વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તમામ લોકોને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “સિંહ જાજરમાન અને હિંમતવાન છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી એવા તમામ લોકોને અભિનંદન આપું છું. તમને જાણીને આનંદ થશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સિંહની વસ્તીમાં સતત વધારો થયો છે. ”
આ પગલાથી સિંહોના નિવાસસ્થાન સુરક્ષિત રહે અને પર્યટનને વેગ મળ્યો
તેમણે કહ્યું કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમને ગીર સિંહો માટે સલામત રહેઠાણ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવાની તક મળી હતી. પીએમ મોદીએ કહ્યું, “આપણા દેશમાં સ્થાનિક સમુદાયો અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સંકળાયેલી ઘણી પહેલ કરવામાં આવી હતી જેથી સિંહોના નિવાસસ્થાન સુરક્ષિત રહે અને આ પગલાથી પર્યટનને પણ વેગ મળ્યો છે.”
10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ સિંહ દિવસ
સિંહો માટેની જાગૃતિ વધારવા અને તેમની ઘટતી જતી વસ્તી અને સંરક્ષણ માટે આધાર એકત્ર કરવા પર ભાર મૂકતા દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવે છે. હાલમાં, તેઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) ની લાલ સૂચિ દ્વારા ભયંકર પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ છે. એશિયાટિક સિંહ ભારતમાં જોવા મળતી પાંચ મોટી બિલાડીઓમાંની એક છે, અન્ય ચાર રોયલ બંગાળ વાઘ, ભારતીય ચિત્તો, કલાઉડેડ ચિત્તો અને સ્નો ચિત્તો છે.
ગત વર્ષથી એશિયાટીક સિંહોની વસ્તી વધી
ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે જૂનમાં હાથ ધરવામાં આવેલી જાજરમાન મોટી બિલાડીઓની વસ્તી ગણતરી મુજબ તેમાં વધારો જોવા મળ્યો હતો. ભારતે તેની સિંહની વસ્તીમાં 29 ટકાનો સૌથી વધુ વધારો નોંધાવ્યો હતો જે 2015 માં 523 થી 2020 માં 674 થયો હતો.એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સિંહોની વસ્તી 2015 માં 22,000 ચોરસ કિલોમીટરથી વધીને 2020 માં 30,000 ચોરસ કિલોમીટર થઈ ગઈ છે.
વિશ્વમાં હાલ માત્ર 4000થી પણ ઓછા જંગલી વાઘ બચ્યા છે.
વિશ્વભરમાં 29 જુલાઈનાં દિવસે ઈન્ટરનેશનલ ટાઈગર ડે વાઘ( Tiger )દિવસ મનાવવામાં આવે છે. વાઘ ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી અથવા પેન્થેરા ટાઈગ્રીસ વગેરે)નાં પરિવારનો એક સભ્ય છે. તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વિશ્વમાં વાઘ( Tiger )ની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. વાધોની ઘટતી સંખ્યા તેમજ તેના સંરક્ષણ માટેની જાગૃતતા ફેલાવાનાં હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે.
સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘને બચાવવા જરૂરી
WSON Team
આ દિવસ ઉજવવાનો નિર્ણય વર્ષ 2010માં સેન્ટ પીટર્સ બર્ગ ટાઈગર સમ્મિટ માં કરવામાં આવ્યો હતો. વિશ્વમાં દિવસે દિવસે ઘટતા જતા વાઘો( Tiger )નું રક્ષણ કરવું આવશ્યક હતું, આ બાબતે કશું ન કરવામાં આવે તો વાઘ( Tiger ) ધીમે ધીમે અલિપ્ત થવાને આરે હતા માટે આ સંમેલનમાં વાઘ( Tiger )ની આબાદી ધરાવતા 10 દેશોએ એવું કહ્યું કે વર્ષ 2022 સુધી તેઓ વાઘની આબાદી બમણી કરશે.
સૌથી મોટી વાઘની પેટા જાત સાઇબેરીયન વાઘ( Tiger ) છે. કોઇ પણ પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા આ વાઘની શ્રેણી સાઇબેરીયન તાઇગા,ખુલ્લી ઘાસ આચ્છાદિત જમીન થી લઇને ઉષ્ણકટીબંધીય વૃક્ષ વિસ્તારમાં જળબંબાકારમાં પણ રહી શકે છે. તેઓ અમુક પ્રદેશમાં રહે છે અને સામાન્ય રીતે એકલું રહેનાર પ્રાણી છે.
ભારતમાં બાંધવગઢ નેશનલ પાર્ક(મધ્યપ્રદેશ), પેંચ ટાઈગર રીઝર્વ(મધ્યપ્રદેશ), રણથંભોર નેશનલ પાર્ક(રાજસ્થાન), જીમ કોર્બેટ નેશનલ પાર્ક(ઉતરાખંડ) ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જ વાઘ જોવા મળે છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર 4000થી પણ ઓછા જંગલી વાઘ( Tiger )બચ્યા છે.
અહીં કેટલાક રસપ્રદ તથ્યો જણાવ્યા છે, જે તમને વાઘ વિશે વધુ માહિતી પૂરી પાડશેWSON Team
– હાલની ઈકોસિસ્ટમમાં રહેલી ફૂડ ચેનમાં વાઘ અગત્યની ભૂમિકા ભજવે છે. વાઘ એ ફૂડ ચેનમાં સંતુલન જાળવીને વાતાવરણને સ્વસ્થ રાખે છે.
– સૌથી મહત્વની વાત તો એ છે કે, જો પૃથ્વી પર પૂરતા વાઘ નહીં હોય તો શાકાહારી પ્રાણીઓ જમીન પર વધુ પ્રમાણમાં ચરશે, જે નુકસાન પહોંચાડે છે. જેના કારણે સ્થાનિક વાતાવરણનું સંતુલન ખોરવાશે.
– વાઘ એ જંગલનો સૌથી વધુ ગુપ્ત શિકારી પૈકી એક છે. મોટા વાઘ પાસે નરમ પંજા હોય છે, જે તેમના નિવાસસ્થાનની આસપાસ શાંતિથી ચાલવામાં મદદ કરે છે. WWFના જણાવ્યા અનુસાર, એક વાઘ તેના દૈનિક રાત્રી શિકાર દરમિયાન લગભગ 9થી 19 કિલોમીટરનો પ્રવાસ કરે છે.
– યુનાઇટેડ સ્ટેટ્સમાં વાઘને જંગલને રાખવાના બદલે મોટાભાગના વાઘને કેદમાં રાખવામાં આવે છે.
– સામાન્ય રીતે વાઘ હરણનો શિકાર કરે છે. એક વિશાળ હરણ કરીને વાઘ એક અઠવાડિયા સુધીની પોતાની ભૂખ સંતોષી શકે છે.
કોઈ તમને પૂછે કે યલો પેંસી,બ્લેક રાજા,ગ્રાસ યલો,કોમન લાઈમ,કોમન રોઝ,કોમન પાઇરોટ,કોમન ક્રો, ફરગેટ મી નોટ, ઇવનિંગ બ્રાઉન, દનાઇડ એગ ફ્લાય, ક્યુપીડ આ બધાં કોણ છે અને એમનું સરનામું કયું? તો તમે ચોક્કસ મુંઝાઈ જશો.
Social Media
આ સવાલનો જવાબ તમને સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિધિ દવે આપી શકે.તેઓ જણાવે છે કે નયનરમ્ય અને અતિ નાજુક પતંગિયાઓ ના આ નામ છે અને તેમનું સરનામું કે/ઓ સયાજી બાગ ની પાછળ અને બાળ ભવનની સામે આવેલી નર્સરી એટલે કે રોપ ઉછેર કેન્દ્ર છે. જ્યાં આ વર્ષે વિવિધ પ્રજાતિઓના બે લાખથી વધુ રોપા ઉછેરીને વનસ્પતિ ઉછેરના ચાહક વડોદરાવાસીઓ ને વાવેતર અને ઉછેર માટે પૂરા પાડવામાં આવ્યા છે.
માત્ર ઉપર જણાવેલા પતંગિયા જ નહિ પરંતુ ભાત ભાતના પક્ષીઓ જેમ કે મેલ અને ફિમેલ કોયલ,હોર્નબિલ જેનું ગુજરાતી નામ ચિલોતરો છે,સમડી,માથે લાલ ફૂમતું ધરાવતી બુલબુલ,પોપટ, લક્કડખોદ,બી ઇટર,ગોલ્ડન ઓરીઓલ,મેના બેબ્લર અને કાળાશ પડતા રેશમી ભૂરા રંગ ના વસ્ત્રો પહેર્યા હોય એવી નાનકડી પણ રૂપાળી દેવચકલી – સન બર્ડ પણ ઉપર ના જ સરનામે રહે છે.
Social Media
કહી શકાય કે અહીં પાંખાળા પક્ષી અને પતંગિયા નો રૂપેરી મેળો ભરાય છે.કરુણતા જુવો કે કોરોના એ તરણેતર કે રાજકોટ નો સાતમ આઠમ નો મેળો સહિત જાણીતા મેળા બંધ કરાવી દીધાં.પરંતુ આ પક્ષી પતંગિયાના મેળાને કુદરતે કોઈ પાબંદી ફરમાવી નથી કે કોરોના નું ગ્રહણ લાગ્યું નથી.તેનું કારણ ખબર છે? આ લોકો હજુ પણ કુદરત સાથે તાલ મિલાવી ને જીવે છે.તેઓ માનવ જેટલા બુદ્ધિશાળી નથી ને! માનવ એની બુદ્ધિ થી કૃત્રિમ અને કુદરત સાથે મેળ વગર નું જીવન જીવે છે એટલે પાબંદીઓમાં સપડાય છે. જેણે જેવું કર્યું તે તેવું પામ્યા.
Social Media
પક્ષીઓ અને પતંગિયાઓ ને આ જગ્યા જ કેમ ગમી ગઈ? તેનો જવાબ આપતાં નિધિ દવે જણાવે છે કે અમે આ સ્થળે સ્થળની શોભા વધારવા જાસૂદ,અપરાજિતા, એકઝોરા,બિલી, સરગવો,મીઠો લીમડો,કોઠી, ગળતોરા,નગોડ અને લીંબુ જેવા ફલ ફૂલ ના છોડ/ વૃક્ષો ઉછેર્યા છે જે તેમને કુદરતી નિવાસની સુખભરી સુવિધા આપે છે.તેના લીધે આ જગ્યા તેમને ગમી ગઈ છે. અહીં વેલા,છોડ અને ઘેઘૂર વૃક્ષો જેવી બધી જ અનુકૂળતા છે એટલે પક્ષી અને પતંગિયા સૃષ્ટિ ની વિવિધતા જોવા મળે છે.સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજા અને મદદનીશ વન સંરક્ષક રાજગુરુ ના માર્ગદર્શન હેઠળ આ પક્ષી પતંગિયા ઉદ્યાન ની દેખરેખ રાખવામાં આવે છે.
Social Media
કેવડિયા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના આકર્ષણ રૂપે આયોજનબદ્ધ રીતે બટર ફ્લાઈ ગાર્ડન વિકસાવવામાં આવ્યો છે. અહીં કુદરતી કરિશ્મા ના રૂપમાં તે વિકસ્યો છે. અને પક્ષી કે પતંગિયા નું નિરીક્ષણ એ ધીરજ માંગી લેતું કામ છે.ત્યાં પહોંચો એટલે આ લોકો તમને દરવાજે આવકારવા આવે એવું નથી.ધીરજ સાથે મીટ માંડી ને રાહ જુવો તો જોવા મળે.કારણ કે અહીંના વી.આઇ.પી.આ કુદરતી જીવો છે. આવા સ્થળો શીખવે છે કે કુદરત ની મરજી પ્રમાણે જીવન ની અનુકૂળતા સાધો તો જીવન પક્ષી પતંગિયા ની વાડી જેવું બને.વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો આના થી સચોટ કયો બોધપાઠ હોઈ શકે?
ભાવનગરના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં એકસાથે 3000 જેટલા કાળિયાર કેમેરામાં કેદ થયા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા કાળિયારનું ટોળું જાેવા મળી રહ્યું છે.
કાળિયારના આ વીડિયો અંગે વેળાવદરના સરપંચ મુકેશભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે મારા નાનાભાઈ મુન્નાભાઈ બારૈયાએ આ વીડિયો ઉતાર્યો હતો અને વેળાવદરથી બે કિલોમીટર દૂર અભયારણ્યની વચ્ચેનો આ વિસ્તાર છે. સામાન્ય પ્રજા માટે હાલમાં તો અભયારણ્ય બંધ છે, પરંતુ આ પ્રકારના હરણની મૂવમેન્ટનો નજારો સામાન્ય રીતે સ્થાનિકોને જાેવા મળતો હોય છે. હાલમાં વરસાદ પડેલો હોઈ હરણો એકજૂથમાં વધારે ફરતાં હોય છે.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના અંકુરભાઈ પટેલે જણાવ્યું હતું કે નેશનલ પાર્ક 3400 હેકટર અને બહારની સાઈડ 2000 હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે. ઉદ્યાનમાં 2500થી 3000 જેટલા કળિયારો વસવાટ કરે છે અને રોજ અંદર અને બહાર આવતા-જતા રહે છે. કાળિયારો હંમેશાં ટોળામાં જ રહેતા હોય છે, છેલ્લાં ૫ વર્ષમાં કળિયારોની સંખ્યામાં વધારો થયો છે, અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાથી મુક્ત રીતે ફરી શકે છે. પ્રવાસીઓ ૧૬ ઓક્ટોબરથી ૧૫ જૂન સુધી નેશનલ પાર્કની મુલાકાત લેતા હોય છે.
પક્ષીઓ આપણી જૈવ- વિવિધતાનો અભિન્ન હિસ્સો છે. ખુલ્લા આસમાનમાં વિહરતા પક્ષીઓની ગણતરી શક્ય તો નથી, પરંતુ ભૂતકાળમાં થયેલા સંશોધનોને આધારે આ પૃથ્વી પર 50 અબજથી વધુ પક્ષીઓ છે, તેવો અંદાજો છે. સંશોધનકારોએ આ અંદાજો ઈ- બર્ડ ડેટા અને અલગોરિધમની મદદથી લગાવ્યો છે. પૃથ્વી પર ચકલીની 9700 પ્રજાતિઓ છે, જે કુલ પક્ષીઓના 92% છે. માણસોની તુલનામાં પક્ષીઓની સંખ્યા 6 ગણી જોવા મળે છે.
ઓસ્ટ્રેલીયાની યુનિવર્સીટી ઓફ સાઉથવેલ્સના પ્રોફેસર કોરે કૈલાગનની આગેવાની હેઠળ થયેલો આ અભ્યાસ તાજેતરમાં યુએસ એકેડમી ઓફ સાયન્સીસના જર્નલ પ્રોસીડીન્ગ્સમાં પ્રકાશિત થયો છે. જેમાં જણાવ્યું છે કે, પૃથ્વી પર 50 અરબથી લઈને 428 અરબની વચ્ચે પક્ષીઓ હોય શકે છે. સંશોધનકારોએ ઈ- બર્ડ ના આંકડા અને અલગોરિધમની મદદથી આ અનુમાન લગાવ્યું છે. ઈ- બર્ડ પર દુનિયાભરના 6 લાખ સીટીઝન સાયન્ટીસ્ટનો ડેટા સુરક્ષિત છે.
કઈ પ્રજાતિના કેટલા પક્ષીઓ છે ?
1.6 અરબ ઘરેલું ચકલી, સૌથી વધુ તેમની સંખ્યા છે. 1.3 અરબ યુરોપિયન મૈના, 1.2 અરબ રીંગ- બીલ્ડ ગલ, એટલે કે સમુદ્રી પક્ષીઓ, અને 1.1 અરબ બાર્ન સ્વોલોવ જોવા મળે છે.
આ પક્ષીઓ છે દુર્લભ શ્રેણીમાં :
ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કીવી હવે માત્ર 3 હજાર જ છે. જયારે મેડાગાસ્કરમાં જોવા મળતી મેસાઈટ ચકલી માત્ર 1 લાખ 54000 જ જોવા મળે છે. વિશ્વસ્તરે છેલ્લા ચાર દાયકામાં 40% પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થઇ ગઈ છે.