રાજકોટના પ્રાણી ઉદ્યાનમાં બે સફેદ વાઘ બાળનો જન્મ થયો છે. હાલ માતા તેમજ બચ્ચા બન્ને તંદુરસ્ત છે. વાઘ બાળનો જન્મ થતાં હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
રાજકોટ મહાનગરપાલિકાના પ્રધુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘ નર દિવાકર તથા સફેદ માદા વાઘણ કાવેરીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્થાના અંતે કાવેરી વાઘણ દ્રારા પ્રથમ વખત ગઇકાલે બે સફેદ નર વાઘ બાળ જન્મ થયો હતો. માતા કાવેરી દ્રારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલમાં માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે.
ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્રારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્રારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ઠંડીની ઋતુ ચાલતી હોવાથી બચ્ચાઓને ઠંડી ન લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ઝુ સ્ટાફના સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાંને જન્મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સામાં એક બચ્ચું અથવા ચારથી પાંચ બચ્ચાંઓ જન્મતા હોય છે.
ચાલુ વર્ષે નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી બે સફેદ વાઘ બાળ બે નરનો જન્મ થયેલ જેને હાલ માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. જે હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સૂત્રોએ વધુમાં ઉમેયુ હતું કે રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ 13 સફેદ વાઘ બાળનો જન્મ થયેલ જેમાંથી ગાયત્રી વાઘણે 10 બચ્ચાંને, યશોધરા વાઘણે 1 બચ્ચાંને તેમજ કાવેરી વાઘણે બે બચ્ચાંને જન્મ આપ્યો હતો.
પ્રધુમન પાર્ક ઝુ ખાતેનું કુદરતી જંગલ સ્વપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે બે સફેદ વાઘબાળનો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 8 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર–1, પુખ્ત માદા–3 તથા બચ્ચા–4નો સમાવેશ થાય છે.
હાલ ઝૂ ખાતે જુદી જુદી 61 પ્રજાતિઓનાં કુલ ૫૧૯ વન્યપ્રાણી–પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉધાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. રાજકોટ મહાપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉધાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્ર્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે.
પોરબંદર આજે વિશ્વ વિખ્યાત બની છે. પોરબંદર બર્ડ સીટી તરીકે પણ ઓળખાય છે. પોરબંદરમાં શિયાળીની સિઝનમાં હજારો પક્ષીઓ પોરબંદરના મહેમાન બને છે.
હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે પોરબંદરના ર૧ જળપલ્લવીત વિસ્તારોમાં પક્ષીઓનું આગમન થઇ ગયું છે. પોરબંદર હાલ ઉદ્યોગ વિહોણું હોવાથી રોજગારી માટે પ્રજા અન્ય જિલ્લામાં જવા મજબૂર બન્યા છે. પરંતુ પોરબંદરને પર્યાવરણિય વિકાસ થકી નવી રોજગારી ઉભી થઇ શકે તેમ છે. આ ઉપરાંત પોરબંદરના અન્ય જળ પલ્લવીત વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ શિયાળાની ઋતુ દરમિયાન મહેમાન બની રહ્યાં છે. ત્યારે બર્ડ સીટી પોરબંદરને પર્યાવરણિય પ્રવાસન ક્ષેત્રે વિકાસ થશે તો નવી રોજગારી પણ ઉભી થઇ શકે છે.
WSON Team
શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી પક્ષીઓ હજારોની સંખ્યામાં પોરબંદરના મહેમાન બને છે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે વિદેશી પક્ષીઓ જળ પલ્લવીત વિસ્તારમાં ખોરાક આરોગી રહ્યાં છે. પ્રવાસી પક્ષીઓના ખાસ રૂટ એટલે માયગ્રેટરી રૂટમાં પોરબંદર આવતું હોવાથી આ શિયાળાની સિઝનમાં પક્ષીઓ હજારોની સંખ્યામાં પોરબંદરના મહેમાન બને છે. શિયાળાની સિઝનમાં બીજા દેશોમાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે ત્યારે પક્ષીઓ ખોરાક માટે તેમજ તેમના બચ્ચાઓના ઉછેર માટે પોરબંદર આવે છે.
પોરબંદર શહેરમાં પક્ષીઓ માટે 21 જળ પલ્લવીત વિસ્તારો આવેલા છે. પોરબંદરના વાતાવરણમાં ખાસ જોઇએ તો અહીં દરિયાને લીધે સમતાપી વાતાવરણ પક્ષીઓ માટે જોવા મળે છે. પોરબંદર પાસે જળ પલ્લવીત વિસ્તાર, રેતાળ, ખુલ્લા મેદાનો તેમજ ડુંગળિયાળ વિસ્તાર હોવાથી પક્ષીઓ આવા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે. ખોરાકની દ્રષ્ટિએ પોરબંદરમાં જોઇએ તો જળ પલ્લવીત વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં સાઝ, છૈયા નામનું ફળ પક્ષી ખોરાક તરીકે આરોગે છે. ઉપરાંત મીઠું અને ખારૂ પાણી જ્યા ભેગુ જાય ત્યાં સૌથી વધુ પ્રમાણમાં માછલીઓ પ્રજનન કરે. પક્ષીઓને વિપુલ પ્રમાણમાં તે ખોરાક તરીકે મળી રહે છે. આ ઉપરાંત હાલની સિઝનમાં માંડવીના વાવેતરને લીધે કુંજ જેવા પક્ષીઓ માટે ખોરાકરૂપે તે પણ મળી શકે.
વિશ્વનું એકમાત્ર શહેર કે જે હજારો ફ્લેમીંગોને નજીકથી જોઇ શકાય
WSON Team
પોરબંદરમાં ભારતનું એક માત્ર પક્ષી અભિયારણ ખીજડી પ્લોટ નજીક આવેલ છે. આ પક્ષી અભિયારણ ૯.૩૩ એકરમાં ફેલાયેલું છે. પોરબંદર પાસે કર્લી, ગોસાબારા જેવું વિશાળ જલ પલ્લવીત વિસ્તાર છે. જે નર સરોવર કરતા વધુ પ્રમાણમાં, વધુ પ્રજાતીઓ નોંધાયેલી છે. આ ઉપરાંત પોરબંદર વિશ્વ એકમાત્ર શહેર છે કે રહેણાંક વિસ્તાર પ૦-૧૦૦ મીટર અંતરેથી જ હજારો સંખ્યામાં ફલેમીંગોને જોઇ શકાય છે. આટલી મોટી સંખ્યા નકરૂ લેખ આફ્રિકામાં જોવા મળે છે. તેને જોવા માટે એકથી દોઢ કિલોમીટર દુરથી જોવું પડે છે. જેથી પોરબંદરમાં આવતા પક્ષીઓને સ્થાનીકો અને પક્ષીપ્રેમીઓ નજીકથી જોઇ શકે છે.
પર્યાવરણીય પ્રવાસન ક્ષેત્ર થકી રોજગારી શક્ય છે
WSON Team
પોરબંદર પાસે ઉદ્યોગોનો વિકાસ નહિવત છે. પોરબંદરને પક્ષીઓ થકી પ્રવાસન ક્ષેત્રે પર્યાવરણિય પ્રવાસન ક્ષેત્ર બનાવી શકાય છે. સામાન્ય રીતે પ્રવાસીઓ દ્વારકાથી સોમનાથ વચ્ચે એટલે કે પોરબંદરમાં મહાત્મા ગાંધીજી તથા સુદામાભૂમિ જેવા સ્થળોની મુલાકાત કરી ખૂબ ટૂંકુ રોકાણ કરે છે. હાલના સમયમાં વિશ્વવ્યાપી પક્ષી દર્શન અને પ્રવાસનમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. જો પોરબંદરમાં ર૧ જળ પલ્લવીત વિસ્તારમાં વિકાસ કરી અને પર્યટકોને આકર્ષિયનો લાંબો સમય સુધી પોરબંદરની મહેમાનગતી માણશે. એવા ઘણા દેશો છે કે જેનું આર્થિક તંત્ર પર્યટન ઉપર ચાલે છે. તો આપણે પોરબંદરમાં રોજગારી માટે નવો ઉકેલ લાવી શકીએ છીએ.
પક્ષીનગર પોરબંદર પક્ષીઓના વિકાસથી વેગળું
WSON Team
બર્ડ સીટી તરીકે ઓળખાતા પોરબંદરને પ સપ્ટેમ્બર ર૦૦૯ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોરબંદરને પક્ષી નગર બનાવવાની માંગણી પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા કરવામાં આવી હતી. જેને ફક્ત ર૧ દિવસના ટુંકા ગાળામાં માંગણી સ્વીકારી પોરબંદરને પક્ષી નગર જાહેર કર્યું. તે સમયે નગરપાલિકાને વહિવટી તંત્રને શહેરના હોર્ડિંસ લગાડવા તેમજ પોરબંદર વિકાસવા માટેની જાણ મુખ્યમંત્રી કાર્યાલયે કરવામાં આવી હતી. પછી જોઇએ તેટલો વિકાસ પક્ષી નગર તરીકે થયો નથી. આજે હજારો પ્રવાસીઓ પોરબંદરની મુલાકાત લે છે તો પોરબંદરની ભૂમિને પર્યાવરણિય વિકાસ થકી નવી રોજગારી લાવી શકાય છે.
પૃથ્વી પરના સ્થળચર પ્રાણીઓમાં સૌથી વધુ ઝડપે દોડનાર પ્રાણી ચિત્તો છે. તે કલાકના 113 કિલોમીટરની ઝડપથી દોડે છે.
વાઘ 10 ફૂટ લાંબો અને 300 કિલો વજન ધરાવે છે. તેના શરીર પર પટ્ટાઓ છે. જ્યારે ચિતાના શરીર પર ગોળ કાળા ડાઘ છે. એક મોટો તફાવત છે. ચાલો જાણીએ ચિત્તા જેવી દેખાતી બિલાડી કઈ છે.
ચિત્તા, દીપડો, વાઘ કે જગુઆર ઘણીવાર લોકો તેમને ઓળખવામાં છેતરાય છે. દુનિયામાં લગભગ આઠ બિલાડીઓ છે જે ચિત્તા જેવી દેખાય છે. કેટલીકવાર લોકો ચિત્તાની તુલના વાઘ સાથે પણ કરે છે. ટો આવો જોઈ આ બધા વચ્ચે શું તફાવત છે. ચિત્તા સૌથી ઝડપી દોડનાર પ્રાણી છે. વાઘ 10 ફૂટ લાંબો અને 300 કિલો વજન ધરાવે છે. તેના શરીર પર પટ્ટાઓ છે. જ્યારે ચિતાના શરીર પર ગોળ કાળા ડાઘ છે. એક મોટો તફાવત છે. ચાલો જાણીએ ચિત્તા જેવી દેખાતી બિલાડી કઈ છે.
ઓસેલોટ કેટ (Oselot cat) :WSON Team
મધ્યમ કદની જંગલી બિલાડી. પૂંછડી સહિત 21.7 થી 39.4 ઇંચ લાંબી. વજન લગભગ 8 થી 16 કિગ્રા. સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ અમેરિકા, મેક્સિકો, મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. આ સિવાય તે ત્રિનિદાદ અને માર્ગારીટા જેવા કેરેબિયન ટાપુઓમાં પણ જોવા મળે છે. તે પાણીની નજીકના ગાઢ જંગલોમાં અથવા જ્યાં પુષ્કળ ખોરાક હોય છે ત્યાં રહે છે. મહત્તમ 9800 ફૂટની ઉંચાઈવાળા વિસ્તારોમાં જઈ શકે છે. તે ઝડપથી દોડતો નથી અને ઓચિંતો હુમલો કરીને હુમલો કરે છે.
સર્વલ કેટ (Serval cat):WSON Team
આફ્રિકાના સબ-સહારન દેશોમાં જંગલી બિલાડી જોવા મળે છે. 21 થી 24 ઇંચ લાંબી. વજન લગભગ 9 થી 18 કિગ્રા. વિશ્વના કોઈપણ બેજના શરીરની તુલનામાં તેના પગ સૌથી લાંબા છે. ઉંદર, ગરોળી, સાપ, દેડકા, જંતુઓ તેનો શિકાર છે. તે હલનચલન કર્યા વિના 15 મિનિટ સુધી એક જગ્યાએ બેસી શકે છે. જેથી શિકાર નજીક આવી શકે. પછી તે અચાનક હુમલો કરે છે. તે એક જ વારમાં 4 ફૂટથી 13 ફૂટની ઊંચાઈ સુધી કૂદકો મારે છે.
ઇરબીસ કેટ (Irbis cat- Snow leopard) :WSON Team
ઇરબીસ બિલાડીઓને બરફનો ચિત્તો કહેવામાં આવે છે. તેમની મહત્તમ લંબાઈ 4.3 ફૂટ છે. પૂંછડી 3.3 ફૂટ લાંબી છે. એકંદરે લંબાઈ 7.6 ફૂટ છે. વજન આશરે 54 કિગ્રા. વજન ઓછું હોવાથી ઝડપી ગતિ મળે છે. બરફમાં શિકાર કરવો થોડો મુશ્કેલ છે. સ્નો ચિત્તો મધ્ય એશિયા, અફઘાનિસ્તાન અને ચીનના પર્વતોમાં જોવા મળે છે. જંગલી ઘેટાં બકરાનો શિકાર કરે છે.
જગુઆર (Jaguar Cat):
WSON Team
અમેરિકા અને એમેઝોનના જંગલોમાં જગુઆર વધુ જોવા મળે છે. મહત્તમ લંબાઈ 6 ફૂટ છે. પૂંછડી ત્રણ ફૂટ લાંબી છે. વજન લગભગ 159 કિગ્રા છે. ચિત્તાની જેમ તેઓ વાંદરાઓ પર પણ હુમલો કરે છે.
Lynx કેટ :WSON Team
Lynx પણ જગુઆર અને સિંહની જેમ 80 KM પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તેને અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. દા.ત. યુરેશિયન લિન્ક્સ, બોબકેટ વગેરે. ચિત્તાના સંબંધીઓમાં તે સૌથી નાની બિલાડી છે. લંબાઈ 4.3 ફૂટ સુધી જાય છે. મહત્તમ 36 KG એટલે કે સ્પીડ મેળવવા માટે વજન નિશ્ચિત છે. તે હરણ, ઉંદરો અને પક્ષીઓ પર પણ હુમલો કરે છે.
વાદળછાયું ચિત્તો (Clouded leopard):WSON Team
વાદળછાયું ચિત્તો સામાન્ય રીતે દીપડાની પ્રજાતિના હોતા નથી. તેઓ માત્ર નામના છે. 3.4 ફૂટ ઉંચો વાદળી ચિત્તો 25 કિલો સુધીનું વજન કરી શકે છે. તે વાંદરાઓ અને નાના હરણનો શિકાર કરે છે. નેપાળ, ચીનથી લઈને સમગ્ર દક્ષિણપૂર્વ એશિયા સુધી જોવા મળે છે. જો તમે ધ્યાનથી જોશો, તો તમે આ અને ચિત્તા વચ્ચેનો તફાવત સમજી શકશો.
દીપડો ( Leopard):
WSON Team
ચિત્તા કરતાં વધુ શક્તિશાળી. ભારત અને આફ્રિકામાં મળો. 6.2 ફૂટ લાંબા દીપડાની ઝડપ 58 કિમી પ્રતિ કલાક છે. વજન 75 કિલો. દીપડાઓ રાત્રે શિકાર કરે છે. કારણ કે તેઓ દિવસ દરમિયાન સિંહ અને વાઘના હુમલાથી ડરે છે. તે મધ્યમ કદના જીવોનો શિકાર કરે છે.
ગજ મોતી શું છે ? અને તેના વિશે શું માન્યતાઓ છે ? જાણો આ સવાલોના જવાબ
WSON Team
એક અહેવાલ મુજબ શ્રીલંકામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે દરોડા પાડીને 76 ગજ મોતી (Elephant Pearl) જપ્ત કર્યા છે. ગજા મોતીને શ્રીલંકામાં ગજામુત્થુ (Gaja Muthu) પણ કહેવામાં આવે છે. જોકે, શ્રીલંકામાં ગજ મોતીની દાણચોરીનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. શ્રીલંકાના મીડિયા રિપોર્ટ અનુસાર, લોકો સામાન્ય રીતે સમજે છે કે હાથીઓનો શિકાર માત્ર તેમના દાંત માટે કરવામાં આવે છે, પરંતુ એવું નથી. તેમનો શિકાર કર્યા બાદ તેમના મસ્તિષ્ક સાથે જોડાયેલા ગજ મોતી પણ કાઢીને દાણચોરી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કાળા બજારમાં તેની ખૂબ માંગ છે.
આખરે ગજા મોતી અથવા ગજામુત્થુ શું છે અને તે કેવી રીતે બને છે?
WSON Team
જો કે તે મોતીની શ્રેણીમાં સામેલ છે, પરંતુ વાસ્તવમાં તે મોતી નથી. તે હાથીદાંતના દાંતના અંતે મસ્તિષ્ક સાથે જોડાયેલા ભાગમાં જોવા મળે છે. સન્ડે ઓબ્ઝર્વરના રિપોર્ટમાં એશિયન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર નંદન અટાપટ્ટુ કહે છે, “ગજ મોતી હાથીના મોટા દાંતની પાછળની બાજુ (દાંત જ્યાં પુરો થાય તે છેડો)એ બને છે.
નવાઈની વાત એ છે કે આ મોતી બધા હાથીઓમાં જોવા મળતું નથી. આ મોતી દુર્લભ છે. હાથીઓમાં ગજ મોતીની રચનાની પ્રક્રિયા ત્યારે શરૂ થાય છે જ્યારે તેના બાહ્ય દાંત સંપૂર્ણ રીતે વિકસિત થાય છે. ડૉક્ટર નંદન કહે છે કે, હાથીના દાંતના ઉપરના એક તૃતીયાંશ ભાગમાં પોલાણ હોય છે જે બહારથી દેખાય છે. તેમાં ચેતા, રક્તવાહિનીઓ અને પેશીઓનો સમાવેશ થાય છે. જે જોવામાં જેલી જેવું લાગે છે. જેમ જેમ હાથી વૃદ્ધ થાય છે તેમ તેમ તેની જેલ સુકાઈ જાય છે. લગભગ 60 વર્ષની ઉંમરે, આ ભાગમાં એક પોલાણ તૈયાર થાય છે. જ્યારે જેલ સુકાઈ જાય છે, ત્યારે તે તેના ભાગથી અલગ થઈ જાય છે.
ગજના મોતીની ચમક કેવી રીતે વધારવી?
WSON Team
જેલ સંપૂર્ણપણે સુકાઈ જાય પછી પોલાણ તેની જગ્યા છોડી દે છે.તેથી, જ્યારે પણ હાથી વારંવાર માથું હલાવે છે, ત્યારે તે શરીરની અંદરના પોલાણમાં હલનચલન કરે છે અને તેને ચમક આપે છે. આને ગજ મોતી કહે છે. આ રીતે હાથીઓમાં મોતી બને છે. તે વૃદ્ધ હાથીઓમાં જોવા મળે છે. જો તમે સરળ ભાષામાં સમજો છો, તો તે દાંતનો જ એક ભાગ છે.
એવું માનવામાં આવે છે કે તે સમૃદ્ધિ લાવે છે.
WSON Team
ભારત અને પડોશી દેશોમાં ગજ મોતી વિશે ઘણી માન્યતાઓ છે. આ માન્યતાઓને કારણે, તેની દાણચોરી થાય છે અને દાણચોરો મોટી કમાણી કરે છે.એવું માનવામાં આવે છે કે જે રાજા તેને પહેરતા હતા, તો તેના બાળકો સ્વસ્થ હતા, તેઓ દરેક યુધ્ધ જીતતા હતા. કારણ કે માન્યતા હતી કે ગજ મોતી તેમના માટે ભાગ્યશાળી સાબિત થયા છે, ગજ મોતીને સમૃધ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. આ માતા રાજાઓના જમાનાની વાત નથી,આજે પણ ગજમોતીને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
કેવડીયાના નજરાણામાં વધુ એક વધારો થયો છે. હવે પાણી ઉપર જમવા સાથે રહી શકાય તેવી સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે.
કેરાલામાં જોવા મળતા બોટ હાઉસનો મુલાકાતીઓ હવે સ્ટેસ્યુ ઓફ યુનિટી ઉપર લુફ્ત ઉઠાવી શકશે. કેવડીયાના એકતાનગર SOU ખાતે સી પ્લેનના તળાવ નંબર 3માં OYO દ્વારા રહેવા અને જમવાની સુવિધાસભર અદ્યતન બોટ હાઉસ તરતું મુકાયું છે.
Social Media
કેવડિયામાં દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષવા નવા- નવા આકર્ષણો સમયાંતરે ઉભા કરવામાં આવે છે. ત્યારે કાશ્મીરમાં જેમ ડાળ લેકમાં શિકારા બોટ હાઉસ છે. એવી રીતે કેરાલામાં હાઉસ બોટ છે અને કેટલાય પ્રવાસીઓ તેની મજા માણી હશે. ત્યારે હવે સ્ટેસ્યૂ ઓફ યુનિટીમાં પણ રહેવા અને જમવાની સુવિધા સાથે અદ્યતન બોટ હાઉસ તરતું મુકાયું છે.
કેવડિયાના એકતાનગર SOU ઉપર હવે પ્રવાસીઓ તરતી બોટ હાઉસની મઝા માણી શકશે. જ્યાં તમે પાણીમાં રહી શકશો, જમી શકશો, તેના ડક ઉપર આરામ ખુરશીમાં બેસી કેવડિયા અને SOUનો રાત્રી દરમિયાન અદભુત નજારો પણ જોઈ શકશો. OYO દ્વારા કેવડીયામાં તળાવ નંબર 3માં એક હાઉસ બોટ મુકવામાં આવી છે. આકર્ષક અને અદ્યતન બોટ હાઉસમાં ડાઇનિંગ ટેબલ, ગેલેરી, ટેરેસ, અલગ-અલગ કેટેગરીમાં રહેવા માટે રૂમ સહિતની સુવિધાઓ છે.
Social Media
આ બોટ હાઉસમાં રહી વિવિધ વાનગીઓનો સ્વાદ માણી કેરાલા અને કાશ્મીર જેવા માહોલ નો એહસાસ કેવડીયામાં કરી શકશો. OYO બોટ હાઉસમાં રહેવા, જમવા સહિત અન્ય તમામ સુવિધા અને આકર્ષણો પણ પ્રવાસીઓ માટે ઉભા કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ બોટ હાઉસને લઈ કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પણ ટ્વિટ કરી હતી. તેઓએ ટ્વીટમાં જણાવ્યું કે, એકતાનગરે વધુ એક આકર્ષણ ઉમેર્યું, હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફેમ એકતાનગર ખાતે રહેવા માટે હાઉસબોટ પણ ઉપલબ્ધ છે.