ગુજરાતના તમામ અભ્યારણો 16 ઓક્ટોબરથી ખુલશે: ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે 15 ઓક્ટોબરથી તમામ અભ્યારણ ખોલવાની તૈયારી દર્શાવી છે. 15 ઓક્ટોબરે અભ્યારણની અંદરની વ્યવસ્થાની સમીક્ષા થશે ત્યારબાદ 16 ઓક્ટોબરથી પ્રવાસીઓને અંદર જવાની પરવાનગી રાજ્ય સરકાર આપશે. રાજ્યમાં આવેલા આ અભયારણ્યમાં પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ લેવી ફરજિયાત છે. ત્યારબાદ જ અભ્યારણમાં પ્રવેશ મળશેે. સ્થળ ઉપર ટિકિટ નહીં આપવાની પણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે પ્રવાસીઓની સંખ્યાને પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. એક દિવસમાં માત્ર 100 જેટલા જ પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. અથવા તો કલાકના અમુક ગણતરીના પ્રવાસીઓને જ પ્રવેશ આપવાનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. આમ, કેન્દ્ર સરકારના અનલૉક-5માં જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ અભ્યારણો 15 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. રાજ્યના મહત્ત્વના અભયારણોની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર સિંહનું અભ્યારણ, બરડા સિંહ અભ્યારણ, જામનગર જિલ્લાના સામુદ્રિક અભ્યારણ, વેળાવદરનું કાળિયાર અભ્યારણ, ઘુડખર અભ્યારણ, નળ સરોવર પક્ષી અભ્યારણ, રતનમહાલ પંચમહાલ જિલ્લાનું રીંછ અભયારણ, બનાસકાંઠા જિલ્લાનું રીંછ અભ્યારણ, ભરૂચ જિલ્લાના ખાતે રીંછ અભયારણ્ય, જ્યારે રાજકોટ જિલ્લાના હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ 22 જેટલા વન્ય પ્રાણી અભ્યારણ છે, જે તમામ અભ્યારણમાં પ્રવાસીઓ 16 ઓક્ટોબરથી મુલાકાત લઈ શકશે. કોરોના મહામારીના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે તમામ ફરવાના સ્થળો પર પ્રતિબંધ મુકી દીધો હતો. પણ હવે જેમ જેમ અનલૉક થવા લાગ્યું તેમ તેમ સરકાર દ્વારા અમુક વિસ્તાર પરથી પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યો છે. હવે વારો અભ્યારણોનો આવ્યો છે. કેન્દ્ર સરકારે અભ્યારણો પર પ્રતિબંધ હટાવતા હવે રાજ્યમાં ગીર જંગલ, સફારી પાર્ક સહિતના તમામ અભ્યારણો 16 ઓક્ટોબરથી ખુલ્લા મુકવામાં આવશે. જોકે આના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.

હરણ અને દિપડાં વચ્ચે ફુડ ચેઈન બની જાય તો દિપડા માનવ વસ્તીમાં આવતાં અટકશે

વાંસદા નેશનલ પાર્કમાં શરૂ કરાયું હરણ ઉછેર અભિયાન અત્યારસુધી 22 હરણ પાર્કમાં છોડાયા  ગુજરાતના માનવ રહેણાંક વિસ્તારમાં દિપડા અને માનવ વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે પ્રાણી સંગ્રાહલયના હરણને વન્ય વાતાવરણમાં પ્રજજન કરી વન્ય વિસ્તારમાં જ ઉછેરી વનમાં છોડી મુકવાનું અભિયાન શરૂ કરાયું છે. વાંસદાના નેશનલ પાર્કમાં 30 દિપડા છે, ત્યાં આ હરણ છોડવામાં આવી રહ્યા છે. અત્યારસુધી 22 હરણ છોડાયા છે. દક્ષિણ ગુજરાતના જંગલોની કાપણી અને વન્ય પ્રાણીઓના શિકારને લીધે માસાંહારી એવા દિપડાને ખોરાક નહી મળતા માનવ વસ્તી સુધી પહોંચી ગયા છે. માંસાહારી અને શાકાહારી પ્રાણીઓ વચ્ચેની ફુડ ચેઇન તૂટતા દિપડાનું માનવીઓ સાથે ઘર્ષણ પણ થઇ રહ્યું છે. તે અટકાવવા સુરત નેચર ક્લબ અને વાંસદા વનવિભાગે અભિયાન શરૂ કર્યું છે. નેચર ક્લબના સ્નેહલ પટેલે કહ્યું કે, વર્ષ 2010માં જુદા-જુદા પ્રાણી સંગ્રહાલયમાંથી વધારાના હરણ લેવાયા હતા તેમને વાંસદા નેશનલ પાર્કમાં રાખી તેમનું પ્રજનન કરાવાય રહ્યું છે. હરણના બચ્ચાનો વન્ય વાતાવરણમાં ઉછેર કરીને નેશનલ પાર્કમાં છોડી દેવાય છે. દિપડાના ખોરાક માટે આ રીતે ફુડ ચેઇન શરૂ કરાઇ છે. વાંસદા નેશનલ પાર્ક ડાંગના જંગલ સાથે જોડાયેલું છે. વાંસદા નેશનલ પાર્કમાં 30 દિપડા છે. જ્યારે વાંસદા વિસ્તારમાં 70ની આસપાસ દિપડા હોવાનો અંદાજ છે. દિપડા આસપાસના ગામોમાં ખોરાકની શોધ માટે જતા હોવાના બનાવો લાંબા ગાળાના આ પ્રોજેક્ટ બાદ ઓછા થઇ રહ્યા છે. આવો પ્રોજેક્ટ માનવ વસ્તીમાં દિપડા પહોંચી રહ્યા છે ત્યાં નજીકના નેશનલ પાર્કમાં પણ ચલાવાય તો માનવ અને દિપડા વચ્ચેનું ઘર્ષણ અટકાવી શકાશે. વાંસદા નેશનલ પાર્કમાં અત્યારસુધી 29 હરણ છોડાયા છે. અગાઉ 7 હરણ છોડાયા બાદ હાલમાં 22 હરણને ઉછેરીને છોડવામાં આવ્યા છે. સુરત, વડોદરા, અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાંથી હરણ મેળવીને સંવનન માટે વાંસદા નેશનલ પાર્કમાં એક એકર જેટલી જગ્યાનો ઉપયોગ છે. હરણ છોડાય રહ્યા છે તે વાંસદા નેશનલ પાર્કનો વિસ્તાર 3 એકરમાં પથરાયેલો છે. પ્રાણી સંગ્રહલાયના પ્રાણીઓ માણસની હાજરીથી ટેવાયેલા હોય છે. તેથી તેમને સીધા જંગલમાં છોડી શકાતા નથી. તેથી હરણનો વન્ય વાતાવરણમાં ઉછેર કરીને છોડવામાં આવી રહ્યા છે.

World Animal Day: માનવ જીવનની ગુણવત્તા વધારવામાં પ્રાણીઓનું મહત્વનું યોગદાન

પ્રાણીઓના અધિકાર માટે જાગૃતતા ફેલાવા દુનિયાભરમાં ઉજવાશે વિશ્વ પ્રાણી દિવસ: આખુ સપ્તાહ વિવિધ કાર્યક્રમો યોજાશે પ્રાણી કલ્યાણ અધિનિયમ-2006 સંદર્ભે પશુ-પ્રાણી કલ્યાણ તેના સંગઠનના કાર્યો સાથે તેના અધિકારોની જાગૃત્તા ફેલાવા દુનિયાભરમાંં રવિવારે ‘વિશ્ર્વ પ્રાણી દિવસ’ ઉજવાશે. કેટલાંક દેશો અને આપણા ભારતમાં આખુ સપ્તાહ વિવિધ કાર્યક્રમો યોજાશે. યુનાઇટેડનેશનના દિશા-નિર્દેશો મુજબ પશુઓની પીડાના સંદર્ભે અને સંવેદનશીલ રૂપમાં તેને રક્ષિત કર્યુ છે.
WSON Team
આ દિવસે તેના કલ્યાણ અભિયાન પ્રાણી બચાવ અને તેને માટે મુકત પર્યાવરણ સાથે રક્ષિત આશ્રયોનું કાર્ય થશે. વન્ય સૃષ્ટિના પ્રાણીઓ આપણા જીવન પર્યાવરણ સાથે આદી કાળથી જોડાયેલા છે. પ્રાણીઓ આપણાં જીવનની ગુણવત્તામાં વૃઘ્ધી કરે છે. વિશ્ર્વ પ્રાણી દિવસ એક મિશનના રૂપમાં વૈશ્ર્વિક ફલકે કાર્ય કરી રહ્યું છે. દુનિયાભરના લોકો આ બાબતે જાગૃત થાય તેવા પ્રયાસો સતત અને સક્રિય રીતે થાય છે. તા. 24મી માર્ચ 1925ના બર્લીન શહેરમાં પ હજાર લોકો એ પ્રાણી દિવસ ઉજવણીના સંમેલનમાં ભાગ લીધો હતો. બાદમાં 1929 થી દર ચાર ઓકટોબરે આ દિવસ ઉજવાય છે. પ્રારંભે તો ઓસ્ટ્રેલીયા, સ્વિઝરલેન્ડ જેવા દેશો જ જોડાયા હતા. બાદમાં 1931માં અન્ય દેશોને સાંકળીને બધા દેશો જોડાઇ તેવી મુવમેન્ટ ચલાવાય હતી. અને ઇટાલીમાં એક વિશાળ સંમેલન પણ યોજાયું હતું.
WSON Team
આપણાં રોજબરોજના જીવનમાં પ્રાણીઓનું મહત્વ છે. પાલતું પાણી, જંગલી પ્રાણી સાથે આપણે પેઢી દર પેઢી કે પ્રાચિન કાળથી જોડાયા છીએ. તેની પર થતાં અત્યાચારો પણ હવે કાયદાકીય રક્ષણ મળતા બંધ થયા જેમ કે સરકારમાં હવે પ્રાણીઓના કરતબ બનાવવાની મનાઇ આવી ગઇ, ગાય, ઘેટું, બકરી, ઊંટ, બિલાડી, કૂતરો, ગધેડુ, ઘોડો, વાઘ, સિંહ, રીંછ, હાથી, જિરાફ, હરણ, વાંદરા, કબૂતર, કાગડો, કાબર, પોપટ, મોર, કૂકડો, બગલો, હંસ, બતક, કોયલ, શાહમૃગ, લકકડ ખોદ, ઘૂવડ, સમડી, ગીધ, ચકલી જેવા અનેક પશુ-પક્ષીઓ આપણા જીવન સાથે વણાયેલા છે. કેટલાક પ્રાણીઓને તો આપણે કાર્ય કરવામાં સાથે રાખીએ છીએ જેમ કે ગાય, બળદ, ઊંટ, ઘોડો, બકરી, ઘેટું તેના દૂધનો આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ.
WSON Team
મોટાભાગના પ્રાણીઓ ગતિશીલ હોય છે. સ્વેચ્છાએ, સ્વતંત્ર રીતે હરી ફરી શકે તેવું વાતાવરણ આપણે આપવું જ પડશે, તે આપણાં પર્યાવરણ સંવર્ધક છે. દરેક પ્રાણીઓ પરાવલંબી એટલે જીવન ટકાવવા માટે ખોરાક માટે અન્ય પ્રાણીનો શિકાર કરે છે, એનિમલ શબ્દ મૂળ લેટીન શબ્દ છે. સામાન્ય રીતે સૌ પ્રાણી તરીકે કે જાનવર, પશુ તરીકે સંબંધો છે. જમીન ઉપર રહેનારા, પાણીમાં રહેનારા અને આપણાં આંગણાના વિવિધ પશુઓની કેટેગરી છે. મોટાભાગના પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. જિરાફનું બચ્ચુ જન્મના સમયે 10 થી 15 ફુટ ઉપરથી નીચે પડે છે અને ગણતરીની મીનીટમાં ઉભુ થઇને ચાલવા લાગે છે આજ છે પ્રાણીઓની કુદરતી કરામત પ્રાણીઓ માંસહારી, શાકાહારી સર્વભક્ષી અને પરજીવી હોય છે. અન્ય પ્રાણીઓનો શિકાર કરીને ખાવું એ જૈવિક ઘટના છે. શિકારી પ્રાણીના પંજાની તાકાત તીક્ષ્‍ણ નખ હોય છે.
WSON Team
શ્ર્વસન પ્રક્રિયામાં પ્રાણીઓ ઓકિસજન બહાર કાઢતા હોવાથી આપણા માટે જીવન રક્ષક સમાન છે આજે આમેય પર્યાવરણનું પ્રદુષણ વધતાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે પ્રાણીઓનું રક્ષણ કરીને આપણે જ આપણું જીવન બચાવું પડશે, સૌથ પ્રથમ પ્રાણીઓના અવશેષો 610 મિલિયન વર્ષો પહેલા પુષ્કળ હતા. છેલ્લા 18મી સદીમાં જોવા મળેલ હતું. ન્યુઝીલેન્ડનું મૌ આ વિશાળ પ થી 1400 વર્ષ પહેલા નાશ પામ્યું, 1835 આસપાસ ગ્રેટ ઓફ મૂળ પક્ષી પણ પાંખ ન હોવાથી ઉડી શકતું નહી તે પાણીમાં તરતું સૌથી ઝડપી હતું તે જાતી પણ નાશ પામી હતી. પ્રાણીઓના ખોરાકને આધારે તેના પ્રકારો પડે છે.
WSON Team
(૧) તૃણાહારી (શાકહારી):- આ પ્રાણીઓ ફકત વનસ્પતિનો ખોરાક લે છે જેમાં સસલું, હરળ, ગાય, ભેંસ, ઘોડો, ઊંટ જેવા પ્રાણીઓ છે. (ર) માંસાહારી:- આ પ્રાણીઓ ફકત અન્ય પ્રાણીઓને મારીને તેનો ખોરાક લે છે. જેમાં સિંહ, વાઘ, ચિત્તો, વરૂ, જંગલી કુતરા વિગેરે (૩) મિશ્રાહારી:- આ પ્રાણી શાકાહારી, માંસાહારી બન્ને ખોરાક લે છે. જેમાં ઉંદર, કુતરા જેવા પ્રાણીઓ આવે છે. પ્રાણીઓનો એક સમદાય ‘મુદુકાય’ તરીકે ઓળખાય છે. આ પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓ મૃદુ એટલે કે કોમળ, નરમ શરીરના હોય છે. જેમાં ઓકટોપસૃ ગોકળગાય, હાઇટોન જેવાનો સમાવેશ થાય છે. આજે તો લોકો પ્રાણીઓ પાણે છે, જેમાં ડોગ, ડેટ, હોર્સ મુખ્યત્વે છે. પશુપાલનના ધંધા કે માલવાહક તરીકે પણ પ્રાણીઓ પળાય છે. જેમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું, ઘોડો, ઊંટ, હાથી, ગધેડાનો સમાવેશ થાય છે.
WSON Team
આજે વિશ્ર્વ પ્રાણી દિવસે તમામ પ્રાણીઓને શ્રેષ્ઠ પર્યાવરણ સાથે રક્ષિત વાતાવરણ પુરૂ પાડીએ, આમ કરવાથી આપણું પર્યાવરણ જ આપણે શ્રેષ્ઠ બનાવીશું, ઘણા બધા પ્રાણીઓ પાસેથી આપણને વિવિધ ગુણો શિખવા મળે છે. કૂતરો, પ્રેમ, વફાદારી સાથે આજ્ઞાપાલન ને રક્ષણની વાત કરે છે. બધા જ પ્રાણીઓ આપણી પૃથ્વીના જ છે તેમનું જતન કરવું આપણી પ્રથમ ફરજ છે. ઘણા પશુ પંખીઓ પૃથ્વીના સફાઇ કામદાર તરીકે તો કેટલાક એક જગ્યાએથી ખોરાક ખાઇને બીજે ત્યાગ કરતા ત્યાં નવી સૃષ્ટિ નિર્માણ કરવામાં મદદ કરે છે. આજે હજી પણ પ્રાણીઓનો શિકાર થાય છે. આદીકાળના પુરાતન ચિત્રોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે પ્રાણીઓ માનવ ઉત્પતિ પહેલા આ પૃથ્વીના રહેવાસી છે. આપણે તેનું જતન કરવું એ જ પ્રાણી દિવસની સાચી ઉજવણી છે. ગાય ધરતીપરનું એક માત્ર પ્રાણી છે જે ઓકિસજન ગ્રહણ કરીને છોડે પણ છે.
WSON Team
કૂતરાઓ અને બિલાડી માણસની જેમ ડાબોડી જમણોડી હોય છે. જિરાફ ઉભા ઉભા જ સુઇ જાય છે. બધા જાનવરોમાં હાથી એક જ પ્રાણી છે કુદકા મારી શકતું નથી. ટેકસાસની ગુફામાં ર કરોડથી વધુ ચામાચિડીયા રહે છે. જીંગાનું હ્રદય તેના માથામાં હોય છે. વાંદાનું માથુ કપાય જાય તો તે જીવીત રહે છે. ચીનમાં સમુદ્રીહરણનું બચ્યુ એટલે નાનુ હોય છે કે તેને તમે તમારી હથેળીમાં રમાડી શકો, દુનિયાભરમાં 800 પ્રકારની ગાય જોવા મળે છે.
WSON Team
ચામાચીડીયુ એક સ્તનધારી પ્રાણી છે. જે ઉડી શકે છે. કૂતરા 10 પ્રકારના અને બિલાડી 1000 પ્રકારના અવાજ કાઢી શકે છે. ઊંટ શિયાળામાં બે માસ સુધી પાણી વગર રહી શકે છે. સિંહના બચ્ચાને 2 વર્ષ સુધી બોલવાની ક્ષમતા હોતી નથી. પેગ્વિન એક માત્ર પ્રાણી છે જે ખારા પાણીને મીઠું કરી શકે છે. ડોલ્ફિન એક માત્ર માછલી જે માણસની નકલ કરી શકે છે. જંગલમાં 90 ટકા શિકાર માદા સિંહ કરે છે. દુનિયામાં સૌથી ઝડપી પ્રાણી ચિત્તો છે જે કલાકનાં 113 કી.મી. ની ઝડપે દોડે છે. સિંહની ગર્જના પ કી.મી સુધી સંભળાય છે. પહાડી સિંહ અને દિપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે. પ્રાણીઓના બે વર્ગોમાં જળચર અને સ્થળપર હોય છે.

Wildlife Week: ‘રોઅર એન્ડ રિવાઈવ’ વિષય સૂત્ર સાથે વન્ય જીવ સપ્તાહની કરાશે ઉજવણી

વિશાળે જગ વિસ્તારે નથી એકજ માનવી,પશુ છે,પક્ષી છે,વનોની છે વનસ્પતિ જગતની સંપદા પર પશુ,પક્ષી,વનસ્પતિ સહુનો અધિકાર છે,માત્ર માનવી નો એકાધિકાર નથી. કદાચ આ કટું સત્યની યાદ સમગ્ર માનવ સમુદાય ને અપાવવા દર વર્ષે 2 જી ઓકટોબર થી વન્ય જીવ( કલ્યાણ અને સંરક્ષણ) સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. 2જી ઓકટોબર એ પૂજ્ય બાપુની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ની જન્મ તારીખ છે.તેઓ અહિંસાના પૂજારી હતાં. તેમણે કહ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રની મહાનતા અને પ્રગતિનું માપ, એ દેશમાં પ્રાણીઓ સાથે કેવું વર્તન કરવામાં આવે છે એના પરથી નીકળી શકે છે.એટલે બાપુની અહિંસાની વિચારધારા માં જીવ સંરક્ષણ ની છુપી તાકાત ને અનુલક્ષી ને કદાચ આ સપ્તાહની ઉજવણી ની શરૂઆત તેમના જન્મ દિવસ થી કરવાની પરંપરા પડી હશે. વન્ય જીવ સંરક્ષણ સપ્તાહની આવશ્યકતા પર પ્રકાશ પાડતાં મદદનીશ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી એ જણાવ્યું કે ઘણાં બધાં વન્ય જીવો લુપ્ત થવાના ભારે જોખમ હેઠળ છે.ઘણી બધી પ્રજાતિઓ વંશ નાશ એટલે કે લુપ્ત થવાને આરે પહોંચી છે.લોક ચેતના ને, તેમને બચાવી લેવાની મુહિમ સાથે જોડી,લોક શક્તિને વન્ય જીવ સંરક્ષણ ની શક્તિ બનાવી,તેમના રક્ષણ અને સંવર્ધન નું વાતાવરણ સર્જવા આ સપ્તાહ ઉજવવામાં આવે છે. વંશ નાશના જોખમ હેઠળ જીવતી હોય એવી પ્રજાતિઓ ની સંખ્યામાં વધારો થવાના વિવિધ કારણો છે.જેમાં ગ્લોબલ વોર્મિંગ, વનોનો વિનાશ,જીવ હિંસા જેવા કારણો પ્રમુખ છે.એટલે લોકોમાં વન્ય જીવો માટે જીવો અને જીવવા દો ની ભાવના પ્રબળ કરવા આ સપ્તાહ ઉજવવામાં આવે છે. ખાસ કરીને વન્ય જીવો પ્રત્યે માયાળુ અને લાગણીશીલ ભાવિ પેઢીના સર્જન થી ઘણાં સારા પરિણામો મળી શકે છે.એટલે બાળ સમુદાયને વન્ય જીવ સંપદાની ઓળખ આપતાં અને અનિવાર્યતા સમજાવતા કાર્યક્રમો વન વિભાગ ,વન્ય પ્રાણી કલ્યાણ માટે કાર્યરત સ્વેચ્છિક સંસ્થાઓ સાથે મળીને યોજે છે. અત્રે એ યાદ કરવું ઘટે કે આ કોવિડ સંકટનું વર્ષ છે.ત્યારે રાજ્યના વન વિભાગે આ સંકટની શરૂઆતના સમયગાળામાં જ વન્ય જીવોને તેના થી સુરક્ષિત રાખવા જંગલો અને અભયારણ્યો માં પ્રવેશબંધી જાહેર કરી હતી અને વન કર્મચારીઓની ટાસ્ક ફોર્સ બનાવી હતી.હજુ આ સાવચેતી અમલમાં છે. ગુજરાત સરકાર ખાસ કરીને ઉત્તરાયણ ના પર્વે અબોલ પક્ષીઓની ધારદાર દોરાની ઘાતક ઇજાઓમાં થી બચાવવા ખાસ કરુણા અભિયાન ચલાવે છે.અને કરુણા એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવી છે. વન્ય પ્રાણી સપ્તાહની આ વર્ષની ઉજવણી નું વિષય સૂત્ર રોઅર એન્ડ રિવાઈવ નક્કી કરવામાં આવ્યું છે.જેનો અર્થ જંગલમાં એમની ગર્જનાઓ અને દહાડો ને ફરી થી ગુંજવા દો,વન્ય પ્રાણીઓથી જંગલને નવ ચેતન કરો એવો કરી શકાય. માનવ અને વન્ય જીવો માં ધરતીના સહોદર સંતાનો છે.એમની વચ્ચે સગા ભાઈઓના સગપણ ને ફરી થી લીલું અને તાજું કરવાનો સમય પાકી ગયો છે. ગુજરાત રાજ્યે અને વન વિભાગે પ્રમાણમાં ઘણાં સારા પ્રયત્નો કર્યા છે.પરિણામે ગીરમાં અને ગીરની બહાર સિંહોની વસતી વધી છે.પૂર્વ પટ્ટીના જંગલોમાં દીપડા અને રીંછ જેવા પ્રાણીઓની વસ્તી વધી છે.માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ ટાળવા ના આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે.આ સપ્તાહની ઉજવણી આ પ્રયાસોને નવો વેગ આપશે.

ગુજરાતના એશિયાટીક સિંહની વસ્તીમાં 29 ટકાનો વધારો

એશિયાટીક સિંહોની વસ્તી 523થી વધીને 674 થઇ છે. ઘુડખરની વસ્તીમાં પણ 37 ટકાની વૃધ્ધિ થવાથી અગાઉની 4403 ઘુડખરની સંખ્યા હવે 6082 થઇ ગુજરાત અને ભારતને વિશ્વસ્તરે વન્યપ્રાણી સૃષ્ટિમાં ગૌરવ અપવનારા ગિરના સાવજ એશિયાટીક લાયનની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે. સિંહોની વસ્તી 523થી વધીને 674 થઇ છે. એટલું જ નહીં, ઘુડખરની વસ્તીમાં પણ 37 ટકાની વૃધ્ધિ થવાથી અગાઉની 4403 ઘુડખરની સંખ્યા હવે 6082 થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 19મી બેઠકમાં ગુજરાતની આ ગૌરવ સિદ્ધિઓની વિગતો સૌ સભ્યોને આપવામાં આવી હતી. વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા વન પર્યવારણના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ 19મી બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની વન્ય સૃષ્ટિ, જંગલ વિભાગના વિવિધ કામોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વન્ય પ્રાણી સૃષ્ટિના જતન-સંવર્ધન અંગેની ચર્ચા દરમ્યાન જણાવવામાં આવ્યું કે, આ વર્ષે કચ્છના મોટા રણમાં ફલેમીંગોનું સામૂહિક નેસ્ટીંગ મોટા પ્રમાણમાં નોંધાયું છે.તેમજ ગ્રેટર અને લેસર ફ્લેમીંગોની વસાહત સ્થપાઇ છે અને ૧ લાખથી વધારે સંખ્યામાં બચ્ચાં જોવા મળ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે મુખ્યમંત્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી વિશ્વની સૌથી ઝડપી જંગલ સફારી સરદાર ઝિઓલોજિકલ પાર્કના નિર્માણ દ્વારા દેશ-વિદેશના 1500 થી વધુ પ્રાણી-પક્ષીઓ પાર્કમાં આકર્ષણ કેન્દ્ર બન્યા છે. ઘુડખરની સંખ્યા 4403 થી વધીને 6082 થઇ કચ્છના મોટા રણમાં ફેલેમીંગોનું સામૂહિક નેસ્ટીંગ -1 લાખથી વધારે સંખ્યામાં બચ્ચાં જોવા મળ્યા.ગુજરાત અને ભારતને વિશ્વસ્તરે વન્યપ્રાણી સૃષ્ટિમાં ગૌરવ અપવનારા ગિરના સાવજ એશિયાટીક લાયનની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો છે.સિંહોની વસ્તી ૫૨૩ થી વધીને 674 થઇ છે એટલું જ નહીં, ઘુડખરની વસ્તીમાં પણ 37% વૃધ્ધિ થવાથી અગાઉની ૪૪૦૩ ઘુડખરની સંખ્યા હવે ૬૦૮૨ થઈ. વન્યપાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની કલમ 29 હેઠળ વિવિધ હેતુ માટે રક્ષિત વિસ્તારના ઉપયોગ માટે કેટલીક દરખાસ્તો માટે મંજૂરી આપવા આ બેઠકમાં ભલામણ કરવામાં આવેલી જેમાં ઓઇલ એન્ડ ફ્રુડ પાઇપલાઇન, ગેસ પાઇપલાઇન, ઇલેક્ટ્રિક લાઇન, રોડ ટ્રાન્સમીશન લાઇન અને ઓપ્ટીકલ ફાયબર કેબલ નાખવાનો સમાવેશ થાય છે. ઇકો સેન્સિટિવઝોનમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લી. ગાંધીનગરની નેચરલ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને મંજૂરી માટે ભલામણ કરવામાં આવેલી છે.સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફના નોમીનેટ સભ્યો દ્વારા કેટલાક અગત્યના સૂચનો કરવામાં આવ્યા હતા.તેમાં બૃહદ ગીરનો મેનેજમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવો, સ્ટાફની ભરતી કરવી, સિંહોના સ્વાસ્થ્ય માટે કાળજી લેવા તથા કેવડીયા ખાતે ખૂબ જ ટૂંકા ગાળામાં વૈવિધ્યસભર પ્રવાસન સ્થળે વન અને વન્યજીવનના સંર્વધન અને સંરક્ષણ સાથે વિકાસ કરવામાં આવેલો છે તેની પ્રશંસા કરવામાં આવી હતી.