સાસન ગીર માં GPS સિસ્ટમ શરૂ કરાઈ સિંહો ના બચાવ માં થશે સરળતા

જુનાગઢ, તા. ૨૪ જૂનાગઢ ના સાસણ ગીર ખાતે જીપીએસ સિસ્ટમ શરૂ કરવામાં આવિ છે જેથી હવે સાસણ જનગલના વિસ્તારમાં નજર રાખી શકાશે , કર્મચારીઓને સિંહ ના લોકેશન અને તેની સુરક્ષા માટે સરળતા રહેશે. તેમજ લુપ્તથતી પજાતી વિષે પણ જીપીએસ દ્વારા માહિતી મેળવી શકાશે. સાસણ ગીર માં gps સીસટમ શરૂ થતા હવે ક્યાં વિસ્તાર માં ક્યા પશુ પંખી અને જંગલી પ્રાણી છે તે જાણી શકાશે તેમજ લુપ્ત થતા પ્રાણી અને પક્ષીઓ વિષે પણ માહિતી સરળતા થી મેળવવી શકાશે તેમજ સિંહોના લોકેશન દ્વારા તેમના જીવન પર ખતરો હશે તો તાત્કાલિક પગલા લઇ સિંહોના જીવ બચાવી શકાશે.. સાસણ ગીર મેનેજમેન્ટ માટે અસંખ્ય  વિભાગો માં વહેચાયેલું છે. આ વર્ષે સર્વે ઓફ ઇન્ડિયા ના માર્ગદર્શન હેઠળ ફરી વિભાગો નું વિભાજન થઇ રહ્યું છે. મેનેજમેન્ટ ની સરળતા માટે આ વિભાજનમાં તમાંમ કર્મચારીઓને વિભાગોમાં કામગીરી સોંપવામાં આવી છે. આ તમમાં કર્મચારીઓ અને લુપ્ત થતા પ્રાણી અને પશુઓ ને જંગલી પ્રાણીઓ તેમજ જંગલ માં થતા અલભ્ય વૃક્ષો અંગે નો ખાસ સર્વે 3 માસ થી જંગલ ના ખૂણે ખૂબી જઈ નોંધણી  કરી રહ્યા છે જેમાં gps સીસટમ ખુબ ઉપયોગી થઇ રહેશે કાગળ પર નોન્ધાયેલ્ક માહિતી ની સાથે સાથે gps દ્વારા પણ નોંધની કરવામાં આવશે. જીપીએસ સીસટમ થી સાસણ ગીર માં કર્મચારીઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર પણ અટકાવી શકાશે જેથી ક્યાં કર્મચારીઓ ક્યાં અને ક્યા કાર્ય માટે કામગીરી બજાવિ રહ્યા છે તે જાણવું સરળ બની રહશે.    

સિંહને શીખવવામાં આવી રહ્યા આવી રહ્યા છે માતૃત્વના પાઠ

જુનાગઢ, તા. ૨૯   સિંહ ના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રખ્યાત છે આ ઝૂ  હાલ માં એક નવો પ્રયોગ હાથ ધરી રહ્યું છે જેમાં ગર્ભવતી બનેલી સિંહણ ને શીખવવામાં આવી રહ્યા છે માતૃત્વના પાઠ અને તેના આવનારા બચ્ચાને કેવી રીતે જંગલ નું વાતાવરણ મળી રહે તે માટે થઇ રહ્યા છે. જુનાગઢ સક્કરબાગ ઝૂ વિશ્વ સ્તરે પ્રસિદ્ધ છે વિશ્વભરમાં એશિયાટિક લાયન આપે છે જુનાગઢ સક્કરબાગ ઝૂ લંડન, ન્યુયોર્ક પરાગ ઝૂ જેવા . વિશ્વિખ્યાત ઝૂ માં સક્કરબાગ ઝૂ માંથી એશિયાટિક લાયન આપવામાં આવે છે,  એશિયામાં પ્રાપ્ર્ય એવા એશોયાતિક સિંહો ની પ્રજાતિ ને બચાવવા સંવર્ધન અને સંરક્ષણ ના પ્રય્તની કરવામાં આવી રહ્યા છે . એમાં ખાસ કરીને આ વર્ષે એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યા છે. ગર્ભવતી બનેલી બે સિંહણો ને માતૃત્વના પાઠ શીખવવામા આવી રહ્યા છે. મહેશ્વરી નામની સિંહણ એક શ્રેષ્ઠ માતા છે અને એટલે જ બે ગર્ભવતી સિહણ ને મહેશ્વરી ના બાજુના પાંજરા માં રાખવામાં આવી છે જેથી મહેશ્વરી પાસેથી માતૃત્વના પાઠ શીખે અને બચ્ચાનું જતન કરતા શીખે. હાલ તો બન્ને સિંહણો અનુભવી મહેશ્વરી સાથે ના પાંજરામાં રહી બચ્ચાનું જતન કરતા શીખી રહી છે. વિશ્વસ્તરે પ્રસિદ્ધ બનેલું આ ઝૂ જોવા દેશ વિદેશ થી દરવર્ષે લાખો મુલકિઅતિઓ આવે છે તેમના મતે ઝૂના આ પ્રયોગની પ્રશંશા કરવામાં આવી રહી છે. સિંહોના  બચ્ચા ને જંગલ જેવું વાતાવરણ મળે અને કુદરતી વાતાવરણ માં જીવતા શીખે તે માટે થઇ રહેલા પ્રયત્નો ખરેખર પ્રશંશા પાત્ર છે. જુનાગઢ ઝૂના આ રીતનો ની હાલમાં તો ચારેબાજુ પ્રશંશા થઇ રહી છે હવે જોવાનું રહે છે કે ગર્ભવતી બનેલી સિંહણો પોતાના બચ્ચાનું જંતન કેવી રીતે કરે છે …? મહેશ્વરીના સાથ અને સંસર્ગ થી બન્ને સિંહણો ભવિષ્યમાં કેવી માતા બનશે તે જોવાનું રહેશે.  

કોયલી પાસેથી ઘાયલ સમડીને બચાવી લેવામાં આવી

વડોદરા,તા.૨૨ શહેરમાં કોન્ક્રીટના જંગલોમાં ફેરવાઈ જતા જવલ્લે જ દુર્લભ પક્ષીઓ જોવા મળે છે ત્યારે આજે  કોયલી ખાતે આવેલ રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીના બગીચામાંથી ઘવાયેલ પક્ષીને ત્યાંના રહીશોએ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્યોને સોંપ્યું હતું.રેસ્ક્યુ કરાયેલને સંસ્થા દ્વારા વડોદરા ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યું હતું .સારવાર અર્થે લાવવામાં આવનાર પક્ષી સમડીનુ બચ્ચું માલુમ પડ્યું હતું.ગંભીર રીતે ઘવાયેલ પક્ષી ઉડવા પણ સક્ષમ નહતું.ઘવાયેલ પક્ષીને પ્રાથમિક સારવાર આપી ફરી પાછું તેના ગંતવ્ય સ્થાન પર મુકવામાં આવશે તેવું પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું.

ઝઘડિયામાં દુર્લભ પ્રજાતિનો સાપ મળી આવ્યો

ઝઘડિયા,તા.૧૯ ઝઘડિયાના સરદારપુરા ગામેથી દુર્લભ પ્રજાતિનો અંગ ઈટર નામનો સાપ મળી આવ્યો છે. આશરે દોઢ ફૂ઼ટ લાંબો અને બે અલગ અલગ રંગ ધરાવતો દુર્લભ સાપ મળી આવ્યો છે. એનીમલ વેલફેર ટ્રસ્ટ નામની સંસ્થાના કાર્યકરોએ સાપને પકડી વન વિભાગને સોંપી દીધો છે. ઝઘડિયા તાલુકાના સરદારપુરા ગામેથી એક દુર્લભ પ્રજાતિનો સાપ એનીમલ વેલફેર ટ્રસ્ટના કાર્યકરે ઝડપી વન વિભાગને સોંપ્યો છે, બે અલગ અલગ રંગ ધરાવતો આ સાપ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત જોવા મળ્યો હોવાનુ ટ્રસ્ટનુ માનવુ છે. ચોમાસા દરમ્યાન વિવિધ પ્રકારના જીવજંતુઓ સરીસૃપ જીવો મળી આવે છે. વહેલી સવારે ઝઘડિયાના સરદારપુરા ગામેથી એક દુર્લભ પ્રજાતિનો એગ ઈટર (ઈંડા ખાઉ) સાપ મળી આવ્યો છે પ્રથમ વખત આ પ્રકારનો બે રંગ ધરાવતો સાપ જણાતા ગ્રામજનોએ સાપ પકડનાર કાર્યકરનો સંપર્ક કરતા એનીમલ વેલફેર ટ્રસ્ટના કાર્યકર સુલભ પરમારે આ અંગે ઈટર સાપને પકડ્યો હતો. આશરે પંદરથી અઢાર ઈંચનો આ સાપ જિલ્લામાં પ્રથમ વખત જણાય આવ્યો હોવાનુ ટ્રસ્ટના કાર્યકર દ્વારા જાણવા મળ્યુ છે, ઝડપાયેલ સાપને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.  

Jambughoda Wildlife Sanctuary

A wildlife sanctuary with a royal past, it is now known for its full-fledged reserve of abundant flora and fauna. Jambughoda sanctuary which is situated in Panchmahal district of central Gujarat covers an area of about 130 sq km (a part of which falls in Vadodara district as well). Part of the princely state of Jambughoda, the wildlife sanctuary known for leopards and has a fair population of hyenas, jackals, crocodiles, cobra, python, the tailor bird, the golden oriole, teals, and ducks. Don’t forget to visit the two regions, Targol and Kada, which are worth exploring. The best time to visit this Sanctuary is between July and February.