ભારતનાં સૌથી વિશાળ એવા ધારી અંબારડી સફારી પાર્ક વધુ ત્રણ સાવજનું આગમન થતાં પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે. આ સફારી પાર્કને હજુ બન્યા તેને એક વર્ષ પણ પુરૂ નથી થયું ત્યારે આ પાર્કે દેશ-વિદેશના સહેલાણીઓમાં આકર્ષણ જગાવ્યું છે.

ધારીના આંબરડી સફારી પાર્કમાં વધુ 3 સિંહોનું આગમન થતા હર્ષ જોવા મળી રહ્યાો છે. અહી પાર્કમાં બે માદા, એક નર સિંહને સફારી પાર્ક ખાતે લાવવામાં આવ્યા છે. ધારી ગીર પૂર્વના સીડીએફઓ ટી.કરૂપ્પા સ્વામી તેમજ સરસીયા રેન્જના આરએફઓ ઓડેદરાના જણાવ્યા અનુસાર આ નવા સિંહોને વાઈલ્ડલાઈફના નિયમો અનુસાર ત્રણેય સિંહોને સારવાર અને વાતાવરણમાં સ્થિર થવા માટે ખુલ્લા મુકાશે.

wildstreakofnature.com

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આ પાર્કમાં ત્રણ સિંહો હતા તેમજ વધુ ત્રણ સિંહો આવતા કુલ 6 સિંહો થયા છે. તેમજ વધુ હજુ બે સિંહો ટૂંક સમયમાં આવશે. હાલ વેકેશનનો માહોલ હોય પ્રવાસીઓનો પ્રવાહ સતત સફારી પાર્કમાં જોવા મળી રહ્યાો છે. આ સફારી પાર્કનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યું હતું.

અમરેલી જિલ્લા ના ધારીના આંબરડી સફારી પાર્કનુ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિધિવત ઉધઘાટન કર્યું હતું અને સફરીપાર્કની મુલાકાત લઈને ત્રણ સિંહોને સફારીપાર્કમાં ખુલ્લા મુકીને ભારતનું સૌથી પ્રથમ 100 એકરથી વધુ  સફારીપાર્ક અંગે વિસ્તૃત માહિતી મુખ્યમંત્રીએ આપેલી હતી.

અમરેલી જીલ્લાના આંગણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ 2014 થી તૈયાર પડેલ ધારીનું આંબરડી સફારીપાર્ક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ખુલ્લું મુક્યું હતું