અંદાજે બે દાયકા પછી ચીનમાં લુપ્ત થઇ રહેલા દુર્લભ પ્રજાતીના દીપડા દેખાયા

પર્વતોમાં જીવન ટકાવવા જેવા વાતાવરણમાં સુધારો થતાં બે દાયકા કરતાં પણ વધુ સમય પછી બેજીંગ પાસે તેમના પરંપરાગત પર્વતીય રહેઠણોમાં લુપ્ત થઇ રહેલા દુર્લભ પ્રજાતીના ઉત્તરીય ચીની દીપડા દેખાયા હતા, એમ એક અધિકારીએ કહ્યું હતું. એ વિસ્તારના વાતાવરણ અને પર્યાવરણમાં સુધારો થતાં દીપડાની વસ્તીમાં વધારો થતો જાય છે એ સાબીત થયું હતું, એમ સરકારી સમાચાર સંસ્થાએ આજે કહ્યું હતું.
Social Media
ચીની દીપડા તરીકે પણ જાણીતા આ દીપડા ચીનમાં પ્રથમ શ્રેણીનો વર્ગીકૃત પ્રાણી મનાય છે. એક સમયે આ દીપડાઓની મોટી વસ્તી બેજીંગ પ્રાંતના હેબેઇ, શાંકસી અને અન્ય ઉત્તર ચીનના અન્ય વિસ્તારોમાં મળતી હતી.જો કે 20મી સદીના ઉત્તરાર્ધમાં જંગલોની કાપણી અને ગેરકાયદે શિકારના કારણે તેમની વસ્તીમાં ખુબ મોટો ઘટાડો થયો હતો.વર્ષ ૨૦૦૮ સુધીમાં આ દીપડાઓની વસ્તી 500 કરતાં પણ ઓછી થઇ ગઇ હતી અને તેમના રહેઠાણોમાં 80 ટકાનો ઘટાડો થયો હતો.
Social Media
નવેમ્બર 2012થી દુર્લભ પ્રજાતીના દીપડા હેબેઇ પ્રાંતના પર્વતોમાં જોવા મળ્યા હતા. જો કે આ વિસ્તારમાં પર્યાવરણવાદીઓએ કરેલા પ્રયાસોના કારણે વસ્તીમાં વધારો જોવા મળ્યો હતો. તાજેતરમાં 20મી ઓગસ્ટે ઉત્તરીય દીપડા હેબેઇ તુલીઆંગ નેશનલ નેચર રિઝર્વ કન્ઝર્વશનમાં દેખાયા હતા. 20 વર્ષ પહેંલા, આ મોટા બિલાડા બેજીંગ પાસેના પર્વતોમાં ખોવાઇ ગયા હતા.હવે તેઓ ફરીથી દેખાયા છે.આ એક સારા સમાચાર છે’એમ ચીનમાં વન્યજીવન સંરક્ષણ સમિતિના ચેરમેને કહ્યું હતું.

વર્લ્ડ રાઇનો ડે ( World Rhino Day ): આપણા આધુનિક વિશ્વમાં ગેંડાની દુર્દશા

આજે છે વર્લ્ડ રાઇનો ડે. WWF-દક્ષિણ આફ્રિકાએ વિશ્વમાં બાકી બચેલા ગેંડાને બચાવવાના પ્રયાસરૂપે વર્લ્ડ રાઇનો ડેની જાહેરાત કરી. દિવસે વિશ્વમાં ગેંડાના અસ્તિત્વની ઊજવણી કરે છે અને તેમના કલ્યાણને લગતી સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવે છે.  “ગેંડાને બચાવવાનો એક માત્ર માર્ગ છે, તે જે પર્યાવરણમાં રહે છે, તે પર્યાવરણનું રક્ષણ કરવું, કારણ કે, ગેંડા અને પ્રાણીઓ-વનસ્પતિઓની અન્ય લાખો પ્રજાતિઓ વચ્ચે પરસ્પરાવલંબન પ્રવર્તે છે.” ડેવિડ એટનબરો:
WSON Team
વિશ્વમાં અસ્તિત્વ ધરાવતી ગેંડાની પાંચ પ્રજાતિઓનું મહત્વ સમજાવવા અને તેમની સામે રહેલા પડકારો પર પ્રકાશ પાડવાના હેતુથી દર વર્ષે 22મી સપ્ટેમ્બરને વર્લ્ડ રાઇનો ડે (વિશ્વ ગેંડા દિવસ) તરીકે ઊજવવામાં આવે છે. આ વિશેષ દિવસ, ગેંડાના રક્ષણ ક્ષેત્રે કાર્યરત સંગઠનો, બિન-સરકારી સંગઠનો (એનજીઓ), પ્રાણી સંગ્રહાલયો અને જનતાને પોત-પોતાની આગવી રીતે ગેંડાનું મહત્વ અંકિત કરતી પ્રવૃત્તિઓ હાથ ધરવાની તક પૂરી પાડે છે. IUCN દ્વારા આફ્રિકા અને એશિયામાં વસતી ગેંડાની પાંચ પ્રજાતિઓમાંથી ત્રણ પ્રજાતિના અસ્તિત્વ સામે ગંભીર જોખમ હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્રણ પ્રજાતિઓની આ યાદીમાં જાવન ગેંડા (રાઇનોસોરસ સોન્ડેઇકસ), સુમાત્રન રાઇનો (ડાઇસેરોરાઇનસ સુમાટ્રેન્સિસ) અને બ્લેક રાઇનો (ડિસેરો બિકોર્નિસ)નો સમાવેશ થાય છે. આ દરમિયાન, વ્હાઇટ રાઇનો (કેરાટોથેરિયમ સિમમ – સફેદ ગેંડા)નું અસ્તિત્વ જોખમના આરે અને એક શિંગી ગેંડા (રાઇનોસોરસ યુનિકોર્નિસ)ની પ્રજાતિ દુર્લભ થવાના આરે હોવાનું મનાય છે. વર્લ્ડ રાઇનો ડેનો ઇતિહાસ:
WSON Team
2010માં એ તથ્ય ઉજાગર થયું હતું કે, ગેંડાની અવદશા તરફ વિશ્વનાં લોકોનું ધ્યાન ગયું નથી અને ઘણા-ખરા લોકો જાણતા ન હતા કે, વિશ્વમાંથી આ અદભૂત પ્રજાતિ સંપૂર્ણપણે લુપ્ત થવાના આરે હતી. ગેંડાની પ્રજાતિના અસ્તિત્વની સ્થિતિ એટલી ગંભીર હતી કે, તે સમયે સમગ્ર વિશ્વમાં 30,000 કરતાં પણ ઓછા ગેંડા બચ્યા હતા. આથી, તે સમયે WWF-દક્ષિણ આફ્રિકાએ વિશ્વમાં બાકી બચેલા ગેંડાને બચાવવાના પ્રયાસરૂપે વર્લ્ડ રાઇનો ડેની જાહેરાત કરી. WWFના આ પ્રયત્નને અભૂતપૂર્વ સફળતા સાંપડી. વર્લ્ડ રાઇનો ડે વિશ્વમાં ગેંડાના અસ્તિત્વની ઊજવણી કરે છે અને તેમના કલ્યાણને લગતી સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવે છે. તાજેતરનાં વર્ષોમાં શહેરીકરણ, પ્રદૂષણ અને ગેંડાના ગેરકાનૂની શિકારને કારણે ગેંડાના અસ્તિત્વ સામે સંકટ સર્જાયું છે, જેના કારણે ગેંડાની કેટલીક ચોક્કસ પ્રજાતિઓ લુપ્ત થવાના આરે આવી ગઇ છે, તો અન્ય પ્રજાતિઓનું અસ્તિત્વ ગંભીર રીતે જોખમાયું છે. 2011માં લિસા જેન કેમ્પબેલે રિષજાને ઇમેઇલ પાઠવ્યો, જેઓ પણ ગેંડા પ્રત્યે સ્નેહ ધરાવતાં હતાં અને વિશ્વમાં ગેંડાની પાંચ પ્રજાતિઓ યથાવત્ રહે અને આપણી ભાવિ પેઢીઓ પણ આ કદાવર પ્રાણીને જોઇ શકે, તેમ ઇચ્છતાં હતાં. આ બે મહિલાઓના પ્રયાસો થકી વર્લ્ડ રાઇનો ડેનો વિચાર વિશ્વભરમાં ફેલાયો અને તેને ભારે સફળતા સાંપડી. અલબત્ત, વિશ્વમાં આશરે માંડ 100 સુમાત્રન ગેંડા અને 60થી 65 જેટલા જાવન ગેંડા બચ્યા છે, તો બીજી તરફ આફ્રિકામાં ગેંડાની સંખ્યામાં સુધારો જોવા મળ્યો હોવા છતાં આ ક્ષેત્રે હજી ઘણું કામ કરવું બાકી છે. વર્લ્ડ રાઇનો ડેની ઊજવણી કેવી રીતે કરવી?
WSON Team
આપણા આધુનિક વિશ્વમાં ગેંડાની દુર્દશા વિશે જ્ઞાન મેળવવા સાથે તથા બાકી બચેલા ગેંડાને બચાવવા માટે તમે શું મદદ કરી શકો છો, તે વિચાર સાથે વર્લ્ડ રાઇનો ડેની ઊજવણીની શરૂઆત કરવી. ગેંડા બળ, પ્રતિકાર અને અડગતાનું શક્તિશાળી પ્રતીક છે અને એક સમયે વિશ્વમાં વિચરનારી આ પ્રજાતિ ધરતી પરથી લુપ્ત થઇ જાય, એ આપણા માટે અત્યંત શરમની વાત ગણાશે. આ મનમોહક પ્રાણીને વિશ્વમાંથી અદ્રશ્ય ન થવા દેશો, મિત્રો અને પરિવારજનો સાથે મળીને તમે ગેંડાનું રક્ષણ કરવા માટેનું ભંડોળ ઊભું કરવામાં મદદ કરી શકો છો. વિશ્વમાં આફ્રિકા અને એશિયામાં અસ્તિત્વ ધરાવતી ગેંડાની પાંચ પ્રજાતિઓ:
WSON Team
જાવન રાઇનો (રિનોસરોસ સોન્ડેઇકસ): અસ્તિત્વ સામે ગંભીર જોખમ (IUCN) સુમાત્રન રાઇનો (ડિસેરોરિનસ સુમાત્રેન્સિસ): અસ્તિત્વ સામે ગંભીર જોખમ (IUCN) બ્લેક રાઇનો (ડિસેરોસ બાઇકોર્નિસ): અસ્તિત્વ સામે ગંભીર જોખમ (IUCN) વ્હાઇટ રાઇનો (કેરેટોથેરિયમ સિમમ) : અસ્તિત્વ સામે જોખમ (IUCN) ગ્રેટર વન-હોર્ન રાઇનો (રાઇનોસોરસ યુનિકોર્નિસ) : અસ્તિત્વ સામે જોખમ (IUCN) ગેંડા અંગેના મહત્વના આંતરરાષ્ટ્રીય સમાચાર:
WSON Team
ચીનની સરકારે 29મી ઓક્ટોબર, 2018ના રોજ જાહેરાત કરી હતી કે, તેણે દેશમાં તબીબી ઉપયોગ માટે અને સાંસ્કૃતિક હેતુ માટે ગેંડાના શીંગડા અને વાઘનાં હાડકાંના ‘નિયંત્રિત’ ઉપયોગને કાયદેસર બનાવ્યો છે. નવા નિયમો હેઠળ, ઉછેર કેન્દ્રોમાં ઉછેરવામાં આવેલા ગેંડા અને વાઘના અનુક્રમે શીંગડા અને હાડકાંનો તબીબી હેતુ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે, આ સાથે 1993માં ફરમાવાયેલો પ્રતિબંધ હટાવી લેવાયો હતો. 20મી સપ્ટેમ્બહ, 2018ના રોજ – વર્લ્ડ રાઇનો ડેના બે દિવસ પહેલાં જ – આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંગઠનોના સંઘે અસ્તિત્વ સામે ગંભીર જોખમ ધરાવતી પ્રજાતિઓ માટે કેપ્ટિવ બ્રીડિંગ (સલામત સ્થિતિમાં ઉછેર)ના કાર્યક્રમને સહાય પૂરી પાડવા સુમાત્રન રાઇનો રેસ્ક્યૂ નામના પ્રયાસના સત્તાવાર લોન્ચિંગની જાહેરાત કરી. 22મી ડિસેમ્બર, 2018ના રોજ ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર વિનાશક ત્સુનામી આવ્યું. આ સુનામીના કારણે પાંચ મીટર (16 ફૂટ) જેટલાં ઊંચાં મોજાં સર્જાયાં, આ પૈકીનાં કેટલાંક મોજાંએ વિશ્વમાં જાવન ગેંડાના એકમાત્ર નિવાસસ્થાન એવા ઉજુંગ કુલોન નેશનલ પાર્કમાં પણ તબાહી વેરી.નેપાળે તેના એક શીંગી ગેંડાની વસ્તી વધારવામાં ભારે સફળતા હાંસલ કરી છે. પરંતુ, ગત વર્ષે એક ચોંકાવનારી હકીકત સામે આવી. માર્ચ, 2019માં ન્યૂઝ વેબસાઇટ બઝફીડની તપાસના આધારે ચિતવન નેશનલ પાર્કની આસપાસ માનવ હક્કોના ઉલ્લંઘનના કેસો પ્રકાશમાં આવ્યા અને પાર્ક રેન્જર્સને આપવામાં આવેલી કાનૂની શક્તિ કેવી રીતે સંરક્ષિત વિસ્તારની આસપાસ રહેનારા લોકોના જીવન પર નકારાત્મક રીતે અસર પહોંચાડે છે, તે માલૂમ પડ્યું.અગાઉ જે પ્રદેશોમાં કાળા ગેંડાનો વસવાટ હતો, ત્યાં સંઘર્ષ અથવા તો ગેરકાનૂની શિકાર દ્વારા તેમની હસ્તીને નેસ્ત-નાબૂદ કરી દેવાઇ હતી, તે વિસ્તારોમાં આ પ્રજાતિનું પુનર્વસન કરાવવાના પ્રયાસોને મિશ્ર સફળતા સાંપડી છે. છ કાળા ગેંડાને મે, 2018માં દક્ષિણ આફ્રિકાથી ચાડના ઝાકોઉમા નેશનલ પાર્ક ખસેડવામાં આવ્યા હતા. નવેમ્બર, 2018 સુધીમાં, તેમાંથી ચાર ગેંડાનાં કરુણ મોત નીપજ્યાં હતાં.જોકે, યુરોપિયન પ્રાણી સંગ્રહાલયોમાંથી પુનર્વસન માટે રવાન્ડાના અકાગેરા નેશનલ પાર્ક ખાતે ખસેડવામાં આવેલા પાંચ ઇસ્ટર્ન બ્લેક રાઇનો (ડી. બી. માઇકલ)એ ઓગસ્ટ મહિનામાં એક્લિમેટાઇઝેશન (પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનો) સમયગાળો સફળતાપૂર્વક પાર કર્યો હોવાનું નોંધાયું હતું. સંરક્ષણના પ્રયાસોના કારણે 1990ના દાયકામાં કાળા ગેંડાની સંખ્યા 2,500 કરતાં પણ ઓછી હતી, તે આજે વધીને 5,000 કરતાં વધુ થઇ છે અને અનેક પડકારો આવવા છતાં, આ પ્રજાતિનું તેની અગાઉની રેન્જમાં પુનર્વસન કરાવવા માટેના પ્રયાસો સતત જારી છે. ભારતમાં ગેંડાની સ્થિતિ:
WSON Team
વન્યજીવોની હિમાયત કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર – ઇન્ડિયા (WWF-ઇન્ડિયા)ના જણાવ્યા પ્રમાણે, 1905માં ભારતમાં માંડ 75 ગેંડા બચ્યા હતા, તેમાંથી 2012 સુધીમાં ભારતીય ગેંડા (રાઇનોસોરસ યુનિકોર્નિસ)ની વસ્તી 2,700 કરતાં પણ વધી ગઇ હતી. 2020માં ગેંડાનો વસ્તી આંક હવે 3,600ને પાર થયો છે.WWF-ઇન્ડિયાના ડેટા અનુસાર, 2012માં 91 ટકા કરતાં વધુ ભારતીય ગેંડા એકલા અસમમાં વસતા હતા. અસમની અંદર કાઝિરંગા નેશનલ પાર્કમાં ગેંડાનો વસવાટ છે અને કેટલાક ગેંડા પોબિતોરા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં વસે છે. કાઝિરંગા એ અસમના 91 ટકા કરતાં વધારે ગેંડાનું નિવાસસ્થાન છે અને દેશના કુલ પૈકીના 80 ટકા કરતાં વધુ ગેંડા ત્યાં વસવાટ કરે છે – 2015માં કાઝિરંગા પાર્કના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ગેંડાની વસ્તી ગણતરી અનુસાર, પાર્કની અંદર 2,401 ગેંડા વસવાટ કરતા હતા.પાર્કમાં ગેંડાને સમાવવાની ક્ષમતા તેના પૂર્ણ સ્તરે પહોંચી ગઇ છે અને હવે, વધુ ગેંડાને ત્યાં સમાવી શકાય તેમ નથી. આ સંકટનું નિવારણ કરવા માટે કાઝીરંગા નેશનલ પાર્ક અને પોબિતોરા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી જેવા ક્ષમતા કરતાં વધુ ગેંડાની વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી ગેંડાનું તેમની વસ્તી વૃદ્ધિ થઇ શકે, તેવા અન્ય સુરક્ષિત પ્રદેશોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.IRV2020 હેઠળ 2008 અને 2012ની વચ્ચેના સમય દરમિયાન 18 ગેંડાને ભૂતાનના માનસ નેશનલ પાર્ક ખસેડવામાં આવ્યા હતા. ગેંડાનું પુનર્વસન કરવાના પ્રયાસો ત્યારથી યથાવત્ છે. ગેંડાની વધતી વસ્તી એક શીંગી ગેંડાના અસ્તિત્વને સુરક્ષિત કરવાના વધી રહેલા પ્રયાસોની સૂચક છે. ભારતમાં એક શિંગી ગેંડા આ સ્થળોએ જોવા મળે છેઃ
WSON Team
દુધવા નેશનલ પાર્ક, ઉત્તર પ્રદેશ ઓરંગ નેશનલ પાર્ક, દર્રાંગ અને સોનિતપુર જિલ્લો, આસામકાઝિરંગા નેશનલ પાર્ક, કાંચનજુરી જિલ્લો, આસમપોબિતોરા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, ગુવાહાટીજલ્દપારા નેશનલ પાર્ક, પ. બંગાળગોરુમારા નેશનલ પાર્ક, પ. બંગાળ

55 વર્ષનુંં થયું ગીર: કુદરતી સંપતિનો અમુલ્ય ખજાનો અને એશિયાટીક સિંહોનું ઘર

18 સપ્ટેમ્બર, 1965ના દિવસે ગીર જંગલના 1412.13 ચોરસ કિલોમીટરના વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 19મી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં ગીર તથા આજુબાજુના વિસ્તારના જંગલમાં સિંહની સંખ્યા રાજા-રજવાડાઓ દ્વારા તથા બ્રિટિશ અધીકારીઓ દ્વારા કરાતા શિકાર-ટ્રોફી હન્ટિંગને કારણે માત્ર 60 થી 100 સુધીની થઈ ગઈ હતી. સન 1900માં જૂનાગઢ રાજયના નવાબ સાહેબ રસુલખાનજી એ બ્રિટિશ વાઈસરોય લોર્ડ કર્ઝન ને સિંહના શિકાર માટે આમંત્રણ આપેલ પરંતુ તે સમયે બોમ્બેના એક અંગ્રેજી સમાચારપત્રમાં કોઈ જાગૃત નાગરિકે લખેલ પત્ર પ્રસિદ્ઘ થયેલ. જેમાં ‘વાઇસરોય કે તોડફોડીયા?’ શીર્ષક હેઠળ પ્રસિદ્ઘ થયેલ પત્રમાં લખવામાં આવ્યું હતું કે જો આ રીતે શિકાર થતા જ રહેશે તો નજીકના ભવિષ્યમાં ધરતી પર એશિયાઇ સિહોનું અસ્તિત્વ જ નહીં રહે એવી ભીતિ પ્રદર્શિત કરવામાં આવેલ હતી.
WSON Team
જોકે લોર્ડ કર્ઝનની જાણમાં આ સમાચાર આવ્યા અને તેથી તેઓ ગીરમાં શિકારે જવાને બદલે જુનાગઢથી જ પાછા ફરી ગયા હતા. પરત ફરતી વખતે તેઓએ નવાબ સાહેબને અનુરોધ કરેલ કે હવેથી સિહોનાં શિકાર બંધ કરી, તેમનું સંરક્ષણ કરવાની જરૂર છે. માત્ર એક જાગૃત નાગરિક કે એક દૈનિક સિહના સંરક્ષણમાં કેટલું મહત્વનુ યોગદાન આપી શકે તેનું આ સચોટ ઉદાહરણ છે! આમ તો નવાબ રસુલખાનજી ના પૂર્વજ નવાબ મહબતખાનજી બીજા એ સન 1879 માં વન્ય પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મુકતા નિયમો બનાવેલ, પરંતુ જુદા જુદા કારણોસર તેનો કડકાઇથી અમલ થઈ શકયો નહોતો. જૂનાગઢના છેલ્લા નવાબ મહબતખાનજી ત્રીજા એ સિંહ તથા બીજા વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે સઘન પગલાં લીધા. ભારતની આઝાદી પછી પણ રાજય તેમજ કેન્દ્ર ની ઉત્ત્।રોતર સરકારો, વૈજ્ઞાનિકો, બિન સરકારી સંસ્થાઓ, સમાચાર માધ્યમો અને સ્થાનિક લોકોના મૂલ્યવાન પ્રદાનથી ગીરના એશિયાટીક સિંહની વસ્તી અત્યારે 700 આસપાસ પહોંચી છે અને દક્ષેણ સૌરાષ્ટ્રના 30 હજાર ચોરસ કિલોમીટરમાં વસી રહ્યા છે.
WSON Team
છેલ્લા બાર દાયકામાં ગીર જંગલ અને સિંહોએ ચડાવ-ઉતાર જોયા છે. 18 સપ્ટેમ્બર, 1965ના દિવસે ગીર જંગલના 1412.13 ચોરસ કિલોમીટરને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ. તેથી 18 સપ્ટેમ્બર એક મહત્વનો અને યાદગાર દિવસ છે. અને ગીર અભયારણ્યનો 55 મો જન્મદિવસ છે! તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા એક રસપ્રદ સંશોધન કરવામાં આવેલ છે. અત્યાર સુધી આફ્રિકન સિંહ અને એશિયાયી સિંહ, એમ બંનેને થોડી અલગ પ્રજાતિ માનવામાં આવતી હતી. નવા સંશોધન મુજબ જાણવા મળેલ છે કે મધ્ય અને પશ્ચિમ અફ્રિકાના સિંહો અને ભારતના સિંહોમાં ઘણું સામ્ય છે. તેથી હવે ગીરના સિંહ પણ વૈજ્ઞાનિકોની ભાષામાં ‘પેન્થેરા લીઓ’ કહેવાય છે.
WSON Team
ઘણા લોકોને ખ્યાલ નહિ હોય કે ગીરમાં જુદા જુદા 13 જાતના નિવાસ્થાન – જંગલો છે. સાગ, ખાખરો, ટીમરૂ, સીસમ, ગોરડ, કરમદા, જેવા જુદા જુદા હેબિટેટસ સિંહ તથા અનેક પશુ-પક્ષીઓને સાનુકૂળ રહેઠાણ પૂરું પાડે છે. કોવિડ-19 તેમજ ચોમાસાને લઈને સાત મહિના પછી તારીખ 16 ઓકટોબરથી મુલાકાતીઓ માટે ગીરનું જંગલ ખુલી રહ્યું છે. ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન, દેવળિયા 1લી ઓકટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ સમયે પ્રવાસીઓને જણાવતા આનંદ થાય છે કે જંગલમાં 38 જાતના સસ્તન વર્ગના પ્રાણીઓ જેવા કે સિંહ, દિપડા, ઝરખ, ટપકાવાળા હરણ, ચિંકારા, ચોશિંગા, સાબર, શેઢાળી, કીડીખાવ, ઘોરખોદિયું, તામ્રવર્ણ ટપકાવાળી બિલાડી, વિગેરે વસે છે. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર, ચોટલીયો સાપમાર ગરુડ, ચોટલીયો બાજ, નવરંગ, દૂધરાજ, પીળક, વૂડપેકર, રાજ ગીધ, કલકલિયો, શીંગડીયો ઘુવડ, વિગેરે જેવા 300 જાતિના સુંદર પક્ષીઓ છે. એટલે જ તો જાણીતા પક્ષીવિદ ડોકટર સલીમ અલીએ એક વખત કહ્યું હતું કે ગીર જો સિંહનું અભયારણ્ય ન હોત તો જરૂર એક સુંદર પક્ષી અભયારણ્ય હોત.
Wson Team
આ ઉપરાંત ગીરમાં અજગર, કોબ્રા, રૂપસુંદરી, મગર, કેમેલિયોન, વિગેરે જેવા 37 જાતિના સરીસૃપ છે અને આશરે 2000 જાતના કીટકો પણ વસે છે. ત્યાં બારે માસ વહેતી સાત નદીઓ છે. જો આપને સિંહના નિવાસસ્થાનની સમૃદ્ઘિ જોવી હોય અને માણવી હોય તો આપની સાથે આવેલા ગાઈડને જરૂર જણાવશો કે આપને આ બધી જીવસૃષ્ટિ પણ જોવી છે. અત્યારે આપણે કોરોના મહામારી ના મુશ્કેલ સમયમાં પસાર થઈ રહ્યા છીએ, તેથી આપનું અને આપની આસપાસના દરેક લોકોનું ધ્યાન રાખશો અને તકેદારી રૂપે સુરક્ષાના બધા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરશો. ગીર અભ્યારણ્ય ને 55 વર્ષ પૂર્ણ થયા છે આ સમય ગાળા દરમિયાન એશિયાટિક સિંહો ની સંખ્યા 100 થી 700 થઈ ગઈ છે. વન વિભાગના પ્રયત્નો અને ગીરની ગરીમાંથી એશિયાટીક સિંહોએ ગિરને એક આકર્ષણનું કેન્દ્ર બનાવી દીધું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એશિયાટીક સિંહોની રંજાડ વધતી જાય છે.આ માટે ખાસ કદમ ઉઠાવવાની જરૂર છે. સાથે સાથે એશિયાટીક સિંહોના સ્વાસ્થ્ય અંગે વધુ તકેદારી રાખવાની આવશ્યકતા છે. કુદરતી સંપત્તિનો આ અમૂલ્ય ખજાનો એ આપણી પહેચાન છે. સિંહોનું રક્ષણ અને સંવર્ધન સતત કરવું જરૂરી છે. નહીં તો આ પ્રજાતિને લુપ્ત થતા વાર નહિ લાગે.
WSON Team
અંતમાં આપને ખાસ જણાવવાનું કે જંગલમાં જવા માટેની પરમિટ માત્ર એડવાન્સમાં ઓનલાઇન જ બુક કરી શકાય છે. પરમિટ બુક કરવા માટેની એક માત્ર અધિકૃત સાઈટ/લિંક નીચે જણાવેલ છે. https://girlion.gujarat.gov.in/ પરમિટ બુકિંગ ઉપરાંત ગીર વિશેની બીજી ઘણી રસપ્રદ માહિતી પણ આ લિંક ઉપર કિલક કરવાથી મળી શકશે. ગીર સાસણ અંગેની વધુ માહિતી અને રસપ્રદ વિગતો જાણવા માટે અમારા આર્ટીકલ અવશ્ય વાંચો
જાણો, સાસણ ગીર અભ્યારણ્યના લોકપ્રિય ગાઈડ વિષે: વિદેશી ટુરીસ્ટોની પહેલી પસંદ
સાસણ ગીર: વન્ય જીવો અને કુદરત એકબીજાના પૂરક
https://wildstreakofnature.com/gu/the-asiatic-lion-of-gir-is-the-pride-of-india/
તુલશીશ્યામ: રહસ્યમય અને અલૌકિક ધાર્મિક સ્થાન
ઇન્ડો આફ્રિકન પીપલ : ગુજરાતની ઓળખ

વન વિભાગ દ્વારા લુપ્ત થતી ‘ખડમોર’ની જાતીની માહિતી માટે PTT ટેગ લગાવાઈ

ખડમોર સૌથી નાનુ અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતુ પક્ષી છે, વર્તમાન સમયમાં આ પક્ષીની કુલ વસતી 700થી પણ ઓછી હોવાનો અંદાજ વન વિભાગ દ્વારા પ્રથમવાર પક્ષીઓ પર પીટીટી ટેગ લગાડવામાં આવી છે. બસ્ટાર્ડ કુળના ખડમોર પક્ષી પર આ ટેગ લગાડવામાં આવી છે. આ ટેગિંગની મદદથી ખડમોરનાં સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, પક્ષિનો વ્યાપ વિસ્તાર વગેરે જેવી બાબતોની માહિતી સરળતાથી મળી શકશે. ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે. અને હાલમાં તેની કુલ વસ્તી 700 થી પણ ઓછી હોવાનો અંદાજ છે. ગુજરાત રાજ્યમાં બસ્ટાર્ડ કુળના કુલ ત્રણ પ્રકારના પક્ષીઓ ઘોરાડ (ગ્રેટ ઇંડિયન બસ્ટાર્ડ), ખડમોર (લેસર ફ્લોરિકન) અને મેકવિન્સ બસ્ટાર્ડ (હૂબારા) નો વસવાટ છે. આ ત્રણ પૈકી ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે. આઇયુસીએનની યાદી અનુસાર તેને ભયગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. આ પક્ષીની વૈશ્વિક વસ્તી તીવ્ર ગતિએ ઘટી રહી છે, અને હાલમાં તેની કુલ વસ્તી ૭૦૦ થી પણ ઓછી હોવાનો અંદાજ છે.
Social Media
ચોમાસું આ પક્ષીની પ્રજનન ઋતુ છે અને આ સમય દરમ્યાન આ પક્ષી સૌથી વધુ સંખ્યામાં અનુક્રમે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં પણ આ પક્ષીઓ જોવા મળે છે. પ્રજનન ઋતુ સિવાયનાં તેના વસવાટ સ્થાન વિશે કોઈ ખાસ માહિતી હજી સુધી પ્રાપ્ત નથી, પરંતુ એક અંદાજ મુજબ તેઓ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભારતમાં વસતા હોવાનું અનુમાન છે. પ્રજનન ઋતુ સિવાયના સમય દરમ્યાન આ પક્ષીની હાજરીની નોંધ જવલ્લે જ જોવાં મળે છે, તેમજ આ પક્ષીના સ્થળાંતર બાબતે પણ કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. ગુજરાત રાજ્યમાં પ્રજનન ઋતુ દરમ્યાન આ પક્ષીની સૌથી વધુ વસ્તી અનુક્રમે કાળિયાર રાષ્ટ્રીય ઉધાન. વેળાવદર અને તેની આસપાસના વિસ્તારોમાં અને કરછમાં જોવા મળે છે. ગુજરાત વન વિભાગ દ્વારા નિયમિત રીતે કાળિયાર રાષ્ટ્રીય ઉધાન, વેળાવદર ખાતે દર ચોમાસે આ પક્ષીની વસ્તીનો અંદાજ કાઢવામાં આવે છે.
wildlife division, sasan-gir, gujarat
ખડમોરની વસ્તીમાં થઈ રહેલા તીવ્ર ઘટાડાને અને ભવિષ્યની તેના સંરક્ષણની બાબતને ધ્યાનમાં રાખતા, પ્રજનન ઋતુ તેમજ તે સિવાયના સમયમાં આ પક્ષીનું સ્થળાંતર અને વસવાટના સ્થળોની તેની પસંદગી સમજવી અત્યંત અનિવાર્ય હતી. આથી સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા ખડમોર પક્ષી પર સેટેલાઈટ ટેગ લગાડવા બાબતનો એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલો, જેને ગુજરાત વન વિભાગ દ્વારા મંજૂરી મળતા, બસ્ટાર્ડ પક્ષીઓનાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વિશેષજ્ઞો સાથે આ બાબતની ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી તેમજ તેમનું માર્ગદર્શન લેવામાં આવેલ, આ પછી ખડમોર માટે સુયોગ્ય હોય તેવા સૂર્યશક્તિ થી ચાલતા બે પીટીટી (પ્લેટફોર્મ ટ્રાન્સમીટર ટર્મિનલ) ટેગ ગુજરાત વન વિભાગ દ્વારા લેવામાં આવ્યા. ખડમોર ને ટેગ કરવાનું કાર્ય 1 થી 5 સપ્ટેમ્બર 2020 દરમ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉધાન, વેળાવદર ખાતે કરવામાં આવ્યું, જે દરમ્યાન પ્રથમ તો ચોકકસાઈ અને ઊંડાણપૂર્વક નો સર્વે કરવામાં આવ્યો, અને ત્યારબાદ એક નર અને એક માદા ખડમોર પક્ષીને અનુભવી અને કુશળ ટ્રેપરની મદદ વડે પકડીને સુરક્ષા અને યોગ્ય પદ્ધતિનુ પાલન કરી નિયમો અનુસાર પીટીટી ટેગ લગાડવામાં આવ્યા.
wildlife division, sasan-gir, gujarat
ગુજરાત વન વિભાગ દ્વારા પ્રથમવાર પક્ષીઓ પર આ પ્રકારના પીટીટી ટેગ લગાડવામાં આવ્યા છે. અહી એક બાબત નોધનીય છે કે, આ સાથે વિશ્વમાં પ્રથમવાર ખડમોર પક્ષીની માદા પર ટેગ લગાડવામાં સફળતા મળી છે. જેથી ખડમોર પક્ષીના સ્થળાંતર ઉપરાંત તેના પ્રજનન સાથે જોડાયેલી અનેક મહત્વની બાબતો અંગે પણ માહિતી મળી શકશે. આ ટેગિંગની મદદથી ખડમોરનાં સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, પક્ષિનો વ્યાપ વિસ્તાર વગેરે જેવી બાબતોની માહિતી સરળતાથી મળી શકશે તેમજ આ બંને ખડમોરની રોજની ગતિવિધિ બાબતે નિયમિત માહિતી મળતી રહેશે. આ તમામ માહિતી ખડમોરના ચોમાસા તેમજ તે સિવાયની ઋતુઓના વસવાટ સ્થળોના સંરક્ષણનાં આયોજનમાં અત્યંત મહત્વની સાબિત થશે.
wildlife division, sasan-gir, gujarat
આ તમામ કાર્ય શ્યામલ ટીકાદર, અગ્ર મુખ્ય વનસંરક્ષક વન્યજીવ અને ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ગુજરાત રાજ્ય, ડી. ટી. વસાવડા, મુખ્ય વનસંરક્ષક,જૂનાગઢ વન્ય જીવ વર્તુળ અને ડો. મોહન રામ નાયબ વનસંરક્ષક, વન્યજીવ વિભાગ સાસણ-ગીરનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બસ્ટાર્ડ પક્ષીના વિશેષજ્ઞ તરીકે ધ કોર્બેટ ફાઉન્ડેશનનાં દેવેશ ગઢવી અને કેદાર ગોરે તેમજ ભાવનગરના માંડ વન્યજીવ સંરક્ષક ડો. ઇન્દ્ર ગઢવીનો પણ આ કાર્યમાં સમાવેશ કરવામાં આવેલ. મહેશ ત્રિવેદી મદદનીશ વનસંરક્ષક કાળિયાર રાષ્ટ્રીય ઉધાન અને સ્ટાફે પણ આ કાર્યમાં સહયોગ કરેલ છે. સમગ્ર કાર્ય દરમ્યાન વૈજ્ઞાનિક માહિતીનાં આધારે એકત્રીકરણ અને અન્ય જરૂરી બાબતો અંગેની કામગીરી સાસણ વન્યજીવ વિભાગના સંશોધન કાર્ય સાથે જોડાયેલા ડો. ધવલ મહેતા અને કરશનભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ હોવાનું નાયબ વન સંરક્ષક સાસણ ગીર દ્વારા જાણવા મળેલ છે.

ગુજરાતની પ્રથમ ઘટના: રેસ્ક્યૂ સેન્ટરમાંથી 17 માનવભક્ષી દીપડાને ટ્રાન્સફર કરાયા

વન્યપ્રાણીઓમાં હિંસક જીવોમાં પણ જેની અતિહિંસક પ્રાણીઓમાં ગણતરી થાય છે, તેવા દીપડાઓ જો માનવ લોહી એકવાર ચાખી જાય તો તે પછી અવારનવાર માનવો પર હુમલા કરતાં થઈ જતાં હોય છે. જેને પકડીને પાંજરે પૂરવા આવશ્યક બની જાય છે. ગુજરાતમાં આ પ્રાણીની સારી એવી વસ્તી છે ત્યારે ખાસ કરીને પંચમહાલના જંગલ વિસ્તારમાં તેનો તરખાટ વધારે છે. આવા 17 માનવભક્ષી દીપડા રેસ્કયૂ સેન્ટરમાં જમા થઈ જતાં એકસાથે આ દીપડાઓને જૂનાગઢ ઝૂમાં મોકલી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં પાવાગઢ નજીક ફોરેસ્ટ વિભાગ દવારા હિંસક અને માનવભક્ષી બનેલાં જંગલી પ્રાણીઓ માટે ધોબકુવા ખાતે રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે.જેમાં જિલ્લા તેમજ અન્ય વિસ્તારમાં માનવ વસ્તી પર જઈ હુમલો કરતા પ્રાણીઓને પાંજરે પુરી સજાના ભાગ રૂપે અહીંયા રાખવામાં આવે છે. માનવભક્ષી દીપડાઓની સંખ્યા વધી જતાં પાવાગઢના ધોબી કુવા ખાતેના રેસ્ક્યુ સેન્ટર માંથી દીપડાને ટ્રાન્ફર કરાયા છે.રેસ્ક્યુ સેન્ટરમાંથી એક સાથે 17 દિપડા અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાની રાજ્યની પ્રથમ ઘટના ગાંવમાંઆવે છે.જંગલ વિસ્તારમાંથી માનવ વસ્તીમાં આવીને હુમલો કરતા માનવભક્ષી 17 દીપડાને સક્કરબાગ ઝુ જૂનાગઢ માં ટ્રાન્ફર કરાયા છે. પાવાગઢ ખાતેના રેસ્ક્યુ સેન્ટરની ક્ષમતા કરતા વધુ માનવ ભક્ષી દિપડાની સંખ્યા વધતા ટ્રાન્સફર કરાયા છે.આ તમામ દિપડા છેલ્લા 10 વર્ષથી પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. જેમાં 17 દીપડાને ટ્રાન્ફર કર્યા બાદ અન્ય જિલ્લા ના માનવભક્ષી ત્રણ દીપડા પાવાગઢ લવાયા છે.