સૌરાષ્ટ્રના મહાત્મા ગાંધીજીના જન્મસ્થળથી પ્રસિધ્ધ પોરૂંદરથી 15 કિ.મીના અંતરે આ અભયારણ્ય તેના ગાઢ જંગલો, વિશાળ વૃક્ષો, વનસ્પતિ,નાના કદની ઔષધિય વનસ્પતિઓથી સારી રીતે પ્રસિધ્ધ છે. 192 ચો.કિમી વિસ્તારમાં વ્યાપેલું અભયારણ્ય દુર્લભ વનસ્પતિ અને વૃક્ષો માટે ખરેખર એક અભય સ્થાન છે.
wildstreakofnature.com
જે વનસ્પતિઓ ઔષધિય ગુણર્ધમો ધરાવે છે. એટલું જ નહિ ટપકાવાળી સમડીઓ, કલગી ધરાવતી મોટા કદની સમડીઓ સહિત દિપડાઓ, જરખ, જંગલી ભુંડ કે સુવર, વરૂઓ, શિયાળ, બ્લું બુલ ( જંગલી પાડા )ઓનું આ વતન એશિયન સિંહોના બીજો મોટો વિસ્તાર માનવામાં આવે છે. આ અભયારણ્ય ગુજરાતની વિચરતી જાતિઓ-માલધારી,ભરવાડ,રબારી,અને ગઢવીઓનું આશ્ર્યસ્થાન નહિ પણ તેમનું મુળ વતન છે. બરડા ડુંગર અભયારણ્યની મુલાકાતનો આનંદ મેળવવા, કુદરતના સાંનિધ્યને પામવા અને જીવનમાં જાણ્યાં કરતાં જોવાની તક નવેમ્બર થી જુનના મધ્યસુધી એટલે કે ચોમાસુ બેસે તે પહેલાં લેવાનું આયોજન કરવું જોઈએ.
6 ચો. કિ.મીનો વિસ્તાર ધરાવતું ખિજડિયા ગુજરાતના સર્વોત્તમ પક્ષી અભયારણ્ય માંથી એક પક્ષી અભયારણ્ય છે. આટલા અલ્પ વિસ્તારમાં તમને પક્ષાઓની 300 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળશે. એટલે જ આ અભયારણ્ય ભારતમાં તેના જેવા પ્રકારનું એક સર્વોત્તમ અભયારણ્ય તરિકે જાણીતું છે. તેમ છતાં આ એક જ મુદ્દો નથી કે જે તેને અનોખુ તારવે છે. તે જામનગર પાસેના સમુદ્ર કિનારે આવેલું છે.
આ અભયારણ્યમાં સમુદ્ર નિવાસી પક્ષીઓ, તાજા પાણી-વહેતા પાણી નિવાસી પક્ષીઓ,કાદવ-કીચડનું ભુપુષ્ઠ,મેનગ્રોવર્સ,જીવસૃષ્ટિ રહિત વિસ્તાર, મિઠાના ચાગર,ખુલ્લામાં સુકા કાદવના ઢેફાં, બે ભરતી દરમ્યાન બનેલા કાદવના ઢગલાં, ક્રીકસ અને વામણી વનસ્પતિઓ, રેતાળ કિનારા આ અભયારણ્યને આચ્છાદે છે. લાંબી ચાંચ ધરાવતા જળચર પક્ષી-પેલિકન્સ,ચમચા જેવી પહોળી ચાચ ધરાવતા સ્પુનબિલ્સ નામના પક્ષીઓ, પાણી પર ચકરાવો મારતા અને પાણીના માછલી જેવા જળચરનો શિકાર કરતાં પક્ષીઓ- સ્કિમર્સ, માથા પર મોટી કલગીથી શોભતા ગ્રીબ પક્ષીઓ તેમ નાના કદના કલગી સાથેના પક્ષીઓ જાંબલી રંગીન મુરહેન નામની જળકુકડી બતક, કાળી જળકુકડી, અતિ ખાનારું ( સતત શિકાર કરવા માટે ભટકતું ), કદમાં મોટું દરિયાઈ પક્ષી, લાંબા પગપાળું બગલા જેવું પક્ષી જેને આપણે ક્રૌચ નામથી ઓળખીએ છીએ,
એક પ્રકારનો બગલો, સારસ, આઈબીએસ, મોટી પાંખો ધરાવતા દરિયાઈ પક્ષી જેકેનાસ,ફલેમિંગો અને એકદમ ગતિથી ચકરાવો મારતા ડાર્ટર પક્ષીઓ, અભયારણ્યમાં જોવાનો અને તે પણ એક સ્થળે અને સમયે જોવાનો આનંદ અવર્ણનિયની કક્ષાનો ગણી શકાય આ ઉપરાંત જંગલી બિલાડી, લુચ્ચું શિયાળ, બ્લ્યુ બુલ,નોળિયાની વસ્તી પણ અહિ જોવા મળે છે. આ અભયારણ્ય વૈવિધ્યતાથી ભરપુર વન્ય પ્રાણીઓથી ભરપુર છે. આ બધાને માણવાનો, જીવનમાં કંઈક મેળવવાનો આનંદ અને લહાવો લેવો હોય તો ઓકટોબર અને માર્ચ વચ્ચેનો સમય બધી રીતે અનુકુળ છે.
આ અભયારણ્ય ગુજરાતની વન્ય પ્રાણીસુષ્ટિના વિવિધ પાસાઓથી ભરપુર છે. આ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય રાજકોટ જીલ્લાના જસદણ ( એક વખતનું રજવાડુ )થી ફકત 10 કિ.મીના અંતરે આવ્યું છે.
wildstreakofnature.com
તે ઓક નાનું પણ મહત્વ ધરાવતું અભયારણ્ય છે. જયાં વન્યપ્રાણીઓની જાળવણી અંગેની જાગૃતિ લાવવા અંગેની છાવણી કરવા લાયક છે. અહિ ચિંકારા,દીપડા,ઉડના શિયાળ,તપખીરીયા રંગની ટપકાવાળી બિલાડી અને વરૂ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત 230 થી વધુ પ્રકારના પક્ષીઓનું આશ્ર્યસ્થાન છે. આ સિવાય અહી સાપોની 19 પ્રજાતિઓ પણ વસવાટ કરે છે. આપના બાળકોને આ અભયારણ્યની મુલાકાત કરાવવા માટેનું એક આદર્શ ગણી શકાય કારણ કે અહિ આનંદ અને રોમાંચકતા સાથે વન્યપ્રાણીજીવન અંગેનું વિશાળ જ્ઞાન મળે છે. અભયારણ્યની મુલાકાતે જવા શ્રેષ્ઠ સમયગાળો જુલાઈથી ફેબ્રુઆરીનો છે.
દેશમાં એશિયન સિંહોનું સ્વર્ગ ગીર નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. અહિ એશિયાના સિંહોની વસતી પુરતા પ્રમાણમાં હોવાથી ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરિકે નામના મળી છે. તેના કારણે ગુજરાત પ્રવાસનને પણ વેગ મળ્યો છે. તેમ છતાં જો આપણે આ મોટા બિલાડાઓ પ્રત્યે દુર્લક્ષ કરીશું તો આપણને સંપુર્ણ ભારતમાં કયાંય સિંહોનું અભયારણ્ય જોવા મળશે નહિ.
આ અભયારણ્ય સરિસૃપો, કાટના રંગની ટપકા ધરાવતી બિલાડી,નોળીયા,પેંગોલિન સ્વર્ગના પતંગિયા પકડનાર પક્ષીઓ તેમ જ પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓનું વતન આશ્રયસ્થાન છે. દેશના અત્યંત રમણિય રાષ્ટ્રિય ઉધાનોમાનું એક ઉધાન છે. તેમાં રમણિય ભુપ્રદેશ વિશાળ ખડકોથી સભર ,છુટી છવાઈ પર્વતમાળા, પર્વતો પર આવેલા સપાટ મેદાનો તેમ જ ઉંડી ખીણો આવેલી છે.
WSON Team
એશિયાટીક નરની ઉંચાઈ 260થી 270 સે.મી અને માદાની ૨૪૦થી ૨૬૦ સે.મી જેટલી હોય છે. જયારે નરનું વજન 150છી 170 કિલોગ્રામ જેટલું અને માદાનું 110થી 130 કિલોગ્રામ જેટલું હોય છે. નરસિંહ સામાન્ય રીતે ચાર વર્ષે પુખ્ત થાય છે. જયારે માદા સાડાત્રણ વર્ષે પુખ્ત થાય છે. માદાસિંહનો ગર્ભકાળ 105થી 110 દિવસ જેયલો હોય છે. સરેરાશ બે થી ચાર બચ્ચાને જન્મ આપે છે.
સામાન્ય રીતે સિંહ જયારે જગંલમાં રહેતા હોય ત્યારે તેમનું આયુષ્ય 12થી 15 વર્ષનું હોય છે. બંધનાવસ્થામાં સિંહનું આયુષ્ય 15-20 વર્ષ જેટલું હોય છે. અપવાદરૂપ કિસ્સામાં 25 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવ્યાનું નોંધાયું છે. દેખાવે રતાશ પડતા ભુખરા રંગના આ પ્રાણીના માથાનો આગળનો ભાગ ભારે અને શરીરના પાછળનો ભાગ પાતળો હોય છે. તેમ જ કાન નાના હોય છે. નર સિંહને તેના ગળા પર ભરાવદાર વાળની કેશવાળી પણ જોવા મળે છે. સોરઠનો સાવજ સમગ્ર ગુજરાત, ભારત તથા સમગ્ર એશીયા ખંડની શાન છે. આ રમણિય રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત ડિસેમ્બરથી જુનના મધ્યસુધી લેવાનો ઉત્તમ સમય છે.
મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લામાં એક સમયે રાજવી રજવાડું જાબુંઘોડાનો વિસ્તાર હવે વન્ય વનસ્પતિસૃષ્ટિ અને વન્યપ્રાણીઓથી ભરપુર અભયારણ્ય છે. જાબુંઘોડા અભયારણ્ય 130.38 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. ( થોડો ભાગ વડોદરા જીલ્લામાં પણ છે.) જાબુંઘોડાને 7 ઓગષ્ટ 1989માં આરક્ષિત જાહેર કર્યા બાદ સને 1990 માં ગુજરાત વનવિભાગ દ્વારા જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
જાબુંઘોડા અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો મુખ્યત્વે આદિવાસી છે. જાબુંઘોડા અભયારણ્યમાં ચિત્તા સિવાય રિંછ, જરખ,શિયાળ,મગર,કોબ્રાનાગ,અજગર,દરજીડો પક્ષી,સુવર્ણ મૃગ, જળ કુકડી,અને બતકોની સંખ્યા(વસ્તી), ઘોરખોદિયું, ચૌશીંગા, નીલગાય, જંગલી ભુંડ, વિવિધ પ્રકારના ચામડચીડીયા, જેવા સસ્તન વર્ગના પ્રાણીઓ પણ સારા પ્રમાણમાં છે.
WSON Team
ભુ-પ્રદેશની વાત કરીએ તો તે બે વીભાગમાં છે. એક ટારગોળ અને બીજો કડા તરિકે ઓળખાય છે. જે અહિનું આકર્ષણ છે. ઉંચી નીચી મોંજાની જેવી હરિયાળી ધરાવતી ટેકરીઓ અને ગાંઢ જેગલો કડાના દેખાવને અત્યંત આકર્ષક બનાવે છે.વન સંપદાની દ્રષ્ટિએ સુકા પાનખર અને મિશ્ર પ્રકારનું આ જંગલ છે.
આ વિસ્તાર જેમાં 70 ટકા ઘટાદાર, 30 ટકા મધ્યમ અને 10 ટકા પાંખા જંગલ આવેલા છે. વનસ્પતિઓમાં અહિયા મુખ્યત્વે મહુડો, સાગ, કડાયો, દુધલો, ટીમરૂ, ખેર, સાસમ, સાદડ, બોર, ઘાવડો, બીલી અને વાંસ મુખ્યત્વે જોવા મળે છે. રહેવા અને કેમ્પ કરવા માટે કડા એક આદર્શ સ્થળ છે. વનખાતા દ્વારા ત્યાં મોટી સંખ્યામાં નાના નિવાસો બનાવવામાં આવ્યા છે. જાંબુઘોડા અભયારણ્યની મુલાકાતે જવાનો યોગ્ય સમય જુલાઈથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.