જંગલી બિલાડી ( Jungle Cat )

વાઘ બિલાડી કે વાઘર બિલ્લા તરીકે જાણીતી આ બિલાડી રહેણાક વિસ્તારની આજુબાજુમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને તે રાત્રીના સમયે રહેણાક વિસ્તારમાં ખોરાકની શોધમાં પણ આવે છે.

જંગલી બિલાડી સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે. 60 થી 80 સે.મી લંબાઈની આ બિલાડી દેશી બિલાડી કરતા મોટી હોય છે. તે સ્વભાવે ઉગ્ર અને શિકારી હોય છે. આખા વર્ષ દરમિયાન કોઈપણ સમયે બચ્ચાને જન્મ આપે છે. ખાસ કરીને તે એક સાથે બે થી ત્રણ બચ્ચાને જન્મ આપે છે. જંગલી બિલાડીનું શરીર પીળું ભુખરૂ હોય છે અને તેનો પાછળનો ભાગ એટલે કે પુછડીનો ભાગ કાળા રંગનો હોય છે. જંગલી બિલાડીના કાન તેની ખાસ ઓળખ હોય છે. જંગલી બિલાડીના કાનની પાછળના ભાગમાં કાળા ટપકા હોય છે. અને કાનનો રંગ ઘેરો હોય છે. રહેણાક વિસ્તારની આજુબાજુ અને નદીનાં કોતરમાં રહેતી આ બિલાડી જંગલ વિસ્તારમાં પણ જોવા મળે છે. જંગલી બિલાડી માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે. ઘણી વખત રાત્રીના સમયે જંગલી બિલાડી શિકારની શોધમાં રહેણાક વિસ્તારોમાં પણ સહેલાઈથી જોવા મળે છે. જંગલી બિલાડી ખાસ કરીને ઉંદર અને છછુંદરનો શિકાર કરે છે. અને કયારેક કયારેક નાના પક્ષીઓ અને નાના પ્રાણીઓનાં બચ્ચાનો શિકાર કરે છે. ભારતના ઘણા વિસ્તારોમાં જંગલી બિલાડી જોવા મળે છે. જંગલી બિલાડી સ્વભાવે ઉગ્ર હોવાથી રહેણાક વિસ્તારમાં ઘુસી જઈને સસલા, બિલાડી જેવા પાલતું પ્રાણીનો શિકાર પણ કરી લે છે. જંગલી બિલાડી શાહુડી જેવા પ્રાણીનો પણ શિકાર કરી શકે છે. ઘણી બિલાડીના પગ માંથી શાહુડીના કાંટા મળી આવ્યા છે. હિમાલયની અંદાજે 2400 મીટર જેટલી ઉંચાઈથી લઈને સમગ્ર ભારતમાં આ બિલાડીનો વ્યાપ જોવા મળે છે. તેજ રીતે ગુજરાતમાં પણ તે બધાજ વિસ્તારોમાં જોઈ શકાય છે. જંગલી બિલાડી લાંબા પંગની સરખામણીમાં ટુંકી પુંછડી ધરાવતી હોઈ તેનો દેખાવ જુદો તરી આવે છે. તેની શરીર પરની રુવાંટીભરી ચામડી કથ્થાઈ કે રેતાળ પડતા ભુખરા રંગની હોય છે. પુંછડીના કિનારાવાળા ભાગમાં કાળા રંગના પટ્ટા અને પુંછડીનો છેડો કાળા રંગનો હોય છે. જંગલી બિલાડીના લાલાશ પડતા કાનની ઉપલી કિનારીના ભાગે નાના-નાના કાળા રંગના વાળ જોવા મળે છે. આ જંગલી બિલાડીની આછા લીલા રંગની આંખો તેનો દેખાવ ડરામણો બનાવે છે. આગલા પગના અંદરની તરફ કાળા રંગના પટ્ટા જોવા મળે છે. જમીન પર ફરતી આ બિલાડી એકલી અથવા તો કયારેક જોડીમાં જોવા મળે છે. જંગલી બિલાડી પોતાના જરૂરીયાત મુજબ રાત્રી અથવા દિવસના સમયે ખોરાકની શોધમાં ફરતી હોય છે. જંગલી બિલાડી ખાસ કરીને ગીચ જંગલ વિસ્તારને બદલે આછા ઝાડીવાળા જંગલ વિસ્તારો, નદીકિનારા, અને ઘાસિયા પ્રદેશમાં રહેવા ટેવાયેલી હોય છે. જંગલી બિલાડી અવારનવાર માનવ વસાહતોમાં જઈને માણસોથી ડર્યો વગર પાલતું મરઘીઓનો હિંમતપુર્વક શિકાર કરે છે. જંગલી બિલાડી અવાજની દિશા તરફ કાન ઉંચા કરીને જુએ છે. અગાઉ ઘણા વિસ્તારમાં જોવા મળતી આ બિલાડીની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. ખાસ કરીને જંગલી બિલાડી વિષ્ટા કર્યા બાદ તેને માટીથી ઢાંકી દેવાની આદત ધરાવે છે. આ રીતે કદાચ તે પોતાની હાજરી જાહેર ન થઈ જાય તેની કાળજી લેતી હશે.

જંગલી ઘુડખર અભયારણ્ય- કચ્છનું નાનું રણ

આ અભયારણ્યમાં કચ્છના નાના રણ તરીકે જાણીતા વિસ્તારમાં આવેલું છે. ભારતમાં હાલમાં જેટલા જંગલી ગધેડા અસ્તિત્વ ધરાવે છે. તેમનું વન્યપ્રાણી અભયારણ્ય અને એકનું એક અભયારણ્ય આ જ છે. કચ્છના નાના રણ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અને કચ્છના થોડા થોડા વિસ્તારો સમાવિષ્ટ છે. ગુજરાતનું સૌથી મોટું ( 500 ચો.કીમી ) અભયારણ્ય છે. આ અભયારણ્ય ગુજરાતનો વારસો ગણાય છે. કારણ કે અહિંના મુખ્ય વસતી ધરાવતા લાંબી ચાંચવાળા ડેલમેટિઅન, જળચર પક્ષી પેલિકન,  લેસર ફલેમિંગો, સારસ, બગલા, કરકલ, રણના શિયાળ અને કાળા ભયંકર ક્રોબા વિશેષ રૂપે મુળ રહેવાસી છે. આ બધાં વન્યપ્રાણીઓ ઉપરાંત જંગલી ગધેડાઓ મુખ્ય રહેવાસી ગણાય છે.
wildstreakofnature.com
ઉપરાંત આ અભયારણ્યમાં જોખમીમાં જેની ગણના થઈ શકે તેવાં સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ જેવાં કે હોઉબારા નામના ઝડપથી દોડતા ઘોડાર પક્ષીઓ, ડેલમેટિઅન જળચર પેલિકન, બાજ, હેરિયર્સનું પણ આ અભયારણ્ય એક આશરો છે. આ અભયારણ્યનો મોટા ભાગનો વિસ્તાર ઘાસિયો એટલે કે ઘાસથી વિપુલ છે. જેને બિજા શબ્દોમાં બેઈટ એટલે પ્રાણીઓ, પક્ષીઓ માટે પ્રલોભન કારી કહેવાય છે. આ અભયારણ્યમાં માનવ વસ્તી પણ છે. તેમાં મુખ્યત્વે અનુસુચિત ભટકતી જાતિના આગરિયાઓ રહે છે. અને તે મીઠાની આગરમાં કામ કરતાં જોવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ અભયારણ્યમાં મોટામાં મોટા મીઠાના આગરો આવેલા છે. નવેમ્બરથી માર્ચના સમયમાં અભયારણ્યની મુલાકાત લઈ શકાય છે. ગુજરાત રાજય વન્યપ્રાણી સંવર્ધક સ્થળોનું મથક છે.

વેરાવદર બ્લેકબક ( કાળા હરણ) રાષ્ટ્રિય ઉધાન

ભારતમાં ઘણાં ઓછા સ્થળો છે જેયાં કાળા હરણની વસતી પ્રમાણમાં સોરા હોય. આ રાષ્ટ્રિય ઉધાન ભાવનગર જિલ્લામાં આવેલા ઘાસથી ભરપુર એવા વિસ્તાર વેરાવદર ખાતે 34 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. અહીં કાળા હરણ અહીં તહીં ફરતાં – ચરતાં દેખાતા હોય છે.
WSON Team
કાળા હરણ ઉપરાંત આ રાષ્ટ્રિય ઉધાનમાં લુપ્ત થવાની કગાર પર એવાં ભારતિય રીંછ, શિયાળ, સામાન્ય શિયાળ, જંગલી બિલાડી, વાદળી પાડા જેવા મોટા કદના લાંબા શિંગડાવાળા હરણ, જંગલી ડુક્કરો, દાંતના વધુ પ્રમાણમાં ઉપયોગ કરી કંઈક ને કંઈક ખોતરનારા સસલા, ખીસકોલી, ઉંદરો અને ઝડપી દોડતાં ગધેડાઓનું ( ઘુડખર ) આ મુળ વતન છે. આ ઉધાનનો દક્ષિણ વિસ્તાર પક્ષી નિરીક્ષણ કરનારા માટે એક આદર્શ સ્થાન છે. જયાં આ વિસ્તારનો સીમાવર્તી ભાગ વિપુલ સંખ્યામાં વસતા વરૂઓનો છે. જુલાઈથી માર્ચના સમયમાં વેરાવદર બ્વેકબક રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો સર્વોતમ સમય માનવામાં આવે છે.

થોળ લેક પક્ષી અભયારણ્ય

જો તમે અમદાવાદથી મુલાકાતે જઈ શકાય એવું સુંદર, મનોરમ્ય સ્થળ જોવા ઈચ્છો છો તો થોળ લેક પક્ષી અભયારણ્ય એક આદર્શ અને ઉત્કૃષ્ઠ મુલાકાતી સ્થળ છે. થોળ તળાવ 7 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. આ તળાવમાં સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સહિત 100 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ તમને જોવા મળી શકે છે.
WSON Team
આ કારણથી જ પક્ષીઓ નિરક્ષકો માટે એક આર્દશ સ્થળ કહેવામાં અતિશયોકિત નથી. સારસ, ફલેમિંગો, હંસ, બતક, સ્પુનબિલ્સ, લાંબી ચાંચ ધરાવતાં પેલિકન, શીટીઓ મારતા ટીલ્સ પક્ષીઓ, ઈગ્રેટ નામથી જાણીતા બગલા અને લાંબા પગના ક્રૌંચ પક્ષી અહી સામાન્ય પણે જોવા મળે છે. તાજા પાણીનું આ તળાવ- સરોવરનો કિનારો કાદવથી સભર અને ચોતરફ ગાઢ જંગલી વનસ્પતિઓથી ઘેરાયેલો નજરે પડે છે. ત્રસ્ત અને વ્યસ્ત શહેરી જિવનમાંથી છુટકારો પામવા તેમજ શાંત , સ્વચ્છ, અને પ્રસન્ન પર્યાવરણ વચ્ચે રમમાણ થવા અત્રે નવેમ્બર થી ફેબ્રુઆરીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.  

રામપુરા વન્યપ્રાણી અભયારણ્ય

મોટા મોટા વૃક્ષો સાથેની ભુમી રામપરા વન્યપ્રાણી અભયારણ્ય રાજકોટ જીલ્લામાં રાજકોટ શહેરથી લગભગ 60 કિ.મીના અંતરે આવેલું છે. 15 ચો.કિમી વિસ્તારના અભયારણ્યમાં સસ્તન પ્રાણીઓની 20 પ્રજાતિ અને 130 પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓ અહિ વાસ્તવ્ય કરે છે.
wildstreakofnature.com
સર્વ સામાન્ય અહી વરૂ, શિયાળ, જરખ, સામન્ય શિયાળ, જંગલી સસલા, પક્ષીઓમાં તેતર, ર્કોમન યીફાઉલ, રેતીના હંસ, રિંગ ડોવ ( કંઠે કાળી રિંગ ધરાવતું કબુતર ), મોટા કદનું રાખોડી રંગનું મધુર ભાષી બેબલર પક્ષી, જાંબલી રંગનું સુર્ય સામે જ ઉડતું સનબર્ડ, પીળા રંગનું ગળુ ધરાવતી ચકલીઓ અહીં જોવા મળે છે. રામપુરા આમ તો નાના છોડની વનસ્પતિ ધરાવતો વિસ્તાર છે. જેમાં વચ્ચે વચ્ચે કયાંક ઘાસના વિસ્તારો હોય છે. અને તેમાં નાની ટેકરીઓ જેને આપણે રાફડાઓ કહી શકીએ તેનો સમાવેશ થાય છે. અભયારણ્યનું વૈશિષ્ઠય એ છે કે તેનો વિસ્તાર તુલનાત્મક નાનો હોવા છતાં તેમાં 230 વધુ વનસ્પતિની પ્રજાતિઓ છે. દેશના મોટા કદના લાંબા શિંગડા ધરાવતા હરણ પણ જોવા મળ છે. ઓકટોબર થી માર્ચ દરમ્યાન અભયારણ્યમાં વિહાર કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે.