ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા’ આ વાતને વધુ એકવાર સાબિત કરવા અમરેલીના આંબરડી સફારી પાર્કને વર્લ્ડ ક્લાસ બનાવાશે. આંબરડી સફારી પાર્કમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ. 25.67 કરોડના ખર્ચે હાથ ધરાનારા યાત્રી વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કરાયું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંબરડી સફારી પાર્કમાં વર્લ્ડ ક્લાસ વ્યવસ્થાઓ ઊભી કરી વિશ્વના પ્રવાસન નકશા પર એશિયાટિક લાયનના દર્શનીય સ્થાન તરીકે ચમકાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગીરના સાવજ માટે કુદરતી વાતાવરણમાં વિહાર કરવાની જે સુવિધા છે તેવી સુવિધા સાથે અમરેલીના ધારી નજીકના આંબરડી સફારી પાર્કને પ્રવાસનધામ તરીકે વિકસાવવું છે.
મુખ્યમંત્રીએ વન્ય પ્રાણીસૃષ્ટિના સંવર્ધનની રાજ્ય સરકારની કામગીરીના પરિણામે રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે અને ગીર વિસ્તાર બહાર હવે આંબરડીમાં પણ સિંહ દર્શનનો લાભ પ્રવાસીઓને મળશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાતમાં ગાંધી ટુરિસ્ટ સર્કિટ અન્વયે મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરથી શરૂ કરીને તેમના અભ્યાસ સ્થળ રાજકોટ, સાબરમતી આશ્રમ અને દાંડી સોલ્ટ મ્યુઝિયમની પ્રવાસન સુવિધા વિકસાવી છે. એટલું જ નહીં બૌદ્ધ ટુરીઝમ સર્કિટ અને કચ્છની ઇન્ટરનલ ટુરિઝમ સર્કિટમાં ભૂકંપના મૃતાત્માઓની સ્મૃતિમાં તૈયાર થયેલું સ્મૃતિ વન, અંજારમાં વીર બાળ ભૂમિ, માતાના મઢ, નારાયણ સરોવર અને ધોળાવીરાની ટુરિઝમ સર્કિટ પણ વિકસાવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં અપાર પ્રવાસન વૈવિધ્ય છે. સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી, પાલીતાણા જેવા યાત્રા તીર્થધામો સાથોસાથ શિવરાજપુર બીચ સહિત સમુદ્ર કાંઠે પ્રવાસન પ્રવૃતિ અને પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા નડાબેટમાં સીમા દર્શન થી બોર્ડર ટુરીઝમ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
નવા અભ્યાસના પરિણામોમાં સિંહોના સ્થળાંતર માટે જિનેટીક આધાર પડી ભાંગતા ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશ મોકલવાની દરખાસ્ત નાબુદ કરવા માંગણી થઈ છે.
ગુજરાતના સિંહો તેમના મધ્ય અને પશ્ર્ચિમ આફ્રિકાની બિરાદરીથી ઝાઝા જુદા નથી. ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ઝર્વેશન ઓફ નેચર (આઈસીયુએન) એ તાજેતરમાં જિનેટીક સમાનતાના કારણે વર્ગીકરણ દંડ બદલી મધ્ય અને પશ્ર્ચિમ આફ્રિકાના સિંહોને એશિયાઈ સિંહોના વર્ગમાં મુકયા છે. ગુજરાતના સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફના સભ્યોએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. બોર્ડના સભ્ય ભૂષણ પાંડેયએ આઈયુસીએનના નિર્ણયને ટાંકી ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના કુનો-પાલનપુર અભ્યારણ્યમાં ખસેડવાની માંગણી મોકુફ રાખવા રજુઆત કરી છે. પંડયાએ જણાવ્યું હતું કે બીમારી ફરી નીકળે તો સિંહોની આખી જાતિ નાશ પામે એવી દલીલના આધારે સ્થળાંતરની માંગણી થઈ હતી.
WSON Team
પરંતુ તાજેતરની વ્યાખ્યામાં એશિયા અને આફ્રિકાના સિંહો જનીનની દ્દષ્ટિએ સરખા હોવાનું જાહેર થયું છે. પંડયાએ જણાવ્યું હતું કે તેમણે આઈયુસીએનનો રિપોર્ટ સતાવાળાઓના ધ્યાનમાં મુકયો છે. વ્યાખ્યામાં ફેરફારના અભ્યાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી નિષ્ણાંતોની સમીતી રચવા નિર્ણય કર્યો છે. આઈયુસીએનના રિપોર્ટમાં જણાવાયું છે કે ત્રણેય પ્રદેશમાં જોવા મળતાં સિંહો પાન્થેરા લીયો લીયો તરીકે ઓળખવામાં આવ્યા છે.
અગાઉ એશિયાઈ સિંહોને પાન્થેરા લીયો પર્લિકા તરીકે ઓળખવામાં આવતા હતા. વાસ્તવમાં આઈયુસીએનએ ફેલીડે અથવા બિગ કેટ પરિવારની વર્ગીકરણ સંબંધી વિજ્ઞાનની શાખા ટેકસોનોથી સુધારી સિંહોને બે પ્રજાતિમાં મુકયા હતા. એક પાન્થેરા લીયો લીયો અને બીજુ દક્ષિણ અને પુર્વ આફ્રીકાના સિંહોને પાન્થેરા લીયો મેલાનોચૈતા તરીકે ઓળખવામાં આવ્યા છે. અગાઉ પાન્થેરા લીયો પર્લિકા સહિત 11 પ્રજાતિઓ હતી.
WSON team
રિપોર્ટમાં જણાવાયું છે કે વિશિષ્ટ પેટા-પ્રજાતિ તરીકે અવારનવાર ઉલ્લેખીત એશિયાના સિંહો 20000 વર્ષ દરમિયાન દક્ષિણ પુર્વ એશિયા જઈ પહોંચ્યા હતા. મોગલો 17મી સદીમાં પુર્વ આફ્રિકાના સિંહોને ભારતમાં લાવ્યા એવા તર્કથી પણ આ સમય ઘણો જુનો ગણવામાં આવે છે. એપ્રિલ 2013માં સુપ્રીમ કોર્ટે સિંહોનું અસ્તિત્વ મહામારી, જંગલમાં ભીષણ દળ જેવા કારણોથી ખતમ ન થાય એ માટે તેમનું બીજું ઘર હોવું જોઈએ એવી દલીલ સાથે ગીરના સિંહોને મધ્યપ્રદેશ ખસેડવા આદેશ આપ્યો હતો. જો કે સ્થાનિક લોકોના વિરોધના કારણે કોઈ સિંહને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા નથી.
ગીધ પર્યાવરણ માટે કેટલા જરૂર છે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ગીધોનું એક ઝુંડ એક મરેલા સાંઢને 30 મીનીટમાં સાફ કરી નાખે છે. છેલ્લા બે દાયકામાં યુપીમાં ગીધોની સંખ્યા ઝડપભેર ઘટી રહે છે. ગીધો લુપ્તપ્રાય થઇ ગયા છે. પણ હવે તેની સંખ્યા વધારવા માટે યુપી સરકારે કમર કસી છે. ગોરખપુરના ફરેંદા વિસ્તારના ભારી-બેંસ ગામમાં પાંચ એકરમાં ‘જટાયુ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર’ની સ્થાપના થઇ રહી છે. તેના માટે મંજૂરી મળી ગઇ છે. 15 વર્ષના આ પ્રોજેકટ પર લગભગ 15 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ગીધના સંરક્ષણ માટે આ પહેલુ કેન્દ્ર થશે.
કુદરતના સફાઇ કર્મચારી ગણાતા ગીધોની સંખ્યા રાજ્યમાં સતત ઘટી રહી છે. યુપી વન વિભાગ અનુસાર, ૨૦૧૨માં રાજ્યમાં ફકત 2070 ગીધો હતા જે 2017માં ઘટીને માત્ર 1350 જ રહ્યા હતા. રાજ્યમાં જોવા મળતી ગીધની નવ પ્રજાતિઓમાંથી ત્રણ મુખ્ય પ્રજાતિ લોંગ બિલ્ડ વલ્ચર એટલે કે લાંબી ચાંચ વાળા ગીધ, વ્હાઇટ બેંકડ વલ્ચર એટલે કે સફેદ ચાંચવાળા ગીધ અને રાજ ગીધ લુપ્ત થવાના આરે છે.
આ કેન્દ્ર લુપ્તપ્રાય ગીધોના સંવર્ધન અને સંરક્ષણની દિશામાં કામ કરશે. ખાસ કરીને આ કેન્દ્રમાં કિંગ વલ્ચર પર કામ થશે. મંજૂરી મળી ગઇ છે. એટલે ટૂંક સમયમાં જ તેના પર કામ શરૂ કરવમાં આવશે. એવું ગોરખપુર વન વિભાગના ડીવીઝનલ વન અધિકારી અવિનાશકુમારે જણાવ્યું છે.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જે 18 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કારણે 6 મહિનાથી આ પાર્ક બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે કોરોના કાળના નવા નીતિ નિયમો સાથે 1 ઓક્ટોબરથી પૂનઃ શરૂ કરવામાં આવશે. આ જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે.
જેમાં 62 જાતનાં કુલ 1000 પ્રાણી પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ પાર્ક 1 ઓકટોબરથી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે અને માત્ર ઓનલાઈન બુકીંગ કરાવનારાને જ પ્રવેશ આપવામાં આવશે અને 1 કલાકમાં 50 જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.હવે લગભગ 6 મહિના બાદ એક ઓકટોબરથી સફારી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે આ સફારી પાર્કમાં વાઘ સિંહ,ગેંડો, જીરાફ, ઝીબ્રા દેશી વિદેશી પક્ષીઓને જોવાનો લાભ લઇ શકશે.એક ઓકટોબરથી શરૂ થનારા સફારી પાર્કમાં આવનારા પ્રવાસીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને દરેકનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. અને સમય સવારના 10 થી સાંજના 5 સુધીનો રહેશે. હાલમાં ઓનલાઇન ટિકીટ બુકિંગ કરીને આવતા પ્રવાસીઓ પ્રવેશ મળવી શકશે. ત્યાર બાદ સ્થિતિ જોયા બાદ ઓફલાઈન પણ શરૂ કરાશે.
અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી કેટફિશની બીજી પ્રજાતિ કાશીની ગંગામાંથી મળી આવી છે. સકરમાઉથ કેટફીશ નામની આ માછલી ગંગામાં નદીમાંથી મળતાં બીએચયુના જંતુ વિજ્ઞાનીઓ ખૂબ જ ચિંતિત છે. એક મહિનાની અંદર આ બીજી વખત ગંગામાં કેટફિશ મળી આવી છે.
સરકમાઉથ કેટ માછલીની ગંગામાં મળતાં વિજ્ઞાનીઓની ચિંતા અનેકગણી વધી ગઈ છે. વિજ્ઞાનીઓએ ચિંતા જાહેર કરતા કહ્યું કે આ માછલી માંસાહારી છે અને આસપાસ જીવજંતુઓને ખાઈને જીવે છે. આ જ કારણે તે મહત્વપૂર્ણ માછલી કે જીવને રહેવા દેતી નથી. જ્યારે આ માછલી ખુદની ફુડ વેલ્યુ નથી અને તે બેસ્વાદ હોય છે. આપણા ઇકોસિસ્ટમ માટે ખતરારુપ છે. 24 સપ્ટેમ્બરના રોજ વારાણસીમાં રામનગરના રમનામાંથી પસાર થતી ગંગા નદીમાંથી નાવિકોને અનોખી માછલી મળી આવી છે.
હવે સવાલ તે મુંઝવી રહ્યો છે કે આખરે હજારો કિલોમીટર દુર સાઉથ અમેરિકાના એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફીશ આખરે ગંગા નદી સુધી કેવી રીતે પહોંચી. તેનો જવાબ બીએચયુના જંતુ વિજ્ઞાનના વૈજ્ઞાનિકો પાસે છે. માછલી વૈજ્ઞાનિકના પ્રોફેસર બેચનલાલે જણાવ્યું કે, આ માછલી સાઉથ અમેરિકામાં જોવા મળે છે. જેને સકર માઉથ કૈટફિશ કહે છે. આ માછલી માંસાહારી છે અને આસપાસ જીવજંતુઓને ખાઈને જીવે છે.
આ જ કારણે ગંગાની પરિસ્થિતિકી તંત્ર માટે મોટું જોખમ છે. હવે ગંગા જેવી પ્રવાહ વાળી નદીમાં મળવાથી તેનો વધારો રોકી પણ નથી શકાતો. પરંતુ આ માછલી તેની સુંદરતાના કારણે આર્નામેંટલ માછલીની શ્રેણીમાં આવે છે. અને લોકો શોખના કારણે તેને એક્વેરિયમમાં રાખે છે. પરંતુ કૈટફિશ મોટી થતા તેને ગંગામાં છોડી દે છે.