આ અભયારણ્ય તેના ગાઢ જંગલ આચ્છાદિત વિસ્તાર અને વધુ સક્રિય અને ભરપુર ચોમાસા માટે જાણીતુમ છે. ડાંગ જીલ્લાનું આ અભયારણ્ય કેટલાય વિવિધ પ્રજાતિઓ માટેનું સલામત આશ્રય તરીકે ગુજરાતમાં આવેલું છે. આ અભયારણ્ય 160 ચો. કિમી વિસ્તારમાં વ્યાપેલું છે. અને વનસ્પતિ અને વૃક્ષોની 700 પ્રજાતિઓની સમૃધ્ધિ સાથે દીપડા, ભારતમાં જ મળી આવતા નાના કદના વાંદરા,
wildstreakofnature.com
કપાળપર ટોપી ( હેટ ) ધરાવતા વાંદરા, સામાન્ય નોળિયો, ભારતિય બિલાડી, ભારતિય શાહુડી, ચાર શિંગડાવાળા હરણ, ભસતાં હરણ, સાંભર, ચિત્તળ, જરખ, જંગલી બિલાડી, ઉડતી ખીસકોલી, અજગર, અને જંગલી ગરોળીઓની વસ્તી પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. અભયારણ્ય જોવા મળતા પક્ષીઓના વિશ્ર્વમાં સામાન્ય રાખોડી રંગના ચિલોત્રા ( ચાંચ પર શીંગડા જેવા ઉપસેલા ભાગ ધરાવતું પક્ષી ), ગ્રે કલરના જંગલી મરઘા, બારબેટ લક્કડખોદ, શાઈક્સ. કલોરોપ્સિસ, માખી ખાનારા ઉંડતા જીવજંતુનો શિકાર કરનારા અને રેપ્ટર્સ પણ વાસ્તવ્ય કરે છે. નવેમ્બર થી માર્ચમાં આ વન્યસૃષ્ટિ અને વન્યપ્રાણી નિરખવાનો, માણવાનો લહાવો લઈ શકાય છે.
ફક્ત 1 ચો.કિ.મી વિસ્તારનું નાનામાં નાનુ પક્ષી અભયારણ્ય ગુજરાતનું એક વૈશિષ્કય છે. જેમાં એક તાજા પાણીનું તળાવ છે. આ સૌથી નાનુ સુંદર પક્ષી અભયારણ્ય પોરબંદર શહેરમાં મધ્યમાં જ છે. આ સુંદર અભયારણ્યની મુલાકાતે નિસર્ગ પ્રેમીઓ અને પક્ષીવિદો સતત મુલાકાત લેતા જ હોય છે. અભયારણ્ય આપણા ભારતિય પક્ષીઓ ઉપરાંત વિદેશમાંથી સ્થળાંતર કરીને ભારત આવતા પક્ષીઓ માટે પણ સલામતિ યુક્ત આશ્ર્યસ્થાન રહે છે.
wildstreakofnature.com
ઓછા કે વધારે સંખ્યામાં ફલેમિંગો, અચાનક તરાપ મારી શિકાર કરતા ગ્રેબોસ, લાંબી ચાંચ ધરાવતા પેલિકન પક્ષી, બતક અને હંસ, એવોકેટ, કાળી જળકુકડી , કોર્મોરેન્ટ નામથી ઓળખાતું અવિરત શિકાર કરી ખાતુ દરિયાઈ પક્ષી, બગળા, બગળાની અન્ય એક પ્રજાતિ જે એગ્રેટ નામથી પક્ષીવિદોમાં જાણીતી છે. તે બિટરન, સારસ, ઈબિસનામ, ધરાવતાં પક્ષીઓ સ્પુનબિલ્સ, ક્રેન્સ ( સારસની એક અન્ય પ્રજાતિ ), સતત શીટી મારતું ઉડતું રહેતું એક પક્ષી, મોટી પાંખો ઘરાવતા પક્ષીઓ, “ગલ” ના નામે જાણીતા છે તે. જેકેનાઝ, ટર્નસ, ગળાની આસપાસ રૂંવાટી ધરાવતા પક્ષીઓ, લાલ રંગનો પગનો નળો ધરાવતા પક્ષીઓ તેમ જ, ભારતીય રોલર તરિકે ઓળખાતા પક્ષીઓ તમે આ પક્ષી અભયારણ્યમાં નિહાળવાનો મોકો નવેમ્બર થી માર્ચ વચ્ચેના આલ્હાદક વાતાવરણમાં લઈ શકો છે.
વન્યપ્રાણી પ્રજાતિઓના સંરક્ષણ અને જતન માટેનો આ અભયારણ્યનો વિસ્તાર એટલે નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય ચોમાસા દરમ્યાન જે ભીનો અને કાદવયુક્ત રહેતો વિસ્તાર સામાન્ય દિવસોમાં ઉજ્જડ, સુકોભઠ વિસ્તાર ધરાવે છે. ગુજરાતના કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં આવેલું ભારતનું તેવા પ્રકારનું એક અભયારણ્ય છે.
wildstreakofnature.com
મોટા પ્રમાણમાં ચિંકારાની સંખ્યા ધરાવતા આ અભયારણ્યને આપણે આ પ્રાણીઓ માટેનું સહુથી વધુ સલામત સ્થાન કહેવું અયોગ્ય નથી અહી ટુકડે ટુકડે બનેલા ઘાસના મેદાનો ચિંકારાનું એક વ્યવસ્થિત આશ્ર્યસ્થાન ગણાય છે. આમ આ વન્યપ્રાણી અભયારણ્ય બદામી રંગના સુંદર હરણો માટે સ્વર્ગસમુ છે. આ ઉપરાંત આ અભયારણ્ય 15 જેટલી હિંસક પ્રજાતિઓનું પોતાનું આશ્ર્યસ્થાન ગણાય છે. વરૂ, હરણ ( બદામી રંગના ), રણના શિયાળ, કારકલ, જરખ, રણની બિલાડી, શાહુડી, રેટલ સાપ, ભારતિય પેંગોલિન, જંગલી પાડા, નોળિયા ઉપરાંત અનેક પ્રકારની પ્રજાતિઓ અખુટ પ્રમાણમાં અહીં મળી આવે છે. સપ્ટેમ્બર થી જાન્યુઆરી આ અભયારણ્યની મુલાકાત મોટેનો ઉત્તમ સમય હોય છે.
અભયારણ્યનું નામ જ બતાવે છે અહિ લાંબા હોઠ ધરાવતા કાળા રીંછની વસ્તી અહીં વિપુલ પ્રમાણમાં આશ્ર્ય લઈ રહી છે. મધ્ય ગુજરાતના દાહોદ જીલ્લામાં આવેલા આ અભયારણ્યની સીમા મધ્યપ્રદેશમાં પણ વિસ્તરેલી છે. અભયારણ્યમાં ટીક વુડના સુકા વૃક્ષો મબલખ પ્રમાણમાં જોવા મળે છે. ફનિર્ચર માટેનું આ એક મજબુત લાકડું આપે છે. આ લાકડાનું ફનિર્ચર હોવું પ્રતિષ્ઠા સુચક મનાય છે. ટેકરીઓની તળેટીમાં આ એક વુડના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
ટીકવુડ વૃક્ષો સાથે બાંબુની હારમાળાઓ આભયારણ્યની ચારે તરફની સીમાઓ પર જોવા મળે છે. સ્લોથ બીઅર ઉપરાંત રતનમહાલ અભયારણ્ય ચિત્તા, જરખ, શિયાળ, ચાર શીંગડાવાળા હરણ, નોલઇયા, શાહુડી, જંગલી ભયાનક બિલાડા, બીહામણી બિલાડી, કાળા મોઢાના વાંદરા, ક્રોબા નાગ, ક્રેટ, વાઈપર નામથી જાણિતા ઝેરી સાપ, ઉપરાંત રસેલ્સ વાઈપર અને બાંબુમાં પોલાણમાં રહેતા વાઈપર સાપો, અજગર, ઉંદરનું ભક્ષ્ય કરતા રેટ સાપ, બીનઝેરી અજગર જે લાલ માટીના અજગર તરીકે ઓળખાય છે. અને અનેય નાના જીવ-જંતુઓ અહી વર્ષોથી નિવાસ કરે છે.
વધુમાં ટ્રિંકેટ તરીકે જાણીતા બીનઝેરી સાપ પણ અહીં જોવા મળે છે. 147 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ અહીં રહેલી જોવા મળે છે. જેમાંની 16 પ્રજાતિઓ તો ફક્ત અભયારણ્યમાં બહારથી આવી થોડો સમય રહી ફરી પોતાના મુળ સ્થાને પરત ફરે છે તે પણ જોવા મળી શકે છે. વન્યપ્રાણી- પક્ષીઓથી સમૃધ્ધ રતનમહાલ અભયારણ્યને ઓકટોબર અને મે દરમિયાન મુલાકાત લેવાનો યોગ્ય સમય માનવામાં આવે છે.
લાંબા હોઠ ધરાવતા કાળા રીંછ જે દુનિયામાં ફક્ત ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે. ભારતમાં તેમનું સલામતિયુક્ત સ્થાન એટલે શુળપાણેશ્ર્વર વન્યપ્રાણી અભયારણ્ય છે. જે અભયારણ્ય નર્મદા જિલ્લામાં સ્થિત છે. એનો વિસ્તાર પ્રાકૃતિક સંપદાઓથી ભરપુર છે. અસંખ્ય વૃક્ષવલ્લીઓ, નયનરમ્ય,હરિયાળીથી સમૃધ્ધ, ભવ્ય અને દોમદોર ખીણો તેમ જ ખળખળ વહેતા ઝરણાના સુમધુર સંગીત વન્યપ્રાણી ઓ માટે સ્વર્ગની અનુભુતિ કરાવતું આ શુળપાણેશ્ર્વર અભયારણ્ય છે.
wildstreakofnature.com
607 ચો.કિ.મી વિસ્તારમાં પથરાયેલું અભયારણ્ય ધનિષ્ઠ અને ગાઢ જંગલયુક્ત હોવાથી પ્રસિધ્ધ પામ્યો છે. કેટલાક પ્રાણીઓ જેવા કે લાંબા હોઠવાળા કાળા રીંછ, દીપડી, વાંદરા, જંગલમાં મુક્ત વિહાર કરતા નોળિયા, ઘેઘુર બિહામણા બિલાડા, ભારતીય શાહુડી ( જેના પુર્ણ શરીર પર લાંબા અણીદાર કાંટા હોય છે. ), ચાર શીંગડા ધરાવતા એન્ટેલોપ નામથી જાણીતા હરણો, સતત ભસતાં હરણ, ચિતળ, પેંગોલીન, ઉડતી ખીસકોલી, અજગર, સાપ, જંગલી ગરોળીઓ, કાચબા જેવા અનેક પ્રાણીઓનું આ અભયારણ્ય આશ્ર્યસ્થાન ગણો કે નિવાસસ્થાન છે.