ગુજરાતના બનાસકાંઠાના આંગણે લાખો વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન
હકીકતે વાઘ આવ્યો રે વાઘ..!
વડોદરાથી 60 કિ.મી દુર ડેડીયાપાડા પાસે બીગ કેટ ( Big Cat ) અચાનક રસ્તા પર આવી ચઢી,
ગુજરાતના ડેડીયાપાડા વિસ્તારના જંગલમાં વાઘ જોવા મળ્યો છે. આ વાત ચોક્કસ નવાઈ પમાડે તેવી છે. પણ હા આ વાત સાચી છે. ગુજરાતના ડેડીયાપાડાના જંગલ વિસ્તારમાં વાઘે પગ પેસારો કર્યો છે. નિષ્ણાંત જાણકારોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લે વર્ષ 1965-70માં વાઘ જોવા મળ્યો હતા. ત્યારબાદ ગુજરાતની જમીન પર કયારેય વાઘે દેખા દીધી નથી. મળતી માહિતી પ્રમાણે ડેડીયાપાડા વિસ્તારમાં આવેલા રસેલા ગામના નરેન્દ્રસિંહ જાદવ પોતાની જીપ લઈને પોઈચા તરફના રસ્તા પર પસાર થતા હતા તે સમયે શુક્રવારની રાત્રીના સમયે જેતલપુર અને ભીલવાડા વચ્ચેના રોડ પર આ વાઘ જોવા મળ્યો હતો. રસ્તા વચ્ચે જ આવી જતા જીપની હેડ લાઈટમાં વાઘ દેખાતા તેની તસ્વીર કેદ કરી હતી. જોકે જોત જોતામાં વાઘ રસ્તો ક્રોસ કરીને ખેતરમાં જતો રહ્યો હતો. જોકે સ્થાનિકોમાં આ દિપડો હોય તેવું માની રહ્યા છે. કેમકે આ વિસ્તારમાં દિપડો છેલ્લા ઘણા સમયથી આતંક મચાવી રહ્યો છે. તેથી લોકો આને દિપડો જ માની રહ્યા છે. પરંતું જે રીતે તસ્વીર સામે આવી છે તે જોતા સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કે વાઘ ગુજરાતની ઘરતીનો મહેમાન બન્યો છે. જોકે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના ડેડીયાપાડા વિસ્તારમાં જો વાઘ જોવા મળ્યો હોય તો તેને મોટી ઘટના માની રહ્યા છે. કેમકે નિષ્ણાતોના મત પ્રમાણે ગુજરાત નજીક મહારાષ્ટ્રના જંગલો માંથી કદાચ ફરતા ફરતા ડેડીયાપાડાના જંગલોમાં આવી પહોચ્યો હોય. મહત્વપુર્ણ વાત એ છે કે ગુજરાતમાં દક્ષિણ ભારતના વાંસદાનાં જંગલોમાં વર્ષ 1947-50માં પાંચથી વધુ વાઘો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ આ જ જંગલોમાં છેલ્લે વર્ષ 1965-70ના સમય ગાળામાં વાઘ જોવા મળ્યો હતો. જોકે આટલા લાંબા સમયબાદ ગુજરાતની ધરતી પર વાઘ જોવા મળ્યોએ ખરેખર એક મોટી ઘટના ગણાવી શકાય. જોકે વાસંદા પછી આહવા પાસેના મહાલના જંગલોમાં વર્ષ 1990માં એક વાઘ દેખાયો હોવાનું સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે.વડોદરા : વન વર્તુળે પ્રવાસન નિગમના સહયોગથી કેવડી અને કલેશ્વરી ખાતે બે નવીન ઇકો કેમ્પ સાઇટસ વિકસાવી
વન કેડીઓ પક્ષીઓ વન્યજીવો પતંગીયાના જાણકાર પ્રશિક્ષિત ગાઇડસ પ્રકૃતિ શિક્ષણ આપશે
પ્રકૃતિ અને પર્યાવરણના માથે તોળાતુ જોખમ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. પ્રકૃતિ અને પર્યાવરણના મહત્વ પ્રત્યે સજાગ અને દિલી લગાવ ધરાવતી ભાવિપેઢીનું ઘડતર એ પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણનો એક આશાસ્પદ ઉપાય છે. તેને અનુલક્ષીને પ્રકૃતિ શિક્ષણથી પ્રકૃતિના રક્ષણની વ્યૂહરચનાને અનુસરીને વડોદરા વન વર્તુળ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કેવડી અને મહિસાગર જિલ્લાના ઇતિહાસધામ કલેશ્વરી ખાતે બે નવીન ઇકો કેમ્પ સાઇટસ વિકસાવવામાં આવી છે. કેવડી કેમ્પ સાઇટ વડોદરાથી ૧૧૫ કિ.મી.ના અને કલેશ્વરી કેમ્પ સાઇટ ૧૫૩ કિ.મી.ના અંતરે આવેલી છે અને પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજતી શૈક્ષણિક અને પર્યાવરણ સંરક્ષક સંસ્થાઓ અને પ્રકૃતિ પરિભ્રમણના ચાહકોએ બંને નવીન સરનામા નોંધી લેવા જેવા છે.

છોટાઉદેપુર : રતનપુર ગામે બાળ દિપડો પાંજરે પુરાયો
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર નજીક આવેલા રતનપૂર ગામ પાસે આવેલ એક હોટેલ ના પાછળ ના ભાગ માં એક બાળ દીપડો નજરે પડતાં લોકો માં કુતૂહલ સાથે ભય વ્યાપી ગયો હતો . જેને જોવા માટે લોકો ના ટોળાં ઉમટી પડ્યા હતા વન વિભાગ ને જાણ થતા વનવિભાગ ના કર્મચારી પાંજરું અને જાળ લઈ ઘટના સ્થળ પહોચ્યા હતા , લોકોના ટોળા અને ઘોંઘાટ સાંભળી બાળ દીપડો ગભરાઈને આમ તેમ દોડવા લાગ્યો હતો, લોકટોળાના અંકુશ માટે પોલીસ ને બોલાવવાની ફરજ પડી હતી, જોકે મોડી સાજેદીપડો હોટેલ ની પાછળ આવેલા વાડા ના ભાગ માં કે જ્યાં લાકડા મૂકવા માં આવ્યા હતા. તેની નીચે સંતાઈને બેસી ગયું હતું .

વનવિભાગના કર્મચારીઓએ મોડીરાત્રે સ્થાનીક રેસક્યું ટીમ ની મદદ લઈ જાળ નાખી દીપડા ને પકડી પાડી પાંજરે પુરવામા સફળતા મેળી હતી, વન વિભાગના રેંજ ફોરેસ્ટ અધિકારીના ના જણાવ્યા મુજબ પાંજરે પુરાયા બાદ નીરીક્ષણ કરતા 2 થી 3 વર્ષની વયની બાળ દીપડી હોવાનુ જણાયું હતું..અને હાલ તેને ડુંગરવાંટ ખાતે રાકહવામા આવેલ છે જ્યા વેટનરી તબીબ દ્વારા તેના સ્વાસ્થ્ય નુ નીરીક્ષણ કરી જો તે સ્વસ્થ હશે તો તેને જંગલમા જઈ છોડી મુકવામા આવશે અને જો બિમાર જણાશે તો તેની સારવાર પુરી થાય ત્યા સુધી તેને રાખવામા આવશે.
ગીર એજ્યુકેશન ટુર : કુદરતને માણવાની સાથે શિક્ષણ ની અનોખી પહેલ


