અમરેલીના આંબરડીમાં લાયન સફારી પાર્કનુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું ઉદઘાટન

અમરેલી જિલ્લા ના ધારીના આંબરડી સફારી પાર્કનુ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિધિવત ઉધઘાટન કર્યું હતું અને સફરીપાર્કની મુલાકાત લઈને ત્રણ સિંહોને સફારીપાર્કમાં ખુલ્લા મુકીને ભારતનું સૌથી પ્રથમ ૧૦૦ એકરથી વધુ  સફારીપાર્ક અંગે વિસ્તૃત માહિતી મુખ્યમંત્રીએ આપેલી હતી. અમરેલી જીલ્લાના આંગણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ ૨૦૧૪ થી તૈયાર પડેલ ધારીનું આંબરડી સફારીપાર્ક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ખુલ્લું મુક્યું હતું. વિધિવત રીબીન કાપીને પૂજા પાઠ કરીને સફારીપાર્ક મુખ્યમંત્રીએ ખુલ્લો મુક્યો હતો. જયારે સફરીપાર્કમાં મુખ્યમંત્રી સહીત વનમંત્રી ગણપત વસાવા સાથે ભાજપના નેતાઓએ સિંહોના દર્શન કાર્ય હતા મુખ્યમંત્રીએ રૂપાણી એ પાંજરા માં કેદ ત્રણ સિંહોને ખુલ્લા મુકીને સિંહ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રૂપાણી એ જણાવ્યું કે સફારી પાર્ક ના ઉધઘાટન બાદ આ વિસ્તારમાં મોટા પાયે લોકો ને રોજગારી મળશે.૧૦૦ એકરમાં ફેલાયેલ સફારીપાર્ક આખા ભારતભર નો સૌથી મોટો વન્ય પ્રાણીઓ માટેનો પાર્ક છે સાથે ધારીમાં આવેલ હાઇસ્કુલ નું લોકાર્પણ કરીને મુખ્યમંત્રી રુપાણીએ ઉપસ્થિત જનમેદની સંબોધીને અમરેલી જિલ્લાને નવી રોજગારી ની તકો ઉભી થવાથી વિકાસ વધવાની મુખ્યમંત્રીએ વાત કરી હતી.  

સૌથી ઝેરી સાપ બદલી રહ્યો છે પોતાનો રંગ, જાણો કેમ ?

વીર નર્મદ દક્ષિણ યુનિવર્સીટીના બાયો-સાયન્સ વિભાગના પ્રોફેસર ડો, એસ.કે.ટાંક અને પીએચડીના વિદ્યાર્થી હર્ષિલ પટેલે પોતાના રિસર્ચના માધ્યમથી દાવો કર્યો છે કે, મૌસમમાં થઈ રહેલા ફેરફારથી રસેલ્સ વાઈપર સાપ રંગ બદલી રહ્યો છે. ડો.એસ,કે ટાંક અને હર્ષિલ પટેલ દ્વારા કરાયેલી શોધ ખરેખર ચોકાવનારી છે. વિશ્ર્વમાં સૌથી વધુ ઘાતક અને ઝેરીલા રસેલ્સ વાઈપર જે સાપની એક પ્રજાતિ છે. તેઓએ એક સંશોધન કર્યું છે. આ સંશોધનમાં તેઓએ જણાવ્યું છે કે, વાતાવરણમાં પ્રદુષણ વધવાના કારણે તાપમાનમાં પણ સતત પરિવર્તન જોવા મળ રહ્યું છે. જેના કારણે રસેલ્સ વાઈપરની ચામડી ઉપર તેની અસર થઈ રહી છે. પ્રદુષણના લીધે સતત વાતાવરણમાં થઈ રહેલા પરિવર્તનને લીધે રસેલ્સ વાઈપરના જિન્સ પર પણ તેની અસર પડી રહી છે. જેના લીધે રસેલ્સ વાઈપરની આવનારી પેઢીનો રંગ પણ બદલાઈ જશે તેવું સંશોધનકારો માની રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં કરાયેલા આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, રસેલ્સ વાઈપરના રંગ બદલવાથી હાલ તેને ઓળખવામાં પણ મુશ્કેલીઓ થઈ રહી છે. આ સાપને ઓળખી ન શકવાને કારણે ડાંગ, આહવા, જેવા જીલ્લાઓમાં આશરે 60 થી વધુ લોકો તેનો શિકાર થઈ રહ્યા છે. આ અગાઉ આદિવાસી વિસ્તારમાં રસેલ્સ વાઈપર ડંખ મારે ત્યારે લોકો તેને ઓળખી જતા હતા અને તરત જ તેનો ઈલાજ પણ કરી લેતા. પરંતુ રંગ બદલવાના કારણો લોકો હાલ તોને ઓળખી શકતા નથી. જયારે આ રસેલ્સ વાઈપર તેઓને કરડે છે. ત્યારે લોહીની ગાંઠ બની જાય છે. અને જો 20 મિનીટમાં ઈલાજ ન મળે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. આ અંગે ડો, એસ.કે. ટાંકે જણાવ્યું હતું કે મૌસમમાં થઈ રહેલા પરિવર્તનના કારણે સાપોમાં ઝેરનું પ્રમાણ વધી રહ્યું છે અને આ રીતના મૌસમમાં બદલાવ થતો રહ્યો તો રસેલ્સ વાઈપર સાપની પ્રજાતિ લુપ્ત થઈ શકે છે. આ સાપ ઉંદર ખાય છે. જેથી ખેતીના પાકને નુકશાન નથી થતું જો સાપ લુપ્ત થશે તો ખેડુતોની પરિસ્થિતી પર પણ તેની ગંભિર અસરો થઈ શકે છે.

CM વિજય રૂપાણીએ ગુજરાતના આંબરડીમાં નવા સિંહ સફારી પાર્કનું ઉદ્ઘાટન કર્યું

અમરેલી જિલ્લા ના ધારીના આંબરડી સફારી પાર્કનુ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિધિવત ઉધઘાટન કર્યું હતું અને સફરીપાર્કની મુલાકાત લઈને ત્રણ સિંહોને સફારીપાર્કમાં ખુલ્લા મુકીને ભારતનું સૌથી પ્રથમ ૧૦૦ એકરથી વધુ  સફારીપાર્ક અંગે વિસ્તૃત માહિતી મુખ્યમંત્રીએ આપેલી હતી. અમરેલી જીલ્લાના આંગણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ ૨૦૧૪ થી તૈયાર પડેલ ધારીનું આંબરડી સફારીપાર્ક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ખુલ્લું મુક્યું હતું. વિધિવત રીબીન કાપીને પૂજા પાઠ કરીને સફારીપાર્ક મુખ્યમંત્રીએ ખુલ્લો મુક્યો હતો. જયારે સફરીપાર્કમાં મુખ્યમંત્રી સહીત વનમંત્રી ગણપત વસાવા સાથે ભાજપના નેતાઓએ સિંહોના દર્શન કાર્ય હતા મુખ્યમંત્રીએ રૂપાણી એ પાંજરા માં કેદ ત્રણ સિંહોને ખુલ્લા મુકીને સિંહ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રૂપાણી એ જણાવ્યું કે સફારી પાર્ક ના ઉધઘાટન બાદ આ વિસ્તારમાં મોટા પાયે લોકો ને રોજગારી મળશે.૧૦૦ એકરમાં ફેલાયેલ સફારીપાર્ક આખા ભારતભર નો સૌથી મોટો વન્ય પ્રાણીઓ માટેનો પાર્ક છે સાથે ધારીમાં આવેલ હાઇસ્કુલ નું લોકાર્પણ કરીને મુખ્યમંત્રી રુપાણીએ ઉપસ્થિત જનમેદની સંબોધીને અમરેલી જિલ્લાને નવી રોજગારી ની તકો ઉભી થવાથી વિકાસ વધવાની મુખ્યમંત્રીએ વાત કરી હતી.  

દેશનું સૌથી મોટુ ઘોરાડ અભ્યારણ કચ્છના નલિયામાં બનશે

નલિયાના ઘાસિયા મેદાનોમાં રહેતા ઘોરાડ પક્ષી માટે ઘોરાડ અભ્યારણ માટે ગુજરાત સરકારે ૩ હજાર હેકટર જમીન વન ખાતાને આપી છે. જેના બાદ ઘોરાડ અભ્યારણ્ય દેશનું સૌથી મોટુ અભ્યારણ્ય બનશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે રાજ્ય સરકારની આ યોજના છે. હવે દેશનું સૌથી મોટું ઘોરાડ અભ્યારણ્ય નલિયામાં બનશે. કચ્છના નલિયામાં ઘોરાડ પક્ષી મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેથી વન ખાતુ મોટું અભ્યારણ્ય બનાવશે. ટૂક સમયમાં જ વનવિભાગ આ અંગેની કાર્યવાહી શરૂ કરશે. નલિયા ઘોરાડ અભ્યારણ્યમાં હાલ ૩૦ જેટલા જ ઘોરાડ બચ્યા છે તેવું સૂત્રોનું કહેવું છે. સ્વભાવે શાંત એવું આ પક્ષી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ કર્ણાટક રાજ્યમાં આ પક્ષી જોવા મળે છે. આ પક્ષીનું કદ ઊંચું, પેટનો ભાગ ધોળો, ડોક લાંબી અને નહોર તેમ જ પગ મોર જેવા હોય છે. પુખ્ત વયના પક્ષીનું વજન ૮-૧૪ કિલોગ્રામ જેટલું હોય છે, જેમાં માદાનું વજન ઓછું, જ્યારે નરનું વજન વધારે હોય છે. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય, ૨૦૦૯ના વન્ય જીવોના આવાસના સુગ્રિથત વિકાસ હેઠળના પુનઃપ્રાપ્તિ કાર્યક્રમ માટેની એક પ્રજાતિ તરીકે ઘોરાડની ગણના કરવામાં આવી છે. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે ૨૦૧૧ના ઘોરાડ પુનઃ પ્રાપ્તિ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શિકા પુરી પાડી છે.  

નર્મદા જીલ્લાના તિલકવાડા પાસે ટાઈગર સફારી બનશે

નર્મદા જીલ્લો એક પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેને દેશ ભરમાં પોતાનું સ્થાન ઉંચુ કર્યુ છે. જેમાં ખાસ કરીને નર્મદા જીલ્લામાં આવેલી વિશ્ર્નની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટનો પ્રોજેકટ રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે નર્મદા ડેમ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સ્થાન ધરાવે છે. ત્યારે આ જીલ્લામાં નવું એક પ્રવાસીઓને આકર્ષવા માટે નવું પીછું ઉમેરાઈ રહ્યું છે. જેમાં વિશ્ર્વના પ્રવાસીઓને આકર્ષવા માટે રાજય સરકારે વન વિભાગ દ્વારા નર્મદા જીલ્લાના જંગલ વિસ્તારમાં અંદાજે રૂપિયા ૮ કરોડના ખર્ચે ટાઈગર સફારીનું નિર્માણ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના વજેરીયા પાસે આવેલા કુકરેજ ગામે જંગલ વિસ્તારમાં ટાઈગર સફારી પાર્ક માટે સ્થળની પંસદગી કરવામાં આવી છે. આ જગ્યા વાઘ માટે અનુકુળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મળતી માહીતી પ્રમાણે વનમંત્રી શબ્દશરણ તડવીએ પણ આ સ્થળનું નિરિક્ષણ કર્યું હતું. આ સ્થળ માટે ગુજરાત સરકારે વન વિભાગને રૂપિયા ૨ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે.  સ્થળ પર બનાવવામાં આવનાર ટાઈગર સફારી  પાર્ક માટે ૪૦ હેકટર જમીનની પસંદગી કરવામાં આવી છે.  જોકે આ ટાઈગર સફારી પાર્ક નિર્માણ પાછળ રૂપિયા ૭ થી ૮ કરોડ ખર્ચ થનાર છે. હાલતો આ ટાઈગર સફારી પ્રોજેકટ માટે ઈટેન્ડરિંગ ચાલું છે. ગુજરાત વન વિભાગને રૂપિયા ૨ કરોડની પણ ફાળવણી કરવામાં આવી છે. જોકે આ ટાઈગર સફારી પાર્કના નિર્માણથી ગુજરાતમાં બહારથી આવતા અને રાજયના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. જોકે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે નર્મદા ડેમ અને ટાઈગર સફારી પાર્કની પ્રવાસીઓ મજા માણી શકશે. જોકે કેન્દ્રીય વન વિભાગ તરફથી મંજુરી મળ્યાં બાદ સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મદદથી વાઘને લાવવામાં આવશે. શરૂઆતમાં ૪૦ હેકટર પાર્કમાં ૭ જેટલા વાઘ લાવવામાં આવશે. જેમાં ૪ જેટલા વાઘના બચ્ચાને લાવવામાં આવશે. જોકે  આવનારા સમયમાં બનનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટાઈગર સફારી પાર્ક અને નર્મદા ડેમની મુલાકાતથી પ્રવાસીઓને રોમાચંક અનુભુતિ ચોક્કસ થશે.