઉઠી રહી હતી. કારણ કે જૂનાગઢના ગીરના જંગલમાં આશરે 50 જેટલા સિંહોની સંખ્યા છે. જે ગિરનારના ગાઢ જંગલોમાં ફરતા રહે છે.

WSON Team

પરંતુ હવે તંત્ર દ્વારા હરી ઝંડી મળતા જ વન વિભાગે જંગલના રૂટો નકકી કરી દીધા છે. ગિરનારના જંગલમાં સિંહ દર્શનની શરૂઆત આગામી તા.16 ઓક્ટોબરથી થઇ રહી છે. જે એક સારા સમાચાર છે કારણેક હવે પ્રવાસીઓને સાસણ સુધી જવાની જરૂર નહીં રહે અને જૂનાગઢમાં જ સિંહ દર્શન નો લાભ લઇ શકશે. સાથે સાથે જૂનાગઢમાં પણ ટુરિઝમનો પણ વિકાસ થશે. સરકારે હાલમાં જ જૂનાગઢને ગિરનાર પર રોપ વે સિંહ દર્શન અને શિવરાત્રીના મેળાને મીની કુંભ જાહેર કરી જૂનાગઢના ટુરિઝમ ને નવી લાઈફલાઈન આપી છે. જૂનાગઢમાં ઉદ્યોગ અને વ્યવસાયના કોઈ સવલત નહીં હોવાથી ટુરિઝમ એક જ અહીં વિકાસની તકો સર્જી શકે તેમ છે.

WSON Team

ગિરનાર ના જંગલો માં શરુથનારા સિંહ દર્શન અંગે અધિકૃત રીતે સાસણના ડીસીએફ સુનિલ બરેવાલ એ કહ્યું હતું કે સિંહ દર્શન એક સુંદર આયોજન છે. જેમાં પ્રવાસીઓ સિંહ દર્શનની સાથે સાથે પ્રકૃતિનો લાભ પણ મેળવી શકશે. પરંતુ સિંહોના લોકોશન નક્કી કરવામાં નહીં આવે પ્રવાસીઓને જો નસીબમાં હશે તો જ સિંહ જોવા મળશે. કારણકે સિંહોના લોકેશનના આધારે સફારીના રૂટ નક્કી કરવા અહીં મુશ્કેલ છે. અહીં સફારી પાર્કની જેમ જંગલની સહેલગાહ મુખ્ય ઉદ્દેશ છે નહીં કે સિંહ દર્શન ગિરનારનું જંગલ અલૌકિક જીવ જંતુ અને પ્રાણીઓથી સમૃદ્ધ છે. જેને નિહાળવાનો લ્હાવો પ્રવાસીઓ મેળવે એ હેતુથી આ સફારી પાર્ક શરૂ કરવામાં આવી રહ્યું છે.

WSON Team

ગત્ત વર્ષે જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરવાનો કાર્યક્રમ નિર્ધારિત થઇ ગયો હતો. પરંતુ ગુજરાતમાં વિધાસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ જતા આ કાર્યક્રમ મુલતવી રખાયો હતો. પરંતુ આ વર્ષે ફરી સરકાર દ્વારા ગિરનારના જંગલોમાં સિંહ દર્શન માટે વન વિભાગ ને આદેશ આપ્યા છે. જેથી હાલ તો વન વિભાગ સિંહ દર્શનના રૂટની તૈયારીમાં લાગી ગયું છે. હાલ નક્કી થયા મુજબ દરરોજ 5 પરમીટ સવારના સમય માટે અને 5 પરમીટ સાંજના સમય માટે આપવામાં આવશે. સિંહ દર્શન માટેનો રૂટ હાલ તો ઇન્દ્રેશ્વર નાકે થી શરૂ કરી જાંબુડી નાકા પાટવાળ કોઠા અને પાટુરણ સુધીનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. જેના માટે 5-5 જીપ્સીની હાલ પરવાનગી મુકવામાં આવશે.

WSON Team

છેલ્લા કેટલાક સમયથી સાસણમાં પ્રવાસીઓના ધસારાના લીધે દર વર્ષે હજારો પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ મેળવી શકતા ન હતા. અને નિરાશ થતા હતા તેથી ગિરનાર જગલમાં સિંહ દર્શનની માંગણી છેલ્લા કેટલાક વર્ષો થઇ રહી હતી. જેને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બન્ને ની મંજૂરી મળી જતા આગામી તા. 16 ઓક્ટોબરથી આ લાભ પ્રવાસીઓ મેળવી શકશે. જેના લીધે સાસણમાં પણ પ્રવાસીઓનો ધસારો ઓછો થશે સાથે સાથે જૂનાગઢમાં ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ થશે.

WSON Team

હાલ તો સિંહોનો વેકેશન ચાલી રહ્યું છે. પરંતુ આગામી તા.16 ઓક્ટોબર થી જયારે સિંહોનું વેકેશન ખુલશે ત્યારે ગિરનારના જંગલમાં સિંહ દર્શન એક રોમાંચ અને ઇન્તઝાર છે. કે કેવી રીતે સિંહ દર્શન કરાવવામાં આવશે હાલ તો ખુશી એ વા છે ગિરનાર આજ સુધી દેવી દેવતાઓના લીધે પ્રસિદ્ધ હતું. પરંતુ હવે સિંહ દર્શન ના લીધે વિશ્વભરમાં ખ્યાતિ પામશે.

સાસણ ગીર: સિંહ દર્શન માટે અપાતી પરમીટોમાં કરાયો વધારો 

- Advertisment -