સૌથી મોટી ચાંચવાળું પક્ષી : (Toco Toucan)ટોકો ટુકાન

0

દક્ષિણ અમેરિકામાં જોવા મળતું ટોકો ટૂકાન (Toco toucan) સૌથી મોટી ચાંચવાળુ અને સુંદર પક્ષી છે. ઝૂમાં આ પક્ષી આકર્ષણનું કેન્દ્ર બને છે.

21 થી 25 ઇંચ સુધીની લંબાઈના ટોકો ટૂકાનની ચાંચ લગભગ છ થી નવ ઇંચ લાંબી હોય છે. શરીર કાળું અને સફેદ ડોકવાળા આ પક્ષીની ચાંચ તેજસ્વી કેસરી રંગની હોય છે. શરીરના પ્રમાણમાં સૌથી મોટી ચાંચ ધરાવતા આ પક્ષીની ચાંચ શરીરનો 30 ટકા ભાગ રોકે છે.
WSON Team
લાંબી ચાંચ ઉપરાંત ટોકો ટૂકાનના (Toco toucan) શરીરના પીંછા શરીરની ગરમીને બહાર ધકેલવાની કરામત ધરાવે છે. ટોકો ટૂકાન(Toco toucan) ફળો ખાઈને જીવે છે તે ઉપરાંત ક્યારેક દેડકા જેવા નાના જીવનો શિકાર કરે છે. તે નાના સમૂહમાં રહે છે અને ઝાડના થડની બખોલમાં માળો કરે છે. ટૂકાન (Toco toucan) ગુસ્સે થાય ત્યારે ચાંચનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
WSON Team
સ્થાનિક લોકો ટૂકાન (Toco toucan)ને પોપટની જેમ પાળે પણ છે. ટોકો ટુકન(Toco toucan) મુખ્યત્વે કાળા શરીર, સફેદ ગળું, છાતી અને ઉપરની પૂંછડી-કવર્ટ્સ અને લાલ અંડરટેલ-કવરટ્સ સાથે સ્પષ્ટપણે વિરોધાભાસી પ્લમેજ ધરાવે છે. જે વાદળી આઇરિસ દેખાય છે તે વાસ્તવમાં આંખની આસપાસની પાતળી વાદળી ત્વચા છે. આ વાદળી ત્વચા એકદમ નારંગી ત્વચાની બીજી રીંગથી ઘેરાયેલી છે. જો કે, સૌથી વધુ ધ્યાનપાત્ર લક્ષણ એ તેનું વિશાળ બિલ છે.

એશિયાટીક સિંહે બરડા વન્યજીવ અભયારણ્યમાં 143 વર્ષ પછી પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું :પરિમલ નથવાણી

બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટીક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન્ 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું. બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટીક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન્ 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીર https://wildstreakofnature.com/gu/an-introduction-to-the-inner-world-of-the-asiatic-lions-of-gir-12-episodes-will-be-proud-to-watch-the-pride-kingdom/સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

આ નર સિંહને પ્રથમ વખત 2022માં માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો.

સાંસદ પરિમલ નથવાણીએ માહિતી આપી હતી કે લગભગ સાડાત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્યુઆરી 18, 2023ના રોજ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3, 2022ના રોજ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો.

તેને રેડિયો કૉલર લગાવવામાં આવ્યો હતો.

દરીયાકાંઠાના જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. https://wildstreakofnature.com/gu/radio-caller-provide-state-govt-saftey-for-asiatic-lion-in-sasan-gir/આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ઓક્ટોબર 29, 2022ના રોજ તેને રેડિયો કૉલર લગાવવામાં આવ્યો હતો નોંધપાત્ર છે કે ‘પ્રોજેક્ટ લાયનઃ લાયન@47 વિઝન ફોર અમૃતકાલ’ દસ્તાવેજ અનુસાર, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે જ્યાં 40 વયસ્ક અને સબ-વયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરીયાકાંઠાના જંગલોમાં રહી શકે.

એશિયાટીક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગિરના સિંહોના મહત્વને જાણ્યું હતું અને આ કિમતી વન્યજીવની સમૃધ્ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો હતો. સિંહ અને વન્યજીવ પ્રેમી તરીકે હું ખૂબ જ ખુશ છું કે એશિયાટીક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને તેમાંથી એક પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં પહોંચ્યો. મને આશા છે કે ગુજરાતના વન વિભાગ અને સ્થાનિક સમુદાયોની સંયુક્ત દેખરેખ હેઠળ થયેલા સિંહના કુદરતી અને આપમેળે જ થયેલાં સ્થળાંતરને પ્રોજેક્ટ લાયન હેઠળ ભારત સરકાર અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વધારે પ્રોત્સાહન આપવામાં અને મજબૂત બનાવવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલ વન્યજીવ પ્રેમીઓ માટે મોટીવેશન અને પ્રોત્સાહનના સ્ત્રોત

આપણાં સિહોંની ભલાઈ માટે એટલાં જ આતુર અને ચિંતાતુર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ફોરેસ્ટર અને વન્યજીવ પ્રેમીઓ માટે મોટીવેશન અને પ્રોત્સાહનના સ્ત્રોત છે. સાંસદ પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું કે, “બરડા વન્યજીવ અભાયરણ્યને એશિયાટીક સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવા માટે અમારા તરફથી જે પણ મદદની જરૂરી હોય તે પૂરી પાડવા માટે હું તૈયાર છું.

વન્યજીવ અભયારણ્યને એશિયાટીક સિંહો માટે સાનુકૂળ ઘર બનાવે છે.

ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ કરી છે, જ્યાં કુદરતી રીતે છૂટા પડીને સિંહો સ્થાપિત થશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગીરના ઘણાં વિસ્તારો સાથે ઇકો-ક્લાયમેટીક અને માનવ સમુદાયની સમાનતા બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટીક સિંહો માટે સાનુકૂળ ઘર બનાવે છે. સિંહની તેમના બીજા ઘર તરફનું કુદરતી સ્થળાંતર ઐતિહાસિક ઘટના છે અને બરડા વન્યજીવ અભયારણ્યના સમાન સાનુકૂળ વાતાવરણમાં આ રાજવી પ્રાણીની વધતી જતી સંખ્યાને રહેઠાણ પૂરું પાડવા તરફનો માર્ગ મોકળો કરશે, જ્યાં છેલ્લે તેમની હાજરી 1879માં નોંધાઈ હતી.  

જો આપણે સિંહના ઘરમાં જશું તો સિંહ આપણા ઘરમાં આવશે : હાઇકોર્ટ

સાસણની બાબરિયા રેન્જના આવેલા મંદિરમાં ભક્તોને પ્રવેશના મામલે થયેલી અરજી ઉપર અદાલતની ટીપ્પણી

ગીરના આરક્ષિત જંગલોની અંદરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ જવાની પરવાનગી માંગતી પીઆઈએલની સુનાવણી કરતી વખતે, ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે લોકોએ સિંહોને તેમના અભ્યારણમાં ફરવા દેવા જોઈએ અને જો માણસો તેમના પ્રદેશમાં જવાનું શરૂ કરશે, તો મોટી બિલાડીઓ માણસોના પ્રદેશમાં આવશે. મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે પ્રતિબંધિત વિસ્તારમાં આવેલા મંદિરોની મુલાકાત લેવાના હેતુથી ગીરના આરક્ષિત જંગલોમાં વારંવાર આવતા લોકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગીરના બાબરિયા રેન્જમાં લોકોને વિવિધ મંદિરોની મુલાકાત લેવાની મંજૂરી આપવા માટે એક પીઆઈએલમાં વન અધિકારીઓને કોર્ટના નિર્દેશોની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “સિંહોને તેમના વિસ્તારોમાં ફરવાને બદલે આસપાસ ફરવા દો. જો મનુષ્ય તેમના પ્રદેશમાં જવાનું શરૂ કરશે, તો તેઓ આપણા પ્રદેશમાં આવશે. પીઆઈએલમાં ગીર સોમનાથ જિલ્લામાં આરક્ષિત જંગલની અંદર આવેલા ભગવાન શિવ – પાતાળેશ્વર મહાદેવ, ટપકેશ્વર મહાદેવ, બાણેજ, મચ્છુન્દ્રનાથ મહાદેવ – મંદિરોમાં જવા માટે ભક્તોને પરવાનગીની માંગ કરી છે. અરજદારે જણાવ્યું હતું કે વન સત્તાવાળાઓએ 2001માં એક પરિપત્ર જારી કરીને ભક્તોને આ મંદિરોની મુલાકાત લેવાની પરવાનગી આપીને આરક્ષિત જંગલમાં કોઈપણ ફી વિના પ્રવેશની મંજૂરી આપી હતી. તેમણે હાઈકોર્ટને વિનંતી કરી કે વન સત્તાવાળાઓને આખા વર્ષ દરમિયાન દિવસના સમયે મંદિરોની મુલાકાત લેવાથી ભક્તોને પ્રતિબંધિત ન કરવાના નિર્દેશો આપ્યા હતા. હાઈકોર્ટે અગાઉ મુખ્ય વન સંરક્ષકને નોટિસ પાઠવી હતી. ખંડપીઠે સત્તાવાળાઓને કયા મંદિરોની મુલાકાત લેવાની અને ક્યારે જવાની મંજૂરી છે તે દર્શાવતો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

દીપડાની દહેશત: બનાસકાંઠાથી ગાંધીનગર સુધીનો સાબરમતી નદીનો વિસ્તાર દીપડા માટેનો કોરીડોર

ગાંધીનગરના સરિતા ઉદ્યાનથી રાજભવન વિસ્તારમાં 30મી ડિસેમ્બરની રાત્રે દીપડાએ લટાર મારતાં છેલ્લા પાંચ દિવસથી વન વિભાગ તંત્રના રાત-દિવસના ઉજાગરા વધી ગયા છે. વનતંત્ર દ્વારા સર્ચ-ઓપરેશન શરૂ કરીને દીપડાને પૂરવા પાંજરું મૂકી દેવામાં આવ્યું છે. જોકે અત્રેનો જંગલ વિસ્તાર ખૂંદી નાખી પાંજરા મૂકી નાઇટ વિઝન કેમેરાથી તપાસ કરવા છતાં હજી સુધી સત્તાવાર રીતે દીપડાના કોઈ સગડ મળ્યા નથી.
WSON Team
ગાંધીનગરમાં દીપડો લટાર મારી રહ્યો હોવાની બુમરાણ ઊઠતાં છેલ્લા પાંચ દિવસથી વન વિભાગ દ્વારા રાજભવન, સરિતા ઉદ્યાન સહિતના આસપાસના વિસ્તારોમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જોકે અંદાજિત 20 કિલોમીટરનો વિસ્તાર ખૂંદી કાઢવા છતાં હજી સુધી દીપડાના ફિંગરપ્રિન્ટ સહિતના નક્કર પુરાવા હાથ લાગ્યા નથી. એમ છતાં અગમચેતીના પગલાના ભાગરૂપે વન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત અત્રેના જંગલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની શક્યતાના પગલે ત્રણ પાંજરાં તેમજ ત્રણ નાઇટ વિઝન કેમેરા પણ મૂકીને રાતદિવસ બાઝનજર રાખવામાં આવી રહી છે. તેમ છતાં હજી દીપડો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
Social Media
આ અંગે ગાંધીનગર વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દીપડાને શોધવા માટે પાંચ દિવસથી સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે તેમજ ત્રણ પાંજરાં અને નાઈટ વિઝન કેમેરા પણ મૂકવામાં આવ્યાં છે. જો કે સરિતા ઉદ્યાન વિસ્તારમાં હજી દીપડો હોવાના સત્તાવાર પુરાવા મળ્યા નથી. ત્યારે આજે અક્ષરધામ પાછળના ગાર્ડન વિસ્તારમાં સફાઈકર્મી યુવતીએ દીપડો જોયો હોવાનું જાણ થતાં અહીં પણ સર્ચ-ઓપરેશન કરાઈ રહ્યું છે અને પાંજરું પણ મૂકી દીધું છે, પણ હજી સુધી દીપડાની સગડ મળ્યા નથી.

ગીરના એશિયાટિક સિંહોની ડણક હવે ગુજરાતના આ શહેરમાં ગુંજશે, જાણો વિગત

ગીરનું ઘરેણું ગણાતા એશિયાટિક સિંહ હવે ગીરની બહાર ડણક કરતા સંભળાશે.

WSON Team

એશિયાટિક સિંહ પ્રેમીઓને ગીર સેન્ચ્યુરીની જેમ જ સૌરાષ્ટ્રના પસંદ થયેલા સ્થળોએ એશિયાટિક સિંહ દર્શનનો લાહવો મળી શકે છે. એશિયાટિક સિંહ માટે હવે રાજકોટના માદા ડુંગર વિસ્તાર અને આસપાસના જસદણ સુધીના ડુંગરાળ અને જંગલ વિસ્તારની અંદર રહેવા મળી શકે છે. બાબરા થી જેતપુર ની વચ્ચેના જંગલ વિસ્તારમાં પણ એશિયાટિક સિંહની ડણક સાંભળવા મળી શકે છે.

WSON Team

કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ લાઇન હેઠળ એશિયાટિક સિંહ માટે લયાન ટેરીટરી જાહેર કરવામાં આવી છે. આમ તો ગીર અને બૃહદ્ ગીરનો આખો વિસ્તાર ગીરનાં જંગલથી લઈને ચોટીલા ડુંગર સુધીનો માનવામાં આવે છે. રાજકોટમાં કાર્યરત અને વરિષ્ઠ વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર તેમજ વાઈલ્ડ લાઈફ સ્ટેટ બોર્ડ નાં પૂર્વ સદસ્ય ભૂષણભાઈ પંડ્યાએ જણાવ્યું કે એશિયાટિક સિંહનું ઘર માત્ર ગીર નથી. સમગ્ર પરંતુ એશિયાટિક સિંહો બૃહદ ગીર એટલે આજના ચોટીલા સુધી સૌરાષ્ટ્રમાં વિહાર કરતા હતા. શિયાળામાં અચૂક એશિયાટિક સિંહ પોતાના ક્ષેત્ર સુધી આવતા રહ્યા છે.