70 વર્ષ પછી ભારતમાં ચિત્તાઓને લાવવા માટે નામીબિયા પહોંચ્યુ આ ખાસ વિમાન, આવો છે શણગાર

મધ્યપ્રદેશના ચંબલ સંભાગ શ્યોપુર જીલ્લા સ્થિત કૂનો પાલપુર અભયારણ્યમાં દક્ષિણ આફ્રિકાના ચિત્તા અહીં લાવવામાં આવી રહ્યાં છે.

WSON Team
મહત્વનું છે કે, દેશના PM મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરનાં રોજ છે. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે આ અભયારણ્યમાં દક્ષિણ આફ્રિકાના ચિત્તાઓને છોડીને તેમના જન્મદિવસની ઉજવણી કરશે. આ ચિત્તાને વીમાનથી અહીં લાવવામાં આવશે. તા, 16 સપ્ટેમ્બરે નામીબીયાની રાજધાની વિન્ડહોકથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા આઠ ચિત્તાઓને ભારત લાવવામાં આવી રહ્યા છે. તેમાં 3 નર ચિત્તા અને 5 માદા ચિત્તા છે. કંપની વિશ્વમાં પ્રથમ વખત ચિત્તાઓને શિફ્ટ કરવા માટે ફ્લાઇટ ચલાવી રહી છે, આ વિમાનને લઇને વિશેષ વિમાનની તસવીર સામે આવી છે, જેમાં ચિત્તાના સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે. એરલાઈન્સ કંપનીએ આ ફ્લાઈટને સ્પેશિયલ ફ્લેગ નંબર 118 આપ્યો છે. કંપની માટે આ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
twitter.com/IndiainNamibia
આ ચિત્તાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનેલા ક્રેટમાં લાવવામાં આવશે અને સીધા જયપુર પહોંચશે. જેમાં લગભગ 11 કલાકનો સમય જશે. ત્યારબાદ તેઓને જયપુરથી ચાર્ટર્ડ હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. જ્યાં નવું હેલીપેડ પણ તૈયાર છે. તેઓ તા, 17મીએ જ અહીં પહોંચશે. ચિત્તાઓને લેવા માટે પ્લેન નામીબિયા પહોંચ્યું છે, નામીબિયામાં ભારતીય દૂતાવાસે આ પ્લેનની તસવીર ટ્વીટ કરી છે. એરલાઈન્સના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે ઉડાન કરવાથી ચિત્તાને પહોંચાડવામાં સરળતા રહેશે. તા, 17 સપ્ટેમ્બર શનિવારની સવારે ફ્લાઇટ જયપુર એરપોર્ટ પર ઉતરશે અને ત્યારબાદ ચિત્તાઓને હેલિકોપ્ટર દ્વારા કુનો અભયારણ્યમાં લઈ જવામાં આવશે. આવી હશે ખાસ વ્યવસ્થા:
WSON Team
– બોઇંગ 747 પેસેન્જર જમ્બો જેટને એ રીતે મોડિફાઇ કરવામાં આવ્યું છે કે, તેમાં પાંજરા સરળતાથી રાખી શકાય. – પાંજરા વચ્ચે પૂરતી જગ્યા હશે જેથી પશુચિકિત્સક ફ્લાઇટ દરમિયાન ચિત્તાઓ પર સરળતાથી નજર રાખી શકે. – આ એરક્રાફ્ટ 16 કલાક સુધી નોન-સ્ટોપ ઉડી શકે છે, જેના કારણે તે નામીબિયાથી ટેકઓફ કર્યા બાદ સીધું જયપુર ઉતરશે. – ખાસ B747 જમ્બો જેટ પ્લેન 16 સપ્ટેમ્બરે, શુક્રવારના રોજ નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને ભારત માટે રવાના થશે.
PM મોદીનો અનોખો અંદાજ: આ રીતે ઉજવશે 72મો જન્મદિવસ!

ફ્લેમિંગો બ્રીડીંગ સાઈટ: અહિયાં ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર ફ્લેમિંગો તેમજ જળચર પક્ષીઓનું આગમન

ફ્લેમિંગો સહિત અન્ય જળચર પક્ષીઓ માટે હાલે આ સમયગાળો મહત્વપૂર્ણ અને વાતાનુકુલ છે

કચ્છ રણ વન્ય પ્રાણી અભ્યારણ હાલે મહત્વપૂર્ણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં હાલે ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર ફ્લેમિંગો તેમજ જળચર પક્ષીઓનું આગમન આકર્ષણનું કારણ બન્યું છે. ફ્લેમિંગો સહિત અન્ય જળચર પક્ષીઓ માટે હાલે આ સમયગાળો મહત્વપૂર્ણ અને વાતાનુકુલ છે. ત્યારે કચ્છ જિલ્લાનું આ વન્ય પ્રાણી અભ્યારણ પક્ષીવિદો માટે અને પક્ષી પ્રેમીઓ માટે તેમજ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર માટે પણ મહત્વપૂર્ણ છે. કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં વર્ષ-2019 ના ચોમાસા દરમ્યાન બ્રીડીંગ સાઈટના નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા તથા અગાઉની બ્રીડીંગ સાઈટના અભ્યાસના અનુભવે એવું જાણવા મળ્યું કે સામાન્ય રીતે રણમાં થોડી ઊંચાણ વાળી જગ્યાએ ઉપર લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા બનાવવામાં આવે છે તથા ઊંચા ટેકરા વાળા ભાગો કે જે સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન ખુલ્લા જોવા મળતા હોય છે અને જેના પર ઘાસનો ઉગાવો હોતો નથી તેવા નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવામાં આવતી હોય છે. વન કર્મચારીઓના લાંબાગાળાના ઉપરોક્ત નિરીક્ષણ અને અભ્યાસના આધારે વર્ષ-2021-22 દરમ્યાન જુની બ્રીડીંગ સાઈટથી નજીકના વિસ્તારમાં આર્ટીફીસીયલ બ્રીડીંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા. જેનું માપ 200 મીટર × 10 મીટર x 1 મીટર જેટલું રાખેલ. તેમજ વચ્ચેથી પાણીના નિકાલ માટે 100 મીટરના અંતરે 10 મીટર જેટલી જગ્યા રાખી આવા કુલ-05 (પાંચ) જેટલા પ્લેટફોર્મ મીટીગેશન પ્લાન અંતર્ગત બનાવવામાં આવેલ હતા. વર્ષ-2021ના ચોમાસા દરમ્યાન ઉપરોક્ત પ્લેટફોર્મ પર ફ્લેમિંગો દ્વારા માળા બનાવવાની શરૂઆત થયેલ હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં રણમાં પાણીની આવક ન થતા ફ્લેમિંગો પરત ચાલ્યા ગયા હતા. ગત જુલાઈ માસમાં ખુબજ સારો વરસાદ થવાથી કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણના સમગ્ર મોટા રણ વિસ્તારમાં પાણીની આવક સારી થવાથી સમગ્ર રણ વિસ્તાર પાણીથી ભરાઈ ગયેલ હતું. જેથી આ વર્ષે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયેલ છે. અને ફ્લેમિંગો દ્વારા બનાવવામાં આવેલ ઉપરોક્ત તમામ પ્લેટફોર્મ પર જુલાઈ માસમાં વસાહત સ્થાપવામાં આવેલ છે અને ઈંડા મુકવામાં આવેલ છે. તેમજ ઓગષ્ટ માસના અંતમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવી ગયા છે. ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સપ્ટેમ્બર માસ દરમિયાન પણ ઉપરોક્ત પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં નવી વસાહતો બની રહી છે અને હજી બીજા ફ્લેમિંગો, પેલીકન, રીવર ટર્નસ, બ્લેક વિંગ્સ સ્ટીલ્ટ, ગ્રે હેરોન, પેઈન્ટેડ સ્ટોર્ક, સ્લેંડર બીલ્ડ ગુલ્સ, કોમન સેન્ડ પાઈપર, કોમન સ્ટીલ્ટ ડક, ડાર્ટર, કોર્મોરંટ વગેરે જેવા જળચર પક્ષીઓનું આગમન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં થઇ રહ્યું છે

અહિયાં શિંગડા ધરાવતું વિચીત્ર સરિસૃપ ખેતરમાં દેખાતા લોકો થયા આશ્ચર્યચકિત

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકો પણ આશ્ચર્યચક્તિ થયા

અત્યાર સુધી આપણે મોટાભાગે શિંગડાવાળા પ્રાણીઓ જોયા છે. જેમાં કોઈને એક તો કોઈને બે શિંગડા હોય છે. પરંતુ શું તમે શિંગડાવાળા સાપ જેવા દેખાતા જીવ વિશે સાંભળ્યું છે કે જોયું છે ? તમને થતું હશે કે સાપ જેવું અને તે પણ શિંગડાવાળું. જો કે,આજના કળિયુગમાં આ પણ શક્ય છે. તે દર્શાવતો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અલગ જ કલરનું શિંગડાવાળું એકદમ સાપ જેવું દેખાતું જીવ જોવા મળ્યું છે.

વાર્તાઓ અને ટીવી સિરીયલમાં પણ માત્ર આપણે શિગંડાવાળા પ્રાણીઓ વિશે કે જેઓ ચાર પગે ચાલે તેમના વિશે સાંભળ્યું હશે. જમીન પર સરિસૃપ રીતે માથાના ભાગે શિંગળા જેવું દેખાય તેના વિશે સૌ કોઈ સાવ અજાણ છે. ત્યારે આ એક અલગ જ પ્રકારનો જીવ જોઈ તમને પણ નવાઈ લાગશે.

સોશિયલ મીડિયામાં એક વિચિત્ર સરિસૃપનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને સૌ કોઈ વિચારમાં પડી ગયા છે. આ વિડીયોને જોતા તમને પણ એક નજરમાં આ સાપ જ લાગશે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિડીયો સુરેન્દ્રનગરનાં વડીયા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગામની સીમમાં આ વિચિત્ર સરિસૃપ જોવા મળ્યો છે. જેને ઉપર સફેદ અને કાળા કલરનાં પટા અને તેનાં માથે શિંગડાં જેવું કંઈક જોવા મળતાં કુતુહલ સાથે આશ્ચર્ય જોવાં મળ્યું. ખેતરમાં નીકળેલા આ જીવને જોઈ એક શખ્સે તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં વિચિત્ર પ્રકારના સરિસૃપ જોવા મળી રહ્યો છે.

PM મોદીનો અનોખો અંદાજ: આ રીતે ઉજવશે 72મો જન્મદિવસ!

આગામી તા. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જોકે આ વખતે તેઓ પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે.

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો પાલપુર નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બરે જ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત આવી રહ્યા છે અને આ ખાસ અવસર પર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે હશે. તેઓ શ્યોપુરના કરહાટમાં મહિલા સ્વ-સહાય જૂથના સંમેલનને પણ સંબોધિત કરશે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મ દિવસ ચિત્તાઓની વચ્ચે ઉજવશે.
WSON Team
મધ્યપ્રદેશ કેબિનેટની બેઠક પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં તેમનો જન્મદિવસ ઉજવવા આવશે. આ દિવસે દક્ષિણ આફ્રિકાથી ચિત્તા કુનો નેશનલ પાર્કમાં આવે છે. તમને જણાવી દઈએ કે,  સિત્તેર વર્ષ પછી ભારતમાં ચિત્તાઓને વસાવવા માટે પ્રોજેક્ટ ચિતા બનાવવામાં આવ્યો છે.
Social Media
આ અંતર્ગત આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સ્થાયી કરવામાં આવી રહ્યા છે. ચિત્તા પ્રોજેક્ટ હેઠળ નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાના છે. પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં પચાસ ચિતાઓને વસાવવાની યોજના છે. શરૂઆતમાં આઠ ચિત્તા આવવાના છે, જેને કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે.
WSON Team
મહત્વનું છે કે, કુનો-પાલપુર નેશનલ પાર્ક 748 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તે 6,800 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા ખુલ્લા જંગલ વિસ્તારનો એક ભાગ છે. એકવાર ચિત્તો લાવવામાં આવે, પછી તેમને નરમ પ્રકાશનમાં રાખવામાં આવશે. બે-ત્રણ મહિના સુધી એન્ક્લોઝરમાં રહેશે. જેથી તેઓ અહીંના વાતાવરણથી ટેવાઈ જાય. આનાથી તેમના પર વધુ સારી રીતે દેખરેખ રાખવાની પણ મંજૂરી મળશે. ચારથી પાંચ ચોરસ કિ.મી.નું બિડાણ ચારે બાજુ ફેન્સીંગથી ઢંકાયેલું છે. ચિત્તાનું માથું નાનું, શરીર પાતળું અને પગ લાંબા હોય છે. તે તેને દોડવામાં ઝડપ મેળવવામાં મદદ કરે છે. ચિત્તા 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

ભારતમાં છેલ્લે ક્યારે જોવા મળ્યા હતા ચિત્તા ?

WSON Team

ચિત્તાને છેલ્લે વર્ષ 1948માં ભારતમાં જોવામાં આવ્યા હતા. એ જ વર્ષે કોરિયાના રાજા રામાનુજ સિંહદેવે ત્રણ ચિત્તાનો શિકાર કર્યો હતો. આ પછી ભારતમાં ચિત્તા જોવા મળ્યા ન હતા. આ પછી વર્ષ 1952માં ભારતે ચિત્તાની પ્રજાતિનો અંત માન્યો. ભારત સરકાર દ્વારા 1970માં ઈરાનમાંથી એશિયાટિક ચિત્તા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે ઈરાન સરકાર સાથે પણ વાતચીત થઈ હતી. પરંતુ આ પહેલ સફળ થઈ શકી નથી. કેન્દ્ર સરકારની હાલની યોજના મુજબ પાંચ વર્ષમાં 50 ચિત્તા લાવવામાં આવશે.

અહિયાં રસ્તા પર બિંદાસ્ત દિપડો બેઠેલો જોવા મળ્યો, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા

ભરૂચ જિલ્લાના બે આદિવાસી તાલુકા દીપડાઓના અઘોષિત અભિયારણ બની ગયા હોય તેવો માહોલ અને વાયરલ થતા રહેતા વિડીયો સમયાંતરે સામે આવી રહયા હોય જેનાથી ફલિત થઈ રહ્યું છે.

વાલિયા માર્ગ ઉપર રસ્તાને અડીને જ બિન્દાસ્ત બેઠેલા દીપડાનો વિડીયો સામે આવ્યો છે. વાલિયા ગામના આશાપુરા ટ્રેડર્સ બાદ વાલિયા-તુણા ગામને જોડતા માર્ગ ઉપર બપોરના સમયે દિપડો બેઠો હોવાનો વિડીયો કાર ચાલકે મોબાઈલમાં કેદ કર્યો હતો.

મળતી માહિતી મુજબ ભરૂચ વાલિયાથી તુણા ગામને જોડતા અંતરિયાળ માર્ગ પર દીપડો નજરે ચઢ્યો હતો. ભર બપોરે દીપડો માર્ગની બાજુમાં બેઠો હતો. દીપડાને કાર ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. જે વિડીયો સામે આવતા જ લોકો ભયભીત બન્યા છે. ગામના ખેડૂતોએ પણ સીમમાં પાંચ જેટલા દીપડાઓ પરિવાર સાથે ફરતા હોવાનો શૂર મીલાવ્યો હતો. ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક ગામની સીમમાં મારણ સાથે પાંજરું મુકવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.