એક મહિનાથી વૈજ્ઞાનિકોની ટુકડી પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં મળતા સમુદ્રી જીવોનું અધ્યયન કરી રહી હતી.
દરિયાઈ જીવસૃષ્ટિ અનોખી છે. જેમ જેમ દરિયાના ઊંડાણમાં જાવ તેમ તેમ ભાતભાતના જીવ જાેવા મળે છે. દરિયાઈ જીવસૃષ્ટિ અંગે હજુ પણ ઘણી શોધ થઈ રહી છે. જે દરમિયાન સમુદ્રમાં પારદર્શક શરીર ધરાવતા અનેક જીવ સામે આવ્યા છે. તો ચાલો દરિયાના પેટાળમાં રહેલા આ આશ્ચર્યજનક ખજાના અંગે જાણકારી મેળવીએ. છેલ્લા એક મહિનાથી વૈજ્ઞાનિકોની ટુકડી પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં મળતા સમુદ્રી જીવોનું અધ્યયન કરી રહી હતી. આ દરમિયાન કીરીબાતી નજીક આવેલા ફિનિક્સ ટાપુના કાંઠાળા વિસ્તારમાં વિચિત્ર પ્રકારનો ઓક્ટોપાસ મળી આવ્યો હતો. જેની ત્વચા પારદર્શક હતી.
આ દુર્લભ ઓક્ટોપસના શરીરની અંદરના અંગ અને પાચનતંત્ર સુધી આરપાર જાેઇ શકાતું હતું. આવા જીવને ગ્લાસ ઓક્ટોપસ તરીકે ઓળખવામાં આવે છે. આવા તો ઘણા જીવ સમુદ્રમાં છે, જેને દુર્લભ ગણાય છે. તાજેતરમાં પ્રશાંત મહાસાગરના અત્યંત ઊંડાણમાં એક દુર્લભ જીવ મળી આવ્યો હતો. જેને વૈજ્ઞાનિક ભાષામાં VITRELEDONELLA RICHARDI તરીકે ઓળખવામાં આવે છે. અલબત્ત, સામાન્ય ભાષામાં ગ્લાસ ઓક્ટોપસ કહેવાય છે. તેમની આંખો અન્ય સમુદ્રી જીવો કરતા અલગ, લંબચોરસ હોય છે. 18 ઇંચ જેટલા લાંબા આ ઓક્ટોપસનું શરીર પારદર્શક હોય છે. અલબત્ત, તેનું પાચન તંત્ર અને આંખો જાેઈ શકાય છે. જાે શિકારીના હુમલાથી બચી શકવું મુશ્કેલ હોય તો ગ્લાસ ઓક્ટોપસ પોતાની આંખો લાંબી કરી દે છે. જેનાથી પ્રકાશ પરાવર્તિત થઈ જાય અને તે બચી જાય છે. પૃથ્વી પર કેટલાક જીવ પોતાનો રંગ બદલી શકે છે. આવી જ રીતે સમુદ્રમાં પણ કેટલાક જીવ પારદર્શક બની જાય છે.
સામાન્ય રીતે સમુદ્રી જીવો પાસે શિકાર કરવા અથવા શિકાર થવાથી બચવા માટે બે પદ્ધતિ હોય છે. તેઓ પોતાની જાતને આસપાસના વાતાવરણ મુજબ બદલી નાખે છે. પથ્થર વચ્ચે રહેનારો જીવ પથ્થર જેવો અથવા લીલા ઘાસ વચ્ચે રહેનારો જીવ તે કલર જેવો થઈ જાય છે. કેટલાક જીવો અલગ જ પદ્ધતિને અપનાવે છે. તેમના શરીરમાંથી પ્રકાશ પરાવર્તિત થઈ જાય છે. તેઓ પારદર્શક બની જાય છે. આવી રીતે તેઓ શિકાર થવાથી બચી જાય છે. સમુદ્રમાં મળી આવતી સી વોલ્ટન નામની પ્રજાતી પણ પારદર્શક હોય છે. તેમની આંખો કે મગજ હોતું નથી. આ જીવ ધીમે ધીમે ચાલે અથવા તરે છે. તેની ગતિ એટલી ધીમી હોય છે કે, ઘણી વખત તે મૃત હોય તેવો ભાસ થાય છે.
વૃક્ષોના વાવેતર, સંવર્ધન, રક્ષણ માટે વડોદરા વન વિભાગ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.વૃક્ષોનો મહિમા ગાન આપણા પૌરાણિક શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. જે બાબતને અનુસરીને વડોદરા વન વિભાગ દ્વારા ખાસ રાશિઓ અને નક્ષત્રોના સ્થાન મુજબ પીપળો, આમળા, ઉબરો, ખેર, વડ, કંદબ, લીમડો, નાગ કેશર, અર્જુન સાદડ વગેરે વૃક્ષોનું વાવેતર કરી રાશિ વન અને નક્ષત્ર વન તૈયાર કરવામાં આવી રહ્યા છે.
મદદનીશ વન સંરક્ષક એમ.એમ. રાજ્યગુરૂ કહે છે કે, ખાસ લોકો વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે પ્રેરિત થાય તે માટે પૌરાણિક શાસ્ત્રો મુજબ રાશિઓ અને નક્ષત્રના સ્થાનના આધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે. આ પ્રકારના રાશિ વન અને નક્ષત્ર વન વડોદરા શહેરના અટલાદરા ખાતેના સ્વામિ નારાયણ મંદિરની જગ્યામાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જિલ્લાકક્ષાના વન મહોત્સવની વેળાએ તેનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.
રાશિઓ અને નક્ષત્રોના આધારે વૃક્ષના વાવેતરનો શાસ્ત્રોક્ત આધાર આપતા મદદનીશ વન સંરક્ષક એમ.એમ. રાજ્યગુરૂ જણાવે છે કે, સમગ્ર નભમંડળને ૧૨ રાશિઓઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. દરેક રાશિઓ એટલે તમામ રાશિઓના કુલ ૯ ચરણનો સમાવેશ થાય છે. રાશિઓમાં રહેલા નક્ષત્ર કે તારાઓના કાલ્પનિક બિંદુઓ દ્વારા જે આકાર રચાય છે, તેના આધારે રાશિઓઓના નામ આપવામાં આવ્યાં છે. જે મોટાભાગે પ્રાણીઓના આકાર પ્રમાણે છે. શાસ્ત્રોમાં દરેક રાશિઓના આરાધ્ય વૃક્ષો પણ સૂચવવામાં આવ્યા છે. જે તે વ્યક્તિની જન્મ રાશિઓ પ્રમાણે વૃક્ષની વાવણી, સંવર્ધન અને રક્ષણ શુભ ગણવામાં આવે છે.
બ્રહ્માંડમાં વાયુથી બનેલા સ્વયં પ્રકાશિત અનંત અંતરે આવેલા સ્થિર અને બિંદુ જેવા દેખાતા પિંડને આપણે તારાઓ તરીકે ઓળખીએ છીએ. અમુક તારાઓના જૂથને તારામંડળ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહ માર્ગ કે સૂર્ય માર્ગ પર સ્થિત આવા એક તેથી વધુ તારાઓના ચોક્કસ અંતરે આવેલા જૂથોને ૨૭ ભાગમાં વિભાજિત કરીને નક્ષત્ર તરીકે નામ આપી ઓળખવામાં આવે છે. અવકાશમાં ગ્રહો અને સૂર્ય જે એક ચોક્કસ માર્ગ પર ભ્રમણ કરતા જોવા મળે છે. તેને અનુક્રમે ગ્રહ માર્ગ અને ક્રાંતિવૃત્ત તરીકે ઓખળવામાં આવે છે. આપણે ત્યાં ભારત વર્ષમાં વક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યુ છે. જેને આપણે વિવિધ સ્વરૂપ અને વિવિધ પદ્ધતિઓ વડે અનુસરીએ છીએ. તેમા વૃક્ષ ઉપાસના પદ્ધતિનો સમાવેશ થાય છે. આપણી રાશિઓ નક્ષત્ર અને દરેક ગ્રહોનું એક આરાધ્ય વૃક્ષ નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ જે નક્ષત્રમાં વ્યક્તિનો જન્મ થયો હોય તે મુજબ તેના આરાધ્ય વક્ષને રોપી તેની પૂજા કરે તો તેના સારા પરિણામો પ્રાપ્ત થાય છે. વૃક્ષ પૂજન એ ઈશ્વર પૂજનનું એક માધ્યમ હોય શકે છે. તેના કારણે આ પરિકલ્પના કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
ટુંડવાનું 30 મીટર ઊંચું સાગ નું ઝાડ અંદાજે 250 વર્ષની ઉંમરનું છે જેને પણ દેવ ગણીને લોકો સાચવે છે.
આમ તો વૃક્ષો,વનસ્પતિ અને જીવ સૃષ્ટિ માતા પ્રકૃતિના સંતાનો છે અને પ્રકૃતિ જેટલા જ પવિત્ર અને પૂજનીય છે.
અને એટલે જ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બે મહા વૃક્ષો દેવતાઈ મનાતા હોવાથી લોકો દ્વારા પેઢી દર પેઢી સચવાયા છે. આ પૈકી એક પ્રકાશન માં ટુંડવા ગામના તપસ્વી જોગી જેવા વિશાળ સાગ વૃક્ષની ઉંમર લગભગ 250 વર્ષની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ સાગ વૃક્ષ લગભગ 30 મીટર ની ઊંચાઈ અને 5.26 મીટર જેટલો થડનો ઘેરાવો ધરાવે છે.આ વૃક્ષ પર નજર પડતાં જ વર્ષોની તપ સાધનાથી કૃશકાય થઈ જવા છતાં તેજસ્વી અને જોટાળા જોગીના દર્શન થયા હોય એવો અહેસાસ થાય છે.આ વિસ્તારના વન અધિકારી પ્રિતેશ પ્રજાપતિ અને બાજુની રેંજના અધિકારી નિરંજન રાઠવાએ જણાવ્યું કે,આ વૃક્ષમાં દેવનો વાસ હોવાની શ્રધ્ધાને લીધે લોકો તેને સાચવે છે.ગામ લોકોને પણ આ વૃક્ષ કેટલું જૂનું છે એનો અંદાજ નથી.કોઈ એને ચાર પેઢી અને કોઈ પાંચ પેઢી જૂનું હોવાનું જણાવે છે.આ વૃક્ષને લીધે ખેતી સચવાય છે અને ખુશહાલી આવે છે એવી આસ્થાને કારણે આસપાસ ના ખેતરોના ખેડૂતો આ વૃક્ષને સાચવે છે. ટૂંડવાનું આ વારસા વૃક્ષ જાણે કે પ્રકૃતિ દેવી ની સાક્ષાત પ્રતિમા છે.
અહીંની ડોલરિયા રેન્જમાં જામલી ગામ આવેલું છે.ત્યાં 25 મીટર જેટલી ઊંચાઈ ધરાવતું હલદું કલમ નું વૃક્ષ દેવતાઈ મનાય છે.કલમ વનસ્પતિની આ પ્રજાતિમાં અંદરના ભાગનું લાકડું પીળાશ ધરાવતું હોવાથી તે હલદું કલમ તરીકે ઓળખાય છે.આ વિસ્તારના વન અધિકારી ડી.એસ.રાઠવા એ જણાવ્યું કે,સરકારી પડતર મહેસૂલી જમીનમાં આવેલા આ મહાકાય વૃક્ષની નીચે દેવતાના પાળિયા, અને પ્રતીકો સ્થાપિત છે જેની ગામ લોકો વાર તહેવારે પૂજા કરે છે.
આ જગ્યાએ લગભગ દર 20 વર્ષે દેવનો ઉત્સવ ઉજવાય ત્યારે મેળો ભરાય છે.આ વૃક્ષ પર સંખ્યાબંધ મધપૂડા જોવા મળે છે જે એના દેખાવને ભવ્યતા આપે છે.
વડોદરામાં સયાજીબાગમાં બાબા સાહેબના સ્મારકથી થોડે આગળ અને રાજ મહેલની પાછળ, નવલખી મેદાન છેડે, વિશ્વામિત્રીના કાંઠે રાવણતાડ નામક વૃક્ષો આવેલા છે.તેની ટોચ પર ડાળીઓ એ રીતે ઉગે છે કે તેને જોતાં દશ મથાળા રાવણની યાદ આવી જાય.એક સમયે આ વૃક્ષ વડોદરામાં સારી એવી સંખ્યામાં હતાં.હવે ખૂબ ઘટી ગયા છે. આમેય,આ વૃક્ષનો સમાવેશ જોખમ હેઠળના વૃક્ષો ની યાદીમાં થાય છે એટલે વડોદરા એ ગાયકવાડી સમયના આ બચ્યા ખૂચ્યા વૃક્ષોની કાળજી લેવી જોઈએ.
દેવતાઈ વૃક્ષોને જ સાચવવા જોઈએ એવા અભિગમને બદલે બધાં વૃક્ષોમાં દેવનો વાસ છે એટલે બધાં વૃક્ષો સાચવવા જોઈએ એવો અભિગમ સમાજમાં કેળવાય તે જરૂરી છે.આદિવાસી સમાજ જય જોહાર એટલે કે માતા પ્રકૃતિની જય એ રીતે એકબીજાનું અભિવાદન કરે છે.ખરેખર સર્વ સમાજમાં જય જોહાર સૂત્ર વ્યાપક બને એ વૃક્ષ સંપદાની સાચવણી માટે જરૂરી જણાય છે.
– વિશ્વમાં 3000થી વધુ સાપ(snake)ની જાતમાં માત્ર 375 જેટલી જાત માણસ માટે જોખમી બને તેવી ઝેરી છે.
– સાપ(snake)ને ૨૦૦ દાંત હોય છે. તે ખોરાક ચાવતો નથી. તેના દાંત પાછલી તરફ હૂકની જેમ વળેલા હોય છે એટલે દેડકા જેવા પ્રાણીને મબજૂતીથી પકડી શકે છે.
– સૌથી મોટો ઝેરી સાપ(snake) કિંગ કોબ્રા છે જેના ડંખથી હાથી પણ મરી જાય.
– સાપ(snake)ની બે પાંખિયાવાળી જીભ વડે તે ગંધની દિશા પારખે છે.
WSON Team
– સાપ(snake)નું હૃદય તેના લાંબા શરીરમાં આગળ પાછળ સરકીને જગ્યા બદલી શકે છે જેથી તે કોઇ મોટું જાનવર સહેલાઇથી ગળી શકે છે.
– મોટા ભાગના સાપ(snake) ડંખ મારીને શિકારના શરીરમાં ઝેર દાખલ કરે છે. કેટલાક સાપ(snake) જડબામાંથી ઝેરની પિચકારી મારી શકે છે.
– સૌથી નાનો સાપ(snake) બ્રાહ્મણી અંધ સાપ છે જે બે ઇંચનો હોય છે. સૌથી મોટા એનાકોન્ડા 40 ફૂટ લાંબો હોય છે.
– સાપ(snake) તેના શરીરની ચામડીનું આવરણ નિયમિત બદલે છે. તેને કાંચળી કહે છે.
WSON Team
– સાપ(snake)ની આંખ ઉપર પોપચાં હોતા નથી, તે હંમેશાં ખુલ્લી રહે છે.
– સાપ(snake)ની આંખો નબળી હોય છે.
– સાપ(snake)ના ફેફસાં, લીવર, કિડની અને આંતરડા તેના શરીરના પ્રમાણમાં લાંબા આકારના હોય છે.
– સાપ(snake) અવાજ સાંભળી શકતા નથી પરંતુ અવાજના મોજાંની ધ્રુજારી અનુભવી શકે છે.
વરસાદી મોસમમાં સિંહ બાળ પાણીમાં ખૂબ જ મસ્તી કરતું હોય એ પ્રકારના દ્રશ્યો ગીર પૂર્વના જંગલમાંથી સામે આવી રહ્યા છે. પ્રથમ વરસાદમાં સિંહનું આ બચ્ચું જાણે મોસમના પહેલા વરસાદની મજા લેતુ હોય તેવા દ્રશ્યો રોમાંચિત કરી મૂકે છે. સૌથી સારી વાત એ છે કે, જ્યારે સિહ બાળ પાણીમાં ઉછળકૂદ કરી રહ્યું છે. બરાબર આ જ સમયે તેની માતા પણ તેની પ્રત્યેક ગતિવિધિ પર નજર રાખીને કોઈ પ્રકારની ભૂલ ન કરે તે માટે તકેદારી રાખતી જોવા મળી રહી છે.
ગીર પૂર્વના જંગલમાંથી પ્રાણી જગતનો ખૂબ જ આહ્લાદક અને રોમાંચિત કરી મૂકે તે પ્રકારનો વીડિયો સામે આવ્યો છે. જંગલ વિસ્તારમાં પડી રહેલા પ્રથમ વરસાદમાં એક સિંહ બાળ જંગલમાં ભરાયેલા વરસાદી પાણીના ખાબોચિયામાં ઉછળકૂદ કરતું હોવાનો રોમાંચિત વિડીયો સામે આવ્યો છે. પ્રથમ વરસાદના પાણીમાં સિંહ બાળ પણ જાણે કે, આકરી અને અકળાવનારી ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે પાણીમાં છબછબિયા કરીને રમતું હોય તેવો અદભુત અને અવિસ્મરણીય વીડિયો ગીર પૂર્વના જંગલમાંથી સામે આવ્યા છે.
જે સમયે બાળ સિંહ પાણીમાં છબછબિયા કરી રહ્યું હતું,તે જ સમયે માતા સિંહણ તેના પર ચાંપતી નજર રાખીને નજીકમાં જ જોવા મળી હતી. જાણે તે પોતાનું બાળક કોઈ ભૂલ ન કરી બેસે તેની ચિંતામાં હતી, કે પછી પહેલા વરસાદમાં મજા માણી રહેલા બાળકને શાંતિપૂર્ણ નિહાળી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. હકીકત ભલે જે પણ હોય પરંતુ વરસાદમાં ભરાયેલા ખાબોચિયામાં છબછબિયા કરી રહેલા સિંહબાળના આ દ્રશ્યો ખૂબ જ રોમાંચિત અને નયનરમ્ય છે.