નળ સરોવર પક્ષી અભયારણ્ય

આ પક્ષી અભયારણ્ય મુળભુત રીતે 360 જેટલા નાના ટાપુઓથી વ્યાપેલું એક તળાવ છે. અમદાવાદથી 64 કિ.મીના અંતરે અને સાણંદ ગામથી નજીકના આ સરોવર ગુજરાતમાં આવેલું સૌથી મોટું ભીની જમીન ( કાદવવાળી ) જમીન પરનું પક્ષી અભયારણ્ય છે. અહિ આપણને 200થી વધારે પક્ષી પ્રજાતિઓ  કે જેઓ અહી વસવાટ કરે છે. તે જોવાનો મોકો મળે છે.
WSON Team
એટલે જ ભારતમાં પક્ષીનિરિક્ષણ કરવા માટેના સ્થળોમાં નળસરોવર પક્ષી અભયારણ્યની ગણના થાય છે. સાઈબેરિયા, યુરોપ, મધ્ય એશિયાથી, શિયાળાની ઠંડીમાં લાંબો પ્રવાસ કરીને આવતા પક્ષીઓ માટે નળસરોવર એક સલામત આશ્ર્નય સ્થળ છે.
WSON Team
નળ સરોવરમાં ઠેર ઠેર ઉગી નીકળેલા ઉંચા ઘાસના વિસ્તારમાં અન્ય નાના પક્ષીઓના કલરવ સાંભળી શકાય છે. નાના કદના, મોટા કદના, ફલેમિંગો પક્ષી, સ્પુનબિલ્સ ટીલ્સ, સારસ, મુરહેન્સ, અને લાંબા પગવાળા બગલા ઉપરાંત જંગલી ગધેડાઓના નાના ઝુંડ, નોળીયા, જંગલી બીલાડી, ભારતીય શિયાળ, વરૂ, જરખ, જેકલ જેવા પ્રાણીઓ અહિ જોવા મળી જાય છે. નવેમ્બરથી એપ્રીલના 6મહિનાનો ગાળો નળસરોવરની મુલાકાત લેવા માટેનો યોગ્ય સમય ગણાય છે.  

કચ્છ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય

ભારતમાં સહુથી નાનું અભ્યારણ્ય તરિકે જેની ગણના કરી શકાય તે કચ્છ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય છે. જે કચ્છ જીલ્લાના નળિયા ખાતે આવેલું છે. આ અભ્યારણ્યના નામ પરથી જણાઈ આવે છે કે અહિ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ખુબ ઝડપી ગતિથી દોડતું પક્ષી જેને સ્થાનિક ભાષામાં ઘોડાર કહે છે. તેનો વિસ્તાર છે. ઈન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓનું ભારતમાં આ બીજું મોટું અભયારણ્ય છે. સૌથી મોટું બસ્ટાર્ડ પક્ષીઓનું પ્રથમ નંબરનું અભયારણ્ય પડોશી રાજય રાજસ્થાનનું ડેઝર્ટ નેશનલ પાર્ક છે. કચ્છના, કચ્છ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય ઈન્ડિયન બસ્ટાર્ડ ( ધોડાર ) પક્ષી સિવાયના પક્ષીઓ જેવા કે હેરિયર્સ, સામાન્ય સારસ, કાળા તેતર, રેતીના મરઘા જેના પગે પીંછા હોય છે. લોકો તેના શિકાર કરી ખાતા હોય છે. કાળા અને રખોડી રંગના ક્રેન્કોલિન તેમ જ વરૂ, જંગલી બીલાડી, જંગલી પાડા અને જરખ જેવા પ્રાણીઓનું વતન છે. આ અભયારણ્યને ઓગ્ષ્ટ અને માર્ચમાં જોવાનો લહાવો લઈ શકાય છે.

પાણિયા અભયારણ્ય

ગીર રાષ્ટ્રિય ઉધાનનો ચૈતન્યથી ભરપુર જો કોઈ વિસ્તાર હોય તો તે છે પાણિયા અભયારણ્ય આછા બદામી રંગના દેખાવડા હરણોનું વતન છે. સામાન્ય પણે આ અભયારણ્ય ચાંચાઈ પાણિયા તરીકે જાણીતું છે અને અમરેલીથી ખુ જ નજીકમાં આવેલું છે.
wildstreakofnature.com
નિ:સંશય કુદરતી મનોરમ્યતા ધરાવતું આ અભયારણ્ય પર્યાવરણિય પ્રવાસન માટેનું મહત્વનું સ્થળ, સિંહ,જરખ,દીપડી,જંગલી બિલાડા,ટપકા ધરાવતા હરણ,ચિંકારા જંગલી ભુંડ, ચાર શીંગડાવાળાહરણ,પેંગોલ્ન તેમ જ જંગલી પાડા, સિવેટ કેટ વિવિધ પ્રાણીઓને મુક્ત પણે રહેવા અને વિહાર કરવાનું સ્વર્ગ છે. ઓકટોબર અને જુન વચ્ચેના સમયમાં પાણિયા અભયારણ્ય મુલાકાત માટેનો યોગ્ય સમય છે.

મિતિયાળા અભયારણ્ય

મિતિયાળા વન્યપ્રાણી અભયારણ્ય ગીર જંગલ રાષ્ટ્રિય ઉધાનથી ખુજ ટુંકા અંતરે આવેલું છે અને ગુજરાતના ગર્વ સમાન છે. આ અભયારણ્ય ઘાસની ભુમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીર રાષ્ટ્રિય ઉધાનના એશિયાના સાવજો ( સિંહો ) માટે મુક્ત મને વિહાર કરવા માટેનું એક આદર્શ સ્થળ હોવાથી સાવજોને આરામ ફરમાવતા પણ જોવાનો મોકો મળે છે.
wildstreakofnature.com
ટપકાવાળા હરણ, જંગલી સુવર,ચાર શિંગડા ધરાવતા હરણ,જંગલી પાડા જેવા પ્રાણીઓ પણ અભયારણ્યમાં જોવાનો મોકો મળે છે. ઉંચા ઉંચા ઘાસ, ખાડા ખબડાથી ભરપુર પર્વતિય કેડીઓ અને અર્ધા સુકાયેલા અને સતત પાનખર અનુભવતા છતાં કુંપળો ફુટેલી જોઈ શકાય તેવા વૃક્ષો આ અભયારણ્યની એક મહત્વની ખાસિયત છે. આવા મનોરમ અભયારણ્યને માણવાનો મોકો નવેમ્બર થી માર્ચ દરમ્યાન લેવા જેવો છે.  

ગાગા વન્યપ્રાણી અભયારણ્ય

ગુજરાતનું આ વન્યપ્રાણી અભયારણ્ય એક સહુથી નાનું અભયારણ્ય ગણાય છે. પણ ગાગા વન્યપ્રાણી અભયારણ્ય સાહસિકતાથી બીલકુલ ઓછું નથી. જામનગર જીલ્લામાં વન્યપ્રાણી ચાહકોને માટે આ અભયારણ્ય કચ્છના અખાતના કિનારે આવેલું છે. લુપ્ત થઈ રહેલા અને દુલર્ભ પ્રાણીઓ પક્ષીઓમાં ભારતના જે કંઈ થોડા સ્થળો છે.
wildstreakofnature.com
તેમાં આ અભયારણ્યમાં હોઉબારા, ખુબ ઝડપથી ઘોડાર નામના  પક્ષીઓ, ભારતીય વરૂઓ અહિં જોવા મળે છે. 332.87 હેકટરમાં પથરાયેલ ગાગા અભયારણ 12 સસ્તન પ્રાણીઓ સરિસૃપોની 8 પ્રજાતિઓ અને 88 જેટવી વિવિધ પક્ષીઓની પ્રજાતિઓનું મુળ વતન છે. સર્વ સામાન્ય પણે અહીં વસતા પ્રાણીઓમાં વરૂઓ, શિયાળ,મુંગુસ,જંગલી બીલાડીઓ  અને બ્લુ બુલ ( જંગલી પાડાઓ )જયારે પક્ષીઓમાં પેલીકન્સ  લાંબી ચાંચ ધરાવતા જળચર પક્ષી, ટપકા ધરાવતા બતકો, ફલેમિંગો, અને મોટા કદના સારસ પણ અહી જોવા મળે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રંગબેરંગી પતંગિયાઓ, મધમાંખીઓ, ફુદકાઓ (ફુદા),કરોળિયાઓ ઉધઈ અને ડંખ મારતી ભમરીઓ પણ જોવા મળી શકે છે. ગાગા અભયારણ્યને નજર અને પગતળેથી વિહરવાનો ઉત્તમ સમય ઓકટોબર અને માર્ચ વચ્ચેનો છે.