મધર્સ ડે સ્પેશીયલ: દીપડીથી વિખૂટાં પડેલા બચ્ચાનું માતા સાથે પુનઃ મિલન

મધર્સ ડે પહેલા એક માતા પોતાના બાળકને જ્યારે મળી ત્યારે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પરંતુ આ વખતે કોઈ માનવીય નહિ પરંતુ દીપડીથી વિખૂટાં પડેલા બચ્ચાનું મિલન કરાવવામાં આવ્યું છે.
Social Media
મધર્સ ડે પહેલા એક માતા પોતાના બાળકને જ્યારે મળી ત્યારે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પરંતુ આ વખતે કોઈ માનવીય નહિ પરંતુ દીપડીથી વિખૂટાં પડેલા બચ્ચાનું દીપડીથી પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે. કાનારા ગામના એક ખેડૂતના ઘર પાસેના આવેલા કૂવામાં પડેલું દીપડીનું 1 મહિનાનું બચ્ચું મળી આવ્યું હતું. સોનગઢ તાલુકાના કાનારા ગામે ત્યાંના રહીશો કૂવા પાસેથી પસાર થતી વખતે દીપડીથી વિખૂટાં પડેલું એક મહિનાનું બચ્ચું મળી આવતા ચકચાર મચી ગયો હતો.
Social Media
ગામના રહીશો દ્વારા વનવિભાગને જાણ કરાયા બાદ તેઓનું માતા સાથે મિલન કરાવાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ સોનગઢ તાલુકાના કાનારા ગામે કૂવામાંથી દીપડીથી વિખૂટું પડેલું એક મહિનાનું બચ્ચું મળી આવ્યું હતું. આથી દીપડી પણ નજીકમાં જ હોવાનું માની તેઓ કુવાથી દૂર જતા રહ્યા હતા અને ગામના લોકોને જાણ કરી હતી.
Social Media
આથી ગામના વન્યપ્રાણી પ્રેમી કૂવા પાસે પહોંચ્યા હતા. વન વિભાગને જાણ કરવામાં આવતા DFO આનંદકુમાર, ફોરેસ્ટર બચાવ ટુકડી સાથે આવી ક્લાકોની જહેમત બાદ હેમખેમ બહાર કાઢી પશુ તબીબ પાસે બચ્ચાને ચેક કરાવી દીપડી માતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.

ચિંતાજનક! હૈદરાબાદમાં 8 સિંહને ચેપ લાગ્યાં બાદ હવે UPમાં 2 સિંહણ કોરોના સંક્રમિત

ઉત્તર પ્રદેશના ઇટાવા સફારી પાર્કમાં બે સિંહણ કોવિડ સકારાત્મક મળી આવ્યા છે. સફારી દિગ્દર્શકે કહ્યું, “બે સિંહણ ગૌરી, જે લગભગ 3 વર્ષ 8 મહિનાની છે અને જેનિફર, જે 9 વર્ષની છે, તે તપાસ દરમિયાન સકારાત્મક આવી છે. બંનેને અલગ-અલગ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.” તેમણે કહ્યું કે તેમની તપાસ કર્યા પછી, શરીરનું તાપમાન 104 ડિગ્રી અને 105 ડિગ્રી હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ સારવાર શરૂ કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ, હૈદરાબાદના એક પ્રાણી સંગ્રહાલયમાં 8 સિંહ કોરોના પણ ચેપ લાગ્યાં હતાં. હૈદરાબાદમાં જ પ્રાણીઓમાં કોરોના ચેપ ફેલાવાની ચર્ચા થઈ છે. આ સિંહોમાં ચાર સિંહો અને ચાર સિંહોનો સમાવેશ થાય છે. તેના આર-ટી.પી.સી.આર.ની તપાસ કરતી વખતે બહાર આવ્યું કે, આઠ સિંહને કોરોના વાયરસના જુદા જુદા પ્રકારથી ચેપ લાગ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સિંહોમાં કોરોનરી ઇન્ફેક્શન મળ્યા પછી પ્રાણીસંગ્રહાલયોમાં હાઈએલર્ટ ચેતવણી આપવામાં આવે તેવી સંભાવના છે. નિષ્ણાતો માને છે કે પાંજરામાં સફાઇ કરતા કે ખોરાક પૂરા પાડતા સિંહોના કર્મચારીઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

ભારતના આ જંગલમાં જોવા મળ્યું વિચિત્ર પ્રાણી, સોશીયલ મીડિયા પર તસવીર વાઈરલ

દુનિયામાં એવા ઘણા અજીબોગરીબ પ્રાણીઓ છે, જેના વિશે જાણ્યા પછી ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વિવિધ દેશોમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ હોય છે, પરંતુ કોઈના વિશે આપણને જાણકારી હોય છે તો કોઈના વિશે નહીં. ભારતના જંગલમાં પણ એક એવું પ્રાણી જોવા મળ્યું છે, જેના વિશે દરેક અજાણ છે. અત્યારે ટ્વિટર પર તેની તસવીર વાઈરલ થઈ રહી છે. ભારતના ઓરિસ્સાના જંગલમાં આ પ્રાણી જોવા મળ્યું છે. ખાસ વાત એ છે કે, તે ભારતના જંગલમાં જોવા મળ્યું છે.

કોરોના કહેર: જંગલના રાજા પણ અસરગ્રસ્ત, તમામ રાષ્ટ્રિય ઉદ્યાનો અને સંગ્રહાલયો બંધ

કોરોનાને કારણે રાષ્ટ્રિય ઉદ્યાનો અને સંગ્રહાલયને બંધ રાખવાના નિર્ણયને આવકારતા પશુ તબીબો

માનવને દિવસે ધરતીના તારા બતાવી હાહાકાર મચાવનાર કોરોના હવે વન્યજીવોને પણ થઈ રહ્યો છે. હાલમાં જ 1 મે એ હૈદરાબાદ ઝુ માં બીમાર રહેતા 8 સિંહોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તત્કાલ સાવચેતી રૂપે દેશના તમામ ઝુ અને નેશનલ પાર્ક બંધ કરી દેવાયા અને કોરોના ગાઈડલાઈન પ્રમાણે વનયજીવોની સુરક્ષા ને ધ્યાને લઈ તમામ એરિયા સેનેટાઇઝિંગ કરવામાં આવી રહ્યા છે. કોવિડ 19 ની અસર હવે વન્યજીવોને ભરડામાં લેવાની શરૂઆત કરી દીધી છે.
WSON Team
કોરોના દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે . દરરોજ લાખો લોકો મૃત્યુને ભેટે છે. પરંતુ હવે ચિંતા વધતી જાય છે કારણકે કોરોનાની અસર માનવ સુધી સીમિત ન રહેતા માનવ સંપર્ક માં આવેલા પ્રાણી સંગ્રહાલય માં રહેતા સિંહો જેવા વન્યજીવો  સુધી પહોંચી ગયો છે. .હાલમાં જ હૈદરાબાદ ઝુ માં 8 સિંહોમાં તાવ ,શ્વસન જેવા લક્ષણો આવતા રિપોર્ટ કરાયાં હતા જેમા કોવિડ થયા હોવાની પુષ્ટિ મળ્યા બાદ સેન્ટ્રલ ઝુઓલોજી ઓથીરીટી દ્વારા દેશના તમામ ઝુ અને નેશનલ પાર્ક બન્ધ કરવાના આદેશ અપાયા. આ અંગે વન્ય વર્તુળ મુખ્ય અધિકારી ડો દુષ્યંત વસાવડા એ કહ્યું કે ગીર જંગલ નું સિંહ દર્શન ,સફારી પાર્ક, ગિરનાર સફારી, દેવળીયા પાર્ક અને આંબરડી પાર્ક ની સાથે સક્કરબાગ ઝુ પણ બન્ધ કરવામા આવ્યા છે. ખાસ કરીને સક્કરબાગ ઝુઓલોજીકલ પાર્કમાં તાત્કાલિક જ કોવિડ પ્રિકોશન રૂપે તમામ પિંજરા, સફારી વિસ્તાર ને સેનેટાઇઝિંગ કરવામાં આવી રહ્યા છે. તેમજ તમામ કર્મચારીઓ ના કોવિડ રિપોર્ટ કરવામા આવી રહ્યા છે .પ્રાણીઓને આપવામાં આવતા ખોરાકનું પણ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ સક્કર બાગ ઝુ પર સૌથી વધુ ધ્યાન દેવાશે.
Social Media
ખાસ કરીને સક્કરબાગ ઝુ પર વન વિભાગ વધુ સતર્ક બન્યુ છે. દુનિયામાં જૂનાગઢ સક્કર બાગ ઝુ સિંહોના બ્રિડિંગ માટે નું મુખ્ય સેન્ટર છે. સૌથી વધુ સિંહોની સંખ્યા હાલ અહીં જ છે. દર વર્ષે સૌથી વધુ સિંહના બચ્ચા અહીં તબીબી દેખરેખ હેઠળ જન્મ લે છે.અહીં થી જ પ્રાણી વિનિમય કાનૂન હેઠળ દુનિયામાં તમામ પ્રાણી સંગ્રહાલાય માં સિંહો આપવામાં આવે છે.આથી હાલ સિંહોની સુરક્ષા મામલે વન્ વિભાગ સતર્ક બન્યું છે. કેવીરીતે ફેલાયો એશિયાટીક સિંહોમાં કોરોના વાઈરસ. કોરોનાગ્રસ્ત માનવ સંપર્ક માં આવેલા સિંહને પણ વાયરસની અસર થતી હોય છે.ઝુ માં ખોરાક આપતા, કે પાંજરાની સફાઈ કરતા,ઝુ ની સફાઈ કરતા કોરોનાગ્રસ્ત કર્મચારીઓ ના સીધા સંપર્ક મા આવેલા સિંહો તરતજ વાયરસથી અસરગ્રસ્ત બને છે પરંતુ સિંહોની ઇમ્યુનિટી વધુ સારી હોય ધીમે ધીમે ફેલાવો થાય છેજે 4 કે 5 દિવસે કોરોના ના લક્ષણો તેમાં જોવા મળે છે . કેવી તકેદારી રાખવામાં આવે છે?
Social Media
બીજી તરફ સાસણમાં પણ તમામ ફોરેસ્ટર્સ,ટ્રેકર્સ,બીટગર્ડ્સ અને ગાઈડ્સ ને હેન્ડ ગ્લોવ્સ, સેનેટાઇઝર, માસ્ક તેમજ પ્રાણીઓના સીધા સંપર્કમાં આવતા સ્ટાફને ફરજીયાત પીપીઈ કીટ પહેરવાની સૂચના આપવામાં આવી છે. આમ હાલ તો વન વિભાગ સતર્ક બની વધુ માત્રામાં સિંહોને  કોવિડ અસર ન થાય એ માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે.પરંતુ વાસ્તવમાં આ કોરોના રોગ પ્રાણીઓમાં 4 કે 5 દિવસ પછી એક્ટિવ થતો હોય છે.તેથી હાલ તો વન્ય પ્રેમીઓમાં ચિંતા વ્યાપેલી છે. સિંહોની સંખ્યા હાલ 700ઉપર છે ત્યારે કોરોના નું વન્યજીવોમાં પ્રસરવું કુદરત માટે ખતરે કી ઘન્ટી સમાન છે.

કોઈ પણ પ્રકારની બેદરકારી વન્યજીવોને ખૂબ મોટી મુશ્કેલીમાં મૂકી શકે.

Social Media

શ્વાનમાં જોવા મળતો કોરોના વાઇરસ ગેસ્ટ્રીક વાઇરસ તરીકે ઓળખાયો છે. ત્યારે, એક વર્ષ અગાઉ આવેલા કોરોના વાઇરસ માનવ શરીરમાં શ્વસનતંત્રને લઈને એટલે કે, રેસ્પિરેટરિ વાઇરસ તરીકે ઓળખાઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આ વાઇરસ મનુષ્યથી અન્ય વન્ય જીવોમાં ફેલાઈ શકે કે કેમ તેને લઈને સંશોધનો થઈ રહ્યા હશે. પરંતુ, જ્યાં સુધી આ વાઈરસનું પરિવર્તન ચોક્કસ જાણી ન શકાય ત્યાં સુધી વાઇરસને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી વન્યજીવોને ખૂબ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અગાઉ, ગીરના જંગલમાં કેટલાક સિંહો CBV વાઇરસથી મોતને ભેટ્યા હતા. જે માટે અમેરિકાના તબીબોની પણ મદદ લેવી પડી હતી. ત્યારે, હવે આ અજાણ્યા દુશ્મન એવા કોરોના વાઇરસને હળવાસથી લેવો તે વન્યજીવ માટે ખુબ જ ખતરનાક બની શકે છે. આથી, વનવિભાગે રાષ્ટ્રીય ઉદ્યાનો અને પ્રાણી સંગ્રહાલયને બંધ રાખવાનો નિર્ણય કર્યા છે. આ ઉપરાંત, કોરોના વાઇરસને જંગલ અને વન્ય પ્રાણીઓમાં ફેલાતો અટકાવવા માટે આગામી દિવસોમાં ખુબ જ મદદરૂપ સાબિત થશે.

પ્રાણીઓમાં કોરોના ન ફેલાય તે માટે આ પ્રાણી સંગ્રહાલયને સેનિટાઈઝ કરાયું

વર્તમાન સમયમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે પ્રાણીઓમાં પણ કોરોના ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં જ 8 જેટલા સિંહો કોરોના સંક્રમિત થયા હતા. તેને ધ્યાનમાં રાખી કાંકરિયાનું પ્રાણી સંગ્રહાલય તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. અહીં પ્રાણી સંગ્રહાલયમાં રહેતા તમામ પ્રાણીઓને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે. અમદાવાદના કાંકરિયાના પ્રાણીસંગ્રલયમાં પ્રાણીઓ પર કોરોનાની અસર નહીવત છે, પરંતુ તકેદારી રાખવી જરૂરી છે. પ્રાણીઓમાં કોરોનાની અસર જ્યારે થતી હોય છે ત્યારે લાડ ટપકવી, ખાંસી આવી અન્ય ઘણા લક્ષણો દેખાય છે. આને ધ્યાને આવતા જ તેની સારવાર શરૂ કરવામાં આવતી હોય છે. જોકે, કાંકરિયા ઝૂમાં હજી સુધી કોઈ પશુ-પક્ષી અથવા કોઈ પ્રાણી બીમાર થયા નથી અને બીજી તરફ સ્ટાફ દ્વારા સતત ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. કોરોના ધીમે ધીમે પ્રાણીઓ અને પક્ષીઓ પર પણ હાવી થતો જોવા મળી રહ્યો છે, જેને લઈ રાજ્યના તમામ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોની રક્ષા અને માવજત કરવા કડક સૂચના પણ આપવામાં આવી છે. તો બીજી તરફ ગરમીના કારણે પશુ-પક્ષીઓ અને પ્રાણીઓમાં ડિહાઈડ્રેશન થતું જોવા મળતું હોય છે. આ માટે થઈ તંત્ર સતત પાણીનો છંટકાવ અને કૂલર મશીન મૂકવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના કહેરને ધ્યાને જીવોને તેની કોઈ અસર ન થાય તેવા હેતુસર તમામ જગ્યાએ દિવસમાં 2થી 3 વખત સતત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે.