એશિયાટીક સિંહોને અન્ય રાજ્ય કે પ્રદેશમાં ખસેડવાની હિલચાલનો કરાઈ રહ્યો છે વિરોધ

કેન્દ્ર અને રાજ્ય સરકાર ગીરના એશિયાટીક સિંહોને અન્યત્ર ખસેડવાની હિલચાલ કરી રહી હોવાની માહિતી વન વિભાગના પૂર્વ અધિકારીઓને મળી છે. જેને લઇને તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ વનવિભાગના સૂચિત અને શંકાસ્પદ નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યાં છે. ગીરના એશિયાટીક સિંહો અન્ય પ્રદેશમાં ખસેડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે વનવિભાગ પણ એશિયાટીક સિંહોની સંતતિનું રક્ષણ થાય તે માટે તેને અન્ય રાજ્યો કે પ્રદેશ તરફ ખસેડવા જોઈએ તેવો તર્ક આપી રહ્યાં છે, ત્યારે આ નિર્ણયનો વન વિભાગના પૂર્વ અધિકારીઓ વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, એશિયાટીક સિંહોને સ્થળાંતર કરવાનો એક પણ પ્રયાસ તે સફળ થવા દેશે નહીં.
  • 2014થી એશિયાટીક સિંહોના સ્થળાંતરનો મુદ્દો બની રહ્યો છે ચર્ચાસ્પદ

વર્ષ 2014માં કોંગ્રેસશાસિત કેન્દ્ર સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો હતો. જેનો વિરોધ જે તે સમયે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો અને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, ગીરના એશિયાટીક સિંહો ગીરમાં સુરક્ષિત છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન થતાં મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે ગીરના સિંહોને મધ્યપ્રદેશ મોકલવામાં આવે તેવી માગ કરી હતી. જેનો પ્રત્યુતર 2014 બાદ કેન્દ્રમાં સત્તા સ્થાને આવેલા ભાજપની સરકારે નનૈયો ભણી દીધો હતો. ત્યાર બાદ આ મામલો વનવિભાગની ફાઇલોમાં દબાયેલો જોવા મળી રહ્યો હતો. મધ્યપ્રદેશમાં સત્તાપલટો થયો છે અને ત્યાં ભાજપની સરકાર સત્તારૂઢ બની છે. કેન્દ્ર સરકાર પણ ગીરના કેટલાક સિંહોને મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાં ખસેડવાનું મન બનાવી લીધું હોવાની માહિતી વન વિભાગના પૂર્વ અધિકારીઓને પ્રાપ્ત થઇ રહી છે. જેનો તે વિરોધ પણ કરી રહ્યા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર આગામી દિવસોમાં ગીરના કેટલાક એશિયાટીક સિંહોને અન્ય રાજ્યો કે પ્રદેશ તરફ ખસેડવાનો નિર્ણય લઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ગીરના એશિયાટીક સિંહનું અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ સાબિત થશે. જેને લઇને ગીરમાં અને ખાસ કરીને એશિયાટીક સિંહોની વચ્ચે રહીને સતત નોકરી કરેલા પૂર્વ અધિકારીઓ કેન્દ્ર સરકારની હિલચાલને ખૂબ જ ગંભીર માની રહ્યાં છે અને ગીરના એશિયાટીક સિંહોને અન્યત્ર નહીં ખસેડવાની સ્પષ્ટ માગ કરી રહ્યાં છે.

પ્રાણીઓ માટે વરદાન બન્યું કોરોના, અરવલ્લીમાં જોવા મળી ઘણી લુપ્ત થયેલી પ્રજાતિઓ!

જ્યાં વિશ્વવ્યાપી કોરોના ફાટી નીકળતાં દરેક વ્યથિત છે. આને ટાળવા માટે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું. આવામાં અરવલ્લી પર્વતીય વિસ્તારો જ્યાં લોકો ઘણીવાર મુલાકાત લેતા હતા. હવે તે સાવ ખાલી છે. આવી સ્થિતિમાં તે સ્થળોએ મનુષ્યની ગેરહાજરીને લીધે વન્યજીવનને મુક્તપણે ફરવાની તક મળી છે. આવી સ્થિતિમાં, મનુષ્ય દ્વારા કહેવાતા કોરોના સમયગાળો તે વન્યપ્રાણીઓ માટે વરદાન સાબિત થયો છે.
WSON Team
અહેવાલો અનુસાર, આ પ્રાણીઓ અરવલ્લી પ્રદેશમાં કેટલીક જગ્યાએ જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, તે સ્થાનો અને પર્વતોની વચ્ચે ભટકતા દેખાયા અને ઘણીવાર રહેણાંક વિસ્તારોમાં જોવા મળ્યા.સાથે લોકોના ડરને કારણે તેઓ છુપાયેલા રહ્યા. આવી સ્થિતિમાં, પ્રાણીઓ માત્ર ઓછી માત્રામાં જ જોવા મળતા હતા. પરંતુ હવે કોરોના વાયરસના આગમન સાથે લોકોએ ઘરોમાંથી બહાર નીકળવાનું ઓછું કર્યું છે. આને કારણે વન્યપ્રાણી હવે સલામત લાગે છે અને ખુલ્લામાં રખડતા હોય છે. આ સાથે વન્યપ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે કોરોના સમયગાળામાં આ સજીવોની સંખ્યામાં વધારો થયો છે, તે આવતા વર્ષે બનનારી વન્યજીવનની ગણતરીથી જ જાણી શકાય છે. દહેરાદૂનની વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા તેનો નિર્ણય કરવામાં આવશે. અગાઉની ગણતરીઓ મુજબ, વર્ષ 2017 મુજબ, અરવલ્લી પર્વતીય ક્ષેત્રમાં સૌથી વધુ શિયાળ અને હાયના છે.
WSON Team
વન્યજીવનની સંખ્યા- શિયાળ 166, તેંદુઆ 31, સેહલી 91, મંગૂઝ 50, જંગલી બિલાડી 26, વરુ 4, લંગુર પ્રજાતિ 2, હાયના 126, અરવલી ઉપરાંત દમદામા, માનેસર, કસન, નૈનવાલ, બારદુરગર, ભોંડસી, બંધાવડીવાડી, માંગાર, કોટા, ખંડેલા, શિકોહપુર, રાયસીના અને ઘાટા વગેરેમાં પણ વન્યપ્રાણીઓ જોવા મળે છે. ખરેખર, આ વિસ્તારોમાં લોકોના ટોળાને કારણે વન્યપ્રાણી ભયભીત છે. આવી સ્થિતિમાં તેઓ ડરને લીધે ક્યાંક છુપાય છે. પરંતુ કોરોનાને કારણે લોકોની અવરજવર ઓછી થવાને કારણે વન્યપ્રાણીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 દીપડાઓને જામનગરના ઝૂમાં ખસેડાશે

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મેળવ્યા બાદ જામનગર નજીક બનાવવામાં આવેલા ગ્રીન જિયોલોજિકલ પાર્ક અને પુનર્વસન કેન્દ્રમાં જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 જેટલા દીપડાઓને મોકલવાની મંજૂરી મળતા અત્યાર સુધીમાં 24 જેટલા દિપડાઓને મોકલવાની કામગીરી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા કરવામાં આવી છે, હવે આગામી દિવસોમાં બાકી રહેતા 11 દીપડાઓને મોકલીને પ્રથમ તબક્કાના સ્થળાંતરને પૂર્ણ કરવામાં આવશે. જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાનું જૂનું પ્રાણી સંગ્રહાલય છે. અહીં સમગ્ર ગુજરાતમાંથી દીપડાઓને લાવીને તેમની વર્તણુંક દિનચર્યા સહીત અનેક બાબતોને લઈને દીપડાઓ પર સંશોધન કરવામાં આવે છે. અહીં લાવવામાં આવેલા દીપડાઓ સમગ્ર ગુજરાતમાંથી માનવી દ્વારા શિકાર પામેલા અને અનાથ મળી આવતા તેમને અહીં રાખવામાં આવે છે જ્યાં અનાથ દીપડાઓને છોડીને અન્ય દીપડાઓને આજીવન કેદ કરવામાં આવે છે. આથી અહીં દીપડાઓની સંખ્યામાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાનગી જિયોલોજિકલ પાર્કમાં દીપડાને મોકલવાથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાનું ભારણ ઘટશે. આથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાનગી પાર્કમાં દીપડાઓને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 જેટલા દીપડાઓને જામનગર નજીક કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળતા ગ્રીન જિયોલોજિકલ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર ખાતે મોકલવામાં આવશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગીરના ગીધ પણ બનશે સોલાર સેટેલાઈટ ટેગથી સુરક્ષિત, વન વિભાગ પહેરાવ્યા ટેગ

પ્રકૃતિમાં દરેક સજીવ કોઈ ને કોઈ રીતે પોતાનો અહમ રોલ ભજવે છે. પક્ષી, પ્રાણી ,જીવજંતુ કે વનસ્પતિ તમામ કોઈ ન કોઈ કારણથી આ પૃથ્વી પર નિર્મિત છે. પૃથ્વી પર રહેનારા આપણે પણ નિર્મિત છીએ પ્રકૃતિના આ તત્વોને જાળવી રાખવા માટે. પણ આપણે આ કામ માં બેકાળજીપૂર્વક વર્તન કરીએ છીએ. અને પરિણામે ટેકનોલોજી દ્વારા આ સજીવોને બચાવવા પ્રયત્ન કરવા પડે છે. હાલમાં જ વન વિભાગ દ્વારા એક પ્રયોગ સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યો છે. પૃથ્વી પર ના ‘સફાઈકમદાર’ તરીકે ઓળખાતા ગીધની ઘટી જતી સંખ્યાને લઈ પ્રકૃતિપ્રેમી ઓ ચિંતિત થયા છે અને ગીધના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયોગાત્મક રૂપે 5 ગીધને સોલાર સેટેલાઇટ ટેગ પહેરાવવા માં સફળતા મેળવી છે. ગીધ એક એવી પ્રજાતિ છે જે મૃત પશુઓ અને પ્રાણીઓ પર આધારિત છે.તેમનું અસ્તિત્ત્વ ખરેખર ખૂબ જરૂરી છે પરંતુ વૃક્ષો કપાતાં ગયા જંગલ ઘટતા ગયા, અવાવરી જગ્યાઓ ને ખુલ્લા મેદાનો ઘટતા ગયા ને ગિધો ને વસવાટ કરવો મુશ્કેલ બનતા ખોરાકની શોધમાં ભૂખ્યાં જ મરતા ગયા. એક સમયે 2000 ની સાલ સુધી હજારો ગીધ જોવા મળતા પરંતુ છેલ્લા વીસ વર્ષમાં ખૂબ ઝડપથી ઘટાડો થતા આજે માત્ર 40 જેટલા બચેલા જ ગિધો ગીર જંગલમાં જોવા મળે છે. વન વિભાગ હવે ગીધના ઉછેર માટે કટિબદ્ધ બન્યું છે અને એટલે જ ગીધની ગતિવિધિ, બીમારી, વસવાટ,જીવનશૈલી વગેરે જાણવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યુ છે. સોલાર આધારીત સેટેલાઇટ ટેગ ગીધમાં ફિટ કરવામાં આવ્યા છે જે થઈ ગીધના સમૂહ વિશે માહિતી મળતી રહે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 2020 થી 2025 ગીધ સંરક્ષણ માટે ખાસ કાર્યક્રમ અને આયોજન કરવામાં આવેલ છે.જાણીતા પક્ષીવિદ પદ્મ વિભૂષણ ડૉ સલીમ અલીની 124 મી જન્મજયંતી નિમિત્તે 6 પ્રકારના ગીધ ને સૂર્યઉર્જા આધારિત સેટેલાઈટ ટેગ લગાવવામાં આવ્યા છે જેમાં 1 રાજગીધ,2 સફેદ પીઠગીધ અને 3 ગિરનારી ગીધ પર પ્રયોગ કરવામાં આવેલ છે. ચાર સ્થાલનક છે જ્યારેચાર યાયાવર છે. વર્ષ 1992 થી 2007 દરમ્યાન થયેલા અભ્યાસ અનુસાર, ભારતમાાં સફેદ પીઠ ગીધની વસ્તીમાાં 99.9% અને અન્દ્ય ‘જીપ્સ’ પ્રર્જલતના ગીધની વસ્તીમાાંસરેરાશ 95% નો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ગીધની આ નાજુક પરિસ્થિતિ ને ધ્યાન પર લેતા, આઇયુસીએન (IUCN) દ્વારા ગીધની પ્રજાતિઓને ‘લુપ્તને આરે આવેલી’ પ્રજાતિ કે ‘ભયગ્રસ્ત’ પ્રજાતિની યાદીમાાં મૂકવામાં આવ્યા છે. વર્ષ 2019માાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ હાલ રાજ્યમાાં કૂલ ૩૫૨ જેટલા ‘સફેદ પીઠ ગીધ’ અને ૨૮૫ જેટલા ‘ગીરનારી ગીધ’ હોવાનો અંદાજ છે. રાજ્યમાાં‘સફેદ પીઠ ગીધ’ની લગભગ 45% જેટલી વસ્તી હાલમાં સૌરાષ્ટ્રમાં વસી રહી છે, જે પૈકી ભાવનગર જિલ્લાની ખાસ કરીને મહુવા વિસ્તારની ગીધની વસ્તી વર્ષ 2012થી અસ્થિર હોવાનુ મનાય છે. આજ પ્રમાણે ‘ગીરનારી ગીધ’ની લગભગ 52% જેટલી વસ્તી પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં વધુ જોવા મળે છે. ભારત દેશમાાં કૂલ 9 (નવ) પ્રકારના ગીધ પક્ષીઓ જોવા મળેછે, જે પૈકી ગુજરાત રાજ્યમાં આઠ પ્રજાતિઓ નોંધાયેલી છે, જેમાં ચાર સ્થાનિક છે જ્યારે ચાર યાયાવર છે. વર્ષ 1992 થી 2007 દરમયાન થયેલા અભ્યાસ અનુસાર, ભારતમાાં સફેદ પીઠ ગીધની વસ્તીમાં અને અન્ય ‘જીપ્સ’ પ્રજાતિના ગીધની વસ્તીમાં સરેરાશ 95% નો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ગીધની આ નાજુક પરિસ્થિતિ ને પર લેતા, આઇયુસીએન (IUCN) દ્વારા ગીધને લુપ્ત થતી પ્રજાતિ કે ભયગ્રસ્ત પ્રજાતિની યાદીમાં મુકવામાં આવેલ છે.વર્ષ૨૦૧૯માાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ હાલ રાજ્યમાં કૂલ ૩૫૨ જેટલા ‘સફેદ પીઠ ગીધ’ અને 285 જેટલા ‘ગીરનારી ગીધ’હોવાનો અંદાજ છે.ગીધની લુપ્ત થતી પ્રજાતિ વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બનતો જાય છે. એક પ્રયાસ રૂપે ગીધની પ્રજાતિ બચાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગીધને ટેગ કરવાનુ કાર્ય 12 ઓકટોબર થી 12 નવેમ્બર 2020 દરમ્યાન સાસણ અને મહુવા ખાતે કરવામા આવ્યુ. જે દરમયાન તજજ્ઞો સાથે પ્રથમ ચોક્કસાઈ અનેઊંડાણપૂર્વકનો સર્વે કરવામા આવ્યો, અને ત્યારબાદ ગીધ પક્ષીઓને અનુભવી અનેકુશળ ટ્રેપરની મદદ વડે પકડીને, સુરક્ષા તેમજ યોગ્ય પદ્ધતિનું પાલન કરી, નિયમો અનુસાર ટેગ લગાડવામા આવ્યા. આ કાર્યથી ગીધ પક્ષીની વર્તુણક બાબતની અનેક વૈજ્ઞાનિક માહિતી પ્રાપ્ત થશેકે જેની મહત્વતા અને જરૂરીયાત અંગે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક્શન પ્લાનમાં પણ ઉલ્લેખ છે. આ ટેગની મદદથી ગીધના સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર વગેરે બાબતોની માહિતી મળી શકશે. આ તમામ માહિતી ગીધના સંરક્ષણના આયોજનમા અત્યાંત મહત્વની સાબિતી થઈ શકે છે. આ કાર્યમાં મુખ્ય અધિકારીઓ શ્યામલ ટીકાદર, અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ગુજરાત રાજ્ય ડી. ટી. વસાવડા, મુખ્ય વન સાંરક્ષક, જુનાગઢ વન્યજીવ વર્તુળ અને ડો. મોહન રામ, નાયબ વન સંરક્ષક, વન્યજીવ વિભાગ સાસણ-ગીરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. પક્ષીને આ અગાઉ ટેગાંગ બાબતે અનુભવ ધરાવતા ધ કોબેટ ફાઉન્ડેશનના દેવેશ ગઢવીની તજજ્ઞ તરીકે મદદ લેવાઈ હતી. ભાવનગર ખાતે તજજ્ઞ તરીકેબમાનદ વન્યજીવ સંરક્ષક ડો ઇન્દ્ર ગઢવી અને મહુવા ખાતે અગાઉ ગીધ પર કાર્ય કરી ચૂકેલા ડો પી. પી. ડોડીયા પણ સહાયરૂપ થયા હતા. આ ઉપરાંત વન્યજીવો અંગેની માહિતી એકત્રિત કરી સંશોધનો કરનાર ધવલ મહેતા એ પણ કામગીરી કરી છે.

વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા ખીજડીયા પક્ષી અભયારણ્યને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

 બે ભાગમાં વહેંચાયેલું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય, 350થી વધુ પ્રજાતિના પક્ષીઓ અહીં જોવા મળે ખીજડીયા પક્ષી અભયારણ્યને વિદેશથી સ્થળાંતર કરનારા પક્ષીઓનું સ્વર્ગ માનવામાં આવે છે. જામનગર જિલ્લામાં આવેલા આ અભયારણ્યમાં તળાવના બે પ્રકાર (મીઠા પાણી અને ખારા પાણી) છે. અહીં દર વર્ષે, વિદ્યાર્થીઓ. ટુરિસ્ટ.વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર, પક્ષી નિષ્ણાંતો વિદેશી પક્ષીઓને જોવા અને તેમના વિશે જાણવા આવે છે. દેશના જૂજ પક્ષી અભ્યારણ્યો પૈકીનું એક જામનગરથી 12 કિલોમીટરના અંતર પર આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય લાંબા ગાળા બાદ પ્રવાસીઓ, પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ માટે ખુલ્લી ગયું છે. ખારા પાણી અને મીઠા પાણીના તળાવો ધરાવતું એક અભ્યારણ્ય પૈકીનું જામનગરનું પક્ષી અભ્યારણ્ય ખુલ્લું મુકવામાં આવતા પક્ષી પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સીઝનના સારા વરસાદના કારણે ખીજડીયામાં અનેક તળાવો પાણીથી છલોછલ ભરાયા છે અને ઓવરફલો થઇ ગયા હતા. ત્યારે પક્ષીઓની સંખ્યા પણ શિયાળાની શરૂઆતમાં જ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે. રંગબેરંગી અને દેશ- વિદેશના પક્ષીઓ જોવાનો પક્ષી પ્રેમીઓ માટે અનેરો નજારો છે.

કોરોનાની ગાઇડલાઇન મુજબ મુલાકાતીઓ લઇ શકશે અભ્યારણ્યની મુલાકાત

WSON Team

પ્રવાસીઓ સહેલાઇથી પક્ષી નીહાળી શકે તે માટે અભ્યારણ્યમાં સચિત્રો માહિતી સાથે પક્ષીઓની તસ્વીરો લગાડવામાં આવી છે. તેમજ વોચ ટાવર, ગાઇડ અને દુરબીન, ફીલ્ડગાઇડ પુસ્તકો વિગેરેની પણ સવલતો ઉપલબ્ધ છે. પક્ષીઓને ખલેલ ના પહોંચે અને કોરોનાની મહામારીને લઇ સરકારી ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓ અભ્યારણ્યની મુલાકાત લઇ કુદરત અને દેશ-વિદેશના પક્ષીઓને માણી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાર્કમાં એન્ટ્રીનો સમય સવારે 6 થી સાંજે 5 સુધીનો રહેશે. ખીજડિયા પક્ષી અભ્યાણમાં ગત વર્ષે વિદેશથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓની 300 થી વધુ પક્ષી પ્રજાતિ નોંધાઈ હતી. આ વર્ષ લોકડાઉનના કારણે પાર્ક બંધ હોવાના લીધે અહીં વસવાટ કરતા પક્ષી જગતમાં કેટલાક ફેરફાર જોવા મળ્યાં હતાં. અહીં બ્લેકમેક સ્ટોર્ક ,ડાર્ટર, મુરહેન, ડક, કૂટ, પેજેન, ટેઇલ ઝકાના, મોટી ચોટલી ડૂબકી, નાની ચોટલી ડૂબકી, નવેમ્બર માસલી ગાની, પયાર્ડ ગાજહંસ સહિતના પક્ષીઓ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે.

ખીજડીયા અભયારણ્યના ઇતિહાસ વિશે માહિતી

WSON Team

ખીજડીયા અભયારણ્ય જાવા માટે જામનગરથી રાજકોટ હાઇવે ખીજડિયા બાયપાસથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે જામનગરથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલું છે. ખીજડીયા અભયારણ્ય લગભગ અંદાજે 6.5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે, જ્યાં 300થી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. તે વર્ષ 1920 માં નવાનગરના તત્કાલીન રાજાએ દરિયા કિનારે આવેલ ઓખાથી નવલખી સુધીના વિસ્તારમાં દરિયાઈ ખારાશ આગળ ના વધે તે માટે નૌકાઓ બનાવવામાં આવ્યું હતું. વર્ષ 1956 માં, રાજ્ય સરકારે કચ્છના અખાતમાં વહેતા વરસાદી પાણીને પાણીને રોકવા માટે પાળાઓ (ચેકડેમો) ને રીનોવેશન કરાવ્યું હતું. વર્ષ 1981માં આ પ્રદેશની જૈવક વિવિધતાને જોતા સરકારે તેને. 1982 અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું. બે ભાગમાં વેંહેંચાયેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પાર્ટ -૧( ડાબી તરફ ) તરફ વાહનો માટે નો એન્ટ્રી છે.

અભયારણ્ય 6.5 ચોરસ કીમીનો ધરાવે છે જૈવિક વૈવિધ્ય વિસ્તાર

WSON Team

ખીજડીયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. આ અભ્યારણ બે પાર્ટમાં વહેચાયેલું છે. અહીં માનવ નિર્મિત માટીના પાળાઓને કારણે, બે પ્રકારના પરિશર-તંત્રનું નિર્માણ થયું છે. આ માટીના પાળાઓના કારણે રૂપારેલ નદી અને ક્લીન્દ્રિ નદીનું વર્ષાદી પાણી ત્યાં જ આવેલા સમુદ્રમાં જતું અટકે છે અને મીઠા પાણીનું પરિશરતંત્ર બને છે. આ સાથે જ પાળાની બીજી તરફ દરિયાના ખારા પાણીનો વિસ્તાર છે. આમ આ પાળા ઉપરના રસ્તે, આશરે 3 કિમી ચાલતા અહીં ખારા પાણીના અને મીઠા પાણીના પક્ષીઓ એકી સાથે જોવા મળી જાય છે. આ સાથે સાથે ચેર, વિવિધ બાવળ, નદી સૂકાતા બનતું ઘાસનું મેદાન વગેરે જંગલ પરિસર-તંત્રના લીધે, ફોરેસ્ટ પક્ષી પણ જોવા મળે છે.

વિદેશી પર્યટકો પણ અચૂક ખીજડીયા અભ્યારણ્યની લે છે મુલાકાત

WSON Team

દર વર્ષે લાખો પક્ષીઓ આ સ્થળે આવે છે, જેમાં ઘણા સ્થળાંતર કરનારા પક્ષીઓનો સમાવેશ થાય છે. કેટલાક પક્ષીઓ શિયાળા દરમિયાન અહીં મહેમાન બને છે. વિશ્વમાં ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે, ત્યારે ખીજડીયામાં આવી પ્રજાતિઓ જોવા મળે છે. શિયાળાની ઋતુમાં પક્ષી નિરીક્ષણ માટે આ સ્થાન સારું માનવામાં આવે છે. આ જ કારણ છે કે, અહીં દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. તેમજે ગાઈડ દ્વારા માહિતી આપવામાં આવે છે. પક્ષી અભયારણ્ય રેંજ ખીજડીયા દ્વારા આયોજિત આ શિબિરમાં આઠમા ધોરણ (13 વર્ષથી ઉપરના) ના વિદ્યાર્થીઓ ભાગ લે છે. અભયારણ્ય વિદ્યાર્થીઓ તેમજ પક્ષી નિષ્ણાતો અને નિરીક્ષકો માટેના મહાન પુસ્તકથી ઓછું નથી. તેવું કહી શકાય વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અહીં સ્થળાંતર કરનારા પક્ષીઓને જોવા માટે દર વર્ષે હજારો સહેલાણીઓ ઉમટે છે.

ખિજડિયા પક્ષી અભયારણ્ય ( khijariya bird sanctuary )