કોંક્રિટના જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી(Sparrow) ‘બેઘર’ થઈ ગઈ
20 માર્ચ વિશ્ર્વ ચકલી(World Sparrow Day) દિવસ આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલી(Sparrow) હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજાતિની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલી(Sparrow)ને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જોવા મળે તો નવાઈ નહિ.
WSON Team
પહેલા ઘર નળિયા તથા છાપરા દિવાલ ઘડીયાલ અને ફોટો છબી પાછળ પણ માળા બાંધતી હતી. હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલી(Sparrow)ઓ માળો બાંધી શકતી નથી. ચકલી(Sparrow)ઓનો ચીં..ચીં..અવાજ પણ હવે ઓછો સંભળાય છે. https://wildstreakofnature.com/protecting-declining-sparrow-population-celebrating-world-sparrow-day/હવે લુપ્ત થવાની કગાર પર આવી પહોચી છે. ત્યારે હવે ચકલી(Sparrow)ઓને બચાવવી ખુબ જ જરૂરી છે.
આજે વિશ્વ ચકલી દીવસ:
WSON Team
એક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલી(Sparrow)ઓની પ્રજાતી લુપ્ત થઇ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો દોહલો બન્યો છે. આથી ચકલીની પ્રજાતીને લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્વમાં આજે 20 માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દીવસ’ની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ છે કે, વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઇ નકકર કામગીરી થાય છે તે એક મોટો સવાલ છે.
પાછલાં કેટલાક વર્ષોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા:
WSON Team
પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલી(Sparrow)ઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે.
આ કારણે ચકલી(Sparrow)ઓને ચણ મળતી નથી. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલી(Sparrow)ઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલી(Sparrow)ની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી લુપ્ત થઇ રહી છે. માનવી અને ચકલી(Sparrow) જ્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારથી લઈને અત્યારસુધી માનવી સાથે રહેવા ટેવાયેલી છે. પરંતુ ચકલી(Sparrow)ના સ્વભાવ સામે મનુષ્યનો સ્વભાવ આજે બદલાય ગયો છે. https://wildstreakofnature.com/world-sparrow-day-2022-fly-hinge-or-stay-indoors/અને એટલા જ માટે લુપ્ત થતી ચકલી(Sparrow)ઓને બચાવવી હવે જરૂરી છે. દર વર્ષે તા.20 મીએ વિશ્વ ચકલી(Sparrow Day) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેથી લોકોમાં ચકલીઓને લઈને જાગૃતિ આવી શકે તે અત્યંત જરૂરી છે.
WSON Team
ચકલી(Sparrow)ની ચીચી હવે ફરી લોકોના ઘરમાં ચી..ચી..નો અવાજ સાંભળવા મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે. આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ આપવાની જરૂર છે. જો આવું નહિ કરીએ તો આવનારા સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠયપુસ્તકોમાં પુરતા જ રહી જશે. તો આવો સાથે મળીને આ વન્યસંપદા અને ચકલી(Sparrow) બચાવવાનો એક પ્રયાસ કરીએ.
અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વનતારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
Social Media
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ – વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે.
ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર 3000 એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પ્રાણીસંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે 3000-એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે.
ભારતની અનન્ય વનતારા પહેલ, આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે. શ્રી અંબાણી જામનગરમાં રિલાયન્સના મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે, અને તે ક્ષમતામાં, 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની યાત્રાનું નેતૃત્વ કરે છે.
વનતારા અત્યાધુનિક આરોગ્યસંભાળ, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ પ્રથાઓ નિર્ધારીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના કાર્યક્રમોમાં, વનતારા અદ્યતન સંશોધન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) સાથે અદ્યતન સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
Social Media
છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રોગ્રામમાં 200 થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે.
તાજેતરમાં, વનતારાએ મેક્સિકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે. તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરીટીના મદદના સાદને પ્રતિભાવ આપતાં ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે.
આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૂ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતીય મૂળની ગંભીરરીતે લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે મહત્વપૂર્ણ રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા અને પ્રજાતિઓ માટેના તાત્કાલિક જોખમોને સંબોધવા અને વનતરાને અગ્રણી સંરક્ષણ કાર્યક્રમ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ. અમને આનંદ છે કે અમારા પ્રયાસોને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો અમારા મિશનમાં જોડાયા છે અને અમે ભાગ્યશાળી છીએ કે અમને સરકારી સંસ્થાઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના સક્રિય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા છે.
વનતારાનો હેતુ ભારતના તમામ 150-થી વધુ પ્રાણીસંગ્રહાલયોને તાલીમ, ક્ષમતાનિર્માણ અને પ્રાણીઓની સંભાળના માળખાના સંદર્ભમાં સુધાર લાવવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે વનતારા વૈશ્વિક સ્તરે આશાનું કિરણ બની રહે અને દર્શાવે કે કેવી રીતે ઉદ્દાત વિચારો ધરાવતી સંસ્થા વૈશ્વિક જૈવવિવિધતા (ગ્લોબલ બાયોડાઇવર્સિટી) સંરક્ષણ પહેલને મદદ કરી શકે છે.”
વનતારાની સ્થાપના માટે તેમને પ્રેરણા આપનાર ફિલસૂફી અંગે સમજાવતા શ્રી અંબાણીએ જણાવ્યું કે, “વનતારા એ આધુનિક વૈજ્ઞાનિક અને તકનીકી વ્યાવસાયિકતાની શ્રેષ્ઠતા સાથે કરુણાના વર્ષો જૂના નૈતિક મૂલ્યનું સંયોજન છે. હું જીવ સેવા (પ્રાણીઓની સંભાળ) ને ભગવાન અને માનવતાની સેવા તરીકે જોઉં છું.
વનતારામાં હાથીઓ માટેનું કેન્દ્ર અને સિંહ અને વાઘ, મગર, દિપડા વગેરે સહિત અન્ય મોટી-નાની પ્રજાતિઓ માટેની સુવિધાઓ છે.
એલિફન્ટ સેન્ટર:
Social Media
વનતારા ખાતે હાથીઓ માટેનું સેન્ટર 3000 એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એન્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુઝી સાથે ફેલાયેલું છે. આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું છે જ્યાં તેમની પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, રોગવિજ્ઞાનીઓ, પોષણશાસ્ત્રીઓ અને પ્રકૃતિશાસ્ત્રીઓ સહિત 500થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે.
Social Media
આ સેન્ટર પાસે 25,000 ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે, જે પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેસર મશીનો, સંપૂર્ણ સજ્જ ફાર્મસી, તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી, નિદાન માટે આયાતી એલિફન્ટ રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર સાથે સજ્જ છે. આ હોસ્પિટલ કેટરેક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ સર્જરીઝ કરે છે (તેના પ્રકારના પ્રથમ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ડોસ્કોપી સાધન સાથે) અને જરૂરી કોઈપણ શસ્ત્રક્રિયા કરવા સક્ષમ છે.
આ સેન્ટર પાસે 14000 ચોરસ ફૂટથી વધુનું વિશેષ રસોડું છે જે દરેક હાથી માટે તેમના ઓરલ હેલ્થ સહિત તેમની અત્યંત આવશ્યક શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ પસંદ કરવામાં આવેલો આહાર તૈયાર કરવા માટે સમર્પિત છે.
આ સેન્ટર હાથીઓની સંભાળ માટે આયુર્વેદ તકનીકો પણ અજમાવે છે, ગરમ તેલના મસાજથી લઈને મુલતાની માટી સુધીના ઉપચારો સાથે આયુર્વેદ પ્રેક્ટિશનરો હાથીઓ માટે ચોવીસ કલાક કામ કરે છે.
રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર:
Social Media
સર્કસ અથવા ગીચ પ્રાણી સંગ્રહાલયમાં તૈનાત કરાયેલા જંગલી પ્રાણીઓ માટે 3000 એકર પરિસરમાં 650 એકરથી વધુનું એક રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે જ્યાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓને અત્યાધુનિક વિશાળ એન્ક્લોઝર્સ અને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે છે.
આશરે 2100થી વધુ કર્મચારીઓના સંખ્યાબળ સાથે રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટરે સમગ્ર ભારતમાંથી માર્ગ અકસ્માતો અથવા માનવ-જંગલી પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં ઇજાગ્રસ્ત થયેલા લગભગ 200 દીપડાઓને બચાવ્યા છે. આ સેન્ટર દ્વારા તમિલનાડુમાં ખીચોખીચ અને ભીડભાડવાળી ફેસિલિટીમાંથી 1000થી વધુ મગરોને બચાવાયા છે. આ કેન્દ્રે આફ્રિકામાં શિકારની જગ્યાઓમાંથી, સ્લોવાકિયામાં અસાધ્ય રોગના ભય હેઠળ પીડાતા, મેક્સિકોની ફેસિલિટીઝમાં ગંભીર રીતે પીડિત પ્રાણીઓને બચાવ્યા છે.
આ સેન્ટર પાસે એક લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ અને તબીબી સંશોધન કેન્દ્ર છે. આઇ.સી.યુ., એમ.આર.આઇ., સીટી સ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ સ્કેલર, લિથોટ્રિપ્સી, ડાયાલિસિસ, સર્જરીઓ અને બ્લડ પ્લાઝ્મા સેપરેટર માટે લાઇવ વીડિયો કોન્ફરન્સીસ માટેની ઓઆરવન ટેક્નોલોજી આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પાસે છે.
43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણીઓ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની દેખરેખ હેઠળ છે. આ સેન્ટરે લુપ્તપ્રાય પ્રજાતિના સાત ભારતીય અને વિદેશી પ્રાણીઓનો કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે, તેનો ઉદ્દેશ આ લુપ્તપ્રાય પ્રાણીઓને તેમના મૂળ નિવાસસ્થાનોમાં પુનઃસ્થાપિત કરી શકાય તેટલી સંખ્યામાં તેમની અનામત સંખ્યા ઊભી કરવાનો છે જેનાથી તેમને લુપ્ત થતાં બચાવી શકાય.
આજે વનતારા ઇકોસિસ્ટમે 200 હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, જગુઆર વગેરે, 300થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને 1200થી વધુ સરિસૃપ જેમ કે મગર, સાપ અને કાચબા માટે જીવન અને આશાનો સંચાર કર્યો છે.
રેસ્ક્યુ અને એક્સચેન્જમાં કાયદાનું અનુસરણ:
Social Media
બચાવાયેલાં તમામ પ્રાણીઓને ઝૂ રૂલ્સ, 2009ની માન્યતાઓ મુજબ તેમજ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ સ્થાપિત જોગવાઈઓ અનુસાર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઉપરાંત જે-તે રાજ્યના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની આગોતરી મંજૂરીઓ મેળવ્યા બાદ વનતારા ખાતે લાવવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી અનુમતિ /મંજૂરી મળે તે પછી તમામ પ્રાણીઓના એક્સચેન્જને હાથ ધરવામાં આવે છે. ભારતમાંની તેમજ વિદેશની અન્ય સંસ્થાઓ તરફથી મળતી એક્સચેન્જની વિનંતીઓને પણ વનતારાએ પ્રત્યુત્તર આપ્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય, વિદેશ વ્યાપાર મહાનિદેશક, પશુ સંવર્ધન અને ડેરી વિભાગ તથા વન્યજીવ ગુના નિયંત્રણ બ્યૂરો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી આવાં પ્રાણીઓને લાવવામાં આવે છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ:
વેનેઝુએલન નેશનલ ફાઉન્ડેશન ઓફ ઝૂસ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે નિકટતાથી કામ કરીને તેમજ સ્મીથસોનિયન અને વર્લ્ડ એસોશિયેશન ઓફ ઝૂસ એન્ડ એક્વારિયમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડાઈને વનતારા પ્રોગ્રામને અપ્રતિમ લાભ મળ્યો છે. ભારતમાં, તે નેશનલ ઝૂઓલોજીકલ પાર્ક, આસામ સ્ટેટ ઝૂ, નાગાલેન્ડ ઝૂઓલોજીકલ પાર્ક, સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક વગેરે સંસ્થાઓ સાથે સહયોગથી કામ કરે છે.
શિક્ષણ અને જાગૃતિ:
Social Media
લોકોમાં, ખાસ કરીને યુવાઓ અને બાળકોમાં પશુ સંવર્ધનના મુદ્દે જાગૃતિ વધે તે માટે, વનતારા પહેલ હેઠળ જ્ઞાન અને સંસાધનોના એક્સચેન્જ સહિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે નિકટતાથી સહકાર સાધવા ઉપર પણ મહત્તમ ભાર મૂકાય છે. તેના હેઠળ આધુનિક અને ફ્યુચરિસ્ટિક, હવામાન નિયંત્રિત બંધ ભાગમાં અમુક પ્રાણીઓ માટે જોવાના સ્થળની રચના કરાઈ છે, જેના પગલે કરુણા અને કાળજીના કાર્યમાં નવા માપદંડો સ્થાપિત કરાયા છે.
ગ્રીન એરિયા:
વનતારા પ્રાણીઓનું રેસ્ક્યુ (ઉગારવા) અને કન્ઝર્વેશન (સંવર્ધન) એ એકબીજાનાં પૂરક બને તે રીતે આગળ વધવામાં દૃઢપણે માને છે અને વનતારા પ્રોગ્રામ હેઠળ રિલાયન્સ રિફાઈનરીના વિસ્તારોને હરિયાળા બનાવવાનું કાર્ય આગળ ધપાવવાની પરિકલ્પનાને સાકાર કરાઈ રહી છે, તે મુજબ અત્યાર સુધીમાં હજારો એકર જમીનને હરિયાળી બનાવી દીધી છે.
દરિયામાં રહેતા આ નાના કોમળ જીવો પોતાના રક્ષણ માટે શરીર ફરતે સખત શંખ અને છીપલાનું આવરણ બનાવતા હોય છે.
WSON Team
જામનગર જિલ્લામાં આવેલા મરીન નેશનલ પાર્ક ખાતે તાજેતરમાં વનવિભાગ દ્વારા એક વિશિષ્ટ કામગીરી સંપન્ન કરવામાં આવી જેના તરફ સામાન્ય લોકો તો ઠીક પરંતુ જીવસૃષ્ટિના ચાહકોનું પણ ખાસ ધ્યાન નથી પડ્યું. નરારા પાસેના મરીન નેશનલ પાર્કમાં આવેલી પરવાળાઓની વસાહતને સફળતાપૂર્વક દરિયામાં પાંચ કિ.મી. દૂર સ્થળાંતરિત કરવામાં આવી છે.
દરિયામાં રહેતા આ નાના કોમળ જીવો પોતાના રક્ષણ માટે શરીર ફરતે સખત શંખ અને છીપલાનું આવરણ બનાવતા હોય છે. આ જીવડાના શરીરમાં જાતજાતના રસાયણો હોય છે. આ જીવો નાશ પામે ત્યારે દરિયાકાંઠે તેના અવશેષો જમા થાય છે. દરિયાના પાણીના મોજા આ અવશેષો કાંઠે ધકેલી એક વિશિષ્ટ રચના ઊભી કરે છે. વર્ષોની આ પ્રક્રિયાથી સમુદ્રમાં કેટલાક સ્થળે આવા અવશેષો જમા થઈને વિશાળ ટાપુઓ બનેલા છે તેને પરવાળાના ટાપુ કે કોરલ રિફ કહે છે. પરવાળાના ટાપુ મોટે ભાગે કેલ્શિયમ કાર્બોનેટના થરના બનેલા ખડકો હોય છે, પણ રંગબેરંગી હોય છે.
Social Media
દરિયાકિનારાને અડીને બનેલા રંગીન ટાપુને ટ્રિન્જિંગ રિફ અને કિનારાથી દૂર બનેલા ટાપુને બેરિયર રિફ કહે છે. મૂળ ગ્રીક ભાષામાંથી આવેલ આ પ્રાણીના નામનો અર્થ ‘સમુદ્રનો પુત્ર’ થાય છે. કોરલનો રંગ ખૂબ જ વૈવિધ્યસભર લાલ, કાળો, સફેદ અને દૂધિયા, ગુલાબી, કેટલીક વાર વાદળી અને પીળો હોય છે. મેટ ફીનીશ ધરાવતું આ તત્વ પ્રક્રિયા કર્યા પછી ગ્લાસી ચમક મેળવે છે અને ઘરેણાં સહિત અનેક ઉપયોગમાં લેવાય છે.
નરારાના દરિયામાં પાથરેલી એક સરકારી ઉદ્યોગગૃહની 40 વર્ષ જૂની જર્જરીત પાઈપલાઈન બદલવાની જરૂર ઉભી થતાં આ કોરલ કોલોની વિનાશના ભયમાં હતી. આ લુપ્તપ્રાય જીવોના અસ્તિત્વને જાળવી રાખવા માટે જુલાઇ 2021 માં ગુજરાત વન વિભાગ અને ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિષ્ણાતોએ કમર કસી.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1980માં જાહેર થયેલા ભારતના સૌ પ્રથમ આરક્ષિત દરિયાઈ વિસ્તાર એવા મરીન નેશનલ પાર્કના વિશાળ વિસ્તારમાં 42 ટપુઓ આવેલા છે, જેમાંથી 33 ટાપુઓ પર દરિયાઈ અને કાંઠા વિસ્તારના પર્યાવરણ સંતુલન માટે મહત્વની અને સમુદ્રના વર્ષા વન તરીકે જાણીતી દરિયાઈ પરવાળા (કોરલ)ની ભારતની સૌથી મોટી પૈકીની વસાહતો આવેલી છે.
નરારા ટાપુ નજીકની આવી કોરલ વસાહતને સલામતીપૂર્વક ખસેડવી એ એક પડકારરૂપ કાર્ય હતું. ભારતના આ સૌથી મોટા ટ્રાંસલોકેશન પ્રોજેક્ટમાં તમામ દરિયાઈ જીવોને સફળતાપૂર્વક મૃત્યુમાંથી બચાવી લેવાયા છે. મેન્યુઅલી અને સ્કુબા ડાઈવીંગ કરીને એક એક પરવાળાને નવાં સ્થળે સ્થાપિત કરાયા છે એટલું જ નહીં હજુ સાડા ત્રણ વર્ષ સુધી એટલે કે વર્ષ 2026 સુધી આ સ્થળાંતરિત પરવાળાઓનું મોનીટરીંગ પણ કરાશે.
પાંચ વર્ષમાં ગુજરાતમાં 555 સિંહોના મોત નિપજ્યા છે.
સિંહોના રક્ષણના મામલે ગુજરાત સરકારના દાવાની પોલ ખૂલી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 555 સિંહોના મોત નિપજ્યા છે. તેવુ લોકસભામાં ગુજરાત સરકારે જવાબ આપ્યો છે. વર્ષ 2019 થી 2023 સુધીના ગાળામાં દર વર્ષે 100 જેટલા સિંહો મોતને ભેટે છે. પાંચ વર્ષ દરમિયાન સૌથી વધુ 2020 માં 124 સિંહોના મોત નિપજ્યા છે.
વર્ષ 2019 – 113 મોત
વર્ષ 2020 – 124 મોત
વર્ષ 2021 – 105 મોત
વર્ષ 2022 – 110 મોત
વર્ષ 2023 – 130 મોત
કુલ મોત – 555
તો બીજી તરફ, ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે, રાજ્યમાં 2 વર્ષમાં 29 સિંહના અકુદરતી મૃત્યુ થયા છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં જવાબ અપાયો કે, 31 ડિસેમ્બર 2023 ની સ્થિતિ સંદર્ભે બે વર્ષમાં 113 સિંહ, 126 બાળ સિંહ, 294 દીપડા, 110 દીપડાના બચ્ચાના મોત નિપજ્યા છે. જે પૈકી 21 સિંહ, 8 બાળ સિંહ, 101 દીપડા અને 31 દીપડાના બચ્ચાના અકુદરતી મોત નિપજ્યા છે. 92 સિંહ, 118 બાળ સિંહ, 193 દીપડા, 79 દીપડાના બચ્ચાના કુદરતી મોત નિપજ્યા છે. દીપડા અને સિંહના કુદરતી મોત અટકાવવા સરકારે પગલા લીધા હોય તેવું આ આંકડા પરથી જરા પણ નથી લાગતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો વન પર્યાવરણ મંત્રી દ્વારા લેખિત જવાબ અપાયો છે.
મહત્વનું છે કે ગુજરાતમાં 2023માં કેટલા સિંહ અને દીપડાના મોત થયા છે અને આ પૈકી કેટલાંના મૃત્યુ કુદરતી-અકુદરતી રીતે થયેલા છે તેવા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી સામે આવી છે. જે અનુસાર 2022માં 55 સિંહ અને 62 સિંહબાળના મોત થયા છે. જ્યારે 2023માં 58 સિંહ અને 64 બાળસિંહના મોત થયા છે. એટલું જ નહીં 132 જેટલાં દીપડાના પણ અકુદરતી મૃત્યુ થયા છે. તો 29 જેટલાં સિંહના અકુદરતી મૃત્યુ થયા છે.
વર્ષ 2023માં 122 જેટલાં સિંહના મોત થયા, 2019થી 2023 સુધીમાં 555 સિંહોના મોત થયા
ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના ગુજરાતના દાવા વચ્ચે આ ચોંકાવનારો ખુલાસો થયો છે. સાથે જ વન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ, ટ્રેકર્સની નિમણૂક સહિતના દાવા પણ પોકળ સાબિત થયા છે.
વ્હેલ માછલી જેવા જાજરમાન જીવો જે મહાસાગરો પર શાસન કરે છે, સદીઓથી તેમના પ્રચંડ કદ અને રસપ્રદ વર્તનથી મનુષ્યોને આકર્ષે છે.
આ જીવોના સૌથી આકર્ષક પાસાંઓમાંની એક તેમની પાણીની અંદર શ્વાસ લેવાની ક્ષમતા છે, જે જીવવિજ્ઞાનના મૂળભૂત નિયમોને અવગણતી હોય તેવું લાગે છે. જો કે, વ્હેલની શ્વાસ લેવાની પદ્ધતિ એ એક ઉત્ક્રાંતિ અનુકૂલન છે જે તેમને તેમના જળચર વાતાવરણમાં રહેવા દે છે.
વ્હેલની શ્વાસ લેવાની પદ્ધતિ:
આ વ્હેલબધા સસ્તન પ્રાણીઓની જેમ, તેમને શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. ડાઇવ દરમિયાન, વ્હેલએ તેનો શ્વાસ રોકવો જોઈએ અને તેના ઓક્સિજન સપ્લાયને સાચવવો જોઈએ. આ ગેસનું વિનિમય વ્હેલના ફેફસામાં થાય છે, જે મનુષ્યો અને અન્ય ભૂમિ સસ્તન પ્રાણીઓ જેવી જ પ્રક્રિયા છે અને તે તેમની શ્વાસ લેવાની પદ્ધતિનો આધાર છે.
તમે જે વિચારો છો તેનાથી વિપરીત, વ્હેલ તેમના મોં દ્વારા શ્વાસ લઈ શકતી નથી. તેના બદલે, તેઓ એક છિદ્રનો ઉપયોગ કરે છે, જે માથાની ટોચ પર સ્થિત સર્પાકાર તરીકે ઓળખાય છે. જ્યારે વ્હેલ પાણીની સપાટી પર પહોંચે છે, ત્યારે તે બ્લોહોલ દ્વારા હવાને બહાર કાઢે છે, ત્યારબાદ હવાના ઝડપી શ્વાસ દ્વારા ફેફસામાં મોકલવામાં આવે છે.
વ્હેલ માછલીની શ્વસન રચના:
વ્હેલના ફેફસાં, આપણા જેવા જ હોવા છતાં, જળચર જીવન માટે જરૂરી અનુકૂલનની શ્રેણીમાંથી પસાર થયા છે. માનવ ફેફસાંથી વિપરીત, જે શ્વાસ દરમિયાન ધીમે ધીમે વિસ્તરે છે અને સંકુચિત થાય છે, વ્હેલ ફેફસાં તેઓ વધુ ઝડપથી વિસ્તરી શકે છે અને સંકુચિત થઈ શકે છે, જે કાર્યક્ષમ શ્વાસ અને શ્વાસ બહાર કાઢવા માટે પરવાનગી આપે છે.
અન્ય નોંધપાત્ર અનુકૂલન એ છે કે જ્યારે તેઓ ડાઇવ કરે છે ત્યારે તેમના ફેફસાંને સંકુચિત કરવાની વ્હેલની ક્ષમતા છે. આ શક્ય છે કારણ કે તેમના ફેફસાં આપણા જેવા કઠોર પાંસળીના પાંજરાથી ઘેરાયેલા નથી, અને તેઓ ઇજા વિના આ મજબૂત દબાણનો સામનો કરી શકે છે.
ધ બ્લોહોલ- એક અનન્ય ઉત્ક્રાંતિ:
વ્હેલનું બ્લોહોલ એ અનિવાર્યપણે વિકસિત નાક છે જે લાખો વર્ષોના ઉત્ક્રાંતિમાં માથાની ટોચ પર ખસી ગયું છે. આ છિદ્ર વ્હેલને તેમના આખા શરીરને પાણીમાંથી દૂર કર્યા વિના શ્વાસ લેવાની મંજૂરી આપે છે.
વધુમાં, બ્લોહોલના અનુકૂલનથી વ્હેલને પાણીના પ્રવેશને રોકવા માટે જ્યારે તેઓ ડૂબી જાય ત્યારે તેને બંધ રાખવાની ક્ષમતા આપે છે. તે ત્યારે જ ખુલે છે જ્યારે વ્હેલ સપાટી પર હોય અને તેને શ્વાસ લેવાની જરૂર હોય, આમ ગૂંગળામણના ભયને ટાળે છે.
વ્હેલ માછલી અને ઊંડા ડાઇવિંગ:
વ્હેલ અવિશ્વસનીય રીતે મહાન ઊંડાણો સુધી ડાઇવ કરવાની તેમની ક્ષમતા માટે પ્રખ્યાત છે. આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે તેઓ આ લાંબા, ઊંડા ડાઇવ દરમિયાન તેમનો ઓક્સિજન પુરવઠો કેવી રીતે જાળવી રાખે છે.
વ્હેલ મ્યોગ્લોબિનમાં મોટી માત્રામાં ઓક્સિજન સંગ્રહિત કરવાની ક્ષમતા ધરાવે છે, એક સ્નાયુ પ્રોટીન. આ ક્ષમતા ખાસ કરીને ઊંચી છે વ્હેલ, તેમને પાણીની અંદર લાંબા સમય સુધી ઓક્સિજન પુરવઠો જાળવી રાખવાની મંજૂરી આપે છે.
અન્ય અનુકૂલન એ ડાઇવ દરમિયાન વ્હેલની ધીમી ચયાપચય છે. જ્યારે વ્હેલ ડાઇવ કરે છે, ત્યારે તેનું હૃદય વધુ ધીમી ગતિએ ધબકતું હોય છે, અને માત્ર સ્નાયુઓ જ રક્ત અને ઓક્સિજનનો સામાન્ય પુરવઠો મેળવે છે જે સ્વિમિંગ માટે જરૂરી છે. આ રીતે, તેઓ નિર્ણાયક શારીરિક કાર્યો માટે તેમનો ઓક્સિજન બચાવે છે.
વ્હેલ માછલીની શ્વાસ વિશે જિજ્ઞાસાઓ:
વ્હેલની કેટલીક પ્રજાતિઓ, જેમ કે બ્લુ વ્હેલ અને હમ્પબેક વ્હેલ, બ્લોહોલ ધરાવે છે જે 300 કિમી/કલાકની ઝડપે હવાને બહાર કાઢે છે! આ ઘણા રસપ્રદ તથ્યોમાંથી એક છે જે દર્શાવે છે કે આ જીવો પાણીની અંદરના જીવન માટે કેટલા આશ્ચર્યજનક રીતે અનુકૂલિત છે.
વ્હેલનું જીવન, તેમની જટિલ શ્વાસ લેવાની પદ્ધતિ સાથે, ઉત્ક્રાંતિ અને અનુકૂલનની શક્તિનો પુરાવો છે. આપણા જેવા સસ્તન પ્રાણીઓ હોવા છતાં, તેઓએ તેમના જળચર વાતાવરણમાં વિકાસ કરવા અને આપણા ગ્રહ પરના કેટલાક સૌથી રસપ્રદ અને રહસ્યમય જીવો તરીકે રહેવાની અવિશ્વસનીય અને કાર્યક્ષમ રીતો શોધી કાઢી છે.