ભારતમાં આ દુર્લભ જાતિની બિલાડી મોટા ભાગે દક્ષિણ ભારત, પશ્ચિમ ઘાટ તથા કશ્મીરના કેટલાંક ભાગોના જંગલોમાં જોવા મળે છે.
સાબરકાંઠા જિલ્લાથી લઇ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી વાર ઈડરીયા ગઢ પર શિડ્યુલ -1માં આવતી રસ્ટી સ્પોટેડ કેટ જોવા મળી છે. ભારતમાં આ દુર્લભ જાતિની બિલાડી મોટા ભાગે દક્ષિણ ભારત, પશ્ચિમ ઘાટ તથા કશ્મીરના કેટલાંક ભાગોના જંગલોમાં જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં ડાંગ, ગિર અને છોટાઉદેપુરના જંગલમાં ક્યારેક જોવા મળે છે.
Social Media
મળતી માહિતી મુજબ મિશન ગ્રીન ઈડર ટીમના સભ્યો થોડા દિવસ અગાઉ ઈડરીયા ગઢ ઉપર વાવેલ વૃક્ષોને પાણી પીવડાવી પરત ફરી રહ્યા હતાં ત્યારે દુરથી દીપડા જેવું જનાવર જણાતા ટીમના હિરેન પંચાલે તસવીર લેતા આ એક દુર્લભ પ્રજાતિની રસ્ટી સ્પોટેડ કેટ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ અંગેની જાણકારી સાબરકાંઠા જિલ્લાના વન અધિકારીને આપવામાં આવી છે તેઓએ આવી દુર્લભ જાતિની બિલાડીની કેટલી સંખ્યા આ વિસ્તારમાં આવેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
વન વિભાગ એક તરફ વાવાઝોડા વખતે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ સલામત હોવાનો અને વનવિભાગ તેના પર સતત નજર રાખી રહ્યું હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ વિસાવદરના વેકરિયા ગામે 1 સિંહણ અને 4 કાળિયારના મૃતદેહ મળી આવતા વન વિભાગના તમામ દાવા પોકળ સાબિત થયા છે. અને પોતાની બેદરકારી કે આળશ છુપાવવા રાતોરાત સિંહણ સહિતના વન્ય પ્રાણીઓનો નિકાલ પણ કરી નાખવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વેકરિયા ગામે વાવાઝોડા અને પૂરના કારણે એક સિંહણ સહિત અનેક વન્ય પ્રાણીઓના પૂરમાં તણાય આવવાથી મોત નીપજ્યા હતા અને વન વિભાગે રાતોરાત મરણ ગયેલ સિંહણ સહિતના પ્રાણીઓના મૃતદેહોનો નિકાલ કરી નાખ્યો હોવાનો ગામના સરપંચના પતિ સહિતનાઓએ આક્ષેપ કર્યા હતા. તેમના આક્ષેપ અનુસાર ગામના તળાવમાં હરણ, નીલગાય, રોજ, ચિકારા, કાળિયાર જેવા ઘણા વન્ય પ્રાણીઓ મૃત હાલતમાં જોવા મળ્યા હતા.
વિસાવદર ગામના સરપંચના પતિના આક્ષેપ બાદ વિસાવદરના વન વિભાગના અધિકારીઓનો અબ તક દ્વારા સંપર્ક કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓના સંપર્ક ન થતાં આ બાબતે ગઈકાલે સત્તાવાર માહિતી મળતી ન હતી, દરમિયાન ગત મોડી રાત્રીના વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢ વિભાગના વન સંરક્ષક ડી.ટી. વસાવડા દ્વારા આ બાબતે સત્તાવાર જણાવવામાં આવ્યું હતું કે, વેકરીયા પાસેથી એક 5 થી 9 વર્ષીય સિંહણનો મૃતદેહ મળી આવેલ છે અને ચાર જેટલા કાળિયારના મૃતદેહ પણ મળેલા છે. ત્યારેે વેકરીયાગામના લોકો દ્વારા થયેલા આક્ષેપો ને સમર્થન મળ્યું છે. અન ક્યાંક ને ક્યાંક વનવિભાગની પોલંપોલ કે હોતી હૈૈૈ ચલતે હૈ ની નીતિ જગ જાહેર થવાા પાામી છે.
વનવિભાગની આખોલ છતી કરતી બાબત અંગે વેકરીયા ગામના સરપંચના પતિ તથા ગામ લોકોની વાત માનીએ તો, વન વિભાગનો સ્ટાફ કોઈ લોકોને તળાવ તરફ જવા દેતો ન હતો અને કોઈ મોબાઇલમાં કે અન્ય રીતે ફોટોગ્રાફી ન કરી શકે તે માટે તળાવ ફરતે વન વિભાગનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો હતો. બાદમાં સિંહણ સહિતના અન્ય વન પ્રાણીઓના મૃતદેહોનો 20 તારીખે રાત્રિના જ નિકાલ કરી દીધો હતો.
નોંધનીય બાબત એ કે, વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢ વિભાગના વન સંરક્ષક ડી.ટી. વસાવડા દ્વારા ગત તા. 20 ના રોજ માહિતી ખાતા દ્વારા એક રદિયો આપવામાં આવ્યો હતો અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં અને દરિયાકાંઠે વસતા સિંહોની સલામતી માટે સત્વરે પગલાં લેવામાં આવેલ હતા અને સિંહોની સતત અને ખાસ મોનીટરીંગ કરવામાં આવેલ હતું. તથા હાાલમાં ગીર અને બૃહદ ગીરના તમામ સિંહો સલામત છે અને હજી સુધી એક પણ સિંહને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચેલ નથી. તથા સિંહોની સલામતી માટે વન વિભાગ દ્વારા સતત કાળજી લેવામાં આવી રહી છે અને તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સિંહોની સુરક્ષા માટે તમામ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
અને જૂનાગઢ વિભાગના વન સંરક્ષક ડી.ટી. વસાવડાના આ નિવેદનોના કલાકો બાદ જ વિસાવદરના વેકરીયા ગામના તળાવમાં પાસેથી એક સિંહણ અને ચાર કાળિયારના મૃતદેહો સામે આવ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે જૂનાગઢના વન સંરક્ષક વસાવડાએ સરકારી માધ્યમો દ્વારા આપેલા ખંડન અને નિવેદનો કયા આધારે આપ્યા હશે ? અથવા તો જૂનાગઢના વન સંરક્ષકને તેમના જ વન વિભાગના જે તે રેન્જ અને બીટના અધિકારીઓ દ્વારા શું ખોટી માહિતી અપાઈ હશે ? આ અને આવા અનેક સવાલો વન વિભાગ તરફથી ઉઠી રહ્યા છે અને સિંહ પ્રેમીઓ દ્વારા હાલમાં તો વન વિભાગની કામગીરી અને વાતો સામે આંગળી ચિંધાઈ રહી છે ત્યારે હાલમાં વન વિભાગે એક સિંહણ અને 4 અન્ય વન્ય પ્રાણીઓના મોત થયા હોવાનું સ્વીકાર્યું છે.
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે ભારે નુકસાનની સાથે અમરેલી વિસ્તારમાં 18 એશિયાટીક સિંહ ગુમ થયા હોવાની વાત પર વન વિભાગે સ્પષ્ટતા કરી કે, આ માત્ર એક અફવા હતી
રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં 18 એશિયાટીક સિંહો ગુમ થયા અંગે વન વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગીર અને બૃહદગીરના તમામ એશિયાટીક સિંહો સલામત છે. આ વિસ્તારના એક પણ એશિયાટીક સિંહનું મોત થયુ નથી કે કોઈ પણ પ્રકારનું નુક્સાન થયુ નથી. વન વિભાગ દ્વારા એશિયાટીક સિંહોની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે તેનું મોનીટરીંગ કરવામાં આવી રહેલું છે. અને એશિયાટીક સિંહોની સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે તેમ જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડી. ટી.વસાવડા દ્વારા જણાવાયું છે.
આજે 18 જેટલાં એશિયાટીક સિંહો ગુમ થયેલ હોવાના સમાચારો મીડીયામાં પ્રસારીત થયા છે તે અંગે વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રનો માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં એશિયાટીક સિંહોએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ તથા ભાવનગર જીલ્લામાં સિંહો વસવાટ છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયા કાંઠે વસતા એશિયાટીક સિંહો સહીત તમામ એશિયાટીક સિંહોની સલામતી માટે પગલા લેવામાં આવ્યા હતાં અને આ એશિયાટીક સિંહોનું સતત મોનીટરીંગ કરાયું હતું. આ મોનીટરીંગ દરમિયાન રાજુલા વિસ્તારના એશિયાટીક સિંહો દરિયાથી દુર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર કે મહુવા તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી એક પણ એશિયાટીક સિંહ ગુમ થયાનું જણાયું નથી કે આવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી.
એશિયાટીક સિંહોના સ્થાનની માહિતી આપતા વનવિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના 674 સિંહો પૈકી 350 કાંઠાના વિસ્તારમાં અમરેલી અને ભાવનગરમાં રહે છે. બાકીના અભયારણ્ય વિસ્તારમાં છે. દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં કેટલાક પેચોમાં આશરે 40 એશિયાટીક સિંહો રહે છે. અને અમે તેમના પર નજર રાખી રહ્યા છીએ. તેમાંથી પહેલાથી જ અમુક એશિયાટીક સિંહો ઉંચાઈ વાળા સ્થળો પર રહે છે.
એક દુઃ ખદ ઘટનામાં મધ્ય આસામના નાગાંવ જિલ્લામાં વીજળી પડવાના કારણે 18 જંગલી હાથીઓના ટોળાના મોત નીપજ્યાં. અધિકારીઓએ આ માહિતી આપી. મધ્ય આસામના નાગાંવ જિલ્લાના બરહમપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા બામુની પહાડોની ઉપર રહસ્યમય સંજાેગોમાં ઓછામાં ઓછા 20 જંગલી હાથીઓની લાશ મળી આવી હતી. અહેવાલો અનુસાર તળેટીમાંથી ચાર હાથીઓની લાશ મળી આવી હતી. બાકીના 16 લોકોના મૃતદેહ ગુરુવારે પર્વતોની ઉપરથી જાેવામાં આવ્યાં હતાં.
આ બાબતે વન અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક ગ્રામજનો દ્વારા જાણ કર્યા પછી ગુરુવારે બપોરે હાથીના મોતનો અહેવાલ મળ્યો હતો. હાલોના મોત પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. વન અધિકારીઓને શંકા છે કે વીજળી પડતાં હાથીઓની હત્યા થઈ શકે છે.
વન અધિકારીઓનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઘણા હાથીઓ સાથે મળીને મરી જવું એ ગંભીર બાબત છે. જાેકે તેમણે કહ્યું હતું કે વીજળી પડવાથી મૃત્યુ પણ થઈ શકે છે. આ મામલો સામે આવતાથી વન વિભાગમાં હલચલ મચી ગઈ છે.
કોરોના વાયરસનો ચેપ પહેલા હૈદરાબાદના નહેરુ પ્રાણીસંગી ઉદ્યાન પછી ઉત્તર પ્રદેશના ઇટાવાહના સિંહ સફારી અને હવે જયપુર ઝૂ નો સિંહ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. તેમજ આ ઝૂનો બીજાે સિંહ અને સફેદ વાઘ પણ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. આ તપાસ બરેલીના ઇઝતનગર સ્થિત આઈવીઆરઆઈ એટલે કે ભારતીય વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પણ કરવામાં આવી હતી. આઇવીઆરઆઈના જાેઇન્ટ ડાયરેક્ટર (કેડ્રેડ) ડો. કેપી સિંહે તપાસ રિપોર્ટની પુષ્ટિ કરી છે. જયપુર ઝૂના ત્રિપુર નામના સિંહને ચેપ લાગ્યું છે. આઇવીઆરઆઈએ તપાસનો અહેવાલ જયપુર ઝૂને મોકલ્યો છે.
જયપુર ઝૂથી આઇવીઆરઆઈને પરીક્ષા માટે સિંહો અને વાઘના ૧૩ નમૂના લેવાયા હતા. આરટી-પીસીઆર તપાસમાં સિંહ કોરોના ચેપ લાગ્યો હતો. બીજાે સિંહ અને સફેદ વાઘનો નમુનો શંકાસ્પદ જણાયો હતો. તે બંનેના લક્ષણો છે પરંતુ નમૂનાની તપાસ દ્વારા તેની પુષ્ટિ થઈ નથી. તેમના નમૂનાઓ ફરીથી માંગ્યા છે. તે જ સમયે જયપુર ઝૂના સિંહ, બે વાઘ અને દીપડાના નમૂનાના તપાસ અહેવાલ નકારાત્મક છે.
દિલ્હીથી આવેલા એક ઘુવડના નમૂનાને આઇવીઆરઆઈમાં તપાસ માટે કોરોનામાં પણ મોકલવામાં આવ્યો હતો. તપાસમાં તેને નકારાત્મક લાગ્યો છે. ત્યાં પંજાબથી વાળના ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા. તેઓ તપાસમાં નકારાત્મક હોવાનું પણ જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે જયપુર ઝૂનો સિંહ પહેલાં હૈદરાબાદ ઝૂનાં આઠ સિંહો અને ઇટાવા સિંહ સફારીની સિંહણમાં કોરોના ચેપ લાગ્યો હતો.