પર્વતની ટોચે પક્ષીરાજના ધામા: રાજ્યની આ પર્વતની કોતરોમાં રામસેવક “જટાયું” જેવા ગીધોનો થયો વસવાટ

જંગલ અને આસપાસના રેવન્યુ વિસ્તારોમાં જૂજ માત્ર ગીધ બચ્યા છે. જેમાં સફેદ પીઠ ગીધ, ખેરો, ગીરનારી ગીધ અને રાજ ગીધની વસ્તી ઝડપભેર ઘટી રહી છે. જોખમમાં આવી ગયેલા ભારતીય ગીધોની પાવાગઢમાં વસાહતથી પક્ષીપ્રેમીઓમાં આનંદ

Social Media
મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. જોખમમાં આવી ગયેલી પક્ષી જગતની આ જાત એ પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં બનાવેલા માળાઓમાં ઇંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ અહિં 10 પુખ્ત વયનાં ગીધ વસ્યા છે. ઇન્ડિયન વલ્ચર પ્રકારના આ ગીધ છે.
Social Media
વિશ્વભરમાં ગીધની 23 પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી ૯ પ્રકારની પ્રજાતિઓ ભારતમાં અને તેમાંથી પણ 7 પ્રકારની પ્રજાતિઓ તો આપણા ગુજરાતમાં જ જોવા મળે છે. આ 7 પ્રકારમાં વ્હાઇટ રંપ્ડ વલ્ચર, ઇન્ડિયન વલ્ચર, ઈજીપ્શિયન વલ્ચર અને રેડ હેડેડ વલ્ચર સ્થાનિક અને ઈજીપ્શિયન ગ્રીફોન, હિમાલિયન ગ્રીફોન અને સિનેરીયસ વલ્ચર માઈગ્રેટ કરીને અહિં આવે છે. જ્યારે બિયાર્ડેડ વલ્ચર અને સ્લેન્ડર બિલ્ડ વલ્ચર ક્યારેક ક્યારેક ગુજરાતમાં જોવા મળે છે.
Social Media
દુધાળા પશુઓને અપાતા કેમિકલ યુક્ત ઈંજેકશનોને કારણે ગીધો ઉપર જોખમ ઊભુ થયુ છે. મૃત્યુ થયા બાદ આવા પશુઓને આરોગવાથી ગીધોનું અસ્તિત્વ જોખમાયુ છે. ખાસ કરીને ગુજરાતમાં ગીધોની વસ્તીમાં ૬૬ ટકાનો ઘટાડો છેલ્લા એક દશકમાં નોંધાયો છે. સફેદ ધાબા વાળા ગીધો સર્વસામાન્ય છે. ગુજરાતમાં ઇન્ડિયન વલચર પણ બહુધા જોવા મળે છે. તેની પાંખો અઢી ફૂટ સુધી ફેલાઈ શકે છે.
Social Media
બહુધા આ ગીધો માનવ વસ્તીની આસપાસ વસવાટ કરે છે. પુખ્ત વયનું ગીધ 70 થી 85 સે.મી. ઊંચું અને પાંચથી છ કી.ગ્રા.વજન ધરાવતુ હોય છે. માદા કરતા નર ગીધની લંબાઇ વધુ હોય છે. તેઓ 10 થી 12નાં સમૂહમાં વસવાટ કરે છે. વર્ષમાં એક વખત 1 ઈંડું મૂકે છે અને બચ્ચા ઉછેરનો સમયગાળો નવેમ્બરથી માર્ચ સુધીનો હોય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોંઝેરવેશન ઓફ નેચર દ્વારા ગીધની આ પ્રજાતિને અતિ જોખમમાં આવી ગયેલા પક્ષીઓની યાદીમાં મૂકવા આવી છે.
Social Media
ગીધોનો માનવજાતિ પર મોટો ઉપકાર છે. તેઓ મૃત શરીરને ખાઈ સંપૂર્ણ સાફ કરી નાંખે છે જેથી સડી રહેલા મૃતદેહમાં જોખમી જીવાણું અને વિષાણુંને વાતાવરણમાં ફેલાવા નથી દેતા. ગીધોનું એક ટોળુ એક મૃત પશુને 3 થી 4 મિનિટમાં સફાચટ કરી જાય છે.
Social Media
પાવાગઢમાં માતાજીનાં ડુંગરાની પાછળની તરફ કોતરોમાં 2 થી 3 માળા, નવલખા કોઠારવાળી કોતરોમાં ૬ જેટલી માળા હોવાનો અંદાજ છે. ગીધની સફેદ હગાર ઉપરથી માળા હોવાનો સહજ અંદાજ લગાવી શકાય છે. જેમાંથી માતાજીનાં મંદિરવાળી કોતરોમાં આવેલા ૧ માળામાં ગીધનું બચ્ચું જોવા મળે છે.
Social Media
આ ગીધો સવારના 11 વાગ્યાથી મોડી રાત સુધી ખોરાકની શોધમાં આકાશમાં ચક્કર લગાવતા રહે છે. તે એક હજાર ફૂટ જેટલી ઊંચાઈએ ઊડે છે ત્યાંથી તેની તીક્ષ્ણ નજર મૃત પશુને જોઈને ઝપટ લગાવે છે. વન વિભાગ દ્વારા થયેલી ગણતરી દરમિયાન પણ અહિં ગીધોની આ વસાહત નોંધાઈ છે. પરિક્ષેત્ર વન અધિકારી આર.આર.બારીયા અને વન સહાયક પંકજ ચૌધરી આ વસાહત ઉપર સતત નજર રાખી રહ્યા છે.
ગીધની વિલુપ્તી, પર્યાવરણના સંરક્ષણ સામે મોટો પડકાર

બે દિવસથી પ્રસુતિની વેદનાથી પીડાતી માદા શ્વાનનો EMRI ની ટીમે બચાવ્યો જીવ

વડોદરા જિલ્લાની પશુઓ માટે ની આરોગ્ય સંજીવની સમાન EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા એક માદા શ્વાનનો ડો. ચિરાગ અને તેમની ટીમ ઘ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના જામવા વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે છેલ્લા બે દિવસથી એક માદા શ્વાન પ્રસુતીની પીડામાં પીડાઈ રહી હતી. ત્યાં એક પેટ્રોલ પંપ વાળા ભાઈની નજર ઘટના પર પડી, જેને થોડો પણ સમય ગુમાવ્યા વગર તુરંત જ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 પશુ હેલ્પલાઇન ને કોલ કરી મદદ માંગી હતી.
Social Media
ડો. ચિરાગ પરમાર, પાયલોટ રતનસિંહ રાઠોડ અને તેમની ટીમ તરત જ ઘટના સ્થળે વાયુ વેગે પહોંચી ગઈ હતી.ડો. ચિરાગ અને તેમની ટીમે જાણવા મળ્યું કે આ માદા શ્વાન છેલ્લા બે દિવસથી પ્રસુતિની પીડાથી પીડાઈ રહી હતી. તેની હાલત પણ ખૂબ જ ગંભીર હતી કારણ કે છેલ્લા એટલે બે દિવસમાં તેના પેટમાં તેના બચ્ચાં જીવતા હતા કે મૃત્યુ પામેલ હતા. પરંતુ વર્ષોનો અનુભવ અને ડો. ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહની સુઝબુઝથી બે કલાકની ભારે જહેમત બાદ તેના પેટમાંથી બચ્ચા બહાર કાઢવામાં આવ્યા હતા.પરંતુ પ્રસુતિની પીડા વધુ હોવાથી અને સમય વીતી ગયેલો હોવાથી બચ્ચાં મૃત હાલતમાં હતા. પરંતુ તાત્કાલિક સારવાર મળવાની લીધે માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.ડો. ચિરાગ અને તેમની ટીમ ઘ્વારા કૂતરીને જરૂરી ફ્લુડ થેરાપી અને જરૂરી એન્ટિબાયોટિક ઈન્જેકશન આપી તેનો જીવ બચવામાં આવ્યો હતો. જીવદયાનું આ કામગીરી જોઈ પેટ્રોલ પંપના માલિક અને અન્ય સ્ટાફે ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતના આ આદિવાસી જિલ્લાની આગવી ઓળખ સમું વન ભોજન એટલે “દાલ પાનિયા”

0

આધુનિકતા સાથે આજની પેઢીએ આદિવાસી મૂળ સંસ્કૃતિને જાળવવી પડશે

ગુજરાતની પૂર્વ સરહદ પર આવેલ આદિવાસી જિલ્લા તરીકે નામના પામેલ જિલ્લો એટલે દાહોદ. આમ તો આ જિલ્લાનું મૂળ નામ ‘ દોહદ ‘ છે, કારણ કે તે મધ્ય પ્રદેશ અને ગુજરાત રાજ્યને જોડતો જિલ્લો છે.એ બન્ને રાજ્યની સીમાની હદ પર આવેલ હોવાથી તેને ‘ દોહદ ‘ કહેવામાં આવતું હતું. પરંતુ ત્યાંના મૂળ આદિવાસીઓની મૂળ સ્થાનિક આદિવાસી ભાષા મોટાભાગે હિન્દી – ગુજરાતી મિક્સ હોવાથી સમય જતા ‘ દોહદ ‘ માંથી ‘ દાહોદ ‘ નામ થઇ ગયું એમ કહેવામાં આવે છે. દાહોદના અન્ય સ્થળોએ ફરવા અર્થે આવતાં અનેક પ્રવાસીઓ અહીં દાલ પાનીયા ખાવા આવે છે.
Social Media
દાહોદ જિલ્લામાં મોટાભાગે આદિવાસીઓની વસ્તી રહેલી છે. જેઓનો વનવગડા સાથે અનન્ય નાતો હોય છે.દાહોદમાં દરેક ધર્મ – જાતિના લોકો રહે છે, જેમ કે ભીલ, પટેલીયા, કોળી, પટેલ, રાજપૂત, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, સિંધી, હરિજન, વણકર, કુંભાર અને બ્રાહ્મણ જેવી અનેક સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આપણો સરહદી જિલ્લો દાહોદ.ત્યાંની પ્રજા આદિવાસી હોવાને નાતે ત્યાં આવનાર દરેકને પ્રેમથી આવકાર આપે પછી ભલેને સામેવાળી વ્યક્તિ અજાણી કેમ ના હોય…!
Social Media
દાહોદની વાત હોય અને ત્યાંની સંસ્કૃતિની વાત કરીએ ત્યારે એમ જરૂર થાય કે હજીય કંઈક ખૂટે છે. દાહોદની સંસ્કૃતિને શબ્દોમાં વર્ણવી અર્થાત્ત તેને અમુક શબ્દોમાં બાંધવી, જે બિલકુલ અશક્ય છે. કારણ કે, દાહોદની સંસ્કૃતિને સમજવા માટે ફકત સમય જ નહીં પરંતુ ભાવ પણ જરૂરી છે. કારણ કે, ત્યાંના લોકો ભોળા અને સ્વભાવે મળતાવડા હોય છે.તેઓનો આવકાર પણ એટલો જ મીઠડો હોય છે જેમ ત્યાંના’ દાલ પાનિયા’.જે ત્યાંના આદિવાસીઓની ખાસ ઓળખ છે.દાહોદની સંસ્કૃતિમાં વનભોજન એટલે ‘દાલ પાનિયા’.જે ત્યાંના લોકો સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગ અથવા તો શિયાળાના સમયમાં ખાસ કરીને બનાવતા હોય છે.
Social Media
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ મેનપુર ગામે રહેતા રાઠોડ દિનેશભાઇ શનાભાઈ દાલ પાનિયા પરંપરાગત રીતથી બનાવે છે. એમણે કહ્યું કે, “મકાઈના કરકરા લોટમાં દૂધ,ઘી,નમક અને જીરું નાખીને તેને બરાબર ચીકણો લોટ થાય ત્યાં સુધી મસળવામાં આવે છે, ત્યાર પછી તેને નાના ગોળ આકારમાં લુવા બનાવીને આંકડાના પાનમાં મૂકી જંગલમાંથી વીણેલા સ્પેશ્યલ ‘અડિયા છાણાં’ પર બન્ને બાજુથી બરાબર શેકીને ફોતરાં સાથેની અડદની દાળને ચૂલા પર બાફીને એ દાળમાં અલગથી બનાવેલ આખા ગરમ મસાલા સાથે દેશી ટામેટા,આખું લસણ, ધણા અને પથ્થરના ખલમાં વાટેલાં લસણ,આદું અને લાલ મરચાં ને વઘારીને એ બાફેલી દાળમાં અલગથી મિક્સ કરવામાં આવે છે.એના પછી લાલ ચટણી જેને આપણે ડ્રાય ચટણી કહીએ એવી જ પણ દાલ પાનિયાની ચટણી થોડી કરકરી અને પથ્થરના ખલમાં જ દેશી લાલ સુ્કાં મરચાં, લસણ, જીરું,આદું અને આખા ધણાને મિક્સ કરીને વાટીને તૈયાર કરવામાં આવે છે.”
Social Media
હા,દાળમાં દેશી શુદ્ધ અને ચોખ્ખું ઘી નાખવામાં આવે છે, ને પછી એની જે સોડમ હોય છે તે આજુબાજુનાયને લલચાવે એવી હોય છે.આમ જોઈએ તો દાલ પાનિયા મેહનત માંગી લે તેવું ખાણું છે પરંતુ એને બનાવતી વખતે જે ભૂખ લાગે અને આરોગ્યા પછી જે પેટમાં ઠંડક વળે એ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે, કેમકે એને તો બસ માણી શકાય, વાતો નહીં.
Social Media
દિનેશભાઇ ના કહેવા મુજબ મેનપુર ગામમાં તેઓ જ ફકત છે જે પાનિયા ની મૂળ રીત જાણે છે અને બનાવે છે અને એમાં નખાતી મોટાભાગની બધી જ વસ્તુઓ દેશી અને ઘરની જ હોવાથી એનો મૂળ સ્વાદ સચવાઈ રહે છે. પાનિયા ખાખરાના પાનમાં પણ બનાવી શકાય છે, પરંતુ મૂળ રીત મુજબ પાનિયા આંકડાના પાન થકી જ બનાવાય છે.પરંતુ આજના સમયમાં બહારની ખાણી પીણી પાછળ ઘેલા થયેલા લોકો હવે મૂળ ખોરાકને ભૂલતા જાય છે.રીત રસમ અને સંસ્કૃતિ જેવું જુના અને અમુક લોકોએ જ સાચવી રાખ્યું છે.
Social Media
નલધા ધોધ, રતનમહાલ, ઉધાલ મહુડા અને દાહોદના અન્ય સ્થળોએ ફરવા અર્થે આવતાં અનેક પ્રવાસીઓ અહીં દાલ પાનીયા ખાવા આવે છે. ઘણાય લોકો ખાસ પાનિયા ખાવા માટે ગ્રુપમાં અહીં આવતાં હોય છે.અહીંના કુદરતી માહોલમાં અવનવી રમતો અને અંતાક્ષરી રમીને અથવા તો ગામની વાડીઓમાં ભ્રમણ માટે પગદંડીઓ પર આખો દિવસ અહીં પસાર કરીને દાલ પાનિયા આરોગીને પછી જ અહીંથી જાય છે. ખરેખર,કુદરતને ખોળે રમતું ગામ એટલે દાહોદનું મેનપુર ગામ. જ્યાં ચારેબાજુ ઊંચા પહાડો પર કુદરત બિરાજમાન હોય,વનરાજી વિંઝણો નાખતી હોય અને ખુદ જંગલ દેવતા જેની રક્ષા કરતા હોય એ ગામના લોકો ખરે જ બે હાથ જોડીને ‘આવો પ્રણામ’ એવો મીઠો આવકાર આપે અને એ મીઠાશમાંય પાછી દાલ પાનિયાની મીઠાશ ઉમેરાય તો પછી પૂછવું જ શું…!

એક સમયે ગુજરાતમાં સૌથી વધુ ગીધ આ વિસ્તારમાં જોવા મળતા, હવે જૂજ માત્ર ગીધ બચ્યા

કચ્છ અને ગુજરાતમાં ગીધની ચાર પ્રજાતિ જોવા મળે છે.

જંગલ અને આસપાસના રેવન્યુ વિસ્તારોમાં જૂજ માત્ર ગીધ બચ્યા છે. જેમાં સફેદ પીઠ ગીધ, ખેરો, ગીરનારી ગીધ અને રાજ ગીધની વસ્તી ઝડપભેર ઘટી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળતા કચ્છના જાણીતા પક્ષીનિરીક્ષક નવિનભાઈ બાપટએ જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાતમાં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળતા હતા. વર્ષ 2006માં થયેલી ગણતરીમાં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળ્યા હતા. કચ્છના પોલડિયા ગામમાં સૌથી વધુ 466 ગીધ જોવા મળ્યા હતા. કચ્છમાં ગીધની વસતી ઘટી કચ્છમાં ગીધની વસતી નોંધપાત્ર રીતે ઘટી છે. ગત મોજણીમાં માંડ 42 થી 48 ગીધ જોવા મળ્યા હતા. અબડાસા વિસ્તારમાં મોટી સંખ્યામાં ગીધ જોવા મળતા હતા. જખૌ, નલિયા, સુથરી વગેરે ગામોમાં મકાનના છાપરા પર ગીધનો જમાવડો જોવા મળતો હતો ગીધ સંરક્ષણ માટે પ્રયાસ અત્રે ઉલ્લેખનીય છે કે, હિંસક પશુઓના મારણ અને મૃત પશુઓના મૃત્યુ બાદ સફાઈ કામદાર તરીકે ગીધની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહે છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જાફરાબાદના નાગેશ્રી, ખાંભા-તુલસીશ્યામ રેન્જના પીપળવા વીડી, ખાંભાના હનુમાન ગાળા, જુનાગઢના ગીરનાર પર્વત, દેવળિયા પાર્ક, આંબરડી પાર્ક અને સાસણના જંગલોમાં ગીધની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.નામશેષ થઈ રહેલા ગીધના સંરક્ષણ માટે વનવિભાગ સતર્ક બન્યું છે. બે દિવસ માટે ગીધની ગણતરી થશે લુપ્ત થવાના આરે ઊભેલા ગીધો જંગલ અને જંગલ આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. જેની બે દિવસ દરમિયાન ગણતરી થશે અને તેનો રિપોર્ટ તૈયાર કરી રાજ્યના વનવિભાગને સુપ્રત કરવામાં આવશે. કચ્છ જિલ્લા માટે ગીધની વસ્તી ગણતરી મહત્ત્વપૂર્ણ બની રહેશે.

વિચિત્ર જીવ! મગજ, કરોડરજ્જુ, હૃદય જેવા અંગો ફરીથી એક્સોલોટલ (axolotl) વિકસિત કરે છે

0

વિયેના અને ઝ્યુરિચના વૈજ્ઞાનિકોએ તેનો અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે એક્સોલોટલ (axolotl) તેના મગજના તમામ ભાગો સાથે સંબંધિત કોષોને પુનર્જીવિત કરે છે. તેમની વચ્ચે સંબંધ પણ સ્થાપિત કરે છે.

એક વ્યક્તિના હાથ-પગ કપાઈ જાય તો બીજાનો વિકાસ થતો નથી. જો હૃદયમાં કોઈ સમસ્યા હોય, તો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. પરંતુ મગજ અને કરોડરજ્જુને મનુષ્ય ફરી વિકસિત કરી શકતો નથી. પરંતુ આ વિચિત્ર પ્રાણીની વિશેષતા એ છે કે તે તેના મગજ, કરોડરજ્જુ, હૃદય અને હાથ અને પગને ફરીથી વિકસિત કરી શકે છે.  તે તેના સમગ્ર જીવન દરમિયાન ચેતાકોષો વિકસાવવાનું ચાલુ રાખે છે. વર્ષ 1964 માં, વૈજ્ઞાનિકોએ શોધ્યું કે એક્સોલોટલ (axolotl) તેના મગજના ભાગોને પુનર્જીવિત કરવાની ક્ષમતા ધરાવે છે. વિકાસ કરી શકે છે. કરોડરજ્જુ, હૃદય અને હાથ અને પગ પણ પુનર્જીવિત થઈ શકે છે. જો તેના મગજનો મોટો ભાગ કાઢી નાખવામાં આવે તો પણ તે ફરીથી અમુક માત્રામાં મગજનો વિકાસ કરવામાં સક્ષમ છે.
WSON Team
જ્યારે વિયેના અને ઝ્યુરિચના વૈજ્ઞાનિકોએ તેનો અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે એક્સોલોટલ (axolotl) તેના મગજના તમામ ભાગો સાથે સંબંધિત કોષોને પુનર્જીવિત કરે છે. તેમની વચ્ચે સંબંધ પણ સ્થાપિત કરે છે. આ જાણવા માટે તેના મનનો નકશો બનાવવામાં આવ્યો. પછી ખબર પડી કે તે કેવી રીતે મગજનો ફરીથી વિકાસ કરે છે. કારણ કે મગજના જુદા જુદા ભાગોના જુદા જુદા કોષો અલગ અલગ કામ કરે છે. એક્સોલોટલ (axolotl) જનીનો દ્વારા વિવિધ કોષોને પુનર્જીવિત કરવામાં સક્ષમ છે. આનો અભ્યાસ કરવા માટે, વૈજ્ઞાનિકોએ આ જીવતંત્રની સિંગલ સેલ આરએનએ સિક્વન્સિંગ (scRNA-seq) ની પ્રક્રિયા જોઈ. જેથી વૈજ્ઞાનિકો આ જીવના જનીનોની ગણતરી કરી શકે જે કોઈપણ રીતે કોષોના વિકાસમાં મદદ કરી રહ્યા છે. તેમજ મગજના કયા ભાગ માટે કયો કોષ વિકસી રહ્યો છે. તેનું કામ શું હશે? વૈજ્ઞાનિકો મનુષ્યો, ઉંદર, સરિસૃપ અને માછલીઓના આનુવંશિક અભ્યાસ માટે સિંગલ સેલ આરએનએ સિક્વન્સિંગ (scRNA-seq) નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ પદ્ધતિનો ઉપયોગ ઉભયજીવીઓ પર પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ તેના મગજનો સૌથી મોટો ભાગ ટેલેન્સફાલોનનો અભ્યાસ કર્યો. ટેલિન્સફાલોનને માનવ મગજનો સૌથી મોટો ભાગ પણ કહેવામાં આવે છે. આની અંદર નિયોકોર્ટેક્સ છે. જે કોઈપણ જીવના વર્તન અને તેની જ્ઞાનાત્મક શક્તિને બળ આપે છે.
WSON Team
એક્સોલોટલ (axolotl) ના સિંગલ સેલ આરએનએ સિક્વન્સિંગ (scRNA-seq) અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે તેના મગજનો વિકાસ વિવિધ તબક્કામાં કરે છે. ધીમે ધીમે વૈજ્ઞાનિકોએ તેના મગજના ટેલેન્સફાલોનનો મોટો ભાગ બહાર કાઢ્યો હતો. 12 અઠવાડિયા પછી, તેણે જોયું કે એક્સોલોલ (axolotl) ધીમે ધીમે દર અઠવાડિયે તેનું મગજ વિકસિત કરે છે. પ્રથમ તબક્કામાં, પૂર્વજ કોષો ઝડપથી વૃદ્ધિ પામ્યા. તેઓ ઘા મટાડવાનું કામ કરે છે. બીજા તબક્કામાં, પૂર્વજ કોષો ન્યુરોબ્લાસ્ટ્સમાં અલગ પડે છે. ત્રીજા તબક્કામાં, ન્યુરોબ્લાસ્ટ વ્યક્તિગત ચેતાકોષોમાં ફેરવવાનું શરૂ કરે છે. આ એ જ ચેતાકોષો છે જે ટેલિસેફાલોન સાથે બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી, નવા ન્યુરોન્સ પણ મગજના જૂના ભાગો સાથે જોડાણ બનાવવા લાગ્યા. આ શક્તિ અન્ય કોઈ જીવમાં જોવા મળી નથી.