જાણો, કેવી રીતે કરુણા એમ્બ્યુલન્સની કરુણતાએ બિલાડીનો જીવ બચાવ્યો
વડોદરાના જય અંબે સ્કૂલ, વૈકુંઠ નગર પાસે કોઈ વ્યક્તિએ પોતાની માનવતા ભૂલીને એક માસુમ અને અસહાય એવી બિલાડી પર એસિડ છાંટીને શરીરને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી અસહાય પશુ પર પોતાની ક્રૂરતા દેખાડી હતી.
પરંતુ હજુ ઈ.એમ.આર. ઈ ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સની કરુણતાએ બિલાડીનો જીવ બચાવ્યો હતો. પશુ ચિકિત્સક ડો. બીજલ ત્રિવેદી અને પાયલોટ રણજિત સિંહ રાઠોડે આ અબોલ પ્રાણીની સારવાર કરી અબોલ જીવ પ્રત્યે પોતાની સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડોદરાના વૈકુંઠ નગરના જયઅંબે સ્કૂલ પાસે એક બિલાડી છેલ્લા એક દિવસથી પીડાતી હતી. કોઈ રાહદારી વ્યક્તિએ આ જોઈ 1962 એનિમલ હેલ્પલાઈનની મદદ માંગી હતી.
કરુણા એમ્બ્યુલન્સના ડો. બીજલ ત્રિવેદી અને તેમની સાથે રતનસિંહ રાઠોડ ઘટના સ્થળે પહોંચી જઈ તરત જ
બિલાડીની સંપૂર્ણ સારવાર કરી તેને મૃત્યુના મુખમાંથી બચાવી હતી. એટલું જ નહિ દરરોજ તેનું ફોલોઅપ લઈને તે બિલાડીની સારવાર કરી હતી.
વન્યજીવોની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર વડોદરાનું વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્ર
વડોદરા શહેર-તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં 24,600થી વધારે વન્યજીવોનું રેસ્ક્યુ, રેસ્ક્યુ કરાતા વન્યજીવોમાં સૌથી વધારે મગર, સાપ અને વાનરોનો સમાવેશ



એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે વિઝન ડોક્યુમેન્ટ ‘લાયન@47: વિઝન ફોર અમૃતકાળ તૈયાર
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર 22 કેન્દ્ર સરકારે ગુજરાતના ગીરમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનના ભાગરૂૂપે સિંહોના સંરક્ષણ માટે લાયન@47: વિઝન ફોર અમૃતકાળ ડોક્યૂમેન્ટ તૈયાર કર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ 22 ડિસેમ્બર 2022ના રોજ રાજ્યસભામાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં ઉપરોક્ત વિગતો આપી હતી.
મંત્રીના નિવેદન મુજબ સિંહોના રહેઠાણોને સુરક્ષિત અને પુન:સ્થાપિત કરવા માટે તેની વધતી જતી વસ્તીનું સંચાલન કરવા, સ્થાનિક લોકોની આજીવિકાવધારવા અને સ્થાનિક સમુદાયોની સંરક્ષણમાં ભાગીદારી વધારવા માટેનાં લક્ષ્યાંકોનો સમાવેશ કરી લાયન@47 વિઝન ફોર અમૃતકાળ નામનું પ્રોજેક્ટ લાયન ડોક્યૂમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડોક્યૂમેન્ટમાં ડાલામથ્થાને થતાં રોગના નિદાન અને સારવાર તથા પ્રોજેક્ટ લાયન પહેલ દ્વારા સમાવેશી જૈવવિવિધતાના સંરક્ષણ માટેના જ્ઞાનનું વૈશ્વિક હબ બનાવવાનો પણ તેમાં સમાવેશ કરાયો છે. પ્રોજેક્ટ લાયન સંરક્ષણ અને પર્યાવરણ-વિકાસને એકીકૃત કરીને ગુજરાતમાં જીવસૃષ્ટિ આધારિત એશિયાટિક સિંહના સંરક્ષણની કલ્પના કરે છે, તેમ નિવેદનમાં જણાવાયું છે.
નથવાણી જાણવા માગતા હતા કે શું પ્રોજેક્ટ લાયન અને/અથવા તૈયાર કરવામાં આવેલા રોડમેપ માટે કોઈ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે કે કેમ? આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ લાયન માટે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આપવામાં આવેલા ભંડોળની વિગતો અને શું ગુજરાત સરકારે કેન્દ્ર તરફથી મળેલા પ્રોજેક્ટ લાયન ફંડના ઉપયોગનો અહેવાલ સુપરત કર્યો છે કે કેમ?
મંત્રીના નિવેદનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ ગુજરાતના ગીર પ્રદેશમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે જે એશિયાઇ સિંહનું છેલ્લું ઘર છે. પ્રોજોક્ટ ટાઇગર, જે દેશભરમાં આવેલા 53 વાઘ અભયારણ્યોમાં પ્રોજેક્ટ ટાઇગર અમલમાં મુકાયો છે, અને પ્રોજેક્ટ લાયન બંને આપણા ગૌરવ સમાન પ્રજાતિઓ જ્યાં વસવાટ કરે છે તેની આખી ઇકોસિસ્ટમનું સર્વગ્રાહી સંરક્ષણ કરવાના વિચારનો સમાવેશ કરે છે.
‘ચિત્તો સિંહની માફક ગર્જના કરતું નથી’, તો આવો જાણીએ કેવો છે ચિત્તાનો અવાજ
અલગ-અલગ ફ્રીક્વન્સીઝ પર આવતા વિવિધ પ્રકારના અવાજોના અલગ અલગ અર્થ હોય છે. પ્રેમ, ભય, ગુસ્સો, અને પીડામાં પ્રાણીઓ અલગ અલગ અવાજો કાઢે છે.





ગુજરાત સરકાર દ્વારા નડિયાદમાં ભોજપત્રી વૃક્ષને શા માટે હેરિટેજ વૃક્ષ જાહેર કરવામાં આવ્યું
નડિયાદની જે એન્ડ જે સાયન્સ કોલેજના બોટનિકલ ગાર્ડનમાં ઉગેલું ભોજપત્રી વૃક્ષ ખેડા ફોરેસ્ટ વિભાગ દ્વારા આરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.





પ્રકૃતિ માતા ના હરિયાળા શણગાર માટે આ પરિવારની મહિલાઓ વન વિભાગ માટે ઉછેરે છે રોપા
