રાજયના કચ્છના અભયારણ્યોમાં ઘુડખરોની સંખ્યા વધી
ગુજરાતના ગધેડા પર થયેલ રાજકીય ચર્ચા બાદ લોકો ગધેડા પર નવી-નવી કલ્પનાઓ કરવા લાગ્યા છે. આ ચર્ચાથી રાજનીતિમાં કેટલાંય ઉછાળા આવ્યા, એ તો અલગ મુદ્દો છે પરંતુ આ બધાની વચ્ચે ખરેખર ગુજરાતના ગધેડાના ‘અચ્છે દિન’ આવી ગયા છે. ગુજરાતના અભયારણ્યોમાં ઘુડખરોની સારી એવી સંખ્યા જણાય છે. ૨૦૧૬ના વર્ષમાં અભ્યારણે પ્રવાસીઓમાંથી ૨૭ લાખ રૂપિયાની કમાણી કરી. જ્યારે જૂન ૨૦૧૭મા અભ્યારણ્ય ચોમાસાના કારણે બંધ કરાયું ત્યારે આ આંકડો ૩૦ લાખની ઉપર પહોંચી ચૂકયો હતો.
૨૦૧૦થી ૨૦૧૫ના વર્ષની વચ્ચે ઘુડખરની સંખ્યામાં ૧૧.૩૧ ટકાનો વધારો થયો છે. ૨૦૧૫ની તુલના પ્રમાણ જંગલી ગધેડાઓ એટલે કે ઘુડખરની સંખ્યા ૪૪૫૧ હતી. આ ઘુડખર ઉત્તરમાં કચ્છના રણ, પશ્ચિમમાં મોરબી અને પૂર્વમાં અમદાવાદ જિલ્લાની અંદર ૧૫૦૦૦ સ્કવેર કિલોમીટર વિસ્તારમાં જોવા મળે છે. ઘુડખરના નામથી જાણીતા આ પ્રાણી આફ્રિકામાં જોવા મળતાં જંગલી ગધેડાની જાતિ જેવા દેખાય છે. જો કે આફ્રિકન ગધેડાઓને ઘરમાં પાળતુ પ્રાણી તરીકે રખાય છે. પરંતુ અહીંના ઘુડખરને ઘરોમાં રખાતા નથી. કારણ કે તેઓ પોતાના આફ્રિકન ભાઇઓ કરતાં મોટા, ઝડપથી દોડતા અને શક્તિશાળી હોય છે.
૨૦મી શતાબ્દી સુધી ઘુડખર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સિંધ, ઇરાન, અને બલુચિસ્તાનમાં જોવા મળતા હતા. આજે તેમનું અસ્તિત્વ ગુજરાતના મેદાનો અને અમદાવાદથી ૧૦૫ કિલોમીટર દૂર આવેલા સુરેન્દ્રનગરના બાજના જંગલી ગધેડાઓને અભ્યારણ્ય સુધી જ સીમિત છે.
પર્યટનની દ્રષ્ટિથી આ જંગલી ગધેડાઓ ગીરના સિંહની જેમ પ્રસિદ્ધ છે. ૨૦૧૪-૧૫ના વર્ષમાં કુલ ૧૩૦૦૦ પર્યટકોએ બાજરનાની મુલાકાત લીધી હતી, ૨૦૧૫-૧૬મા આ સંખ્યા ૧૪૦૦૦ સુધી પહોંચી ગઇ હતી.
ગુજરાત ટુરિઝમના આંકડા પર નજર કરીએ તો ૨૦૧૧ બાદ જ્યારથી અમિતાભ બચ્ચન બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, પર્યટકોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. ૨૦૧૧-૧૨મા જ્યારે અમિતાભ બચ્ચન ‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઇન શરૂ કર્યું, ૨.૨ કરોડ પર્યટક ગુજરાત ફરવા આવ્યા. ૨૦૧૫-૧૬મા આ સંખ્યા ૭૫ ટકા વધી.
વઢવાણા ગામમાંથી ૮.૫ ફુટ અને ૭ ફુટના બે મગરને રેસક્યુ કરાયા
વડોદરા. તા ૦૭
વડોદરા જીલ્લાના ડભોઈ નજીક આવેલા વઢવાણા ગામમાંથી રાત્રીના સમયે તેમજ દિવસના સમયે બે મગરોને રેસક્યું કરવામાં આવ્યા હતા. જોકે આ વિસ્તારમાં અવાર નવાર મગરો માનવ વસાહતોમાં આવી જવાથી ગામ લોકો દેહશતનો અનુભવ કરતા હોય છે. થોડા દિવસો અગાઉ એસપીબી સંસ્થાએ ફોરેસ્ટ ટીમને સાથે બે દિવસ અગાઉ વઢવાણા રેસક્યું કરવામાં આવ્યું હતું. જોકે આ બંને મગરોને જેમાંથી એક મગરને રાત્રીના સમયે ૮.૫ ફુટના મગરને તેમજ વહેલી સવારે ૭ ફુટના એમ બે મગરોને પકડી પાડવામાં આવ્યા હતા. અને ત્યા રહેતા આસપાસના ગ્રામજનોને મગરના ત્રાસ માંથી મુકિત અપાઈ હતી.
ખુંખાર દીપડો પાંજરામાં પુરાયો
વડોદરા, તા. ૨૭
વડોદરા શહેર અને આસપાસના નદી કાંઠાના વિસ્તારમાં અવારનવાર પ્રાણીઓ માનવ વસાહતમાં આવી જતા હોય છે..વડોદરા જિલ્લા અણખી ગામ ખાતેની કલ્યાણ ડેરી પાસેથી એક દીપડાને વેન વિભાગે ઝડપી પાડ્યો હતો..સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને હિંસક દીપડા વિશે માહિતી આપી હતી..જોકે દીપડાએ વાછરડાનું મારણ કરતા સ્થાનિક લોકોને ખબર પડી હતી..જેને પગલે વનવિભાગે જાણ કરતા વનવિભાગે દીપડાને પકડવા માટે તૈયારીઓ હાથ ધરી હતી..વનવિભાગે બકરનું મારણ પાંજરામાં મૂકીને ભારે જહેમત બાદ દીપડાને ઝડપી પાડવામાં વનવીભાગને સફળતા મળી હતી..વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો..જોકે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ સ્થળેથી નર દીપડો પણ ઝડપાયો હતો..
Jambughoda Wildlife Sanctuary
A wildlife sanctuary with a royal past, it is now known for its full-fledged reserve of abundant flora and fauna. Jambughoda sanctuary which is situated in Panchmahal district of central Gujarat, covers an area of about 130 sq km (a part of which falls in Vadodara district as well). Part of the princely state of Jambughoda, the wildlife sanctuary known for leopards and has a fair population of hyenas, jackals, crocodiles, cobra, python, the tailor bird, the golden oriole, teals and ducks. Don’t forget to visit the two regions, Targol and Kada, which are worth exploring. The best time to visit this Sanctuary is between July and February.
હેન હેરિઅર પક્ષીની મશહુર પ્રજાતિ લુપ્ત થવાના આરે
લંડન,
આકાશમાં પોતાની કરામતો બતાવતું મશહુર પક્ષી હેન હેરિયર્સની પ્રજાતિ લુપ્ત થવાના આરે હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. આ પક્ષી સમાન્ય રીતે બ્રિટનનું વતની મનાય છે. એક નવા અભ્યાસમાં આ પક્ષી પર મંડાઇ રહેલા ભયની ચેતવણી આપવામાં આવી છે. આ પ્રજાતિને અયોગ્ય રીતે મારી નખાતી હોઇ આ પ્રજાતિ વિલુપ્તતાને આરે છે. બ્રિટનની રોયલ સોસાયટી ફોર ધ પ્રોટેક્શન ઓફ બર્ડ્સ દ્વારા કરાયેલા સર્વે અનુસાર છેલ્લા છ વરસમાં બ્રિટનમાં હેન હેરિઅરની કુલ સંખ્યા ૫૪૫ જોડમાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે. એટલેકે ૮૮ જોડ ઘટી ગઇ છે. બ્રિટનના લગભગ દરેક વિસ્તારમાં આ પક્ષીઓ ઘટી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં આ પક્ષીઓની પ્રજનન કરતી માત્ર ચાર જોડ બચી છે. સ્કોટલેન્ડમાં આપક્ષીઓની સંખ્યા ૫૦૫માંથી ઘટીને ૪૬૦ અને વેલ્સમાં ૫૭થી ઓછી થઇને ૩૫ બચી છે. ગેરકાયદે હત્યા ઉપરાંત ઠંડીઅને વરસાદ, નિવાસમાં પરિવર્તન વગેરેને કારણે પણ આ સંખ્યા ઘટી હોવાનું માની શકાય.
