ઝરખના બચ્ચાંનો સફળતાપૂર્વક જન્મ કરાવીને તેને આંબરડી સફારી પાર્ક અને જયપુર પ્રાણીસંગ્રહાલયમાં આપવામાં આવ્યા
જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય એશિયામાં એકમાત્ર જોવા મળતા સિંહોના બ્રિડીંગ સેન્ટર માટે વર્ષોથી કામ કરી રહ્યું છે. તો એમાં ભારતીય મૂળના ઝરખને પણ સાચવીને અનોખી કામગીરી થઇ રહી છે.
જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય એશિયામાં એકમાત્ર જોવા મળતા સિંહોના બ્રિડીંગ સેન્ટર માટે વર્ષોથી કામ કરી રહ્યું છે. પરંતુ પાછા ચાર પાંચ વર્ષથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભારતીય મૂળના ઝરખને પણ સાચવીને અનોખી કામગીરી કરી રહ્યા છે.
સકરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ઝરખનો ઉછેર : જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયામાં એકમાત્ર જોવા મળતા ગીરના સિંહના બ્રિડિંગ સેન્ટર માટે ખૂબ જ પ્રચલિત છે. અહીં જન્મ લેનાર સિંહના અનેક બચ્ચાઓ આજે ભારત સહિત વિશ્વના ઘણા ખરા પ્રાણી સંગ્રહાલયોમાં ડણક કરી રહ્યા છે. પરંતુ જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભારતીય મૂળના ઝરખનું પણ સફળતાપૂર્વક સંવર્ધન થઈ રહ્યું છે. પાછલા ચાર પાંચ વર્ષમાં અહીં 10 કરતાં વધુ ઝરખના જન્મેલા બચ્ચાંનો ઉછેર કરીને તેને આંબરડી સફારી પાર્ક અને જયપુર ઝુમાં મોકલવામાં આવ્યા છે. એક સમય હતો કે જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઝરખને અન્ય રાજ્યમાંથી લાવવામાં આવતું હતું તેની જગ્યા પર હવે પાછલા ચાર પાંચ વર્ષથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફળતાપૂર્વક ઝરખના બચ્ચાંનો જન્મ થઈ રહ્યો છે.
જૂનાગઢનું વાતાવરણ ઝરખને અનુરૂપ : જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનું વાતાવરણ ઝરખને બિલકુલ અનુકૂળ આવી રહ્યું છે આજના દિવસે પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ નર અને ત્રણ માદાની જોડી સફળતાપૂર્વક સંવવન કરી રહી છે. એક વર્ષ દરમિયાન એક માદા વધુમાં વધુ પાંચથી છ બચ્ચાને જન્મ આપે છે જેનો જન્મ દર વધુ હોવાને કારણે મૃત્યુદર પણ ખૂબ ઓછો છે. જેટલી સંખ્યામાં બચ્ચાનો જન્મ થયો હોય તે બચ્ચું તંદુરસ્ત જન્મ લે તો તેના મોતની શક્યતાઓ બિલકુલ નથી.
ગીધ બાદ બીજા કુદરતી સફાઈ કામદાર : ઝરખને સફાઈ કામદાર તરીકે પણ પ્રાણી સૃષ્ટિમાં ઓળખવામાં આવે છે. ગીધ બાદ તે સૌથી મોટા જંગલના સફાઈ કામદાર તરીકેનું બિરુદ પણ ઝરખને મળ્યું છે. તેની સાથે જંગલમાં ગંદકી દૂર કરવા માટે ઝરખ આજે એકમાત્ર પર્યાય બની રહ્યું છે. તમામ પ્રકારના મૃતદેહોનો બિલકુલ ગીધની માફક સફળતાપૂર્વક ભોજન કરીને તેનો નિકાલ કરવામાં ઝરખ એકદમ માહીર માનવામાં આવે છે. તે કોઈ પણ મૃતદેહના હાડકાં ખાઈ જવા સુધીની મજબૂત પાચન વ્યવસ્થા ધરાવે છે જેથી ઝરખનું મળ સફેદ રંગનું જોવા મળે છે.
ઝરખ સિંહને પણ શિકાર પરથી કરે છે દૂર : સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં સૌથી મજબૂત જડબા એકમાત્ર ઝરખ ધરાવે છે. તે કોઈ પણ હાડકાંને સેકન્ડોમાં જ તોડી પાડે છે. વધુમાં ઝરખ મોટે ભાગે સમૂહમાં રહીને શિકાર પણ કરે છે. એક સાથે આઠ દસ ઝરખ ભેગા થઈ જાય તો જંગલના રાજા સિંહને શિકાર પરથી ઊઠીને પોતાનો જીવ બચાવવા ભાગવું પડે છે. ઝરખ નાના પ્રાણીનો શિકાર સ્વયં કરે છે, પરંતુ મોટા પ્રાણીનો શિકાર તે સિંહ દીપડા કે અન્ય પ્રાણીઓ પર નિર્ભર કરે છે જે જગ્યા પર સિંહ કે દીપડાએ મોટું મારણ કર્યું હોય તે જગ્યા પર ઝરખનું આખું ટોળું પહોંચી જાય છે અને શિકાર પરથી સિંહ દીપડા જેવા મોટા હિંસક પ્રાણીને દૂર કરીને ખૂબ જ સરળતાપૂર્વક મોટા શિકારનું સામુહિક ભોજન પણ કરે છે.
સર્વેક્ષણમાં ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ, ખેરવાડા, તાપ્તી અને વાજપુરના જંગલ વિસ્તારોને આવરી લેવામાં આવશે.
ગુજરાત વન વિભાગ સુરતના તાપી-વ્યારા વિસ્તારની સાત રેન્જમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું પ્રાથમિક સર્વેક્ષણ શરૂ કરવામાં આવશે, જેમાં 69,668.51 હેક્ટરમાં ફેલાયેલા “અખંડ જંગલો”નો સમાવેશ કરવામાં આવશે, આ વિસ્તારને અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં મળેલી રાજ્ય વન્યજીવ બોર્ડની 23 મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સર્વેક્ષણમાં ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ, ખેરવાડા, તાપ્તી અને વાજપુરના જંગલ વિસ્તારોને આવરી લેવામાં આવશે.
“વરિષ્ઠ મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી) નિત્યાનંદ શ્રીવાસ્તવે એક પ્રેઝન્ટેશનમાં દક્ષિણ ગુજરાતમાં દીપડાના વધતા જતા હુમલાઓને કારણે માનવ-પ્રાણી સંઘર્ષને રોકવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો, એમ પાંચ દીપડાને રેડિયો-કોલર લગાવવામાં આવ્યા હતા અને વિભાગ દ્વારા પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરવા માટે ટ્રેપ કેમેરા અને આક્રમક દિપડાઓનો સામનો કરવા માટે ટ્રાંક્વીલાઈઝર ગન પણ ખરીદી રહ્યું છે.
ગુજરાતમાં હાલમાં 20 જેટલા વન્યજીવ અભયારણ્યો છે.
નિવેદનમાં જણાવાયું છે કે, “દક્ષિણ ગુજરાત પ્રદેશમાં માનવ વસ્તીની વધારે ગીચતાને ધ્યાનમાં રાખીને, દીપડા જ્યારે માનવ વસાહતની નજીક આવે ત્યારે તેને પકડવા માટે તાલુકા દીઠ 10 પાંજરા ખરીદવાની પણ યોજના છે.”
ફોરેસ્ટ ઓફિસરે પાવાગઢ અને જાંબુઘોડા ખાતે પહેલાથી જ ઉદ્ઘાટન કરાયેલા કેન્દ્રો ઉપરાંત સુરત અને વલસાડ ખાતે બે નવા બચાવ કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે, તેની પણ બોર્ડને માહિતી આપી હતી.
આ દરમિયાન, મુખ્ય સચિવ રાજ કુમારે દીપડાઓને માનવ વસ્તીથી દૂર સંરક્ષિત જંગલ વિસ્તારોમાં સ્થાનાંતરિત કરવાના લાંબા ગાળાના ઉકેલ તરીકે વન વિભાગ દ્વારા પુનર્વસન કેન્દ્રનું વ્યૂહાત્મક આયોજન સૂચવ્યું હતું.
બેઠક દરમિયાન કચ્છનુ નાનું રણ, બલારામ-અંબાજી, નારાયણ સરોવર, ગીરમાં જંગલી ગધેડા અભયારણ્ય, જાંબુઘોડા અને શૂલપાણેશ્વર સહિત રાજ્યભરના સાત અભયારણ્યોમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઈબર કેબલ, મોબાઈલ ટાવર અને રસ્તાઓ બનાવવા માટે 15 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.
આ બેઠકમાં વન મંત્રી મુલુભાઈ બેરા, રાજ્યમંત્રી મુકેશ પટેલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને વન દળના વડા યુ.ડી. સિંહ, અગ્ર સચિવ સંજીવ કુમાર અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વન સંરક્ષક અને બોર્ડના સભ્યો, ધારાસભ્ય મહેશ કસવાલા, માલતીબેન મહેશ્વરી અને સંબંધિત વન્યજીવ સંસ્થાઓના વરિષ્ઠ સભ્યો પણ હાજર રહ્યા હતા.
જંગલોમાંના સૌથી જાજરમાન જીવોમાંના એકનું આ રસપ્રદ વર્તન આશ્ચર્ય અને પ્રશંસા પેદા કરે છે.
WSON Team
ઘણીવાર, જંગલ પ્રાણીસૃષ્ટિના સૌથી રસપ્રદ રહસ્યો જંગલની ગીચતામાં તેમના જાદુને દૂર કરે છે. ત્યાં, જ્યાં વૈવિધ્યસભર પ્રજાતિઓનું દૈનિક જીવન માનવતાની વિચિત્ર નજરથી આશ્રય મેળવે છે, ત્યાં એક ખાસ ઘટના બને છે જે એક સુંદર રહસ્ય રજૂ કરે છે. હરણ શા માટે વર્તુળોમાં દોડે છે? તો આવો જાણીએ..
હરણનું વર્તન:
હરણ અત્યંત સામાજિક અને બુદ્ધિશાળી પ્રાણીઓ છે. તેમની વર્તણૂક ઘણીવાર દ્વારા નક્કી કરવામાં આવે છે અસ્તિત્વ જરૂરિયાતો અને તેઓ તેમના પર્યાવરણ દ્વારા પણ પ્રભાવિત થઈ શકે છે. આ રહસ્યને સંબોધવા માટે તેમની મૂળભૂત વર્તણૂકીય પેટર્નની નક્કર સમજની જરૂર છે.
મોટા પ્રમાણમાં, હરણ શરમાળ પ્રાણીઓ, જોખમ પ્રત્યે સંવેદનશીલ હોવા માટે જાણીતા છે. તેમની પાસે ગંધ અને સાંભળવાની તીવ્ર સમજ છે જેનો તેઓ શિકારીઓને ટાળવા માટે સતત ઉપયોગ કરે છે. જો કે, વર્તુળોમાં દોડતા હરણને જોવું એ પ્રથમ નજરમાં અસ્વસ્થ લાગે છે.
વર્તુળોનો કોયડો: પ્રકૃતિનો કોયડો?
ચોક્કસ વાતાવરણમાં એક સામાન્ય અવલોકન એ છે કે હરણ દેખાય છે વર્તુળોમાં ચલાવો સમયગાળા દરમિયાન. આ પ્રાણી સામ્રાજ્યમાં સામાન્ય રીતે જોવા મળતું વર્તન નથી, જે રહસ્યમાં ઉમેરો કરે છે. કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે તેઓ શિકારીઓને મૂર્ખ બનાવવા માટે આવું કરી શકે છે. વર્તુળોમાં દોડીને, તેઓ કરી શકે છે શિકારીને ભ્રમિત કરો અને બચવાની તક મળે છે. અન્ય સિદ્ધાંત એ છે કે આ વર્તન હરણના સમાગમની વિધિ સાથે સંબંધિત હોઈ શકે છે.
સર્વાઇવલ વ્યૂહરચના: ભ્રમિત કરનાર શિકારી
અસ્તિત્વ માટેની સતત લડાઈમાં, પ્રાણીઓ તેમના શિકારીથી બચવા માટે વિવિધ યુક્તિઓ વિકસાવે છે. હરણના કિસ્સામાં, વર્તુળોમાં દોડવું એ હોઈ શકે છે ચોરી વ્યૂહરચના. આ કરવાથી, તેઓ તેમના શિકારીઓને મૂંઝવણમાં મૂકી શકે છે, જેના કારણે તેઓ તેમનું પગેરું ગુમાવી શકે છે. તમારા પીછો કરનારને મૂવિંગ ટાર્ગેટ પર જોડવા ઉપરાંત, હરણ આ યુક્તિમાં સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરી શકે છે. તેમના પ્રારંભિક બિંદુ પર પાછા ફરવા પર, હરણ વિરુદ્ધ દિશામાં ભાગતા પહેલા શિકારી હજુ પણ નજીકમાં છે કે કેમ તે સૂંઘી શકે છે.
સમાગમની પ્રક્રિયા: વારાફરતી સંવનન
હરણ તેમના ભાગ રૂપે વર્તુળોમાં દોડી શકે છે સમાગમની વિધિ. સમાગમની મોસમ દરમિયાન, અથવા “બેરેઆ”, નર તેમની સૌથી પ્રભાવશાળી ફાઇનરીમાં પોશાક પહેરે છે, સ્ત્રીઓને આકર્ષવા માટે કેટલીકવાર આશ્ચર્યજનક વલણ અપનાવે છે. વર્તુળોમાં દોડવું એ તમારી ઉર્જા અને જોમ બતાવવાની તેમજ તમારા પ્રદેશને ચિહ્નિત કરવાનો એક માર્ગ હોઈ શકે છે.
ઝોમ્બી હરણમાં થતો એક રોગ:
અગત્યની રીતે, દુર્લભ હોવા છતાં, વર્તુળોમાં દોડવું એ પણ હરણમાં બીમારીની નિશાની હોઈ શકે છે. તરીકે ઓળખાતી ન્યુરોડિજનરેટિવ બીમારી છે ક્રોનિક હાર્ટબ્રેકિંગ રોગ (CWD), જેને ક્યારેક “ઝોમ્બી ડીયર ડિસીઝ” કહેવાય છે. CWD હરણને અસાધારણ વર્તણૂક પ્રદર્શિત કરવા માટેનું કારણ બની શકે છે, જેમ કે વર્તુળોમાં ચાલવું, કઠોર મુદ્રામાં રહેવું અને તેમની આસપાસની જાગૃતિની ખોટ દર્શાવવી.
તેથી, વર્તુળોમાં દોડતા હરણનું દૃશ્ય સામાન્ય જિજ્ઞાસા અથવા માત્ર મનોરંજન જેવું લાગતું હોવા છતાં, જો તમને પ્રાણીઓ તરફથી અસામાન્ય વર્તન જણાય તો, તેમની સુખાકારીની ખાતરી કરવા માટે, વ્યાવસાયિકનો સંપર્ક કરવો તે હંમેશા સમજદારીભર્યું છે. કુદરત એક રહસ્યમય પુસ્તક રહે છે, હરણનું વર્તન કોઈ અપવાદ નથી. આ કોયડાઓના જવાબોની શોધ આપણને જીવનની અનંત વિવિધતા અને જટિલતાની યાદ અપાવે છે.
Social Media
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાંસદાબાદ સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તર રેન્જમાં સ્પોટેડ ડિયરનું એક બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 31સ્પોટેડ ડીયર લાવવામાં આવનાર છે. હાલ પ્રથમ ફેસમાં છ સ્પોટેડ હરણ લાવવામાં આવ્યા છે ,જેમાં ચાર ફિમેલ અને બે-મેલ નો સમાવેશ થાય છે.
Social Media
માંડવીનો જંગલ વિસ્તાર 50000 થી 60000 હેકટર માં આવેલ છે અને આ વિસ્તાર માં અભ્યારણ બનાવવા માટે ની એક પ્રપોઝલ પર હાલ કામ કરવામાં આવી રહ્યુ છે.જેના ભાગરૂપે સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તર રેન્જ ખાતે સરવી બીટ વિસ્તારમાં એક સ્પોટેડ ડીયર બ્રીડિંગ સેન્ટર ની શરૂઆત કરી છે.આ અંગે સુરત વન વિભાગ ના ડીસીએફ આનંદકુમાર એ કહ્યું કે માંડવી અને તાપી જિલ્લા ની 3 રેન્જ મળીને ઘણો મોટો વિસ્તાર થાય છે. માંડવી ની જંગલ 50 થી 60,000 હેક્ટરમાં ફેલાયેલું છે અને આ જંગલમાં એક પણ ગામડું નથી.
વાંસદા બાદ સુરત ના માંડવી ખાતે બન્યું બ્રીડિંગ સેન્ટરSocial Media
આ વિસ્તારમાં સેન્ચ્યુરી બનાવવાની પ્રપોઝલ મૂકવામાં આવે છે.અને દોઢ વર્ષ સુધીમાં જેનું કામ શરૂ પણ થઈ જશે. જેના ભાગરૂપે અમે માંડવી ઉત્તર રેન્જ ના સરવી બીટ વિસ્તારમાં સ્પોટેડ ડીયર બ્રીડિંગ સેન્ટર ની શરૂઆત કરી છે સુરત અને તાપી જિલ્લામાં સ્પોટેડ ડીયર જોવા નથી મળતા. તેથી જ અમે અહીં એક બ્રીડિંગ સેન્ટર ની શરૂઆત કરી છે. તે માટે અમે 31 જેટલા સ્પોટેડ ડીયર લાવવાના છે.
Social Media
જેમાંથી 23 ફિમેલ અને 8 મેલ ડિયર નો સમાવેશ થાય છે. પ્રથમ ફેસમાં હાલ અમે 6 ડિયર લાવ્યા છે. જેમાં ચાર ફિમેલ અને 2 મેલ નો સમાવેશ થાય છે.આ 6 ડીયર અમે પ્રાયોગિક ધોરણે લાવ્યા છે જો તેઓને અહીંનું વાતાવરણ ફાવી જશે તો અમે બાકીના ડીઅર પણ લઈ આવીશું. આ તમામ ડીયર શક્કરબાગ અને ગીર સેન્ચ્યુરી માંથી લાવવામાં આવ્યા છે. આ 6 ડીયર ને અમે બે હેક્ટરમાં પાંજરું બનાવીને રાખ્યા છે. જો આ ડિયર અહીં સેટલ થઈ જશે તો અમે તેઓને પ્રથમ સોફ્ટ રિલીઝ કરીશું અને ત્યારબાદ હાર્ડ રીલીઝ કરીશું. આ ડિયર વર્ષમાં બે વાર બ્રીડિંગ કરે છે.
ફ્લાય કેચર, ઈન્ડિયન કર્સર, સ્નાઈપ, પ્રેટિંકોલ સહિતનાં પક્ષીઓ ઉનાળામાં સારી રીતે જોઈ શકાય
ભારત દેશ પક્ષીઓ નું સ્વર્ગ છે. ભારત માં દુનિયાના 12% એટલે કે આશરે 1394 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. ગુજરાતમાં પણ 600થી વધારે અને વડોદરામાં 200થી વધારે પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. વડોદરાની આજુબાજુ ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી યાયાવર પક્ષીઓ વઢવાણા સરોવર તેમજ ટીંબી સરોવરમાં જોવા મળે છે. તે સિવાય પરીએજ તેમજ કનેવાલ તળાવ પણ ઠંડીની ઋતુ માં પક્ષી દર્શન માટે આદર્શ છે.
પક્ષીવિદ્ ડૉ.રાહુલ ભાગવતે જણાવ્યું હતું કે, પક્ષીઓ આપણી આસપાસ બારેમાસ હોય છે. ઉનાળામાં તળાવ સૂકાયા ડો.રાહુલ ભાગવત બાદ પણ કાદવ-કિચડમાં પણ વિવિધ પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરતાં હોય છે. જેથી ઉનાળામાં પક્ષી દર્શન માટે થોડી વધુ મહેનત કરવી પડે છે. ઊનાળો આવતા અમુક ફ્લાય કેચર તેમજ જંગલમાં રહેતા પક્ષીઓનું સુંદર અવલોકન થઈ શકે છે. મે મહિનાના આખરે નવરંગ પક્ષીનું આગમન થાય છે, તે સિવાય તળાવ કાંઠે કીચડમાં અનેક પ્રકારના પક્ષીઓ વહેલી સવારે અને મોડી સાંજે ગરમી ઓછી થતાં જોવા મળે છે. જેમાં પ્રેટિન્કોલ તેમજ કર્સર જાતિના પક્ષીઓ સારી રીતે જોવા મળી શકે છે. પાનખર ઋતુ શરૂ થતાં જાંબુઘોડા રતનમહાલ, શૂલપાણેશ્વરના જંગલોમાં ઘુવડની વિવિધ પ્રજાતીઓ જોવા જઈ શકાય છે. તે સાથે જ રીંછ, દીપડા, ઝરખ તેમજ શિયાળ જોવાનો લહાવો પણ મળી શકે છે.
વડોદરાની આસપાસ ઉનાળામાં જોવાં મળતાં પક્ષીઓ
જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વડોદરા સમૃદ્ધ છે. અહીં શિયાળા તેમજ ચોમાસા સહિત ઉનાળામાં પણ પક્ષી દર્શન બખૂબી થઈ શકે છે. ઉનાળામાં પેરેડાઈઝ ફલાય કેચર, બ્લેક હેડેડ બંટિંગ, ક્રેસ્ટેડ બંટિંગ, વેસ્ટર્ન રીફ એગ્રેટ, વાયર ટેઈલ્ડ સ્વોલોવ પર્પલ સનબર્ડ. મોટલ વુડ આઉલ, બ્રાઉન વુડ આઉલ સહિતના પક્ષીઓ સરળતાથી દેખા દે છે.
પક્ષીઓ ઋતુ પ્રમાણે તેમની જગ્યા બદલે છે.
દરેક ઋતુ પ્રમાણે તેમની જગ્યાઓ બદલાતી રહે છે. દરેક ઋતુમાં જુદાજુદા વિવિધ પ્રકારના પક્ષીઓ પ્રવૃતિમય થાય છે. તેથી જ બારે માસ પક્ષી દર્શન થઈ શકે છે. જેમાં નવરંગ અને ચાતક ફક્ત ઉનાળા અને ચોમાસા માં જ જોવા મળે છે. વહેલી સવારે અને મોડી સાંજે સારું પક્ષી દર્શન થઈ શકે. વડોદરામાં ટીંબી અને ડભોઈના વઢવાણા તળાવમાં પણ સ્થાનિક પ્રજાતિના પક્ષીઓ જોઈ શકાય છે.