EXCLUSIVE: તાઉ-તે વાવાઝોડાએ જંગલમાં વિનાશ સર્જ્યો છતાં કોને થશે ફાયદો?
30 લાખ વૃક્ષો પડી જતા જંગલની ગીચતા ઘટશે, એશિયાટીક સિંહો ને શિકાર કરવો બનશે આસાન
ક્યારેય કોઈ વિચારી શકે કે ભયંકર વાવાઝોડું કોઈ માટે આશીર્વાદ હોય શકે? જી હા એશિયાટિક લાયન માટે તાઉ તે વાવાઝોડું આશીર્વાદરૂપ બનશે. વન્યજીવો ના જીવનને નજીકથી ઓળખતા અને સમજતા નિષ્ણાંતો માને છે કે, એશિયાટિક સિંહ ગાઢ જંગલ કરતા ખુલ્લા ઘાસના મેદાનો માં રહેવાની અનુકૂળતા ધરાવે છે. હાલમાં જ આવેલ વાવાઝોડાં થી ગીર જંગલમાં આશરે 30 લાખ વૃક્ષો પડી ગયા છે. આ પર્યાવરણ માટે એક મોટું નુકસાન છે છતાં પ્રકૃતિ તેનું કામ કરે છે એ નિયમ મુજબ જોઈએ તો વન્યજીવો માટે વાવાઝોડું કોઈ સમસ્યાનો હલ લઈ આવે છે.

જાણો, શા માટે ચામાચીડિયા માનવજીવન માટે જરૂરી છે?
વિશ્વમાં ચામાચીડિયાની અંદાજે 1400 પ્રજાતિઓ, જાે ચામાચીડિયા ખતમ થઈ જશે, તો દુનિયા ઉપર મોટું જાેખમ આવી શકે છે, એવી નિષ્ણાતો દ્વારા ચેતવણી
વાયરસની સમગ્ર વિશ્વ ખૂબ જ ગંભીર અસર જાેવા મળી રહી છે. કોરોના વાયરસની ઉત્પત્તિની કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી. કેટલાક વૈજ્ઞાનિકો કોરોના વાયરસ વુહાન વાયરોલોજી લેબમાં બન્યો હોવાનું કહી રહ્યા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ખતરનાક વાયરસ ચામાચીડિયાને કારણે ફેલાયો છે. આ વાતને કારણે દોઢ વર્ષથી લોકોમાં ચામાચીડિયાને લઈને ભય જાેવા મળી રહ્યો છે. આ ખતરનાક વાયરસ ફેલાયો હોવા છતા ચામાચીડિયા આપણા માટે ખૂબ જ જરૂરી છે. છેલ્લા એક દાયકામાં ચામાચીડિયા જીવલેણ બીમારી ઉત્પન્ન કરતા હોવાનું લોકો માની રહ્યા છે. જેમ કે, ઈબોલા, સાર્સ અને કોરોના મહામારી. અનેક ધર્મો અનુસાર ચામાચીડિયું આસપાસ હોય તો અનિષ્ટ વધી જતુ હોવાનું માનવામાં આવે છે અને લોકો ચામાચીડિયાને જાેઈને ડરી જાય છે. આવા અનેક કારણોસર ચામાચીડિયું લોકોને પસંદ નથી આવી રહ્યું. જાેકે, ચામાચીડિયા જૈવ વિવિધતામાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. પ્રકૃતિને સંતુલિત કરવા માટે ચામાચીડિયા કેવી રીતે ઉપયોગી છે.
કુદરતી અને જંગલ જેવા વાતાવરણમાં પ્રાણીઓ ખુશ, જાણો કેવી રીતે
વડોદરા શહેરના કમાટીબાગ ઝૂ માં જૂના પીંજરાઓ ને સ્થાને નવા એન્ક્લોઝર બનતા ડિસેમ્બર માસમાં વાઘ, સિંહ અને દીપડાઓનુ તેમાં સ્થળાંતર કરાયુ છે. જેથી તેમને જંગલ જેવુ અનુકૂળ વાતાવરણ મળતા તેમના ખોરાકમાં વધારો થવાની સાથે હૃષ્ટપુષ્ટ બન્યા છે, તેમ ઝૂ ના ક્યુરેટરનુ કહેવુ છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, ‘ અત્યાર સુધીમાં 2 સિંહ, 2 વાઘ અને 6 દીપડાઓ નુ, નવા તૈયાર થયેલા એન્ક્લોઝરમાં સ્થળાંતર કરાયુ છે. કુદરતી અને જંગલ જેવુ વાતાવરણ મળતા જ તેમના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે જ્યારે તેઓ પીંજરામાં હતા, ત્યારે પૂરતો ખોરાક લેતા હતા. પરંતુ તેના શરીરમાં કોઈ ફેરફાર દેખાતો નહોતો. પરંતુ છેલ્લા પાંચ મહિનામાં તેમનો ખોરાક થોડો વધ્યો છે, સાથે જ તેમની તંદુરસ્તીમાં પણ વધારો થયો છે.’
ખોરાક લીધા બાદ તેઓ અહીં બનાવેલા નાનકડા તળાવ, ઘાસના મેદાનમાં મોજથી હરેફરેે છે. ઉપરાંત ગરમી સામે રક્ષણ આપવા તેમની પર પાણીથી છંટકાવ થાય છે. જેથી બપોરના સમયે આરામથી ઊંઘી જાય છે. હાલ સહેલાણીઓ માટે ઝૂ બંધ હોવાથી લોકોની દખલગીરી ઓછી થતા પ્રાણીઓના સ્વભાવ શાંત થયા છે. કારણ કે લોકો જ્યારે ઝૂ માં આવે, ત્યારે મનાઈ હોવા છતાં પ્રાણીઓ સાથે અટકચાળા કરતા જોવા મળે છે.
ઉત્તર પ્રદેશમાં આ નદી કાંઠે મળી કાચબાની દુર્લભ એક પ્રજાતિ
ઉત્તર પ્રદેશમાં દુર્લભ સ્વચ્છ કાચબા અને કુર્મની કુલ 15 પ્રજાતિઓમાંથી સૌથી વધુ 11 પ્રજાતિ એકલા બહરાઈચ જિલ્લાની સરયૂ નદીમાં મળી આવી છે. કાચબાઓ પર રિસર્ચ કરી રહેલ વન્યજીવ પ્રેમી અરુણિમાએ જિલ્લાની સરયૂ નદીના વિસ્તારને વિવિધ પ્રજાતિઓના દુર્લભતમ કાચબાઓના પ્રાકૃતિક પ્રવાસ અને ઉત્પત્તિને શ્રેષ્ઠ સ્થળ ગણાવ્યું છે.
કાચબાની પ્રજાતિઓને આસાનીથી ઓળખવા અને તેને યોગ્ય સ્થાન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કાચબા દિવસ પર ગત રવિવારે એક વેબસાઈટ અને એક એપ લૉન્ચ કરવામાં આવી. સરયૂ નદીના કાંઠે ત્રણ વર્ષથી કાચબાઓ પર સંશોધન કરી રહેલ અરુણિમાએ જણાવ્યું કે બહરાઈચમાં સરયૂને કાંઠો કાચબાના સર્વાઈવલ માટે શ્રેષ્ઠ છે. રાજ્યમાં કાચબાની 15 પ્રજાતિઓમાંથી સરયૂ કાંઠે 11 પ્રજાતિઓ મળી આવવી બહુ સૌભાગ્યની વાત છે.
અરુણિમાનું કહેવું છે કે આટલી બધી પ્રજાતિઓ મળવાથી એવું પ્રતીત થાય છે કે આ વિસ્તાર કાચબાઓની ઉત્પત્તિ માટે ઘણું અનુકૂળ છે. માટે 2008થી તેના સંરક્ષણ માટે અહીં એક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. તેઓ પણ 2018થી આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ટીમ સ્કૂલના બાળકો, માછીમારો અને નદી કાંઠે રહેતા લોકોને કાચબાઓ વિશે જાગરુત કરે છે. નવી વેબસાઈટ અને એપની મદદથી હવે દુર્લભ પ્રજાતિઓને વધુ આસાનીથી ઓળખી અને બચાવી શકાય.
સરયૂ નદીમાં કાચબાઓની વિવિધ પ્રજાતિઓની ઓળખ અને સંરક્ષણ પર 2008થી ત્યાં કામ કરી રહેલ સ્વૈચ્છિક સંસ્થા ‘ટર્ટલ સર્વાઈવલ એલાયન્સ ઈન્ડિયા’ના પ્રતિનિધિ અને શોધકર્તા અરુણિમા સિંહે જણાવ્યું કે ભારતમાં કાચબાની 29 પ્રજાતિઓ મળી આવે છે, જેમાં 24 પ્રજાતિના કાચબા (ટૉરટૉઈજ) અને પાંચ પ્રજાતિના કુર્મ (ટર્ટલ) છે. તેમણે જણાવ્યું કે આ તમામ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ અનુસૂચિઓ અંતર્ગત સંરક્ષિત છે. પરંતુ આ કાચબાઓની પ્રજાતિઓ, તેમના વિચરણ માટે ક્ષેત્રો અને પ્રકૃતિમાં તેના પારિસ્થિક મહત્વ વિશે લોકો વધુ નથી જાણતા.
